Home Blog Page 1091

ગુજરાતમાંથી ગુમ થયેલી 41 હજાર મહિલાઓનું શું છે સત્ય ? ગુજરાત પોલીસે કર્યો ધડાકો

0

What is the truth about 41 thousand

  • અત્રે ઉલ્લેખનીય છે ગુજરાત પોલીસે ટ્વીટ કરીને વધુમાં જણાવ્યું હતું કે ભારતીય સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર સ્થાનિક પોલીસ ગુમ વ્યક્તિની કેસોની તપાસ કરે છે અને રાષ્ટ્રીય સ્તરે સંકલનના ભાગરૂપે અન્ય રાજ્ય પોલીસ એકમો દ્વારા ટ્રેકિંગ કરવા માટે ડેટાને સમર્પિત વેબસાઈટમાં આપવામાં આવે છે.

આજના જમાનામાં સોશિયલ મીડિયા (Social Media) સૌથી મોટું હથિયાર બની ગયું છે. પરંતુ ફાયદા અને ગેરફાયદા છે. સોશિયલ મીડિયા પર દરરોજ લાખો પ્રકારની માહિતી અને સમાચારો શેર કરવામાં આવે છે. જેમાંથી ઘણા સમાચારો અને માહિતી પાયાવિહોણાની ફોરવર્ડેડ હોય છે. જેની કોઈપણ પ્રકારની ચકાસણી કર્યા વિના ધડાધડ ફોરવર્ડ કરવામાં આવે છે. જ્યારે કોઈ ગંભીર બાબત સરકાર કે તંત્રના ધ્યાને આવે છે તો આ અંગે તે ચોક્ક્સ ખુલાસો આપે છે.

તાજેતરમાં જ આવા એક સમાચાર ગુજરાતમાં વાયરલ થયા હતા જેને લઈને ખળભળાટ મચી ગયો છે. આ વાયરલ સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 40,000થી વધુ મહિલાઓ ગુમ થઈ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના આંકડા અનુસાર, વર્ષ 2016માં 7,105 મહિલાઓ, વર્ષ 2017માં 7,712, વર્ષ 2018માં 9,246 અને વર્ષ 2019માં 9,268 મહિલાઓ ગુમ થઈ હતી. જ્યારે વર્ષ 2020માં 8,290 મહિલાઓ ગુમ થઈ હોવાનું નોંધાયું હતું. પાંચ વર્ષમાં તેમની કુલ સંખ્યા 41,621 પર પહોંચી ગઈ છે.

જોકે આ સમાચાર અધુરા હતા. જેને લઈને ગુજરાત પોલીસ દ્વારા ખુલાસો કરતાં ટ્વીટ કરવામાં આવ્યું છે. જેમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે વર્ષ 2016-2020 માં ગુજરાતમાંથી 41621 મહિલાઓ ગુમ થઈ હતી. પરંતુ આ પૈકી 39497 મહિલાઓને (94.90%) પરત મળી આવી છે  અને તેમના પરીવાર સાથે છે. આ બંને આંકડાઓ પણ NCRB દ્વારા જાહેર કરવામાં આવેલ છે જેની ખરાઈ NCRBના પોર્ટર્લ પરથી પણ કરી શકાય છે. આમ જે સમાચાર અમુક માધ્યમોમાં પ્રકાશીત થયેલ છે તે અધૂરા અને ગેરમાર્ગે દોરનારા છે.

અત્રે ઉલ્લેખનીય છે ગુજરાત પોલીસે ટ્વીટ કરીને વધુમાં જણાવ્યું હતું કે ભારતીય સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર સ્થાનિક પોલીસ ગુમ વ્યક્તિની કેસોની તપાસ કરે છે અને રાષ્ટ્રીય સ્તરે સંકલનના ભાગરૂપે અન્ય રાજ્ય પોલીસ એકમો દ્વારા ટ્રેકિંગ કરવા માટે ડેટાને સમર્પિત વેબસાઈટમાં આપવામાં આવે છે.

આ પણ વાંચો :-

 

બંગાળની ખાડીમાં સક્રિય થઈ રહ્યું છે ‘મોચા’, આ રાજ્યોમાં પડશે ધોધમાર વરસાદ

0

Mocha

  • એપ્રિલ બાદ હવે મે મહિનાનું પહેલું અઠવાડિયું પણ પસાર થઈ ચૂક્યું છે. આમ છતાં હજુ પણ મે-જૂનવાળી ગરમી જોવા મળી રહી નથી. જેના કારણે બજારમાં પણ એસી અને કૂલરનો ધંધો ઠપ પડયો છે.

એપ્રિલ બાદ હવે મે મહિનાનું પહેલું અઠવાડિયું પણ પસાર થઈ ચૂક્યું છે. આમ છતાં હજુ પણ મે-જૂનવાળી ગરમી જોવા મળી રહી નથી. જેના કારણે બજારમાં પણ એસી અને કૂલરનો (Cooler) ધંધો ઠપ પડયો છે. વારંવાર પડી રહેલા વરસાદના કારણએ હજુ સુધી પારો સામાન્ય જોવા મળી રહ્યો છે. દિલ્હી (Delhi) એનસીઆર સહિત ઉત્તર ભારતમાં સોમવારે પણ વરસાદ પડયો. જેના  કારણે તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ નીચે ગગડી ગયો.

15 મે સુધી પડશે વરસાદ :

એપ્રિલ અને હવે મે મહિનામાં આ કમોસમી વરસાદ વૈજ્ઞાનિકો માટે પણ અચંબાનો વિષય બન્યો છે. અનેક વર્ષો બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર ભારતની જગ્યાએ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં જોવા મળી રહી છે. જેના પગલે સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે વરસાદની આ સ્થિતિ 15મી મે સુધી જોવા મળી શકે છે. હવામાન વિભાગની તાજા અપડેટ મુજબ વરસાદ છતા દિલ્હી એનસીઆરમાં હવે તાપમાનમાં વધારાનો સિલસિલો જોવા મળશે.

આ જગ્યાઓ પર પડી શકે છે વરસાદ :

જો દેશમાં આગામી 24 કલાકના હવામાનની વાત કરીએ તો આંદમાન નિકોબાર દ્વિપ સમૂહના દક્ષિણી ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ધીરે ધીરે તે સમગ્ર આંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહને કવર કરશે. દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી અને આંદમાન સાગરમાં સમુદ્રની સ્થિતિ ખુબ ખરાબ થશે અને સમુદ્રમાં ઊંચી લહેરો ઉઠશે.

આ પણ વાંચો :-

ગુજરાત સરકારના VIને રામરામ : સરકારી કર્મચારીઓ હવે જીયો ના સહારે

0

Gujarat Government’s VI

  • રાજ્ય સરકારે પોતાના દરેક કર્મચારીઓને રિલાયન્સ જિયોની સીયુજી સર્વિસ લેવાનો પરિપત્ર બહાર પાડયો છે. સરકારે આ સાથે વોડાફોન-આઈડિયાની સીયુજી સર્વિસની સેવા સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે કર્મચારીઓને જિયો સીયુજી પ્લાન લેવા માટેનો ઓર્ડર જારી કરી દીધો છે.

રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓ (Employee) માટે એક મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ અત્યાર સુધી CUG નંબર માટે વોડાફોન-આઈડિયાની (Vodafone-Idea) સર્વિસનો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે સરકારે એક પરિપત્ર બહાર પાડીને કહ્યું કે હવે કર્મચારીઓએ જિયોનો (Jio) નંબર વાપરવો પડશે. એટલે કે સરકારે વોડાફોન-આઈડિયાની સર્વિસ બંધ કરીને જિયોની સર્વિસ શરૂ કરી છે. હવે સરકારી કર્મચારીઓએ જિયોનો સીયુજી પ્લાન લેવો પડશે.

સરકારનો પરિપત્ર :

રાજ્ય સરકારે આ માટે એક પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્રમાં દરેક કર્મચારીઓને જિયોનું સીયુજી કનેક્શન લેવાનું કહેવામાં આવ્યું છે. એટલે કે કર્મચારીઓ મહિને 37.50 રૂપિયાના ભાડામાં જિયોનું સીયુજી કનેક્શન લઈ શકશે. જેમાં કર્મચારીઓએ ફ્રી કોલિંગ અને 3 હજાર એસએમએસનો લાભ મળશે. ફ્રી એસએમએસ બાદ દરેક એસએમએસ પર 50 પૈસાનો ચાર્જ અને આંતરરાષ્ટ્રીય એસએમએસ માટે 1.25 રૂપિયાનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારે આ માટે રિલાયન્સ જિયો સાથે કરાર કર્યો છે. પરિપત્ર અનુસાર આ સીયુજી પ્લાનમાં 25 રૂપિયાથી 4જી ડેટાની સુવિધા શરૂ થશે. સરકારી કર્મચારીઓને મહિને કુલ 30 જીબી ડેટા વાપરવા મળશે. ત્યારબાદ કર્મચારીઓને વધુ ડેટાની જરૂર હોય તો તેના એક્સ્ટ્રા પૈસા ચુકવવા પડશે. જો 60 જીબી સુધી ડેટા જોતો હોય તો 62.50 રૂપિયાનો પ્લાન એડ કરવો પડશે. જો કર્મચારીઓએ અનલિમિટેડ ડેટાનો લાભ લેવો હોય તો 125 રૂપિયાનો પ્લાન લેવો પડશે.

સરકારી કર્મચારીઓને 5જી ડેટાની સુવિધા પણ મળશે. 5જી ડેટા વાપરવા માટે કર્મચારીઓએ 62.50 રૂપિયાનો એક્સ્ટ્રા પ્લાન એડ કરાવવો પડશે. એટલે કે કર્મચારીઓને 4જીની કિંમતમાં 5જી ડેટા વાપરવા મળવાનો છે. નોંધનીય છે કે સરકારી કર્મચારીઓ અત્યાર સુધી વોડાફોન-આઈડિયાની સર્વિસ વાપરતા હતા.

આ માટે ગુજરાત સરકારે જિયો સાથે કરાર કર્યો છે. કર્મચારીઓ હવે જિયોના સિમ વાપરશે. જેમાં તેનો જૂનો નંબર પણ યથાવત રહેશે. એટલે કે સરકારી કર્મચારીઓ હવે પોતાનો નંબર જિયોમાં પોર્ટ કરાવશે. એટલે કે તેમનો નંબર યથાવત રહેશે પરંતુ કંપની બદલાઈ જશે. આ સાથે સરકારે દરેક કર્મચારીઓને વોડાફોન-આઈડિયાના જે બિલ બાકી હોય તેની તત્કાલ ચુકવણી કરવાનો આદેશ આપ્યો છે.

સરકારે બહાર પાડયું હતું ટેન્ડર :

રાજ્ય સરકારે આ માટે નવેમ્બર મહિનામાં એક ટેન્ડર બહાર પાડયું હતું. સરકાર દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ઓપન ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં રિલાયન્સ જિયો ઈન્ફોકોમે બે વર્ષ માટે આ બિડ જીતી છે. આ માટે રાજ્ય સરકાર અને જિયો વચ્ચે કરાર પણ થઈ ગયો છે.

આ પણ વાંચો :-

૦૯ મે ૨૦૨૩નું રાશિફળ : હેલ્થની બાબતે સાવધાની રાખવી, કોની સુધરશે આર્થિક સ્થિતિ, કોની પર વરસશે દૂંદાળા દેવની કૃપા, જુઓ આજનું રાશિ ભવિષ્ય

May 09, 2023 Horoscope

મેષઃ
દિવસ દરમિયાન નવી શક્તિનો સંચાર થતો જણાય. આવકનું પાસુ મજબૂત બને. પરિવારમાં આનંદ-ઉત્સાહ જળવાય, સ્થાવર જંગમ મિલકતથી લાભ. કાર્યક્ષેત્રે સફળતા.

વૃષભઃ
કાર્યક્ષેત્રે આગેવાન થવાની વૃત્તિ પેદા થાય. અભિમાન વધતું જણાય. જમીન, ટ્રાવેલ્સ, કેમિકલના ધંધામાં વિશેષ લાભ. આવક જળવાય. પત્ની સાથે સંબંધમાં મધુરતાનો અનુભવ થાય. આરોગ્ય જળવાય.

મિથુનઃ
સ્વભાવમાં જીદ્દી પણું વધતું જણાય. આવકનું પ્રમાણ જળવાય પરંતુ ખર્ચ પણ વઉધતો જણાય. શરદી-ખાંસીની તકલીફ રહે. મિત્રો તથા સંતાનો સાથે ઉગ્રતા ટાળવી. સ્વાસ્થ્ય સારું રહે.

કર્કઃ
સ્વભાવમાં ભાવનાત્મકતાનું પ્રમાણ વધે. નવા વસ્ત્રો ખરીદ કરવાના યોગ બને છે. નાના ભાઈ બહેનોની પ્રગતિથી આનંદ. વાહનસુખ મિલકત સુખમાં વૃદ્ધિ- નાણાકીય વ્યવહારોમાં લાભ.

સિંહઃ
નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. અગત્યના નિર્ણયો ફાયદાકારક પૂરવાર થતા જણાય. સંતાનની પ્રગતિથી હર્ષ. આવક જળવાય. કાર્યક્ષેત્રે ભાગ્યનો સાથ મળે.

કન્યાઃ
વાણીમાં મીઠાશ જળવાય. આવકનું પ્રમાણ જળવાય. દગા-ફટકાથી સાચવવું. સ્થાવર-જંગમ મિલકત અંગે લાભ. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. લોહીથી થતા રોગોથી સાચવવું.

તુલાઃ
ધંધાકીય ક્ષેત્રે અગત્યના નિર્ણયો યોગ્ય રીતે લઈ શકાય. ખોટું લાગે એવા પ્રસંગનું નિર્માણ થાય. પરિવારમાં લાગણી ભરેલા સંબંધો જળવાય. કાર્યક્ષેત્રે સફળતા. પિતાની તબિયત સાચવવી. પેટની તકલીફ રહે.

વૃશ્ચિકઃ
જીવનસાથી સાથે આનંદની ક્ષણો માણી શકો. આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળે છે. ભાગ્યનો સાથ મળતો જણાતો નથી. મુસાફરી દરમિયાન સાવચેતી જરૂરી. હરીફોને શીકસ્ત આપી શકો.

ધનઃ
વિચારવાયુનું પ્રમાણ વધે. ધાર્મિક સંગઠનમાં સામેલ થઈ શકાય. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. યોગ્ય ખર્ચ કરવાની વ્યવસ્થા સરળ બને. ભાગ્યનો સાથ મળતા ઓછી મહેનતે કાર્યસિદ્ધિ શક્ય બને.

મકરઃ
સ્ત્રીવર્ગથી સફળતા મળતી જણાય. અગત્યના નાણાકીય‌ નિર્ણયો ટાળવા. પરિવારમાં ઉદાસીનતા વર્તાય. સંતાનસુખમાં વૃદ્ધિ થતી જણાય. પડવા-વાગવાથી સાચવવુ. મિત્રોનો સાથ-સહકાર મેળવી શકાય.

કુંભઃ
જીવનસાથી સાથે મતભેદ ટાળવા. હકારાત્મક વિચારો કરવા હિતાવહ છે. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. વાહનસુખ-મિલકત સુખમાં વધારો થતો જણાય. માતૃસુખ-પિતૃસુખમાં વધારો થતો જણાય.

મીનઃ
ખોટા ખર્ચા ટાળવા. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. ભાગ્ય બળવાન બને છે. નાના યાત્રા-પ્રવાસના યોગ બને છે. નોકરીમાં બઢતી-બદલી સંભવ, વૈવાહિક જીવનમાં આનંદ. સાંધાના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

વાવના ધારાસભ્ય ગેની બેનનો અનોખો અંદાજ, રાઈફલ સાથેનો ફોટો ફેસબુક પર કર્યો પોસ્ટ

0

MLA Ganiben posted a photo with

  • દિયોદરના કોતરવાડા ગામે લગ્ન પ્રસંગમાં મામેરા સમયે બંદૂક હાથમાં રાખી હોવાનો ફોટો વાયરલ થયો છે.

વાવના (Vav) ધારાસભ્ય ગેની બેનનો (Ganiben thakor) અનોખો અંદાજ સામે આવ્યો છે. ગેનીબેને રાઈફલ સાથે ફોટો ફેસબુક પર પોસ્ટ કર્યો છે. ગેનીબેન દિયોદર (Deodar) તાલુકાના કોતરવાડા ગામે પરિવારના લગન પ્રસંગમાં હાજર રહ્યા હતા.

વાવના ધારાસભ્ય ગેની બેનનો અનોખો અંદાજ, રાઈફલ સાથેનો ફોટો ફેસબુક પર કર્યો પોસ્ટ

અહીં સમાજના રીતરિવાજ મુજબ મામેરું વધાવી સમાજના નિયમો પાળવામાં આવ્યા. અહીં ઓગડ મહંત બળદેવનાથ બાપુ હાજર રહી પરિવારને આશીર્વાદ આપ્યા. ધારાસભ્યનો બંદૂક સાથે ફોટો વાયરલ થતાં લોકોમાં ચર્ચાસ્પદ બન્યો છે.

આ પણ વાંચો :-

 

 

 

IPL માં ઈતિહાસ રચી આ બોલરે વર્લ્ડ ક્રિકેટમાં મચાવ્યો હડકંપ, હારેલી મેચ પણ જીતાડી શકે છે આ ખેલાડી !

0

This bowler created history  

  • ભારત અને રાજસ્થાન રોયલ્સના સ્ટાર લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે IPLમાં ઈતિહાસ રચ્યો છે. યુઝવેન્દ્ર ચહલે અચાનક આઈપીએલમાં પોતાના એક સુપર રેકોર્ડથી વિશ્વ ક્રિકેટમાં ખળભળાટ મચાવી દીધો છે. વાસ્તવમાં યુઝવેન્દ્ર ચહલે મહાન ઓલરાઉન્ડર ડવેન બ્રાવોને પાછળ છોડી IPLમાં એક શાનદાર રેકોર્ડ બનાવ્યો છે.

આપડે વાત કરી રહ્યાં છીએ એ ભારત અને રાજસ્થાન રોયલ્સના સ્ટાર લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે (Yuzvendra Chahle) IPLમાં ઈતિહાસ રચ્યો છે. યુઝવેન્દ્ર ચહલે અચાનક આઈપીએલમાં (IPL 2023) પોતાના એક સુપર રેકોર્ડથી વિશ્વ ક્રિકેટમાં ખળભળાટ મચાવી દીધો છે. વાસ્તવમાં યુઝવેન્દ્ર ચહલે મહાન ઓલરાઉન્ડર ડવેન બ્રાવોને (Dwayne Bravo) પાછળ છોડી IPLમાં એક શાનદાર રેકોર્ડ બનાવ્યો છે.

યુઝવેન્દ્ર ચહલ IPLના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. યુઝવેન્દ્ર ચહલે રવિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) સામે રમાયેલી આઈપીએલ મેચમાં 4 વિકેટ લઈને આ ઐતિહાસિક કારનામું કર્યું છે.

ભારત માટે હુકમનું પત્તુ સાબિત થઈ શકે છે આ ખેલાડી. આ ખેલાડી એટલો ખતરનાક છે કે એક સમયે હાથમાંથી નીકળી ગયેલી બાજી કે પછી એમ કહો કે સાવ હાર નક્કી જ લાગતી હોય એવી મેચ પણ પોતાની શાનદાર રમતથી જીતાડી શકે છે. ચોગ્ગા છગ્ગા ફટકારતા વિરોધી ટીમના ખુંખાર બેટર્સને પણ ક્રિસ પર ગરબા ગવડાવીને આઉટ કરવાનો આ ખેલાડીમાં દમ છે.

યુઝવેન્દ્ર ચહલે આઈપીએલમાં ઈતિહાસ રચ્યો છે :

રવિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી આઈપીએલ મેચમાં યુઝવેન્દ્ર ચહલ આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ 4 વિકેટ લેનાર બોલર બની ગયો છે. યુઝવેન્દ્ર ચહલે મહાન ઓલરાઉન્ડર ડવેન બ્રાવોનો આઈપીએલમાં 183 વિકેટનો રેકોર્ડ તોડી નાખ્યો અને ઓછી મેચોમાં આઈપીએલની 183 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો. યુઝવેન્દ્ર ચહલે IPLની 142 મેચમાં 183 વિકેટ લીધી છે.

વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ડવેન બ્રાવોએ 161 મેચમાં 183 વિકેટ લીધી હતી. હવે યુઝવેન્દ્ર ચહલ IPLમાં 183 વિકેટ સાથે ટોપ પર છે. યુઝવેન્દ્ર ચહલ પછી ડવેન બ્રાવો 183 વિકેટ સાથે બીજા ક્રમે છે. અન્ય એક ભારતીય લેગ સ્પિનર ​​પીયૂષ ચાવલા 174 વિકેટ સાથે ત્રીજા નંબર પર છે.

આ પણ વાંચો :-

OMG ! એક્સરે જોઈને ડોક્ટરોના રૂવાડાં ઉભા થઈ ગયા, એક બે નહીં શરીરમાં હતા ડઝન કીડા

OMG! Seeing the X-ray 

  • Viral News : તાજેતરના એક કિસ્સામાં સતત ઉધરસની સારવાર માટે હોસ્પિટલમાં ગયેલા એક માણસને તેના શરીરમાં ડઝનેક ટેપવોર્મ્સ હોવાનું જાણીને આઘાત લાગ્યો હતો. ડોક્ટરોએ દર્દીનો એક્સ-રે કર્યો ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો.

જો તમે હેરાન અને ચોંકાવનારા સમાચાર વાંચીને ડરી જાવ છો તો આ સમાચાર તમારા માટે નથી. પરંતુ જો તમે તેને વાંચી લેશો તે તમારા માટે ફાયદાકારક રહેશે. ઘણા વર્ષોથી ઈન્ટરનેટ પર ચોંકાવનારા મેડિકલ ટેસ્ટના (Medical test) સમાચાર સામે આવે છે.

ડોકટરોએ દર્દીની આંખમાંથી જીવતો કીડો (A Living Worm) કાઢવાથી લઈને પેટમાંથી સિક્કા કાઢવા સુધીના આશ્ચર્યજનક કિસ્સાઓ જોયા છે. વિશ્વભરની હોસ્પિટલોની અંદર ઘણી વિચિત્ર બાબતોનો સામનો કરવો પડે છે. આવો જ એક અન્ય કિસ્સો સામે આવ્યો છે. જેમાં સ્કેન કર્યા બાદ એક માણસના પેટની અંદર ઘણા બધા કીડા મળી આવ્યા હતા.

દર્દીના એક્સ-રેમાં મોટો ખુલાસો :

તાજેતરના એક કિસ્સામાં સતત ઉધરસની સારવાર માટે હોસ્પિટલમાં ગયેલા એક માણસને એ જાણીને આઘાત લાગ્યો કે તેના શરીરમાં ડઝનેક ટેપવોર્મ્સ છે. ડોક્ટરોએ દર્દીનો એક્સ-રે કર્યો ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો. બ્રાઝિલના સાઓ પાઉલોમાં હોસ્પિટલ દાસ ક્લિનિકાસ બોટુકાટુના ચિકિત્સક ડો. વિટર બોરિન પી. ડિસોઝા દ્વારા Twitter પર શેર કરવામાં આવ્યા પછી સ્કેનની તસવીરો વાયરલ થઈ નથી. પરીક્ષણો અને સ્કેનથી જાણવા મળ્યું છે કે તે વ્યક્તિ સિસ્ટીસરર્કોસીસથી પીડિત હતો. જે ડુક્કરના ટેપવોર્મના કારણે થનારો ચેપી રોગ છે.

આ કેસમાં ડોક્ટરે આ કારણ જણાવ્યું :

તે સામાન્ય રીતે માનવ મળથી દૂષિત ખોરાક અથવા પીવાના પાણી દ્વારા થાય છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) કહે છે: “આ ચેપ ત્યારે થાય છે જ્યારે વ્યક્તિ ટેપવોર્મના ઈંડા ગળી જાય છે. લાર્વા સ્નાયુ અને મગજ જેવા પેશીઓમાં પ્રવેશ કરે છે અને ત્યાં કોથળીઓ બનાવે છે.” પુખ્ત કૃમિથી સંક્રમિત વ્યક્તિના મળમાં ટેપવોર્મના ઈંડા હોય છે. જેને ટેનિઆસિસ કહેવાય છે. જો કે આ એક અલગ રોગ છે અને તે ખરાબ રીતે રાંધેલા ડુક્કરનું માંસ ખાવાથી થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન જણાવે છે કે આ સ્થિતિ વિવિધ ટેપવોર્મ્સને કારણે થઈ શકે છે.

ડોક્ટરે Tweetમાં આ વાત લખી હતી :

ડો. ડિસોઝા દ્વારા Twitter થ્રેડમાં એવું કહેવામાં આવ્યું હતું કે ખરેખર ચિંતાનું કોઈ કારણ નથી. તેમણે લખ્યું- “સિસ્ટીસર્કોસિસ ટેપવોર્મ ઈંડાના ઇન્જેક્શન દ્વારા  થાય છે  તેમણે વધુમાં સમજાવ્યું કે દર્દીના મગજમાં ગાંઠોનું સ્થાન તપાસવા માટે એમઆરઆઈ સ્કેન કરવામાં આવી રહ્યું છે.

જે સામાન્ય રીતે માથાના દુખાવાને કારણે થાય છે. થોડા વર્ષો પહેલાં એક વ્યક્તિને વારંવાર માથાનો દુખાવો અને દૌરા પડવાની ફરિયાદ બાદ ઝેજિયાંગ પ્રાંતની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તે એક મહિના કરતાં વધુ સમયથી પીડામાં જીવી રહ્યો હતો.

ચેપી રોગોના વિભાગના ડો. વાંગ જિયાન-રોંગે દર્દીની તબીબી તપાસ કરી અને જાણવા મળ્યું કે તેને ટેનીયાસીસ બિમારી છે. જે ટેપવોર્મના ચેપને કારણે થતો પરોપજીવી રોગ છે. પરંતુ જ્યારે તેના મુખ્ય અવયવોનું સ્કેન કરવામાં આવ્યું ત્યારે પરિણામોએ હોસ્પિટલના સમગ્ર મેડિકલ સ્ટાફને ચોંકાવી દીધા. સ્કેનથી જાણવા મળ્યું કે આ વ્યક્તિના મગજ, છાતી અને ફેફસામાં 700 થી વધુ ટેપવોર્મ્સ હતા.

આ પણ વાંચો :-

 

હાર્ટએટેકના સંકેત આપતો બેલ્ટ, હૃદય પર દબાણ આવે તો તરત જાણ કરે છે

heart attack  

  • heart rate monitor : ગુજરાતમાં હાર્ટએટેકના બનાવો સતત વધી રહ્યાં છે. ત્યારે અમદાવાદના એક જીમ સંચાલકે જીમમાં હાર્ટ મોનીટરીંગ બેલ્ટનો ઉપયોગ શરૂ કર્યો. જે હાર્ટ પર થતા દબાણને માપે છે.

હાલ ગુજરાતમાં નવયુવાનોને હાર્ટએટેકથી (Heart attack) મોતના કિસ્સા વધી રહ્યાં છે. આવામાં લોકોમાં ડર ભરાઈ ગયો છે. હૃદય (Heart) પર દબાણ વધતા લોકો એકાએક ઢળી પડે છે અને મોતને ભેટે છે. આવામાં હવે સતર્ક રહેવાની જરૂર છે. ત્યારે શરીર પર વધારે પડતુ દબાણ આપવુ નહિ. ખાસ કરીને જીમ જેવી એક્ટિવિટી પણ ઘાતક નીવડી શકે છે.

આવામાં કોઈપણ પ્રકારના દૈનિક શ્રમ કરતા લોકો માટે મહત્વની ખબર છે. હાર્ટ એટેકના કિસ્સા વધતા અમદાવાદમાં જિમ સંચાલકે હાર્ટ મોનીટરીંગ બેલ્ટનો ઉપયોગ શરૂ કર્યો છે. હાર્ટ મોનીટરીંગ બેલ્ટના ઉપયોગથી હાર્ટ પર થતું દબાણ મેજર કરી શકાય છે.

જિમમાં કસરત કરતા લોકો અચાનક ઢળી પડે છે અને મોતને ભેટે છે. એવા કિસ્સાઓમાં આ બેલ્ટ ઉપયોગી સાબિત થઈ શકતું હોવાનો દાવો આ જીમ સંચાલક દ્વારા કરાયો છે. જીમ સંચાલક મૃણાલ વેદે કહ્યું કે હાર્ટ પર સ્ટ્રેસ વધતા આ બેલ્ટની મદદથી મળતું પરિણામ સંકેત આપે છે. જેના કારણે આપણને ક્યારે અટકવું. રોકાઈ જવું તેની સમજ પડે છે. બેલ્ટ છાતીના ભાગે પહેરવાથી હાર્ટ રેટ સહિત કસરત કરતા સમયે હાર્ટ પર પડતો સ્ટ્રેસ ટકાવારીમાં જોવા મળે છે. 90 ટકા કરતા વધુ હાર્ટ પર સ્ટ્રેસ પડતા જિમમાં ટ્રેનર જે તે વ્યક્તિને કસરત કરતા અટકાવે છે.

કેવી રીતે કામ કરે છે આ બેલ્ટ :

તેમણે કહ્યું કે હાર્ટ પર સ્ટ્રેસ પડે એટલે આ બેલ્ટ સંકેત આપે છે. જે ઘણી મદદરૂપ સાબિત થાય છે. કેટલાક કલર કોડના માધ્યમથી હાર્ટ પર સ્ટ્રેસનો અંદાજ પણ આવી જાય છે. 90 ટકા કરતા વધુ સ્ટ્રેસ હાર્ટ પર પડે એટલે રેડ કલરમાં બેલ્ટ રોકાઈ જવા માટે સંકેત આપે છે. હાર્ટ મોનીટરીંગ બેલ્ટના સમગ્ર ડેટા એપ્લિકેશનના માધ્યમથી મોનીટરીંગ કરી શકાય છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સતત હાર્ટ એટેકના અચંબિતત કરે તેવા વધેલા કિસ્સાઓએ લોકોમાં ભય પેદા કર્યો છે. છેલ્લા ઘણા સમયથી અનેક એવા કેસો સામે આવ્યા છે. જેમાં જીમમાં કસરત સમયે ગરબા રમતા, ક્રિકેટ રમતા અથવા સ્ટેજ પર પરફોર્મન્સ કરતા લોકો અચાનક ઢળી પડે છે અને તેમના મોત નિપજે છે. જેની પાછળ હાર્ટ એટેક મુખ્ય કારણ હોય છે.

સમજદારીપૂર્ણ અથવા આડેધડ કસરત કરતા લોકો કે જેમને અંદાજો નથી હોતો કે તેમના હાર્ટ પર કેટલો સ્ટ્રેસ પડી રહ્યો છે. એવા કિસ્સામાં આ હાર્ટ મોનીટરીંગ બેલ્ટ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. હાર્ટ મોનીટરીંગ બેલ્ટ વિશે વાત કરતા મૃણાલ વેદ કહે છે કે ૧૨ હજારની કિંમતનો આ બેલ્ટ અમે તમામને ખરીદવા કહીએ છીએ. કેટલાક કિસ્સાઓમાં અમે લોકોને આપતા પણ હોઈએ છીએ.

6 મહિનામાં એકાદવાર સેલ બદલવાની જરૂર પડે છે. એક વર્ષની વોરંટી પણ આ બેલ્ટની હોય છે. માત્ર જીમમાં જ નહિ, પરંતુ બહાર પણ આ બેલ્ટ પહેરીને હાર્ટ પરના સ્ટ્રેસને નિયંત્રણમાં રાખી શકાય છે. સાયકલીંગ, સ્વિમિંગ કે રનિંગ કરતા સમયે પણ આ બેલ્ટનો ઘરે પણ ઉપયોગ થઈ શકે છે.

આ પણ વાંચો :-

શું તમને પણ ઈન્ટરનેશનલ નંબરોથી WhatsApp Calls આવી રહ્યા છે ? આ એક સ્કેમર્સ ટ્રેપ છે

WhatsApp Calls
  • WhatsApp : આ દિવસોમાં ઘણા વોટસએપ યુઝર્સ ઈન્ટરનેશનલ નંબરો પરથી વોટસએપ કોલ મેળવવાની વાત કરી રહ્યા છે. આ સ્કેમર્સનો એક ટ્રેપ છે. તેનાથી બચીને રહેજો.

સ્કેમ કોલ્સ (Scam calls) અને સ્પામ મેસેજ એ વૈશ્વિક સ્તરે અને ભારતમાં વધુ એક મોટી સમસ્યા છે. આ સમસ્યાનો સામનો કરવા માટે ટેલિકોમ ઓપરેટરોએ તાજેતરમાં AI ફિલ્ટર સ્પામ (AI filter spam) રજૂ કર્યું છે જેથી વપરાશકર્તાઓને મળતા સ્પામ કોલ્સની સંખ્યા ઓછી થઈ શકે. જો કે સ્કેમર્સે હવે નવો રસ્તો શોધી કાઢ્યો છે. સ્કેમર્સ હવે લોકોને વોટસએપ (WhatsApp) પર કોલ કરી રહ્યા છે અને તે પણ આંતરરાષ્ટ્રીય નંબરોથી.

ઘણા વોટસએપ યુઝર્સે અજાણ્યા ઈન્ટરનેશનલ નંબર પરથી કોલ રીસીવ થવા વિશે જણાવ્યું છે. તેને વીડિયો અને વોઈસ બંને કોલ મળી રહ્યા છે. ઘણા વપરાશકર્તાઓએ તેના વિશે ફરિયાદ નોંધાવી છે. એક વોટસએપ યુઝરે જણાવ્યું કે તેને એક અજાણ્યા આંતરરાષ્ટ્રીય નંબર પરથી કોલ આવ્યો જેનો દેશ કોડ +7 હતો. એટલે કે આ કોલ રશિયા અને કઝાકિસ્તાનથી આવ્યો હોવો જોઈએ. આ દર્શાવે છે કે સ્કેમર્સ ભારત અને અન્ય દેશોમાં લોકોને નિશાન બનાવવા માટે WhatsAppનો ઉપયોગ કરી રહ્યાં છે.

લોકોને તેમની જાળમાં ફસાવવા માટે સ્કેમર્સ વારંવાર SMS નો ઉપયોગ કરે છે. પરંતુ આ દિવસોમાં તેઓ મોટા પાયે WhatsAppનો ઉપયોગ કરી રહ્યા છે. આમાંના મોટાભાગના રોબોકોલ્સ છે. કેટલાક સ્કેમર્સ યુઝર સાથે HR તરીકે વાત કરે છે અને લોકોને સારા પગાર સાથે નોકરીઓ ઓફર કરે છે.

ટ્વિટર યુઝર શ્રેયાંશ જૈને સ્કેમર તરફથી મળેલા વોટસએપ મેસેજનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. સ્કેમર યુઝરને નોકરીની ઓફર કરી રહ્યો છે. સ્કેમરે યુઝરને કહ્યું કે તેને યુટ્યુબ વિડિયો પર દરેક લાઈક સાથે 50 રૂપિયા અને દરરોજ 10000 રૂપિયા સુધી કમાવવાની તક મળી શકે છે. આ ઓફર સ્પષ્ટપણે એક સ્કેમ છે. આ એક ટ્રેપ છે અને જેવી તમે તેમની લિંક પર ક્લિક કરો છો. તમારો ફોન હેક થઈ જશે.

અહેવાલ મુજબ સ્કેમર્સ હવે વધુ ડિજિટલ બની ગયા છે. તેઓ સામાન્ય SMS અને લિંક્ડઈન મેસેજ માટે WhatsApp સંદેશાઓનો ઉપયોગ કરી રહ્યાં છે. તેણે કહ્યું કે તેને અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર આવા વોટસએપ કોલ અથવા મેસેજ આવે છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં ભાજપના નેતાની ગોળી મારીને હત્યા, બાઈક પર આવેલા શખ્સોએ કર્યું ધડાધડ ફાયરિંગ

0

A BJP leader was shot dead 

  • વાપી તાલુકા ભાજપ ઉપપ્રમુખની સરેઆમ હત્યા, 2 બાઈક પર આવેલ અજાણ્યા શખ્સોએ કર્યો ગોળીબાર

ગુજરાતમાં ભાજપના (Gujarat BJP) એક નેતાની ગોળી મારીને હત્યા કરવામા આવી છે. વાપીમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ પર ફાયરિંગ કરાયુ હતું. વહેલી સવારે બનેલી ફાયરિંગની ઘટનામાં શૈલેષ પટેલનું (Shailesh Patel) મોત નિપજ્યું છે. શૈલેષ પટેલ પરિવાર સાથે દર્શન કરવા ગયા હતા ત્યારે બે બાઈક પર આવેલા શખ્સોએ ફાયરિંગ કર્યુ હતું. જૂની અદાવતમાં હત્યા કરાઈ હોવાની આશંકા છે. સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વાપીના રાતા ગામે આ ઘટના બની હતી. શૈલેશ પટેલ વાપીમાં ભાજપના તાલુકા ઉપપ્રમુખ છે. પોતાના પરિવાર સાથે વહેલી સવારે મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યારે પત્ની દર્શન કરતી હતી અને તેઓ નીચે રાહ જોતા હતા. તે દરમિયાન બાઈક પર આવેલા ચાર શખ્સોએ ઉપ પ્રમુખ પર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. અજાણ્યા શખ્સોએ તેમના પર ઘડાધડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરીને બાઇક પર આવેલા શખ્સો ફરાર થઈ ગયા હતા. જેથી તેઓને ત્રણ ગોળી વાગતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

પોલીસ દ્વારા મૃતક શૈલેષ પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા માટે તમામ જગ્યાએ નાકાબંધી કરી દીધી છે. જૂની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા છે.

આ પણ વાંચો :-