Brezza થી પણ ઓછી કિંમતમાં બજારમાં બુમ પડાવે છે આ SUV

Share this story

This SUV is booming

  • Safest SUV : સબ-4 મીટર SUV એ SUV સેગમેન્ટમાં સૌથી વધુ વેચાય છે. Maruti Suzuki Brezza, Tata Nexon, Kia Sonnet અને Hyundai Venue જેવા વાહનો આ સેગમેન્ટમાં આવે છે. આમાં Tata Nexon અને Maruti Brezza સૌથી વધુ વેચાય છે.

સબ-4 મીટર SUV એ SUV સેગમેન્ટમાં સૌથી વધુ વેચાય છે. Maruti Suzuki Brezza, Tata Nexon, Kia Sonnet અને Hyundai Venue જેવા વાહનો આ સેગમેન્ટમાં આવે છે. આમાં Tata Nexon અને Maruti Brezza સૌથી વધુ વેચાય છે. પરંતુ ટાટા નેક્સોન સેફ્ટી રેટિંગની દ્રષ્ટિએ આગળ છે. તેને ગ્લોબલ NCAP દ્વારા 5 સ્ટાર સેફ્ટી રેટિંગ આપવામાં આવ્યું છે જ્યારે નવી મારુતિ બ્રેઝા (ફેસલિફ્ટ વર્ઝન જે 2022માં આવ્યું હતું) હજુ સુધી ગ્લોબલ NCAP દ્વારા ક્રેશ ટેસ્ટ કરવામાં આવ્યું નથી.

જોકે, જૂની બ્રેઝાને 4 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. એપ્રિલ મહિનામાં લોકોએ બ્રેઝા કરતાં વધુ નેક્સોનની ખરીદી કરી છે. Nexon ની શરૂઆતની કિંમત પણ Brezza કરતા ઓછી છે. તમને જણાવી દઈએ કે મારુતિ બ્રેઝાની કિંમત 8.29 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ટાટા નેક્સન વિશે વાત કરીએ.

ટાટા નેક્સન વિશે :

Nexonની કિંમતની (એક્સ-શોરૂમ) રેન્જ રૂ. 7.80 લાખથી રૂ. 14.35 લાખ વચ્ચે છે. તેની રેડ ડાર્ક એડિશન પણ આવે છે. જેની કિંમત 12.35 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. આ 5 સીટર SUVની બૂટ સ્પેસ 350 લિટર છે. એન્જિન સ્પેસિફિકેશનની વાત કરીએ તો Nexonને પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન વિકલ્પો મળે છે. તેનું 1.2-લિટર, 3-સિલિન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન ખૂબ શક્તિશાળી છે, તે 120PS/170Nm જનરેટ કરે છે. જ્યારે, 1.5-લિટર, 4-સિલિન્ડર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન 115PS/260Nm આઉટપુટ કરે છે.

બંને એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ વિકલ્પો સાથે ઓફર કરવામાં આવે છે. તેમાં એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લે, 7.0-ઈંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, રેઇન-સેન્સિંગ વાઇપર્સ, ઓટો એસી, ક્રુઝ કંટ્રોલ, ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, રીઅર એસી વેન્ટ્સ, ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, રીઅર પાર્કિંગ સેન્સર્સ, ઇબીડી સાથે ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ઈએસપી) મળે છે. ABS અને ISOFIX ચાઈલ્ડ સીટ એન્કર જેવી સુવિધાઓ પણ છે.

આ પણ વાંચો :-