Home Blog Page 1074

દુબળા પાતળા લોકોએ વધારવું હોય ફટાફટ વજન તો આ રીતે કેરી ખાવાનું કરો શરુ

If thin people want  If thin people  

  • Weight Gain Tips : વધેલું વજન ઘટાડવું જ નહીં વજન વધારવું પણ મુશ્કેલ કાર્ય છે. કેટલાક લોકો એવા હોય છે જેમનું શરીર દુર્બળ હોય છે અને તેમને વજન વધારવું હોય છે. પરંતુ અનેક પ્રયાસો પછી પણ તેમનું વજન વધતું નથી.

મોટાભાગના લોકો વધતા વજનથી પરેશાન હોય છે. કારણ કે વધેલું વજન (Increased weight) ઘટાડવું મુશ્કેલ લાગે છે. જો કે માત્ર વધેલું વજન ઘટાડવું જ નહીં વજન વધારવું પણ મુશ્કેલ કાર્ય છે. કેટલાક લોકો એવા હોય છે જેમનું શરીર દુર્બળ હોય છે અને તેમને વજન (weight) વધારવું હોય છે. પરંતુ અનેક પ્રયાસો પછી પણ તેમનું વજન વધતું નથી.

જેના કારણે ક્યારેય કોઈ કપડા તેમને ફિટ નથી બેસતા તો ક્યારેક તેઓ પોતાના પાતળા શરીરને કારણે કેટલાક લોકોની સામે સંકોચ અનુભવે છે. જો તમે પણ એવા લોકોમાંથી એક છો જેમનું વજન વધતું નથી તો તમે કેરી ખાઈને વજન વધારી શકો છો.

ઉનાળામાં કેરી (Mango) ખાવી દરેક વ્યક્તિને ભાવે છે. વજન વધારવા માટે કેરી ખાવી ફાયદાકારક માનવામાં આવે છે. આજે તમને જણાવીએ કે કેરી ખાઈને તમે તમારું વજન કેવી રીતે વધારી શકો છો.

1. વજન વધારવા માટે માત્ર આહાર પર આધાર ન રાખો. તેના માટે નિયમિત કસરત પણ કરવી જોઈએ.

2. રોજના આહારમાં કેરીનો સમાવેશ કરો. તેને કાપીને ખાવાનું રાખો.

3. ઉનાળામાં વજન વધારવામાં કેરી ખૂબ જ ઉપયોગી છે. આ માટે કેરીના નાના ટુકડા કરી લો. એક ગ્લાસ દૂધમાં કેરીના ટુકડા ઉમેરી તેની મિક્સરમાં સ્મુધી તૈયાર કરો. તેને પીવાથી સ્વસ્થ વજન વધે છે.

આ પણ વાંચો :-

લંડનની સ્ટ્રિપ ક્લબમાં પાર્ટી કરતો જોવા મળ્યો ઈજાગ્રસ્ત કે એલ રાહુલ

Injured KL Rahul  

  • KL Rahul Strip Club : સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છેકે કે એલ રાહુલ એક નાઈટ ક્લબમાં પાર્ટી કરી રહ્યો છે.

આઈપીએલની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા લખનઉ સુપર જાયન્ટસ (Lucknow Super Giants) ટીમના કેપ્ટન કે એલ રાહુલ (Captain KL Rahul) હાલ લંડનમાં છે. જો કે તે WTC ફાઈનલ માટે ભારતીય ટેસ્ટ ટીમનો ભાગ નથી. પગમાં ઈજા બાદ રાહુલની સર્જરી કરવામાં આવી છે અને તે ધીરે ધીરે ઠીક થઈ રહ્યો છે.

આ બધા વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે જેમાં કે એલ રાહુલ લંડનની એક સ્ટ્રિપ ક્લબમાં જોઈ શકાય છે. કે એલ રાહુલનો પાર્ટી એન્જોય કરતો આ વીડિયો સોશિયલ મીડિયામાં (Social media) ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

લંડનની Luxx ક્લબ સ્ટ્રિપ ક્લબ એટલે કે એડલ્ટ ક્લબ તરીકે ઓળખાય છે. સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે મોટા અવાજવાળા મ્યૂઝિકના શોરમાં એક સ્ટ્રિપર ડાન્સ કરી રહી છે અને ડિમ લાઈટ વચ્ચે કે એલ રાહુલ પણ ક્લબમાં બેસીને પાર્ટી એન્જોય કરી રહ્યો છે. તેનો આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર મજેદાર રિએક્શન પણ જોવા મળી રહ્યા છે.

ફેન્સ ચોંકી ગયા :

કે એલ રાહુલને ક્લબમાં જોઈને ફેન્સ પણ દંગ રહી ગયા. કેટલાક લોકોએ તો પૂછી પણ લીધુ કે તે ઈજાગ્રસ્ત હતો તો ક્લબમાં કેવી રીતે આવ્યો? કેટલાક લોકોએ ફની રિએક્શન પણ આપ્યા અને લખ્યું કે કે એલ રાહુલ અહીં પણ ખુશ નથી. કેટલાક લોકોએ ટ્રોલર્સનો જવાબ આપતા લખ્યું કે ભાઈ ઓછામાં ઓછી ઈન્જરીમાં તો રાહુલને એકલો છોડો અને રિકવર થવા દો. મેદાનથી બહાર તે ગમે તે કરે.

અત્રે જણાવવાનું કે ઈજાના કારણે કે એલ રાહુલ ૦૭ જૂનથી શરૂ થતી ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચમાં રમી શકશે નહીં. કે એલ રાહુલની જગ્યાએ ઈશાન કિશનને ટેસ્ટ ટીમમાં જગ્યા મળી છે. હાલ કે એલ રાહુલ સર્જરી બાદ રિકવર થઈ રહ્યો છે.

આ પણ વાંચો :-

 

રોજ રોજ બહેન-દીકરી વિશે જેવુ તેવું બોલે છે, અરેસ્ટ કરો…: કયા BJP નેતા પર બગડ્યા બાબા રામદેવ ?

0

Every day he talks about  

  • Wrestlers Protest In Baba Ramdev News : યોગ ગુરુ સ્વામી રામદેવે પણ નામ લીધા વિના યૌન શોષણના આરોપી બૃજભૂષણ સિંહ પર આકરા પ્રહારો કર્યા આવી વ્યક્તિની તાત્કાલિક ધરપકડ કરીને જેલના સળિયા પાછળ મોકલી દેવા જોઈએ.

દિલ્હી જંતરમંતર (Delhi Jantarmantar) ખાતે છેલ્લા એક મહિનાથી રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહની (Brijbhushan Sharan Singh) ધરપકડની માગણી સાથે કુસ્તીબાજો ધરણા કરી રહ્યા છે. આ દરમિયાન કુસ્તીબાજોના સમર્થનમાં વિવિધ રાજકીય પક્ષો, સંગઠનો અને ખેલાડીઓ સતત આગળ આવી રહ્યા છે.

આ તરફ હવે યોગ ગુરુ સ્વામી રામદેવે પણ નામ લીધા વિના યૌન શોષણના આરોપી બૃજભૂષણ સિંહ પર આકરા પ્રહારો કર્યા છે. કુસ્તીબાજોની હડતાળને સમર્થન આપતાં તેમણે કહ્યું કે કુસ્તી સંઘના પ્રમુખ પર ગેરવર્તણૂક અને વ્યભિચારનો આરોપ મૂકવો એ ખૂબ જ શરમજનક બાબત છે.

બૃજભૂષણને જેલમાં મોકલવા જોઈએ : બાબા રામદેવ

રાજસ્થાનના ભીલવાડા પહોંચેલા સ્વામી રામદેવે કહ્યું દેશના કુસ્તીબાજો માટે જંતર-મંતર પર બેસીને કુસ્તી સંઘના પ્રમુખ પર ગેરવર્તણૂક અને વ્યભિચારનો આરોપ લગાવવો એ ખૂબ જ શરમજનક બાબત છે. આવી વ્યક્તિની તાત્કાલિક ધરપકડ કરીને જેલના સળિયા પાછળ મોકલી દેવા જોઈએ. દરરોજ મોં ઉંચુ કરીને તે વારંવાર માં-બહેન અને દીકરીઓ વિશે વાહિયાત વાતો કરે છે, તે ખૂબ જ નિંદનીય છે, તે દુષ્કર્મ અને પાપ છે.

મહત્વનું છે કે આ પહેલા ૭ મેના રોજ દિલ્હીના જંતર-મંતર ખાતે ખાપ પંચાયત પણ યોજાઈ હતી. જેમાં સરકારને બૃજભૂષણની ધરપકડ કરવા માટે ૧૫ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. ખાપ પંચાયતમાં કુસ્તીબાજોના મુદ્દે સરકારને ૨૧મી મે સુધીમાં પગલાં લેવાનું અલ્ટીમેટમ આપતાં કહ્યું હતું કે જો કોઈ કાર્યવાહી નહીં થાય તો પછી મોટું આંદોલન કરવામાં આવશે.

આ પણ વાંચો :-

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન ફરી એક સાથે આ ફિલ્મમાં જોવા મળશે

Amitabh Bachchan and Abhishek Bachchan

  • Amitabh Bachchan : બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન જીવનના આ તબક્કે પણ જ્યારે સ્ક્રીન પર દેખાય છે ત્યારે તેઓ એક અલગ જ જાદુ સર્જે છે.

બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) જીવનના આ તબક્કે પણ જ્યારે સ્ક્રીન પર દેખાય છે ત્યારે તેઓ એક અલગ જ જાદુ સર્જે છે. અમિતાભ બચ્ચને તેના પુત્ર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) સાથે પણ ઘણી હિટ ફિલ્મો આપી છે. પિતા-પુત્રની જોડીને દર્શકોએ પણ પસંદ કરી છે.

જો કે ઘણા વર્ષોથી બંને સાથે જોવા મળ્યા નથી. તેવામાં તેમના ચાહકો માટે સારા સમાચાર છે. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન એક ફિલ્મમાં સાથે જોવા મળવાના છે. પિતા-પુત્રબંને એકસાથે કામ કરવા માટે તૈયાર છે માત્ર તેઓ એક સારી સ્ક્રિપ્ટની રાહ જોઈ રહ્યાં છે.

અભિષેક બચ્ચને અમિતાભ બચ્ચન સાથે ‘બંટી ઔર બબલી’, રામ ગોપાલ વર્માની ‘સરકાર’ અને ‘સરકાર રાજ’, કરણ જોહરની ડ્રામા ફિલ્મ ‘કભી અલવિદા ના કહેના’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. અભિષેક બચ્ચને એક મુલાકાતમાં કહ્યું હતું કે, તેમને બંને એકબીજા સાથે કામ કરવાની મજા આવે છે. પરંતુ અભિનેતા તરીકે દર્શકો પ્રત્યે પણ તેમની જવાબદારી હોય છે. તે વાતને ધ્યાનમાં રાખીને તેઓ ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ કરવા ઈચ્છે છે.

તેવામાં જાણવા મળતી માહિતી અનુસાર આ બંનેની જોડી હવે ટુંક સમયમાં જોવા મળવાની છે. અભિષેક અને અમિતાભ બચ્ચનની જોડી ફીચર ફિલ્મ ઘુમરમાં જોવા મળશે. તેવામાં બંનેના ચાહકોને ફરી એકવાર મોટા પડદા પર પિતા અને પુત્રની અદ્ભુત જોડી સાથે જોવા મળશે.

આ પણ વાંચો :-

દર્દીઓને ઘરે પહોંચતી દવાઓ ડેમમાં પહોંચી ગઈ ! મળ્યું દવાનું મોટું પોટલું

0

Medicines reaching 

  • Medicine Throw In Garbage : જૂનાગઢના માણાવદરના ડેમમાંથી મળ્યો સરકારી દવાઓનો જથ્થો. ભાલચેડા ડેમનું પાણી સૂકાતાં કચરામાં ફેંકાયેલી દવા મળી.

માણાવદરમાં (Manavadar) સરકારી દવાઓ, વેક્સિન, સીરપની બોટલો કચરામાં મળી આવી છે. જૂનાગઢના માણાવદરમાં સરકારી દવાઓનો (Government drugs) જથ્થો કચરામાં મળી આવ્યો અને કોઈને ખબર પણ ન પડી. કોરોનાની રસી, સીરપની બોટલ, હજારો ગોળી કચરામાં ફેંકી દેવાઈ છે. ભાલચેડા ડેમમાં મોટા પ્રમાણમાં દવાઓ પધરાવી દેવાઈ હતી.

ડેમનું પાણી સૂકાતાં ફેંકી દેવાયેલો જથ્થો જોવા મળ્યો હતો. માણાવદર-જૂનાગઢ હાઈવે પર આ ભાલચેડા ડેમ આવેલો છે. ઘણા સમય પહેલાં સરકારી દવાઓનો જથ્થો ફેંકી દીધાનું અનુમાન છે. મહત્વનું છે કે માણાવદર શહેરમાં થોડા વર્ષો પહેલાં પણ દવાઓના જથ્થાને સળગાવી દેવાની ઘટના બની હતી.

માણાવદરમાં સરકારી દવાઓ, વેક્સિન, અને સીરપની બોટલો સહિતનો કચરામાં નાખી દીધા હોવાનું સામે આવ્યું છે ત્યારે આવડો મોટો દવાનો જથ્થો ફેંકી દેવાનું કારણ શું ? તેઓ પ્રશ્ન ચર્ચા રહ્યો છે. ત્યારે આ ડેમની સાઈટમાં આટલી મોટી દવાઓ વેડફાતા સમગ્ર ઓપરેશનને ખુલ્લું પડાયું હતું.

એક તરફ સરકાર આરોગ્ય બાબતે ખૂબ જ મોટો ખર્ચ કરી રહી છે અને કોઈપણ દર્દી આરોગ્ય સેવાથી વંચિત ના રહે તે માટે આરોગ્ય સુવિધાઓ સારી રીતે મળી રહે તેવા પ્રયાસો કરી રહી છે ત્યારે માણાવદરમાં આવી હજારો રૂપિયાની દવાઓ કેમ નાખવામાં આવી છે. ત્યારે દર્દીઓના ઘરે પહોંચી હતી દવાઓ કેમ ડેમના પાણીમાં પહોંચી ગઈ છે. તે ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો :-

ભલે ગિલના શિરે ઓરેન્જ કેપ હોઈ ! પણ કોહલીનો આ રેકોર્ડ તોડવો હજુ પણ અઘરો

0

Even if Gill’s head has an orange cap

  • Shubman Gill Orange Cap : ગુજરાત ટાઈટન્સના સ્ટાર બેટ્સમેન ગિલે શુક્રવારે રાત્રે ક્વોલિફાયર-૨માં મુંબઈ ઈન્ડિયન્સ સામે ૧૨૯ રનોની શાનદાર ઈનિંગ રમી. આ ઈનિંગના દમ પર આ સીઝનમાં સૌથી વધારે રમ બનાવનાર બેટસમેન પણ બની ગયા.

ગુજરાત ટાઈટન્સના (Gujarat Titans) સ્ટાર બેટસમેન શુભમન ગિલ (Shubman Gill) હાલ આ સમયે ગજબનો ફોર્મ પકડીને ચાલી રહ્યા છે. શુક્રવારે રાત્રે ક્વોલિફાયર-૨માં ૫ વારની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સના (Mumbai Indians) વિરૂદ્ધ ૧૨૯ રનોની શાનદાર ઈનિંગ રમી તેણે સીઝનની ત્રીજી સેન્ચુરી મારી. તેની સાથે જ તે IPL 2023માં પણ સૌથી વધારે રન બનાવનાર બેટસમેન બન્યા.

તેમણે RCBના કેપ્ટન ફાફ ડુપ્લેસી (Captain Faf Duplessis) પાસે આ મેચ ઈનિંગ બાદ ઓરેન્જ કેપ છીનવી લીધી છે. ગિલના નામે હવે સીઝન-૧૬માં ૮૫૧ રન થઈ ગયા છે. તેમના બેટથી આ રન ૧૬ ઈનિંગમા ૬૦.૭૯ની સરેરાશ અને ૧૫૬.૪૩ના સ્ટ્રાઈક રેટથી નિકળ્યા. હવે ગિલની નજર વિરાટ કોહલીના ‘૯૦૦ ક્લબ’માં શામેલ થવા પર રહેશે.

વિરાટના નામે છે આ રેકોર્ડ :

IPLના ઈતિહાસમાં એક સીઝનમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ RCBના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના નામે છે. કિંગ કોહલીના બેટથી તે સીઝનમાં કુલ ૯૮૩ રન નિકળ્યા હતા જેમાં ૪ સેન્ચુરી સામેલ હતી.

આ પણ વાંચો :-

અમૂલ હવે ગુજરાતીઓની ફેવરિટ ખાટી છાશ વેચશે, કચ્છમાં લોન્ચ થયું પાઉચ

0

Amul will now sell Gujarati

  • Amul Buttermilk : કચ્છના સરહદ ડેરી દ્વારા લોન્ચ કરાયું ખાટી છાશનું પાઉચ. આજે ૨૭ મેથી આ ખાટી છાશ માર્કેટમાં વેચાવાની શરૂઆત કરાશે.

છાશ (Buttermilk) વગર ગુજરાતીઓનું ભોજન અધૂરુ છે. એવુ કહેવાય છે કે છાશ (Buttermilk) ન પીઓ ત્યા સુધી ગુજરાતીઓને ઓઢકાર ન આવે. ગુજરાતીઓને ખાટી છાશ વધુ ભાવે છે. આ માટે અનેક ગુજરાતી પરિવારોમાં રાતે દહી જમાવવા મૂકવામા આવે છે. પરંતુ વ્યસ્ત જીવનશૈલીમાં મહિલાઓ અનેકવાર રાતે દહી મેળવવાનુ ભૂલી જાય છે.

ત્યારે ગૃહિણીઓને આ ઝંઝટમાંથી મુક્તિ અપાવવા માટે માર્કેટમાં ખાટી છાશ ડાયરેક્ટ વેચાવા મૂકાનાર છે. અમૂલ હવે માર્કેટમાં ખાટી છાશ વેચશે. જે માત્ર ૧૦ રૂપિયામાં મળી રહેશે. પ્રથમ તબક્કામાં કચ્છમાં ખાટી છાશ લોન્ચ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આખા દેશમાં ખાટી છાશ વેચાતી થઈ જશે.

કચ્છ જિલ્લાની કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની સરહદ ડેરી દ્વારા ખાટી છાશ લોન્ચ કરવામાં આવી છે. અમૂલ ખાટી છાસનું સરહદ ડેરીના ચાંદરાણી પ્લાન્ટ ખાતે અમૂલ બ્રાન્ડ અંતર્ગત ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. આ ખાટી છાશ હવે કચ્છના બજારમાં મળતી થઈ જશે.

કારણ કે કચ્છ જિલ્લાના લોકોમાં ખાટી છાશ પીવાનું પ્રમાણ સૌથી વધુ છે. તેથી અમૂલ બ્રાન્ડ દ્વારા સૌપ્રથમ કચ્છથી શરૂઆત કરવામા આવી છે. તેના બાદ ધીમે ધીમે ગુજરાતના અન્ય જિલ્લા અને બાદમાં ભારતભરમાં આ ખાટી છાશનુ વેચાણ શરૂ કરવામા આવશે.

શું ભાવે મળશે ખાટી છાશ :

અમૂલ ફેડરેશનના વાઈસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું કે, ખાટી છાશ દૂધની જેમ પાઉચમાં મળશે. ૪૦૦ એમએલ પાઉચ ૧૦ રૂપિયામાં મળશે. આજે ૨૭ મેથી આ ખાટી છાશ માર્કેટમાં વેચાવાની શરૂઆત કરાશે.

આ પણ વાંચો :-

આઈપીએલ મેચ બાદ અંબાણી પરિવારના વહુ નીતા અંબાણી પહોંચ્યા ગાંધીનગર

0

Nita Ambani

  • Nita Ambani In Gandhinagar : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ નિહાળ્યા બાદ નીતા અંબાણી ગાંધીનગરના કોટેશ્વર મહાદેવ મંદિર પહોંચ્યા હતા.

હાલ ગુજરાતમાં આઈપીએલની (IPL) ફાઈનલ માટે મુકાબલા ચાલી રહ્યાં છે ત્યારે અંબાણી પરિવારના વહુ નીતા અંબાણી હાલ ગુજરાતમાં છે. પોતાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો ઉત્સાહ વધારવાની સાથે તેઓ ગાંધીનગરના એક મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. નીતા અંબાણીએ ગાંધીનગરના (Gandhinagar) કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. ગાંધીનગરના કોટેશ્વર ગામમાં કોટેશ્વર મહાદેવ મંદિર (Koteswar Mahadev Temple) આવેલું છે. અમદાવાદ ખાતેની મેચની એક ઈનિંગ્સ જોયા બાદ કોટેશ્વર મંદિર દર્શન માટે નીતા અંબાણી પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સાંજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2023 નો સેમિફાઈનલનો રોમાંચક મુકાબલો ખેલાયો હતો. બીજી ક્વોલિફાયર મેચમાં પ્રથમ બેટિંગ કરી ગુજરાત ટાઈટન્સે રનો ખડકલો કર્યો હતો. જ્યા પહોંચતા મુંબઈને મોઢે ફિણ આવી ગયા હતા અને ગુજરાતે જીત પોતાને નામ કરી હતી.

ગુજરાતે 62 રન સાથે જબરદસ્ત જીત હાંસલ કરી ફાઈનલમાં પોતાની સીટ પાકી કરી લીધી હતી. મુંબઈને 234 નો ટાર્ગેટ આપ્યો હતો. મુંબઈ માત્ર જેમાં શુભમન ગિલે રીતસરની તોફાની બેટિંગ કરી 49 બોલમાં તોફાની સદી ફટકારી જેટલા રનનો પહાડ સર્જ્યો હતો.

આ મેચ બાદ નીતા અંબાણી કોટેશ્વર મહાદેવ મંદિરના દર્શને પહોંચ્યા હતા. જ્યાં તેઓએ શ્રદ્ધાથી માથુ ટેકવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવાર ભક્તિભાવ સાથે જોડાયેલો પરિવાર છે.પરિવારના કોઈને કોઈ સદસ્યો સમયાંતરે ભારતના અનેક મંદિરોના દર્શન કરતા દેખાય છે.

આ પણ વાંચો :-

Brezza થી પણ ઓછી કિંમતમાં બજારમાં બુમ પડાવે છે આ SUV

This SUV is booming

  • Safest SUV : સબ-4 મીટર SUV એ SUV સેગમેન્ટમાં સૌથી વધુ વેચાય છે. Maruti Suzuki Brezza, Tata Nexon, Kia Sonnet અને Hyundai Venue જેવા વાહનો આ સેગમેન્ટમાં આવે છે. આમાં Tata Nexon અને Maruti Brezza સૌથી વધુ વેચાય છે.

સબ-4 મીટર SUV એ SUV સેગમેન્ટમાં સૌથી વધુ વેચાય છે. Maruti Suzuki Brezza, Tata Nexon, Kia Sonnet અને Hyundai Venue જેવા વાહનો આ સેગમેન્ટમાં આવે છે. આમાં Tata Nexon અને Maruti Brezza સૌથી વધુ વેચાય છે. પરંતુ ટાટા નેક્સોન સેફ્ટી રેટિંગની દ્રષ્ટિએ આગળ છે. તેને ગ્લોબલ NCAP દ્વારા 5 સ્ટાર સેફ્ટી રેટિંગ આપવામાં આવ્યું છે જ્યારે નવી મારુતિ બ્રેઝા (ફેસલિફ્ટ વર્ઝન જે 2022માં આવ્યું હતું) હજુ સુધી ગ્લોબલ NCAP દ્વારા ક્રેશ ટેસ્ટ કરવામાં આવ્યું નથી.

જોકે, જૂની બ્રેઝાને 4 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. એપ્રિલ મહિનામાં લોકોએ બ્રેઝા કરતાં વધુ નેક્સોનની ખરીદી કરી છે. Nexon ની શરૂઆતની કિંમત પણ Brezza કરતા ઓછી છે. તમને જણાવી દઈએ કે મારુતિ બ્રેઝાની કિંમત 8.29 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ટાટા નેક્સન વિશે વાત કરીએ.

ટાટા નેક્સન વિશે :

Nexonની કિંમતની (એક્સ-શોરૂમ) રેન્જ રૂ. 7.80 લાખથી રૂ. 14.35 લાખ વચ્ચે છે. તેની રેડ ડાર્ક એડિશન પણ આવે છે. જેની કિંમત 12.35 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. આ 5 સીટર SUVની બૂટ સ્પેસ 350 લિટર છે. એન્જિન સ્પેસિફિકેશનની વાત કરીએ તો Nexonને પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન વિકલ્પો મળે છે. તેનું 1.2-લિટર, 3-સિલિન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન ખૂબ શક્તિશાળી છે, તે 120PS/170Nm જનરેટ કરે છે. જ્યારે, 1.5-લિટર, 4-સિલિન્ડર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન 115PS/260Nm આઉટપુટ કરે છે.

બંને એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ વિકલ્પો સાથે ઓફર કરવામાં આવે છે. તેમાં એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લે, 7.0-ઈંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, રેઇન-સેન્સિંગ વાઇપર્સ, ઓટો એસી, ક્રુઝ કંટ્રોલ, ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, રીઅર એસી વેન્ટ્સ, ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, રીઅર પાર્કિંગ સેન્સર્સ, ઇબીડી સાથે ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ઈએસપી) મળે છે. ABS અને ISOFIX ચાઈલ્ડ સીટ એન્કર જેવી સુવિધાઓ પણ છે.

આ પણ વાંચો :-

૨૬ મે / વિરોધીઓથી સાવધાન, ખોટા ખર્ચાથી સંભાળવું, આ રાશિના જાતકો શનિવાર સંભાળી લેજો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

May 26 / Beware of opponents

મેષઃ
આત્મવિશ્વાસ વધતો જણાય. નાણાંકીય આવક વધતી જણાય. પરિવારમાં આનંદ. રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય જળવાય.

વૃષભઃ
સ્વભાવમાં લાગણીશીલતા વધે. આવક વધે, સાથે સાથે મોજશોખમાં ખર્ચ વધે. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. વિદ્યાર્થી મિત્રો માટે શુભ. કરેલા રોકાણો ફળદાયી નીવડે.

મિથુનઃ
આર્થિક બાબતો અંગે શુભ દિવસ. નાના ભાઈ બહેનોની પ્રગતિથી આનંદ. પરિવારમાં સભ્યોની ચિંતા હળવી થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા. આરોગ્ય જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

કર્કઃ
માનસિક સ્થિરતા જળવાય. આવકનું પ્રમાણ વધે. યોગ્ય નિર્ણય લેવાને કારણે કાર્યક્ષેત્રે સફળતા મળે. આર્થિક રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સ્વાસ્થ્ય સારું રહેશે. જીવનસાથી સાથે ગુસ્સો ટાળવો.

સિંહઃ
મનની ચંચળતા વધે. મિત્રોનો સાથ સહકાર મળે. મિત્રવર્તુળમાં વધારો થાય. નાણાંકીય બાબતોમાં લાભ. સંતાનની પ્રગતિથી આનંદ થતો જણાય. વાહન ચલાવવામાં અકસ્માતની શક્યતા છે આથી સાવધાની જરૂરી.

કન્યાઃ
આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. અગત્યના નાણાંકીય વ્યવહારો મુલતવી રાખવા. માતાની તબિયતની કાળજી રાખવી હિતાવહ. માથાના દુઃખાવાની શક્યતા છે. આધાત્મિક ક્ષેત્રે રસ વધે.

તુલાઃ
વધુ મહેનતે ઓછો લાભ મળતો જણાય. આળસ વધારે રહે. કુટુંબમાં શાંતિભર્યું વાતાવરણ જળવાય. શેરસટ્ટામાં લાભ. પિતાની તબિયત સાચવવી. ધંધામાં સાવધાનીથી કામ લેવું. આરોગ્ય સંબંધી ચિંતા ઓછી થાય.

વૃશ્ચિકઃ
નોકરીમાં ઉપરી અધિકારી તરફથી પ્રશંસા થાય. નવા ધંધાનું આયોજન તથા ધંધાકીય ક્ષેત્રે યોગ્ય નિર્ણય લઈ શકાય. યાત્રા-પ્રવાસમાં કાળજી રાખવી. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એની કાળજી રાખવી.

ધનઃ
ભાગ્યનો સાથ મળતા ઓછી મહેનતે સફળતા મળે.  પ્રતિષ્ઠામાં વધારો થાય. સંતાન તરફથી સારા સમચારા મળે. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ.

મકરઃ
નાણાંકીય ક્ષેત્રે નુકસાનીની શક્યતા છે. આવક ઘટે. પરિવારમાં તણાવભર્યું વાતાવરણ રહે. જીવનસાથી સાથે શાંતિથી કામ લેવું. અગત્યના નિર્ણયો મુલતવી રાખવા. શરદી-ખાંસી-કફની સમસ્યા રહે.

કુંભઃ
દામ્પત્ય ક્ષેત્રે આનંદભર્યો દિવસ. નવા પ્રેમ સંબંધનું નિર્માણ થાય. નિર્ણય શક્તિમાં વધારો થતો જણાય. હયાત રોકાણોથી ફાયદો તથા નવા રોકાણ યોગ્ય રીતે કરી શકાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને.

મીનઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. દૃઢ નિર્ણય શક્તિથી અગત્યના કાર્યોમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતમાંથી લાભ મળતો જણાય. જ્યોતિષ, કર્મકાંડ, એક્સપોર્ટ, ઈમ્પોર્ટના ધંધામાં વિશેષ લાભ.

આ પણ વાંચો :-