જૂન પહેલા જ આવી જશે વરસાદ, ગુજરાતમાં આ તારીખે વરસાદની કરવામાં આવી છે આગાહી 

Share this story

Rain will come before June

Gujarat Weather Forecast : ૨૮ અને ૨૯ તારીખે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી. માછીમારોને ૩ દિવસ દરિયો ન ખેડવાની સૂચના.

રાજ્યમાં ફરીથી એકવાર ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ૨૮ અને ૨૯ મેના રોજ ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામા આવી છે. અંબાલાલ પટેલ (Ambalal Patel) દ્વારા પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. રાહતની વાત એ છે કે આ કમોસમી વરસાદ (Unseasonal Rain) ગુજરાતના વાતાવરણમા પલટો લાવશે. સાથે જ ગરમીમાંથી પણ મુક્તિ અપાશે.

હવામાન વિભાગના (Meteorological Department) અપડેટ અનુસાર, સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) અને સાયક્લોનિકના કારણે ગુજરાતમાં વરસાદ પડી શકે છે. તો સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે.

આ માટે માછીમારોને ૩ દિવસ દરિયો ન ખેડવાની હવામાન વિભાગે સૂચના આપી છે. તો ત્યારે બનાસકાંઠામાં કમોસમી વરસાદને પગલે ડિઝાસ્ટર વિભાગે તમામ એપીએમસીને સાવચેતી રાખવા માટે અપીલ કરી છે. માર્કેટ યાર્ડમાં રહેલું અનાજ પલળે નહીં તે માટે તકેદારી રાખવા માટે અપીલ કરી છે.

ક્યાં ક્યાં વરસાદ આવશે :

સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ૨૮ અને ૨૯ તારીખે વરસાદ થવાની શક્યતાઓ છે.

આ પણ વાંચો :-