ગંભીર આડઅસર બાદ AstraZenecaનો મોટો નિર્ણય, દુનિયાભરમાંથી કોરોનાની રસી મંગાવી

Share this story

કોરોના વાયરસની રસી કોવિશિલ્ડ હાલમાં ઘણા વિવાદોમાં છે. ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાની આ રસીનો ઉપયોગ ભારતમાં પણ કોરોના સમયગાળા દરમિયાન કરવામાં આવ્યો હતો. એવા અહેવાલો છે કે આ રસીની કેટલીક ગંભીર આડઅસર હવે જોવા મળી રહી છે.

પહેલા આચારસંહિતાના નામે વેક્સીન સર્ટિફિકેટ પરથી મોદીજીનો ફોટો હટાવી લેવાયો અને હવે (સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં પણ ઉત્પાદન થયું હોવાથી મોદીજી અને એમના સમર્થકો જેના જનક હોવાનો લીંબડ જશ ખાટતા હતા એવી) કોવિશિલ્ડની જનક કંપની એસ્ટ્રાઝેનેકાએ ઘટેલી માંગના બહાને વિશ્વભરના બજારોમાંથી પોતાની રસી પરત ખેંચવાનું શરૂ કરી દીધું છે.

એસ્ટ્રાઝેનેકા દ્વારા ઉત્પાદિત કોરોના વેક્સિન ભારતમાં કોવિશીલ્ડ નામે રજૂ કરવામાં આવી હતી. હવે કંપનીએ વૈશ્વિક સ્તરે તેણે બનાવેલી કોરોના વેક્સિનને પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. અગાઉ, કંપનીએ કોર્ટના દસ્તાવેજોમાં સ્વીકાર્યું હતું કે તેના દ્વારા બનાવવામાં આવેલી કોરોના વેક્સિન લોહીના ગંઠાઈ જવા જેવી ગંભીર આડઅસર કરી શકે છે. જોકે, ફાર્મા જાયન્ટે કહ્યું હતું કે વ્યવસાયિક કારણોસર કોવિશીલ્ડ વેક્સિનને બજારોમાંથી દૂર કરવામાં આવી રહી છે. મીડિયા અહેવાલોમાં દાવો કરાયો હતો કે હાલમાં વેક્સિન ઉત્પાદન કે સપ્લાય બંધ જ છે.

AZN લિમિટેડ એ પણ માહિતી આપી હતી કે તે યુરોપમાં વેક્સઝેવરિયા રસીની માર્કેટિંગ અધિકૃતતા પાછી ખેંચી લેશે. કંપનીના નિવેદન અનુસાર, “કોરોના રોગચાળા પછી ઘણી કોવિડ -19 રસી બનાવવામાં આવી છે. આવી સ્થિતિમાં, અપડેટેડ રસી પણ બજારોમાં ઉપલબ્ધ છે.” એસ્ટ્રાઝેનેકાએ એમ પણ કહ્યું કે આ કારણોસર તેની વેક્સજાવરિયા રસીની માંગમાં ઘટાડો થયો છે. આ જ કારણ છે કે હવે તેનું ઉત્પાદન કે સપ્લાય કરવામાં આવી રહ્યું નથી.

આ પણ વાંચો :-