HomeNationalરોજ રોજ બહેન-દીકરી વિશે જેવુ તેવું બોલે છે, અરેસ્ટ કરો...: કયા BJP...

રોજ રોજ બહેન-દીકરી વિશે જેવુ તેવું બોલે છે, અરેસ્ટ કરો…: કયા BJP નેતા પર બગડ્યા બાબા રામદેવ ?

Date:

Related stories

ફૂડ પોઇસનીંગ કેસમાં ચોંકાવનારો ખુલાસો,FSL તપાસમાં શું મળ્યું?

સુરતમાં રેસ્ટોરન્ટનું ભોજન ખાધા બાદ 4 વર્ષીય આર્યા કલસરિયાના...

સુરતમાં ત્રણ યુવનો માટે જન્માષ્ટમી કાળ મુખી બની!

સુરતમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી વચ્ચે ઔદ્યોગિક વિસ્તારોમાંથી કરંટના ઝટકાની...

ફરી બોમ્બની ધમકી ? ગુજરાત હાઇકોર્ટ સહિત સુરત કોર્ટમાં હાઇ અલર્ટ

ગુજરાતની કોર્ટોમાં આજે બોમ્બ ધમકીના ઈ-મેલથી ચકચાર મચી ગઈ...

VIDEO: લ્યો બોલો ! ભારતીય ફૂડએ તો બેલ્જિયમના પએમને પણ બનાવી દીધા ફૂડી

ભારતીય ભોજનની વાત આવે ત્યારે મસાલાની સુગંધ અને વિવિધ...

ભેંસ બની બર્થડે ગર્લ! કેક, ફુગ્ગા અને ‘હેપ્પી બર્થડે’ કેપ વીડિયો થયો વાયરલ

કેક, ફુગ્ગા અને ‘હેપ્પી બર્થડે’... આ કોઈ બાળકની બર્થડે...
spot_img

Every day he talks about  

  • Wrestlers Protest In Baba Ramdev News : યોગ ગુરુ સ્વામી રામદેવે પણ નામ લીધા વિના યૌન શોષણના આરોપી બૃજભૂષણ સિંહ પર આકરા પ્રહારો કર્યા આવી વ્યક્તિની તાત્કાલિક ધરપકડ કરીને જેલના સળિયા પાછળ મોકલી દેવા જોઈએ.

દિલ્હી જંતરમંતર (Delhi Jantarmantar) ખાતે છેલ્લા એક મહિનાથી રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહની (Brijbhushan Sharan Singh) ધરપકડની માગણી સાથે કુસ્તીબાજો ધરણા કરી રહ્યા છે. આ દરમિયાન કુસ્તીબાજોના સમર્થનમાં વિવિધ રાજકીય પક્ષો, સંગઠનો અને ખેલાડીઓ સતત આગળ આવી રહ્યા છે.

આ તરફ હવે યોગ ગુરુ સ્વામી રામદેવે પણ નામ લીધા વિના યૌન શોષણના આરોપી બૃજભૂષણ સિંહ પર આકરા પ્રહારો કર્યા છે. કુસ્તીબાજોની હડતાળને સમર્થન આપતાં તેમણે કહ્યું કે કુસ્તી સંઘના પ્રમુખ પર ગેરવર્તણૂક અને વ્યભિચારનો આરોપ મૂકવો એ ખૂબ જ શરમજનક બાબત છે.

બૃજભૂષણને જેલમાં મોકલવા જોઈએ : બાબા રામદેવ

રાજસ્થાનના ભીલવાડા પહોંચેલા સ્વામી રામદેવે કહ્યું દેશના કુસ્તીબાજો માટે જંતર-મંતર પર બેસીને કુસ્તી સંઘના પ્રમુખ પર ગેરવર્તણૂક અને વ્યભિચારનો આરોપ લગાવવો એ ખૂબ જ શરમજનક બાબત છે. આવી વ્યક્તિની તાત્કાલિક ધરપકડ કરીને જેલના સળિયા પાછળ મોકલી દેવા જોઈએ. દરરોજ મોં ઉંચુ કરીને તે વારંવાર માં-બહેન અને દીકરીઓ વિશે વાહિયાત વાતો કરે છે, તે ખૂબ જ નિંદનીય છે, તે દુષ્કર્મ અને પાપ છે.

મહત્વનું છે કે આ પહેલા ૭ મેના રોજ દિલ્હીના જંતર-મંતર ખાતે ખાપ પંચાયત પણ યોજાઈ હતી. જેમાં સરકારને બૃજભૂષણની ધરપકડ કરવા માટે ૧૫ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. ખાપ પંચાયતમાં કુસ્તીબાજોના મુદ્દે સરકારને ૨૧મી મે સુધીમાં પગલાં લેવાનું અલ્ટીમેટમ આપતાં કહ્યું હતું કે જો કોઈ કાર્યવાહી નહીં થાય તો પછી મોટું આંદોલન કરવામાં આવશે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img