દુબળા પાતળા લોકોએ વધારવું હોય ફટાફટ વજન તો આ રીતે કેરી ખાવાનું કરો શરુ

Share this story

If thin people want  If thin people  

  • Weight Gain Tips : વધેલું વજન ઘટાડવું જ નહીં વજન વધારવું પણ મુશ્કેલ કાર્ય છે. કેટલાક લોકો એવા હોય છે જેમનું શરીર દુર્બળ હોય છે અને તેમને વજન વધારવું હોય છે. પરંતુ અનેક પ્રયાસો પછી પણ તેમનું વજન વધતું નથી.

મોટાભાગના લોકો વધતા વજનથી પરેશાન હોય છે. કારણ કે વધેલું વજન (Increased weight) ઘટાડવું મુશ્કેલ લાગે છે. જો કે માત્ર વધેલું વજન ઘટાડવું જ નહીં વજન વધારવું પણ મુશ્કેલ કાર્ય છે. કેટલાક લોકો એવા હોય છે જેમનું શરીર દુર્બળ હોય છે અને તેમને વજન (weight) વધારવું હોય છે. પરંતુ અનેક પ્રયાસો પછી પણ તેમનું વજન વધતું નથી.

જેના કારણે ક્યારેય કોઈ કપડા તેમને ફિટ નથી બેસતા તો ક્યારેક તેઓ પોતાના પાતળા શરીરને કારણે કેટલાક લોકોની સામે સંકોચ અનુભવે છે. જો તમે પણ એવા લોકોમાંથી એક છો જેમનું વજન વધતું નથી તો તમે કેરી ખાઈને વજન વધારી શકો છો.

ઉનાળામાં કેરી (Mango) ખાવી દરેક વ્યક્તિને ભાવે છે. વજન વધારવા માટે કેરી ખાવી ફાયદાકારક માનવામાં આવે છે. આજે તમને જણાવીએ કે કેરી ખાઈને તમે તમારું વજન કેવી રીતે વધારી શકો છો.

1. વજન વધારવા માટે માત્ર આહાર પર આધાર ન રાખો. તેના માટે નિયમિત કસરત પણ કરવી જોઈએ.

2. રોજના આહારમાં કેરીનો સમાવેશ કરો. તેને કાપીને ખાવાનું રાખો.

3. ઉનાળામાં વજન વધારવામાં કેરી ખૂબ જ ઉપયોગી છે. આ માટે કેરીના નાના ટુકડા કરી લો. એક ગ્લાસ દૂધમાં કેરીના ટુકડા ઉમેરી તેની મિક્સરમાં સ્મુધી તૈયાર કરો. તેને પીવાથી સ્વસ્થ વજન વધે છે.

આ પણ વાંચો :-