Sunday, Jul 20, 2025

આઈપીએલ મેચ બાદ અંબાણી પરિવારના વહુ નીતા અંબાણી પહોંચ્યા ગાંધીનગર

2 Min Read

Nita Ambani

  • Nita Ambani In Gandhinagar : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ નિહાળ્યા બાદ નીતા અંબાણી ગાંધીનગરના કોટેશ્વર મહાદેવ મંદિર પહોંચ્યા હતા.

હાલ ગુજરાતમાં આઈપીએલની (IPL) ફાઈનલ માટે મુકાબલા ચાલી રહ્યાં છે ત્યારે અંબાણી પરિવારના વહુ નીતા અંબાણી હાલ ગુજરાતમાં છે. પોતાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો ઉત્સાહ વધારવાની સાથે તેઓ ગાંધીનગરના એક મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. નીતા અંબાણીએ ગાંધીનગરના (Gandhinagar) કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. ગાંધીનગરના કોટેશ્વર ગામમાં કોટેશ્વર મહાદેવ મંદિર (Koteswar Mahadev Temple) આવેલું છે. અમદાવાદ ખાતેની મેચની એક ઈનિંગ્સ જોયા બાદ કોટેશ્વર મંદિર દર્શન માટે નીતા અંબાણી પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સાંજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2023 નો સેમિફાઈનલનો રોમાંચક મુકાબલો ખેલાયો હતો. બીજી ક્વોલિફાયર મેચમાં પ્રથમ બેટિંગ કરી ગુજરાત ટાઈટન્સે રનો ખડકલો કર્યો હતો. જ્યા પહોંચતા મુંબઈને મોઢે ફિણ આવી ગયા હતા અને ગુજરાતે જીત પોતાને નામ કરી હતી.

ગુજરાતે 62 રન સાથે જબરદસ્ત જીત હાંસલ કરી ફાઈનલમાં પોતાની સીટ પાકી કરી લીધી હતી. મુંબઈને 234 નો ટાર્ગેટ આપ્યો હતો. મુંબઈ માત્ર જેમાં શુભમન ગિલે રીતસરની તોફાની બેટિંગ કરી 49 બોલમાં તોફાની સદી ફટકારી જેટલા રનનો પહાડ સર્જ્યો હતો.

આ મેચ બાદ નીતા અંબાણી કોટેશ્વર મહાદેવ મંદિરના દર્શને પહોંચ્યા હતા. જ્યાં તેઓએ શ્રદ્ધાથી માથુ ટેકવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવાર ભક્તિભાવ સાથે જોડાયેલો પરિવાર છે.પરિવારના કોઈને કોઈ સદસ્યો સમયાંતરે ભારતના અનેક મંદિરોના દર્શન કરતા દેખાય છે.

આ પણ વાંચો :-

Share This Article