Home Blog Page 1092

સંદીપ શર્મા નહીં, સંજુ સેમસનની આ ૦૨ ભૂલ રાજસ્થાન રોયલ્સને પડી ભારે, જાણો શું

0

Not Sandeep Sharma

  • રાજસ્થાન રોયલ્સ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે છેલ્લા બોલે મેચ હારી ગયું. જેમાં સંદીપ શર્માએ છેલ્લા બોલ પર વિકેટ લીધી હતી. પરંતુ તે નો-બોલ હતો. જો કે આ હારનું એક મોટું કારણ કેપ્ટન સંજુ સેમસન પણ છે.

રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) જે રીતે સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) સામે છેલ્લા બોલે મેચ હારી ગયું હતું એ કારણ આ મેચ આવનારા સમયમાં દરેકના મનમાં રહેશે. એ મેચની વાત કરીએ તો બધાને યાદ હશે કે સંદીપ શર્માએ (Sandeep Sharma) છેલ્લા બોલ પર વિકેટ લીધી હતી.

પરંતુ તે નો-બોલ હતો અને ત્યારબાદ ફ્રી-હિટ સિક્સર ફટકારી અને રાજસ્થાનના હાથમાંથી જીત છીનવાઇ ગઈ હતી.  આ બધા વચ્ચે આ હારનું એક મોટું કારણ કેપ્ટન સંજુ સેમસન (Captain Sanju Samson) પણ છે જેને એક નહીં પરંતુ બે વખત આવી ભૂલો કરી હતી જેની ભરપાઈ ટીમે કરવી પડી હતી.

એ વાત તો નોંધનીય છે કે સંજુ સેમસનની કપ્તાની હેઠળ રાજસ્થાને IPL 2023ની મજબૂત શરૂઆત કરી હતી પણ હવે ધીરે ધીરે પકડ ગુમાવતાં જાય છે અને તેમાં સેમસનની પણ મોટી ભૂમિકા છે. આ સિઝનમાં પહેલેથી જ કેટલીક મેચોમાં તેણે આવી ભૂલો કરી હતી.

જેણે મેચનો નિર્ણય બદલી નાખ્યો હતો. જણાવી દઈએ કે 7મી મે રવિવારે જયપુરમાં હૈદરાબાદ સામે પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું.

સંજુ સેમસનની બે ભૂલો :

સેમસને બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને 66 રનની ઝડપી ઈનિંગ રમી પરંતુ વિકેટકીપિંગમાં એ દિવસ તેના માટે સારો નહતો. તેણે બે વખત વિકેટ લેવાની તક ગુમાવી જેના કારણે ટીમને મોટું નુકસાન થયું. પહેલી તક 12મી ઓવરમાં મળી હતી.

આ ઓવરના પહેલા બોલ પર જ અભિષેક શર્માને રનઆઉટ થવાની તક મળી હતી. પણ સંજુએ ઉતાવળમાં બોલને પકડતા પહેલા જ સ્ટમ્પ પાડી દીધી હતી.એ બાદ વધુ 15 રન કરીને અભિષેક 55 રન બનાવીને આઉટ થયો હતો.

આ પણ વાંચો :-

 

નકલી હળદર અને પનીર બાદ હવે નકલી મરચું બનાવતું ગોડાઉન ઝડપાયું

0

After fake turmeric and cheese

  • Fake Spices : ઉમિયા ગોડાઉનના પ્લોટ નંબર ૪૩ માં નકલી મરચુ બનાવવાનો કારોબાર ચાલતો હતો. મહેશકુમાર પુનમચંદ મહેશ્વરી નામનો શખ્સ નકલી મરચું બનાલીને વેચતો હતો. સ્થળ પરથી ત્રણ કિલો મરચું કલર પણ મળી આવ્યો.

ગુજરાતીઓ (Gujarati) ખાવાના ભારે શોખીન હોય છે. વિકેન્ડમાં ગુજરાતીઓ હોટલમાં જમવાનું વધુ પસંદ કરે છે. સ્વાદના શોખીન ગુજરાતીઓનું હવે સ્વાસ્થય બગડે તેવા ખેલ થઈ રહ્યાં છે. તાજેતરમાં ગુજરાતમાં નકલી હળદર (Fake Turmeric) અને નકલી પનીર (Fake Cheese) બનાવવાનું કૌભાંડ પકડાયુ હતું. ત્યારે હવે નકલી લાલ મરચું બનાવવાનો કારોબાર ખુલ્લો પડયો છે. મહેસાણાના વિજાપુરમાં લાલ કલર કરીને મરચું બનાવતું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગે બે દિવસ રેકી કરીને ગોડાઉન પર રેડ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણા વિજાપુર હિંમતનગર હાઈવે પર લાલ કલર કરી મરચું બનાવતા ગોડાઉન ઝડપાયું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે વિજાપુરમાં રેડ પાડી હતી. ટીમે બે દિવસની રેકી બાદ મોડી રાત્રે ઓપરેશન પાર પાડયું હતું. જેમાં ૭૫૮ કિલો કલર વાળું લાલ મરચું મળી આવ્યું હતું.

આરોગ્ય વિભાગની ટીમે વિજાપુર હિંમતનગર હાઈવે ઉપર આવેલા ગોડાઉનમાં કાર્યવાહી કરી હતી. ઉમિયા ગોડાઉનના પ્લોટ નંબર ૪૩ માં નકલી મરચુ બનાવવાનો કારોબાર ચાલતો હતો. મહેશકુમાર પુનમચંદ મહેશ્વરી નામનો શખ્સ નકલી મરચું બનાલીને વેચતો હતો. સ્થળ પરથી ત્રણ કિલો મરચું કલર પણ મળી આવ્યો છે. તો કુલ ૦૫ લાખ કરતા વધુનો જથ્થો પકડી લેવાયો છે. ફૂડ ટેસ્ટિંગ કીટ FSW વાન દ્વારા સ્થળ પર લાલ મરચાની ચકાસણી કરાઈ હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અધિકારી વી જે ચૌધરી સહિત ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરાઈ હતી.

મરચામાં ભેળસેળ આ રીતે ઓળખો :

લાલ મરચાનો પાઉડરમાં પણ ખૂબ મિલાવટ થાય છે. તેના માટે દુકાનદાર લાલ મરચાના પાઉડરને પીસીને લાલ ઈંટ અને ડાઈ કલરનો ઉપયોગ કરે છે. જે ખાવામાં આપના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ છે. ત્યારે આવા સમયે આપ લાલ મરચાની ઓળખાણ માટે આપ તેને પાણીમાં મિક્સ કરો. અસલી લાલ મરચું પાણીમાં તરવા લાગે છે અને નકલી લાલ મરચું ડૂબી જશે.

આ પણ વાંચો :-

ગીતા રબારીએ ડાયરામાં એવી રમઝટ બોલાવી કે, રૂપિયાનો ઢગલો થઈ ગયો

0

Geeta Rabari

  • Geeta Rabari Dayro : આણંદમાં ગીતા રબારી પર નોટોનો વરસાદ. ગીતા રબારીએ કાર્યક્રમમાં શ્રી રામ મંદિર નિર્માણનો શ્રેય નરેન્દ્ર મોદીને આપ્યો.

ફરી એકવાર લોકગાયિકા ગીતા રબારીના (Folk singer Geeta Rabari) ડાયરામાં નોટોનો વરસાદ થયો હતો. આણંદમાં લોક ગાયક ગીતા રબારી પર નોટોનો વરસાદ થયો હતો. આણંદના વૃંદાવન ગ્રાઉન્ડમાં ડાયરાનુ આયોજન કરાયું હતું.

જેમાં લોકગીતોની રમઝટ બોલવતા લોકોએ નોટોનો વરસાદ કર્યો હતો. તો ગાયક કલાકાર ગીતા રબારીએ પ્રધાનમંત્રીના (Prime Minister) વખાણ કરતા કહ્યું રામ મંદિર બની રહ્યું છે તેનો શ્રેષ તેમને જાય છે. ૨૦૨૪માં મંદિર બનીને તૈયાર થઈ જશે. તો તમામ લોકોને એક વખત દર્શન માટે જવા અપીલ પણ કરી.

આણંદમાં લોક ગાયક ગીતા રબારી પર નોટોનો વરસાદ થયો હતો. આણંદના વૃંદાવન ગ્રાઉન્ડ પર ગીતા રબારીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગીતા રબારીએ લોકગીતોની રમઝટ બોલાવી હતી. ગીતના રસિયાઓ દ્વારા ગીતા રબારી પર નોટો વરસાવવામા આવી હતી.

આ પ્રસંગે ગીતા રબારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. તેમણે ભગવાન શ્રી રામના મંદિરનો શ્રેય પીએમ નરેન્દ્ર મોદીને આપ્યો.

આ પણ વાંચો :-

Vi યૂઝર્સ આનંદો, લોન્ચ થયો 45 રૂપિયાવાળો ગજબનો પ્લાન, 6 મહિના સુધી મળશે ઘણું બધું

Vi users rejoice

  • Vodafone-Idea ભારતમાં ચાલી રહેલી 5G ની રેસમાં જિયો અને એરટેલથી પાછળ ચાલી રહી છે. કંપનીએ પોતાની 4જી સર્વિસને મજબૂત કરવા માટે નવી યોજનાઓનું ઉદ્ધાટન કર્યું છે. જેથી કરીને હાલ 4જી યૂઝર જિયો અને એરટેલ પ્રત્યે સ્થિર રહી શકે.

Vodafone-Idea ભારતમાં ચાલી રહેલી 5G ની રેસમાં જિયો અને એરટેલથી પાછળ ચાલી રહી છે. કંપનીએ પોતાની 4જી સર્વિસને મજબૂત કરવા માટે નવી યોજનાઓનું ઉદ્ધાટન કર્યું છે. જેથી કરીને હાલ 4જી યૂઝર જિયો અને એરટેલ પ્રત્યે સ્થિર રહી શકે. આ સાથે જ VI એ નવી મિસ્ડ કોલ અલર્ટ યોજના પણ શરૂ કરી છે જેથી કરીને કોઈ પણ કોલ છૂટવાની શક્યતા નહીં રહે.

Vi missed call alert plan Rs 45 :

VI એ ફક્ત 45 રૂપિયામાં એક મિસ્ડ કોલ અલર્ટ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની વેલિડિટી 180 દિવસ એટલે કે લગભગ 6 મહિના સુધીની છે. આ પ્લાનમાં કોલિંગ અને ડેટા સુવિધા હોતી નથી. કારણ કે આ ફક્ત મિસ્ડ કોલ અલર્ટ પર આધારિત પ્લાન છે. તેનો અર્થ છે કે જ્યારે તમે આ પ્લાનથી રિચાર્જ કરાવો છો ત્યાર તમારે રેગ્યુલર પ્લાનને પણ રિચાર્જ કરવાની જરૂરિયાત રહેશે.

આ પ્લાન એવા યૂઝર્સ માટે છે જે ઈચ્છે છે કે જ્યારે તેમનો ફોન નેટવર્ક કવરેજ બહાર હોય કે પછી કોઈ કારણસર સ્વિચ ઓફ થઈ જાય તો તેમને મિસ્ડ કોલની સૂચના મેસેજના માધ્યમથી મળતી રહે.

કેટલીક કંપનીઓ પોતાના સિલેક્ટેડ પ્લાનમાં મિસ્ડ કોલ અલર્ટ ફીચરને એડ ઓન કરે છે. જેનો અર્થ થાય છે કે તમારે આ માટે અલગથી રિચાર્જ કરાવવાની જરૂર રહેતી નથી. જો કે તેટલાક પ્લાનમાં મિસ્ડ કોલ અલર્ટની સુવિધા સામેલ હોતી નથી. આવા પ્લાનમાં તમારા મિસ્ડ કોલ અલર્ટ ફીચરવાળા પ્લાનને રિચાર્જ કરાવવાનું રહેશે.

આ પણ વાંચો :-

કેરળમાં બોટ ડૂબી, અત્યાર સુધીમાં 21 લોકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ

0

Boat capsizes in Kerala, 21 dead so far

  • કેરળના મલપ્પુરમ જિલ્લામાં ૨૫થી વધુ લોકોને લઈને જઈ રહેલી એક બોટ પલટી જવાથી અનેક લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં ૨૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત તન્નૂરથી તુવલ તેરમ પર્યટન સ્થળ પર રવિવારે સાંજે લગભગ ૭ વાગે થયો.

કેરળના (Kerala) મલપ્પુરમ (Malappuram) જિલ્લામાં ૨૫થી વધુ લોકોને લઈને જઈ રહેલી એક બોટ પલટી જવાથી અનેક લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં ૨૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત તન્નૂરથી તુવલ તેરમ પર્યટન સ્થળ (Tuval Teram tourist spot) પર રવિવારે સાંજે લગભગ ૭ વાગે થયો. રીજ્યોનલ ફાયર રેન્જ ઓફિસર શિજુ કેકેએ  જણાવ્યું કે અત્યાર સુધીમાં ૨૧ મૃતદેહ મળી આવ્યા છે. બોટમાં કેટલા લોકો બેઠા હતા તે અંગે હજુ જાણકારી મળી શકી નથી. સંખ્યા જાણવા માટે સર્ચ ઓપરેશન સતત ચાલુ છે.

ઘટનાની જાણ થતા જ અનેક વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધુ. આ બધા વચ્ચે કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે ઘટના બાદ મધરાતે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગની ઈમરજન્સી બેઠક બોલાવી અને અધિકારીઓને ઘાયલોના સારા ઈલાજ સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપ્યા. મંત્રીએ આ ઉપરાંત સોમવારે સવારે ૬ વાગ્યાથી મૃતદેહના પોસ્ટમોર્ટમ શરૂ કરવાના પણ કડક નિર્દેશ આપ્યા હતા.

સીએમએ જતાવ્યું દુ:ખ :

કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને મલપ્પુરમમાં બોટ પલટી જવાની ઘટનામાં લોકોના મોત પર રવિવારે શોક વ્યક્ત કર્યો અને બચાવકાર્યના પ્રભાવી સમન્વય માટે આદેશ આપ્યો. સીએમ પિનારાઈ વિજયને કહ્યું કે મલપ્પુરમમાં તાનુર નાવ દુર્ઘટનામાં લોકોના દુ:ખદ મોતથી ઊંડુ દુ:ખ થયું છે. જિલ્લા પ્રશાસનને બચાવ કાર્યને પ્રભાવી ઢબે કરવાના નિર્દેશ આપ્યા છે. જેની નિગરાણી કેબિનેટ મંત્રીઓ તરફથી થઈ રહી છે. તેમણે ટ્વીટ કરીને મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

આ પણ વાંચો :-

Video Viral : નદીમાં તરતા દેખાયા ચલણી નોટોના ઢગલાબંધ બંડલ ! પૈસા લેવા નદીમાં કુદવા લાગ્યા લોકો

0

Video Viral

  • નદીમાં ચલણી નોટોના બંડલો તરતા હોવાની વાતે જોર પકડયું છે. એટલું જ નહીં આ પ્રકારનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો કે આ એક અફવાહ પણ હોઈ શકે છે. હાલ આની તપાસ થઈ રહી છે.

બિહારના (Bihar) સાસારામના મુફસ્સિલ થાના ક્ષેત્રમાં નદીમાં કથિત રીતે મોટી માત્રામાં ચલણી નોટો તરતી જોવા મળી હોવાની ખબર સામે આવી. એટલું જ નહીં આ ચલણી નોટોને (Currency Notes) શોધવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હોવાનું પણ સાને આવ્યું.

આસપાસના લોકો પાણીમાં ઉતરીને નોટો શોધતા હતાં. આ વિસ્તારના લોકો અને ત્યાંથી પસાર થતા લોકો પણ નદીમાં કુદી રહ્યાં હતાં. ખાસ કરીને નદીમાં 10 અને 100ની નોટોના બંડલ પડયાં હોવાની વાત ચર્ચામાં છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મામલાને લઈને પોલીસનું કહેવું છે કે આ એક અફવાહ પણ હોઈ શકે છે. જોકે તપાસ બાદ જ સત્ય શું છે એ બહાર આવશે. હાલ આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ વિવિધ પાસાઓને સાંકળીને તપાસ કરી રહી છે.

જો કે એક વાત તો છે કે નદીમાં નોટોના બંડલો તરતા હોવાની વાત વહેતી જતા લોકોમાં ભારે કુતુહલતા જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં પણ અત્યાર સુધી લાખો લોકોએ આ ખબર અંગે ચર્ચા કરી.

આ પણ વાંચો :-

Smart Driving Licence : સાદા લાયસન્સને કેવી રીતે બનાવશો સ્માર્ટ ડ્રાઈવિંગ લાયસન્સ ? જાણો સરળ ટ્રિક

0

Smart Driving Licence

  • Driving Licence: તમને જણાવી દઈએ કે આ પ્રક્રિયાની શરૂઆત એક આવેદનથી થાય છે અને ત્યારબાદ તમારે પ્રોસેસ ફી જમા કરાવવાની હોય છે. આ પ્રોસેસ ફીની કિંમત 200 રૂપિયા છે.

દરેક વાહનચાલક માટે ડ્રાઈવિંગ લાયસન્સ (Driving Licence) સૌથી મહત્વનો દસ્તાવેજ છે, લાયસન્સનું કામ RTOથી થાય છે અને ત્યારબાદ તમે રસ્તા પર કાયદાકીય રીતે વાહન ચલાવી શકો છો. આપણામાં મોટાભાગના લોકો પાસે ડ્રાઈવિંગ લાયસન્સ છે પરંતુ આ લાયસન્સ સામાન્ય હોય છે. હવે જમાનો સ્માર્ટ ડ્રાઈવિંગ લાયસન્સનો (Smart Driving License) છે. સ્માર્ટ ડ્રાઈવિંગ લાયસન્સમાં માઈક્રોચીપ લાગેલી હોય છે. આ ચીપને સ્કેન કરવાથી સંબંધિત વ્યક્તિની તમામ જાણકારી સામે આવી જાય છે.

સામાન્ય DLને સ્માર્ટ DLમાં બદલવાની ઈચ્છા :

સ્માર્ટ ડ્રાઈવિંગ લાયસન્સમાં વ્યક્તિનો બાયોમેટ્રિક ડેટા ઉમેરવામાં આવે છે જેમાં ફિંગર પ્રિન્ટ, બ્લડ ગ્રુપ અને રેટિના સ્કેન જેવી જાણકારીઓ સામેલ છે. જો તમે પણ સામાન્ય ડ્રાઈવિંગ લાયસન્સને સ્માર્ટ ડ્રાઈવિંગ લાયસન્સમાં બદલવા માગો છો તો આ જાણકારીમાં કેટલાક સરળ સ્ટેપ બતાવવામાં આવ્યા છે જેને ફોલો કરવાથી તમે સ્માર્ટ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે આ પ્રક્રિયાની શરૂઆત એક આવેદનથી થાય છે અને ત્યારબાદ તમારે પ્રોસેસ ફી જમા કરાવવાની હોય છે. આ પ્રોસેસ ફીની કિંમત 200 રૂપિયા છે.

ફોલો કરો આ 5 સ્ટેપ્સ:

1. સૌથી પહેલા સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની આધિકારીક વેબસાઈટ પર પહોંચો, અહીં તમને ‘ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર સ્માર્ટ કાર્ડ’નો વિકલ્પ મળશે. અહીંથી જ સ્માર્ટ ડ્રાઈવિંગ લાયસન્સ માટેના ફોર્મને ડાઉનલોડ કરો.

2. ડાઉનલોડ કરેલા ફોર્મને ભરી તેને જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે અટેચ કરો. આ ફોર્મને RTO કચેરીએ જમા કરાવો.

3. ફોર્મ જમા કરાવ્યા બાદ તમારે 200 રૂપિયા ફી ભરવી પડશે અને અહીંથી તમે ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે શિડ્યૂલ બુક કરાવી શકો છો.

4. ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યા બાદ તમારે રેટિના સ્કેનિંગ, ફિંગરપ્રિન્ટ અને ફોટોનો બાયોમેટ્રિક આપવો પડશે.

5. આ કામગીરી બાદ તમારે કઈ કરવાની જરૂર નથી. RTO વિભાગ તમારા રજીસ્ટર્ડ સરનામા પર સ્માર્ટ ડ્રાઈવિંગ લાયસન્સ થોડાક દિવસમાં જ પહોંચી જશે.

આ પણ વાંચો :-

 

ઘરે બેઠા જાણો તમારા ઘરે આવતું દૂધ અસલી છે કે નકલી, 1 મિનિટમાં પડી જશે ખબર

Know at home whether the milk

  • Fake and Real Milk Testing : આજના સમયમાં દૂધમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે. દૂધમાં થતી કેટલીક વસ્તુઓની ભેળસેળ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેવામાં આજે તમને કેટલીક સરળ ટિપ્સ જણાવીએ જેને ફોલો કરીને તમે ઘરે બેઠા ગણતરીની મિનિટમાં જાણી શકશો કે તમારા ઘરે આવેલું દૂધ શુદ્ધ છે કે ભેળસેળ વાળું.

દૂધ (Milk) આપણા દૈનિક આહારનો મહત્વનો ભાગ છે. દરેક ઘરમાં દૂધનો વપરાશ થાય છે અને દિવસ દરમિયાન દૂધનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી પરિવારના દરેક વ્યક્તિ દૂધનો (Milk) ઉપયોગ કરે છે. મોટાભાગે લોકો ગાય અથવા ભેંસનું દૂધ ખરીદતા હોય છે. પરંતુ આજના સમયમાં દૂધમાં ભેળસેળનું (Confusion) પ્રમાણ વધી રહ્યું છે.

દૂધમાં થતી કેટલીક વસ્તુઓની ભેળસેળ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેવામાં આજે તમને કેટલીક સરળ ટિપ્સ જણાવીએ છીએ ને ફોલો કરીને તમે ઘરે બેઠા ગણતરીની મિનિટમાં જાણી શકશો કે તમારા ઘરે આવેલું દૂધ શુદ્ધ છે કે ભેળસેળ વાળું.

ભેળસેળવાળા દૂધનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તેના કારણે શરીરમાં ઘણી બધી બીમારીઓ વધી શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોનું જણાવવું છે કે આ પ્રકારનું દૂધ પીવાથી હાડકા નબળા પડે છે અને આંતરડા, લિવરને પણ નુકસાન થાય છે. તેવામાં જરૂરી છે કે તમે શુદ્ધ દૂધનો જ ઉપયોગ કરો. ઘરમાં આવતું દૂધ શુદ્ધ છે કે નહીં તે આ રીતે જાણી શકો છો.

સ્વાદ હોય છે કડવો :

નિષ્ણાંતોનું જણાવવું છે કે દૂધ શુદ્ધ છે કે નહીં તે જાણવાનો સૌથી સરળ રસ્તો તેનો સ્વાદ છે. શુદ્ધ દૂધ સ્વાદમાં થોડું મીઠાશ વાળું હોય છે. જ્યારે દૂધમાં ડીટરજન્ટ સોડા જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તેનો સ્વાદ કડવો થઈ જાય છે.

દૂધમાં થાય છે ફીણા :

દૂધમાં ભેળસેળ કરવા માટે ઘણા લોકો ડિટર્જન્ટનો ઉપયોગ કરતા હોય છે. આ પ્રકારનું દૂધ ચેક કરવું હોય તો કાચની બોટલ અથવા તો ટ્યુબ લેવી. તેમાં 5 ml દૂધ ભરવું અને થોડીવાર માટે જોરથી હલાવવું. જો તેને હલાવવાથી તેમાં ફીણા થઈ જાય તો સમજી લેવું કે દૂધ શુદ્ધ નથી અને તેમાં ડિટર્જન્ટ મિક્સ કરેલું છે.

દૂધનો રંગ :

દૂધ શુદ્ધ છે કે નહીં તે તેના રંગ પરથી પણ જાણી શકાય છે. જો શુદ્ધ દૂધ હશે તો તેને તમે થોડીવાર માટે પણ સ્ટોર કરશો તો તેનો રંગ બદલશે નહીં તે સફેદ જ રહેશે પરંતુ ભેળસેળ વાળા દૂધનો રંગ પીળો થવા લાગશે.

દૂધમાં પાણીની ભેળસેળ :

દૂધમાં સૌથી વધુ પાણી ઉમેરવામાં આવે છે. તમારા ઘરે આવતા દૂધમાં કેટલા પ્રમાણમાં પાણી ઉમેરેલું છે તે જાણવું હોય તો સૌથી પહેલા દૂધના ચારથી પાંચ ટીપાં લાકડા અથવા તો પથ્થર ઉપર પાડો. જો દૂધ ઢોળાયા પછી સરળતાથી ઢળી જાય તો સમજી લેજો કે તેમાં પાણીનું પ્રમાણ વધારે છે. શુદ્ધ દૂધ ધીરે ધીરે નીચે પડે છે અને સફેદ નિશાન રહી જાય છે.

આ પણ વાંચો :-

Cannes : આલિયા ભટ્ટના મેટ ગાલા ડેબ્યૂ પછી પહેલીવાર કાન્સમાં જોવા મળશે આ બોલિવૂડ એક્ટ્રેસ !

Cannes Alia Bhatt

  • Cannes Film Festivalમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘણી હસ્તીઓ જોવા મળશે અને રેડ કાર્પેટ પર પોતાનો પાવર બતાવશે ! જ્યારે દરેકની નજર હજુ પણ મેટ ગાલાના ફોટા અને વીડિયો પર છે. ત્યારે હવે કાન્સની તૈયારીઓ ચાલી રહી છે.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Hindi film industry) વિશ્વની સૌથી મોટી ઈન્ડસ્ટ્રીમાંની એક છે અને આપણા કલાકારો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની ઓળખ બનાવી રહ્યા છે. થોડા દિવસો પહેલા વિશ્વની સૌથી મોટી ફેશન ઈવેન્ટસમાંથી એક મેટ ગાલા 2023 (Matt Gala 2023) અભિનેત્રી આલિયા ભટ્ટે તેના સ્ટાર-સ્ટડેડ ડેબ્યૂ કર્યું હતું અને તેનો વ્હાઈટ ગાઉન લુક બધાને ખુબ પસંદ આવ્યો હતો.

મેટ ગાલા પછી હવે બીજી એક મોટી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ આવી રહી છે જેનું નામ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં ઘણા મોટા સ્ટાર્સ જોવા મળે છે અને અહીં રેડ કાર્પેટ પર હોવું એ મોટી વાત છે ! આલિયા ભટ્ટની (Alia Bhatt) મેટ ગાલા ડેબ્યૂ બાદ હવે આ મોટી એક્ટ્રેસ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

આ એક્ટ્રેસ કાન્સમાં પહેલીવાર જોવા મળશે :

શું તમે વીમા પોલિસી પર લોન લીધી છે ? તો ક્રેડિટ કાર્ડથી નહીં ચુકવી શકો તેના હપ્તા

0

Have you taken a loan on an  

  • Loan On Insurance Policy : જો તમે LICની પોલિસી પર લોન લીધી છે. અને ક્રેડિટ કાર્ડથી લોનની EMI ચુકવતા હતા તો હવે તમે આમ નહીં કરી શકો. કારણ કે ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ક્રેડિટ કાર્ડથી વીમા પોલિસી પર લીધેલી લોનની ચુકવણીનો વિકલ્પ બંધ કરવા જઈ રહી છે.

ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ લોનની ચુકવણીના માધ્યમ તરીકે ક્રેટિટ કાર્ડનો ઉપયોગ કરીને વીમા પોલિસી લોનની (Insurance policy loan) ચુકવણીની સુવિધા બંધ કરવાનો નિર્ણય લીધો છે. જો તમે LICની પોલિસી પર લોન લીધી છે. અને ક્રેડિટ કાર્ડથી (Credit card) લોનની EMI ચુકવતા હતા તો હવે તમે આમ નહીં કરી શકો. કારણ કે ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ક્રેડિટ કાર્ડથી વીમા પોલિસી પર લીધેલી લોનની ચુકવણીનો વિકલ્પ બંધ કરવા જઈ રહી છે.

ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તમામ જીવન વીમા કંપનીઓને વીમા પોલિસી સામે લોનની ચુકવણી માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે.

ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ચુકવણીના મોડ તરીકે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને વીમા પોલિસીઓ સામે લીધેલી લોનની ચુકવણીની સુવિધા બંધ કરવાનો નિર્ણય લીધો છે. તમામ જીવન વીમા કંપનીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ તાત્કાલિક અસરથી વીમા પોલિસી સામે લોનની પુન:ચુકવણીના મોડ તરીકે ક્રેડિટ કાર્ડ સ્વીકારવાનું બંધ કરે.

ઓગસ્ટ 2022માં પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ જાહેરાત કરી હતી કે તે નેશનલ પેન્શન સિસ્ટમ ટિયર-II એકાઉન્ટ્સમાં સબસ્ક્રિપ્શન અને યોગદાન માટે ક્રેડિટ કાર્ડની ચૂકવણી સ્વીકારવાનું બંધ કરશે.

ગ્રાહકો તેમની વીમા પોલિસી ગીરવે મૂકીને લોન મેળવી શકે છે. આ પ્રકારની લોન લેવી લોન લેનારાઓ માટે ફાયદાકારક છે કારણ કે અન્ય કોઈ સંપત્તિની જરૂર નથી. તમે વ્યક્તિગત લોન અથવા ક્રેડિટ કાર્ડ લોન લેવાના વિકલ્પ તરીકે તમારી જીવન વીમા પોલિસીમાંથી નાણાં ઉછીના લઈ શકો છો. લોનની રકમ તમારી પોલિસીના મૂલ્ય દ્વારા નક્કી કરવામાં આવે છે. આ લોન પર વસૂલવામાં આવતો વ્યાજ દર, તેમજ લોનની ચુકવણીના વિકલ્પો, વીમા કંપનીઓના આધારે અલગ-અલગ હોય છે.

જાણ કરો કે તમે તમામ પ્રકારની જીવન વીમા પોલિસી સામે લોન લઈ શકતા નથી. તેથી પ્લાન ખરીદતા પહેલા તમારી વીમા કંપની સાથે તપાસ કરવી વધુ સારું છે. પરંતુ આખા જીવનની પોલિસી, મની-બેક પોલિસી, સેવિંગ્સ પ્લાન અને એન્ડોમેન્ટ પ્લાન જેવી પોલિસી જીવન વીમા પોલિસી સામે લોન આપે છે. કેટલીકવાર યુલિપ પોલિસી સામે લોન જેને યુનિટ-લિંક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન (યુલિપ) તરીકે પણ ઓળખવામાં આવે છે. તે તમારા વીમાદાતાના આધારે મેળવી શકાય છે.

આ પણ વાંચો :-