ભલે ગિલના શિરે ઓરેન્જ કેપ હોઈ ! પણ કોહલીનો આ રેકોર્ડ તોડવો હજુ પણ અઘરો

Share this story

Even if Gill’s head has an orange cap

  • Shubman Gill Orange Cap : ગુજરાત ટાઈટન્સના સ્ટાર બેટ્સમેન ગિલે શુક્રવારે રાત્રે ક્વોલિફાયર-૨માં મુંબઈ ઈન્ડિયન્સ સામે ૧૨૯ રનોની શાનદાર ઈનિંગ રમી. આ ઈનિંગના દમ પર આ સીઝનમાં સૌથી વધારે રમ બનાવનાર બેટસમેન પણ બની ગયા.

ગુજરાત ટાઈટન્સના (Gujarat Titans) સ્ટાર બેટસમેન શુભમન ગિલ (Shubman Gill) હાલ આ સમયે ગજબનો ફોર્મ પકડીને ચાલી રહ્યા છે. શુક્રવારે રાત્રે ક્વોલિફાયર-૨માં ૫ વારની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સના (Mumbai Indians) વિરૂદ્ધ ૧૨૯ રનોની શાનદાર ઈનિંગ રમી તેણે સીઝનની ત્રીજી સેન્ચુરી મારી. તેની સાથે જ તે IPL 2023માં પણ સૌથી વધારે રન બનાવનાર બેટસમેન બન્યા.

તેમણે RCBના કેપ્ટન ફાફ ડુપ્લેસી (Captain Faf Duplessis) પાસે આ મેચ ઈનિંગ બાદ ઓરેન્જ કેપ છીનવી લીધી છે. ગિલના નામે હવે સીઝન-૧૬માં ૮૫૧ રન થઈ ગયા છે. તેમના બેટથી આ રન ૧૬ ઈનિંગમા ૬૦.૭૯ની સરેરાશ અને ૧૫૬.૪૩ના સ્ટ્રાઈક રેટથી નિકળ્યા. હવે ગિલની નજર વિરાટ કોહલીના ‘૯૦૦ ક્લબ’માં શામેલ થવા પર રહેશે.

વિરાટના નામે છે આ રેકોર્ડ :

IPLના ઈતિહાસમાં એક સીઝનમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ RCBના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના નામે છે. કિંગ કોહલીના બેટથી તે સીઝનમાં કુલ ૯૮૩ રન નિકળ્યા હતા જેમાં ૪ સેન્ચુરી સામેલ હતી.

આ પણ વાંચો :-