Home Blog Page 1095

વીજળીના બિલમાં તોતિંગ વધારો : ગુજરાત સરકારનો દાવો પોકળ નીકળ્યો 

0

Skyrocketing increase in electricity bills

  • Price Increase In Electricity Bill : મોંઘવારીના માર વચ્ચે હવે વીજળી થઈ મોંઘી, ગુજરાતમાં સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના ગ્રાહકો પાસેથી વસૂલી રહી છે વીજળીનું તોતિંગ બિલ.

ગુજરાત સરકાર (Gujarat Govt) એક તરફ એવુ કહે છે કે ગુજરાતમાં વીજળીના (Electricity) ભાવમાં વધારો થઈ નથી રહ્યો. પરંતુ સરકારનો આ દાવો સાવ પોકળ સાબિત થઈ રહ્યો છે. સરકાર હકીકતમાં બંધ બારણે ગૂપચૂપ રીતે વીજળીના દરોમાં ભાવ વધારો કરી રહી છે.

એફપીપીએ એટલે કે ફ્યુઅલ સરચાર્જના (Fuel Surcharge) નામે ફરી ભાવવધારો કરવામા આવ્યો છે. ગુજરાતમાં મહિને 200 યુનિટ વાપરતા રહેણાંકના ગ્રાહકો પાસેથી ઉત્તરોઉત્તર વધુ નાણાં વસૂલવામાં આવી રહ્યાં છે.

નિષ્ણાતો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં ગરીબ ગ્રાહકોને પણ સરકાર લૂંટી રહી છે. તેમની પાસેથી વધુ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે. મધ્યમ અને નાના પરિવારો પાસેથી દર મહિને 138 રૂપિયા વધુ વસૂલવામાં આવી રહ્યાં છે. આ ગ્રાહકો પાસેથી એપ્રિલ, 2022 ના મહિનામાં આ ભાવ વસૂલવામાં આવ્યો છે.

જેમાં 200 યુનિટ વાપરતા સરકારી ગ્રાહકો પાસેથી ફિકસ્ડ ચાર્જ પેટે રૂપિયા 70, એનર્જિ ચાર્જ પેટે રૂપિયા 743 અને ફ્યુઅલ સરચાર્જ પેટે યુનિટ દીઠ રૂપિયા 2.50 લેખ 500 વસૂલવામાં આવ્યા છે. આમ, કુલ મળીને 1313 રૂપિયા ગ્રાહકોના ખિસ્સામાંથી સરકારે ખંખેરી લીધા છે.

એક તરફ ગુજરાત સરકાર વીજળી વધવાના બણગા ફૂંકે છે. પરંતુ બીજી તરફ બંધ દરવાજે વીજળીના ભાવ વધારી રહી છે અને ગ્રાહકોને ખબર પણ પડતી નથી. ગ્રાહકો જ્યારે પોતાનું લાંબુલચક બિલ આવે છે ત્યારે ચોંકી જાય છે. આમ રહેણાંકના ગ્રાહકો પાસેથી સરકાર વધુ રૂપિયા વસૂલી રહી છે. મોંઘવારીના માર વચ્ચે ગ્રાહકો આ ભાવવધારો સહન કરી શકે તેમ નથી.

આ પણ વાંચો :-

 

 

મહાદેવે અહીં 1 કરોડ દેવતાઓને બનાવ્યા હતા પથ્થર, જાણો ભારતના સૌથી રહસ્યમય મંદિરની કહાની

Mahadev made 1 crore

  • Unakoti Temple Mystery : આજ સુધી એ પણ જાણી શકાયું નથી કે આ મૂર્તિઓ કોણે અને શા માટે બનાવી? આ સિવાય આ મૂર્તિઓ ક્યારે બની હતી તે પણ જાણી શકાયું નથી.

અમે જે મંદિરની વાત કરી રહ્યા છીએ તે ત્રિપુરાની (Tripura) રાજધાની અગરતલા (Agartala) પાસે છે. આ મંદિરનું નામ ઉનાકોટી છે. આ મંદિરનું રહસ્ય વૈજ્ઞાનિકો આજે પણ સમજી શક્યા નથી કે આ મંદિરમાં એક કરોડથી એક મૂર્તિ કેમ ઓછી છે. મૂર્તિઓની રહસ્યમય સંખ્યાને કારણે તેનું નામ ઉનાકોટી પડયું છે. ઉનાકોટીનો અર્થ થાય છે એક કરોડમાં એક ઓછુ.

ના ઉકેલાયું 99 લાખ 99 હજાર 999 મૂર્તિઓનું રહસ્ય :

આ મંદિર ખૂબ ખાસ છે. ઉનાકોટી મંદિર અગરતલાથી લગભગ 145 કિલોમીટર દૂર આવેલું છે. આજ સુધી આ 99 લાખ 99 હજાર 999 પથ્થરની મૂર્તિઓનું રહસ્ય ઉકેલાયું નથી. આજ સુધી એ પણ જાણી શકાયું નથી કે આ મૂર્તિઓ કોણે અને શા માટે બનાવી? આ સિવાય આ મૂર્તિઓ ક્યારે બની હતી તે પણ જાણી શકાયું નથી.

ભોલે થાને આપ્યો હતો શ્રાપ :

આ મંદિર સાથે ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે. મંદિરમાં પથ્થરોમાંથી શિલ્પો કોતરવામાં આવ્યા છે. દંતકથા પ્રમાણે એકવાર ભગવાન શંકર સહિત એક કરોડ દેવી-દેવતાઓ તેમની સાથે ક્યાંક જઈ રહ્યા હતા. આ દરમિયાન અહીં રાત્રીના સમયે તમામ દેવી-દેવતાઓ ઉનાકોટીમાં આરામ કરવા લાગ્યા હતા. જો કે, ભગવાન શંકરે તમામ દેવતાઓને કહ્યું હતું કે સૂર્યોદય પહેલા આ સ્થાન છોડી દેવું પડશે. પરંતુ સૂર્યોદય પહેલા માત્ર ભગવાન શિવ જ જાગ્યા અન્ય તમામ દેવતાઓ સૂતા રહ્યા. આ જોઈને ભગવાન શિવ ક્રોધિત થઈ ગયા અને બધા દેવતાઓને શ્રાપ આપીને તેમને પથ્થર બનાવી દીધા.

એક રાતમાં 1 કરોડ મૂર્તિઓ ન બનાવી શક્યો શિલ્પકાર :

આ મંદિર સાથે જોડાયેલી બીજી એક દંત કથા સાંભળવા મળે છે. કાલુ નામનો શિલ્પકાર ભગવાન શંકર અને માતા પાર્વતી સાથે કૈલાસ પર્વત પર જવા માંગતો હતો. શિલ્પકારના આગ્રહના કારણે ભગવાન શંકરે તેને રાતોરાત એક કરોડ દેવી-દેવતાઓની મૂર્તિઓ બનાવવાનું કહ્યું હતું. શિલ્પકારે આખી રાત મૂર્તિઓ બનાવી પરંતુ સવાર પડતા ગણતરીમાં એક મૂર્તિ ઓછી નીકળી. જેથી ભગવાન શિવ તે શિલ્પકારને પોતાની સાથે ના લઈ ગયા.

ચારે તરફ ગાઢ જંગલ છે :

ઉનાકોટી મંદિર એક પહાડી વિસ્તારમાં આવેલું છે. તેની ચારે તરફ ગાઢ જંગલ છે. આજ સુધી એ જાણી શકાયું નથી કે જંગલની વચ્ચે લાખો મૂર્તિઓનું નિર્માણ કેવી રીતે થઈ ગયું. જો આટલી બધી મૂર્તિઓ બનાવવી હોય તો વર્ષો જતા રહ્યા હોત. અહીં સ્વેમ્પના કારણે કોઈ રહેતું ન હતું. આટલી બધી મૂર્તિ અહી કેવી રીતે આવી તે રહસ્ય હજુ સુધી અકબંધ છે.

આ પણ વાંચો :-

સાત ફેરા લેતા પહેલા કેમ દુલ્હા- દુલ્હનને પીઠી ચોળવામાં આવે છે ? ના ખબર હોય તો ખાસ જાણો

0

Why is the pithi rubbed

  • પ્રાચીન સમયથી લગ્નમાં પીઠી ચોળવાનો રિવાજ ચાલ્યો આવે છે. કાયમ માટે એકબીજા સાથે પવિત્ર બંધનમાં બંધાતા પહેલા દુલ્હા અને દુલ્હનને પીઠી ચોળવામાં આવે છે. આ રસ્મ ખુબ ધામધૂમથી મનાવવામાં આવે છે.

પ્રાચીન સમયથી લગ્નમાં પીઠી ચોળવાનો (Back Rub) રિવાજ ચાલ્યો આવે છે. કાયમ માટે એકબીજા સાથે પવિત્ર બંધનમાં બંધાતા પહેલા દુલ્હા અને દુલ્હનને પીઠી ચોળવામાં આવે છે. આ રસ્મ ખુબ ધામધૂમથી મનાવવામાં આવે છે. સગા સંબંધીઓ પણ સામેલ થાય છે. પરંતુ શું તમને એ વાતની ખબર છે કે લગ્ન પહેલા છોકરા અને છોકરીને પીઠી (Peethi) કેમ ચોળવામાં આવે છે.

આમ તો પીઠી ચોળવાની સેરેમનીમાં આજકાલ લોકો ખુબ ખર્ચો કરે છે. આ માટે હલ્દી થીમ ડેકોરેશનથી લઈને આઉટફિટ સુધીની ચીજો પર ધ્યાન આપવામાં આવતું હોય છે. પરંતુ જ્યારે પીઠી ચોળવાનો વારો આવે છે ત્યારે રસ્મના નામ પર થોડું થોડું છોકરા અને છોકરીને લગાવી દેવાય છે. આવામાં અમે તમને આજે પીઠી ચોળવા પાછળના કેટલાક કારણો વિશે જણાવીશું.

પીઠી ચોળવાની રસ્મથી લગ્નની તૈયારીઓ શરૂ થાય છે. જેને દરેક સમાજનો લોકો પોત પોતાની રીતે આયોજિત કરે છે. કેટલીક  જગ્યાઓ પર લગ્નના ત્રણ દિવસ પહેલાથી દુલ્હન અને દુલ્હાને અલગ અલગ ઘરો પર પીઠી ચોળવામાં આવે છે. કેટલીક જગ્યાએ બંનેને સાથે જ લગ્નના દિવસે કે એક દિવસ પહેલા પીઠી ચોળવામાં આવે છે.

ધાર્મિક કારણ :

હિન્દુ ધર્મની માન્યતા મુજબ લગ્ન એક પવિત્ર બંધન છે. જેમાં નવા જોડાને આશીર્વાદ આપવા માટે દેવી દેવતાઓને આમંત્રણ આપવામાં આવે છે. જેમાં ભગવાન વિષ્ણુનું સ્થાન વિશેષ હોય છે. આથી તેમના આશીર્વાદ માટે તેમનો પસંદગીનો રંગ પીળો અને હળદરનો ઉપયોગ લગ્નમાં થાય છે. આ જ કારણ છે કે અનેક રસ્મોમાં પણ દુલ્હા દુલ્હન પીળા રંગના કપડાં પહેરતા હોય છે.

વિજ્ઞાન શું માને છે?

હળદર પ્રાચીન સમયથી ઔષધીય રીતે ઉપયોગમાં લેવાતો મસાલો છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી સેપ્ટિક, એન્ટી ડિપ્રેશન જેવા ગુણ હોય છે. તેને લગાવવાથી ત્વચા પર કોઈ ઈન્ફેક્શનનું જોખમ રહેતું નથી અને તે ડિટોક્સ રહે છે. આ સાથે જ હળદર લગાવવાથી બોડી રિલેક્સ થાય છે અને સ્કિનમાં પણ ચમક આવે છે. આવામાં હળદરને લગ્નના કારણે થતી નર્વસનેસને ઓછી કરવામાં કારગર માની શકાય ચે.

હળદર સાથે જોડાયેલી માન્યતાઓ :

અનેક લોકો એવું માને છે કે હળદર લગાવવાથી દુલ્હા અને દુલ્હન પર કોઈ પણ પ્રકારની ખરાબ શક્તિઓનો પ્રભાવ કે ખરાબ નજર લાગતા નથી. આ કારણ છે કે સામાન્ય રીતે દુલ્હા અને દુલ્હનને પીઠી ચોળ્યા બાદ તેમના લગ્નના મુહૂર્ત સુધી ઘરની બહાર નીકળવાની મંજૂરી હોતી નથી.

આ પણ વાંચો :-

ભારતનું એવું રેલ્વે સ્ટેશન જ્યાં પ્લેટફોર્મ બદલવું હોય તો કરવી પડે ઓટો, જાણો કારણ

0

A railway station

  • ભારતનું આ રેલવે સ્ટેશન ખૂબ જ અનોખું છે. કારણ કે અહીં બે પ્લેટફોર્મ વચ્ચે બે કિલોમીટરનું અંતર છે. જ્યારે કોઈપણ રેલવે સ્ટેશન પર જવામાં આવે તો એક પ્લેટફોર્મ થી બીજા પ્લેટફોર્મ સુધી જવા માટે ખૂબ જ ઓછું અંતર કાપવું પડે છે.

આજે તમને આવા જ એક રેલવે સ્ટેશન (Railway station) વિશે જણાવીએ. ભારતનું આ રેલવે સ્ટેશન ખૂબ જ અનોખું છે. કારણ કે અહીં બે પ્લેટફોર્મ વચ્ચે બે કિલોમીટરનું અંતર છે. જ્યારે કોઈપણ રેલવે સ્ટેશન (Railway station) પર જવામાં આવે તો એક પ્લેટફોર્મ થી બીજા પ્લેટફોર્મ સુધી જવા માટે ખૂબ જ ઓછું અંતર કાપવું પડે છે. તમે આરામથી પ્લેટફોર્મ બદલી શકો છો. પરંતુ આ રેલવે સ્ટેશન (Railway station) ઉપર તમારે જો પ્લેટફોર્મ બદલવું હશે તો તમારે ઓટો કરીને જવું પડશે કારણ કે અહીં એક પ્લેટફોર્મ થી બીજા પ્લેટફોર્મ સુધીનું અંતર ૨ km નું છે.

ભારતીય રેલવેનું આવું રેલવે સ્ટેશન બિહારના બેગુસરાઈ જિલ્લાના બરૌનીમાં આવેલું છે. આ એક ઔદ્યોગિક વિસ્તાર છે જે ગંગા નદીના કિનારે વસેલો છે. અહીં ઘણી બધી તેલ રિફાઈનરી અને થર્મલ પાવર પ્લાન્ટ આવેલા છે. આ વિસ્તારમાં બરૌની જંકશન આવે છે. આ જંકશનનું નિર્માણ ૧૮૮૩ માં થયું હતું જ્યારે અંગ્રેજોનું શાસન હતું. અહીં આબાદી તે સમયે ઓછી હતી તેથી આ રેલવે સ્ટેશન ઉપર માત્ર એક જ પ્લેટફોર્મ નંબર એક બનાવવામાં આવ્યું હતું.

આ સ્ટેશનની શરૂઆત થઈ ત્યારે અહીં માત્ર માલગાડી આવતી હતી. અહીંની તેલ રિફાઈનરીમાંથી તેલ ભરીને તે વિવિધ જિલ્લામાં સપ્લાય કરતી. પરંતુ થોડા સમય પછી અહીં લોકોની મુસાફરી માટે પણ ટ્રેનની માંગ થઈ. તેના માટે પ્લેટફોર્મ નંબર ૧ થી અંદાજે બે કિલોમીટર દૂર બીજું રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું.

લોકોની સુવિધા માટે બરૌની જંકશન તૈયાર કરવામાં આવ્યું. આ જંકશન પરથી વિવિધ જગ્યાઓ માટે ટ્રેન ચાલે છે. જોકે પહેલા બનેલા પ્લેટફોર્મ નંબર એક ઉપર ફક્ત માલ ગાડીઓ અટકે છે. પહેલા સ્ટેશનને બરૌની જંકશન નામ આપવામાં આવ્યું અને પછી બનાવેલા પ્લેટફોર્મ ને બરોની રેલવે સ્ટેશન નામ આપવામાં આવ્યું. આ રીતે એક જ નામના બે સ્ટેશન બન્યા.

પહેલા બનેલા સ્ટેશને પ્લેટફોર્મ નંબર એક આપવામાં આવ્યો હતો. તેવી જ રીતે નવા બનેલા રેલવે સ્ટેશનને પ્લેટફોર્મ નંબર બે નામ આપવામાં આવ્યું. જોકે તેમ છતાં લોકોને આ સ્ટેશન પર ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે કારણ કે એક જ નામના બે રેલવે સ્ટેશન વચ્ચે ૨ km નું અંતર છે અને તેમાં પણ પ્લેટફોર્મ નંબર એક અને પ્લેટફોર્મ નંબર ૨ નામ આપવામાં આવ્યા છે. તેવામાં જો લોકોને પ્લેટફોર્મ બદલવાનું થાય તો બે કિલોમીટરનું અંતર કાપવું પડે છે.

આ પણ વાંચો :-

સરકારે જાહેર કરી અનાજ વિતરણ માટે નવી ગાઈડલાઈન, ફટાફટ જાણો શું છે નવો નિયમ

0

The government has announced

  • Ration Card Update : વિભાગ દ્વારા આ મામલે નવો આદેશ જાહેર કર્યો છે. જેનું પાલન તમામ લોકોએ કરવું પડશે. જે પણ વ્યક્તિ સરકારના આ આદેશોનું પાલન નહીં કરે તેમને રાશનનો લાભ નહીં મળે.

રાશનકાર્ડ ધારકોને (Ration card holders) મોટો ઝટકો સરકારે આપ્યો છે.  છેલ્લા કેટલાક સમયથી વધતી રાશન ડેપો ચલાવતા સંચાલકોની મનમાનીની ફરિયાદોના કારણે સરકારે મોટું પગલું ભર્યું છે. આ મામલે હવે અન્ન અને પુરવઠા વિભાગ (Supply Department) કડક પગલાં લઈ રહ્યો છે. જે અંતર્ગત વિભાગ દ્વારા આ મામલે નવો આદેશ જાહેર કર્યો છે. જેનું પાલન તમામ લોકોએ કરવું પડશે. જે પણ વ્યક્તિ સરકારના આ આદેશોનું પાલન નહીં કરે તેમને રાશનનો લાભ નહીં મળે.

આ સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે હવેથી રાશન માટેનો ડેપો કોઈપણ ઓપરેટર પોતાના ઘરની અંદર નહીં ચલાવી શકે. જો સંચાલકનું ઘર નજીકમાં હશે તો પણ તેને દુકાનમાં જ ડેપો ચલાવવો પડશે.  ડેપો ઓપરેટ કરવાની સત્તા પરિવારના સભ્યોને નોમિની બનાવીને જ આપી શકાશે.

આ સાથે કહેવામાં આવ્યું છે કે જો આ મામલે કોઈપણ પ્રકારની ગડબડ થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ વોર્ડ અથવા ગામમાં પણ પુરવઠો આવ્યો હોય તો ડેપો ઓપરેટર વિભાગ દ્વારા નિર્ધારિત જગ્યાએ બેસીને જ રાશનનું વિતરણ કરી શકશે.

આ ઉપરાંત સમયાંતરે વિભાગ ડેપોનું નિરીક્ષણ કરશે. આ નિરીક્ષણ દરમિયાન જો કોઈ ડેપો ઓપરેટર કોઈપણ ભૂલ કરતા જોવા મળશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ડેપો ઓપરેટરોને મળેલી માર્જિનની રકમ વિભાગ દ્વારા જ આપવામાં આવે છે અને તે સરકાર દ્વારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

નવી ગાઈડલાઈન અનુસાર ડેપો ઓપરેટરોએ અરજીપત્રક સાથે તેમનો એકાઉન્ટ નંબર, આધાર કાર્ડની નકલ સંબંધિત વિભાગમાં જમા કરાવવાની રહેશે. આ સાથે ડેપો ઓપરેટરોએ નિર્ધારિત જગ્યાએ જ રાશનનું વિતરણ કરવાનું રહેશે. વિભાગીય આદેશોમાં જણાવવામાં આવ્યું હતું કે જ્યાં ડેપો ફાળવવામાં આવ્યો છે તે સ્થળે જ ગ્રાહકોને રાશનનું વિતરણ કરવામાં આવશે.

આ પણ વાંચો :-

Automatic Car ખરીદતા પહેલા જાણી લેજો તેના 3 ફાયદા અને 3 ગેરફાયદા

Before buying an automatic car

Automatic Transmission : ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળી કારમાં ગિયર શિફ્ટિંગ ઓટોમેટિક થઈ જાય છે. કાર જાતે જ ગિયર બદલી નાખે છે. આ માટે ડ્રાઈવરને મેન્યુઅલ ક્લચ કે શિફ્ટ ગિયર દબાવવાની જરૂર રહેતી નથી.

ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળી (With automatic transmission) કારમાં ગિયર શિફ્ટિંગ ઓટોમેટિક થઈ જાય છે કાર જાતે જ ગિયર બદલી નાખે છે. આ માટે ડ્રાઈવરને (Driver) મેન્યુઅલ ક્લચ કે શિફ્ટ ગિયર દબાવવાની જરૂર રહેતી નથી. આવી સ્થિતિમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે કાર ચલાવવી સરળ છે. ખાસ કરીને જ્યારે તમે ભારે ટ્રાફિકમાં કાર ચલાવો. ત્યારે ઓટોમેટિક ટ્રાન્સમિશન તમારી મુસાફરીને સરળ બનાવે છે અને તમે ઓછો થાક અનુભવો છો. ચાલો આજે તેના 3 ફાયદા અને 3 ગેરફાયદા જણાવીએ.

ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળી કારના ફાયદા

સરળતા : ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળી કાર વાપરવા માટે સરળ છે અને તેમાં ઓછા ડ્રાઈવર ઈનપુટની જરૂર પડે છે. આનાથી ડ્રાઇવરને કાર ચલાવવાનું સરળ બને છે. ખાસ કરીને ભારે ટ્રાફિકમાં.

સ્મૂથ ગિયર શિફ્ટિંગ : મેન્યુઅલ ટ્રાન્સમિશનની સરખામણીમાં ગિયર્સ ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં વધુ સરળતાથી શિફ્ટ થાય છે. ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળી કારમાં ગિયરશિફ્ટ પર બહુ આંચકો લાગતો નથી.

સલામતી : ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળી કારમાં ડ્રાઈવર બંને હાથ સ્ટીયરીંગ વ્હીલ પર સતત રાખી શકે છે. ડ્રાઇવરને ગિયર બદલવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર નથી.

ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળી કારના ગેરફાયદા :

કિંમત : સ્વયંસંચાલિત ટ્રાન્સમિશન સામાન્ય રીતે મેન્યુઅલ ટ્રાન્સમિશન કરતાં વધુ ખર્ચાળ હોય છે. ઓટોમેટિક ટ્રાન્સમિશનની સર્વિસમાં ખર્ચ પણ વધારે થાય છે.

ઓછો કંટ્રોલ : ઓટોમેટિક ટ્રાન્સમિશનથી ડ્રાઈવરનું વાહનના એક્સલેરેશન પર ઓછો કંટ્રોલ હોય છે, જે અમુક ડ્રાઇવિંગ પરિસ્થિતિઓમાં સમસ્યારૂપ બની શકે છે.

ઓછું પરફોર્મન્સ : સામાન્ય રીતે ઓટોમેટિક ટ્રાન્સમિશન મેન્યુઅલ ટ્રાન્સમિશન જેટલું સારું હોતું નથી. જો કે હવે ટેક્નોલોજી વધી રહી છે અને ઓટોમેટિક ટ્રાન્સમિશન વધુ સારું બની ગયું છે.

આ પણ વાંચો :-

 

Trending News : સોશિયલ મીડિયા પર છવાયું ડિવોર્સ ફોટોશૂટ, ગણાવી 90 પ્રોબ્લમ

0

Trending News

  • Divorce Photoshoot : જીવનની દરેક ક્ષણને ખુશી સાથે જીવવી જોઇએ બિલકુલ લાલ ગાઉન પહેરેલી મહિલાની માફક. લાલ ગાઉન પહેરેલી આ મહિલાએ તાજેતરમાં જ છૂટાછેડાનું ફોટોશૂટ કરાવ્યું છે. તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.

લગ્ન પહેલા પ્રી-વેડિંગ શૂટ (Pre-wedding shoot), વેડિંગ શૂટને લઈને આજના યુવાનોમાં ઘણો ક્રેઝ છે. પરંતુ આ ફોટોશૂટમાં તાજેતરમાં જ અચાનક ડિવોર્સ ફોટોશૂટે (Divorce photo shoot) પોતાની જગ્યા બનાવી લીધી છે. કારણ કે આજના યુવાનો દરેક દિવસને ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. ભલે તે તેમની એક મહિનાની વર્ષગાંઠ હોય કે 6 મહિનાની સગાઈની વર્ષગાંઠ હોય.

આ સાથે હવે યુવા જીવનની દરેક ખુશી અને ખરાબ ક્ષણોને કેજ્યુઅલી રીતે લેવા માંગે છે. કારણ કે તે માને છે કે જીવન અનપ્રીડિક્ટેબલ હોય છે. કોઈને ખબર નથી કે તેણે તમારા માટે નસીબના સીલબંધ પરબિડીયુંમાં શું છુપાયેલું છે તે કોઇ જાણતું નથી. એટલા માટે તે જીંદગીના દરેક પળને ખુશીથી જીવવા માંગે છે બિલકુલ રેડ ગાઉન પહેરેલી મહિલાની માફક.

લાલ ગાઉન પહેરેલી આ મહિલાએ તાજેતરમાં જ છૂટાછેડાનું ફોટોશૂટ કરાવ્યું છે. અને તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું છે. આ ફોટોશૂટની લોકોએ ખૂબ પ્રશંસા કરી છે. કારણ કે આ શૂટમાં લોરેને પોતાના લગ્ન જીવનના દરેક ઉતાર-ચઢાવને ફોટોગ્રાફ્સ દ્વારા જણાવ્યા છે. આ મહિલા પહેલા પોઝમાં તેના પતિ સાથે તેની તસવીર ખુશીથી ફાડતી જોવા મળે છે.

તો બીજી તરફ તસવીરમાં તે હાથમાં વાઇનની બોટલ પકડીને તેના પતિથી છૂટાછેડા લીધાની ખુશી મનાવી રહી છે. આ સાથે તેના બીજા હાથમાં એક પોસ્ટર પણ છે. જેમાં અંગ્રેજીમાં લખેલું છે કે મને 99 પ્રોબ્લેમ છે, પરંતુ મારો પતિ નથી.

ત્રીજા ફોટામાં લોરેન નિર્દયતાથી તેના લગ્નના ફોટાને તેના પગથી કચડી રહી છે. જો કે આ મહિલા કોણ છે અને તે ક્યાં રહે છે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ છૂટાછેડાના ફોટોશૂટમાં તે ચોક્કસપણે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.

આ પણ વાંચો :-

૦૩ મે ૨૦૨૩નું રાશિફળ : આજે શત્રુઓને ધૂળ ચટાડી દેશે આ રાશિના જાતકો, પણ રાખવું પડશે આ વસ્તુનું ધ્યાન, જુઓ આજનું રાશિ ભવિષ્ય

May 03, 2023 Horoscope

મેષઃ
શા‌રીરિક અને માનસિક અસ્થિતા જણાય. આવકનું પ્રમાણ ઘટે, નોકરી, ધંધામાં લાભ મળતો જણાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. શરદી, ખાંસી થાક લાગવાની સમસ્યા રહે. મશીનરી, સફેદ વસ્તુના ધંધામાં લાભ.

વૃષભઃ
મોજ શોખમાં વધરો થાય. સંતાન અંગેની સમસ્યા હળવી થતી જણાય. નવું જણવાનો યોગ બને છે. વિદ્યાર્થી મિત્રો માટે સારો દિવસ, કાર્યક્ષેત્રે સફળતા. ભાગ્યનો સાથ મળે છે. સ્ત્રી શણગાર, કોસ્મેટીક્સના ધંધામાં લાભ.

મિથુનઃ
વાહન સુખમાં ‌વૃદ્ધિ, સ્થાવર જંગમ મિલકતના ખરીદ વેચાણ શક્ય બને. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. કાર્યમાં સફળતા. નોકરી ધંધામાં પરિસ્થિતિ સુધરતા આવક વધતી જણાય. આરોગ્ય સારૂં રહેશે.

કર્કઃ
પરિવારમાં સુખ, શાંતિ વધતા જણા. શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. સ્વાસ્થની કાળજી રાખવી. વિશ્વાસઘાતના ભોગ ન બનાય. એનું ધ્યાન રાખવું. આરોગ્ય સાચવવાની સલાહ છે.

સિંહઃ
આર્થિક પાસુ મજબુત બનતું જણાય છે. કાર્યક્ષેત્રે સફળતા મળે, નોકરી, ધંધામાં પ્રગતિ, નવી નોકરી ધંધો શરૂ કરી શકાય. દામ્પત્ય જીવનમાં આનંદ પ્રેમી પ્રાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય જળવાશે.

કન્યાઃ
માનસિક આનંદમાં વધારો થાય. ભાગ્યને કારણે આર્થિક ઉપાર્જન વધતું જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. માથાના દુઃખાવા, માઈગ્રેનની પરીશાની રહે.માતાની તબિયત સાચવવી, વાદત સાચવીને ચલાવવું.

તુલાઃ
કાર્યક્ષેત્રે સફળતા દૂર ભાગતી જણાય. આવકનું પ્રમાણ ઘટે. ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. પરિવારમાં વાદ-વિવાદ ટાળવો આરોગ્ય સારૂ ંરહેશે. ધંધામાં અગત્યના નિર્ણયો મુલતવી રાખવા.

વૃશ્ચિકઃ
મિત્રોનો સાથ મળતાં આનંદનો અનુભવ થાય. સમયસર લક્ષ્મીની વ્યવસ્થા થઈ શકે. અધૂરા કાર્યો પૂરા થતાં જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. ભાગ્ય સારૂ છે. જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

ધનઃ
નોકરી-ધંધામાં સફળતા, નવી નોકરી મળવાના યોગ છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા યશ મળતો જણાય. આવક અંગે મધ્યમ દિવસ. ભાગ્ય સારૂં રહેશે. ‌પત્નિ પક્ષ તરફથી લાભ મળતો જણાય. આરોગ્ય જળવાશે.

મકરઃ
ભાગ્યના જોરે ઓછી મહેનતે સફળતા મળથી જણાય. યાત્રા-પ્રવાસનું આયોજન થઈ શકે. નવા કાર્યોની શરૂઆત થતી જણાય. જુની ઉઘરાણી છુટી થતાં નાણાંની છુટ વર્તાય. આરોગ્ય સારૂં રહેશે.

કુંભઃ
નકારાત્મક વિચારો રહે, માનસિક પરિતાપ વધતો જણાય. નોકરી-ધંધામાં અગત્યના નિર્ણયો ટાળવા. રોગ પ્રતિકાર શકિત ઘટે. પરિવારમાં વિવાદ ટાળવો. માતૃસુખ વધે.

મીનઃ
આત્મ વિશ્વાસમાં તથા ગુસ્સામાં વધારો થાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મળતો જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. દામ્પત્ય જીવનમાં પ્રેમનો અનુભવ થાય.

આ પણ વાંચો :-

 

ભણવાની ઉંમરે 100 કરોડનો માલિક બન્યો આ છોકરો, તમે પણ કરી શકો આ કમાલ

0

This boy 

  • Sankarsh chanda net worth : જો તમને શેરબજારમાં થોડો પણ રસ હોય તો તમે સ્વર્ગસ્થ રાકેશ ઝૂનઝૂનવાલા, રાધાકિશન દમાણી, વિજય કિડિયા, આશિષ કોચલિયા અને ડોલી ખન્નાનું નામ જરૂર સાંભળ્યું હશે.

આ લોકોએ શેર બજારમાં (Share market) ટ્રેડિંગના દમ પર કરોડો-અબજો રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કરી લીધુ છે. ટ્રેડિંગની દુનિયામાં કેટલાક એવા નવા પણ નામ સામે આવ્યા છે જેમણે સ્ટોક ટ્રેડિંગના (Stock trading) દમ પર પોતાનું ભાગ્ય ચમકાવ્યું છે.

ટ્રેડિંગની દુનિયામાં કેટલાક એવા નવા પણ નામ સામે આવ્યા છે. જેમણે સ્ટોક ટ્રેડિંગના દમ પર પોતાનું ભાગ્ય ચમકાવ્યું છે. આવા લોકોમાં એક નામ એવું પણ સામેલ છે જે હૈદરાબાદના 23 વર્ષનાં સંકર્ષ ચંદાનું છે. સંકર્ષે શેર બજારમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરી. તેમનું નામ દુનિયાના સૌથી મોટા રોકાણકારોની યાદીમાં સામેલ થયું છે.

પહેલીવાર માર્કેટમાં 2000 રૂપિયા રોકાણ કર્યું :

લિટિલ ઝૂનઝૂનવાલાના નામથી ઓળખાતા સંકર્ષને શરૂઆતના દૌરમાં પણ શેરબજારમાં નુકસાનનો સામનો કરવો પડ્યો નથી. સામાન્ય રીતે રોકાણકારોને શરૂઆતમાં શેરબજારમાં નુકસાન થતું હોય છે. 17 વર્ષની ઉંમરે શેર બજારમાં ટ્રેડિંગનું કામ શરૂ કરનારા સંકર્ષે 2016માં પહેલીવાર માર્કેટમાં 2000 રૂપિયાનું રોકાણ કર્યું હતું.

એ જ સમયે ગ્રેટર નોઈડા સ્થિત બેનેટ યુનિવર્સિટીથી કોમ્પ્યુટર સાયન્સમાં બીટેક કરી રહ્યો હતો. 23 વર્ષની ઉંમરે 100 કરોડના માલિક બનનારા સંકર્ષે બીટેક સેકન્ડ યરમાં પોતાના એજ્યુકેશનમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો અને પૂરો સમય સ્ટોક ટ્રેડિંગમાં આપ્યો.

સ્ટાર્ટઅપ શરૂ કરવા વેચ્યા શેર :

એક ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે મે બે વર્ષમાં સ્ટોક માર્કેટમાં લગબગ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું. બે વર્ષમાં મારા શેરની માર્કેટ વેલ્યૂ વધીને 13 લાખ થઈ ગઈ. સંકર્ષે માત્ર રોકાણ જ નથી કર્યું સાથે સાથે તે આંતરપ્રિન્યોર પણ છે.

તેમણે સ્વોબોધ ઈન્ફિનિટી ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ (Svobodha Infinity Investment Advisors Private Limited) નામે ફિનટેક સ્ટાર્ટઅપની પણ શરૂઆત કરી. તેમણે સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે વર્ષ 2017માં 8 લાખ રૂપિયામાં શેર વેચ્યા હતા.

સંકર્ષે વાતચીતમાં જણાવ્યું કે અમેરિકી ઈકોનોમિસ્ટ બેન્જામિન ગ્રાહમનો એક લેખ વાંચ્યા બાદ તેમનો સ્ટોક માર્કેટમાં રસ પેદા થયો. ગ્રાહમને 14 વર્ષની ઉંમરે જ વેલ્યૂ ઈન્વેસ્ટિંગના જનક તરીકે ઓળખવામાં આવતા હતા. તેમના સ્ટાર્ટઅપે પહેલા વર્ષે 12 લાખ, બીજા વર્ષે 14 લાખ રૂપિયા અને પછીના વર્ષે 32 લાખ રૂપિયા તથા નાણાકીય વર્ષ 2020-21માં 40 લાખ રૂપિયાનું રેવન્યૂ ભેગું કર્યું.

સ્ટાર્ટઅપથી કમાયેલા પૈસાને તેઓ ફરીથી રોકાણ કરતા રહ્યા અને આજે મોટું સામ્રાજ્ય બનાવ્યું. તેમણે કહ્યું કે મારી નેટવર્થ હવે 100 કરોડ રૂપિયા છે. આ મારા સ્ટોક માર્કેટ રોકાણ ઉપરાંત મારી કંપનીના મૂલ્યાંકન પર નિર્ભર છે.

આ પણ વાંચો :-

 

Gold Rate Today : સોનામાં આ શું જોવા મળી રહ્યું છે? ભારે ઉથલપાથલ વચ્ચે જાણો 10 ગ્રામ સોનાનો આજનો ભાવ

0

Gold Rate Today

  • Gold Rate : ભારતીય શરાફા બજારમાં આજે સોનાના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. શુદ્ધ સોનાનો ભાવ 60 હજાર રૂપિયાને પાર છે. જ્યારે ચાંદીનો ભાવ 74 હજાર કરતા પણ વધુ રૂપિયા પ્રતિ કિલો છે.

ભારતીય શરાફા બજારમાં આજે સોનાના (Gold) અને ચાંદીના (Silver) ભાવમાં તેજી જોવા મળી રહી છે. શુદ્ધ સોનાનો ભાવ 60 હજાર રૂપિયાને પાર છે. જ્યારે ચાંદીનો ભાવ 74 હજાર કરતા પણ વધુ રૂપિયા પ્રતિ કિલો છે. જો તમે પણ સોનું અને ચાંદી લેવાનું વિચારતા હોવ તો આજના લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.

સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ :

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 28મી એપ્રિલના રોજ 60168 રૂપિયા હતું જે આજે 52 રૂપિયા ચડીને 60220 રૂપિયાના સ્તરે છે. જ્યારે 995 પ્યોરિટીવાળું ગોલ્ડ 52 રૂપિયા વધીને 59979 ના સ્તરે છે.

916 પ્યોરિટીવાળું ગોલ્ડ 48 રૂપિયા વધીને 55162 રૂપિયા જોવા મળી રહ્યું છે. 750 પ્યોરિટીવાળું ગોલ્ડ 39 રૂપિયા વધીને 45165 રૂપિયાના સ્તરે છે. 10 ગ્રામ 585 પ્યોરિટીવાળું ગોલ્ડ 31 રૂપિયા વધીને 35229 રૂપિયા થયો છે. ચાંદીની વાત કરીએ તો ચાંદી આજે પ્રતિ કિલો 365 રૂપિયા વધીને 74233 રૂપિયાના સ્તરે છે.

આ પણ વાંચો :