Home Blog Page 1071

૪૦ હજારની કિંમતનો આ સ્માર્ટફોન ખરીદવો જોઈએ કે નહીં ?

  • તાજેતરમાં જ Samsung Galaxy A54 સ્માર્ટફોન લોન્ચ થયો છે, જે પ્રીમિયમ ફીચર્સ સાથે આવે છે. ભારતમાં તેની શરૂઆતની કિંમત ૩૮,૯૯૯ રૂપિયા છે. આવો જાણીએ ફોનમાં શું ખાસ છે અને તેને ખરીદવો જોઈએ કે નહીં…

Samsungની Galaxy A સિરીઝ ખૂબ જ લોકપ્રિય છે. તાજેતરમાં, કંપનીએ Samsung Galaxy A54 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. જે પ્રીમિયમ ફીચર્સ સાથે આવે છે. ભારતમાં તેની શરૂઆતની કિંમત ૩૮,૯૯૯ રૂપિયા છે. લોન્ચિંગ સમયે કંપનીએ ફોનને લઈને ઘણા દાવા કર્યા હતા. આવો જાણીએ ફોનમાં શું ખાસ છે અને તેને ખરીદવો જોઈએ કે નહીં.

ડિઝાઈન :

Samsung Galaxy A54 પાછળ ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેમેરા મોડ્યુલ અને ફ્લેટ સાઈડ જોતાં તે Galaxy S23 હોવાનું જણાય છે. પરંતુ તે આના કરતા ઘણું સસ્તું છે. તેમાં ફ્રેમ પ્લાસ્ટિકની છે. પરંતુ મેટ ફિનિશ ઉપલબ્ધ છે. ફોનનું વજન લગભગ 202 ગ્રામ છે અને ડાયમેન્શન 8.2mm છે.

ડિસ્પ્લે :

ફોનમાં 6.4 ઈંચની ડિસ્પ્લે ઉપલબ્ધ છે. જે Galaxy S23 (6.1-inch display) અને Galaxy S23 Plus (6.6-inch ડિસ્પ્લે) વચ્ચે જોવા મળે છે. ફોન IP67 રેટિંગ પ્રોટેક્શન સાથે આવે છે. એટલે કે ધૂળ, પાણી કે પડવાથી ફોનને નુકસાન નહીં થાય. ફોનમાં 1080p રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ સાથે સુપર AMOLED પેનલ છે.  ડિસ્પ્લેને જોતા ફોનને ઓલરાઉન્ડર ફોન કહી શકાય.

પરફોર્મન્સ :

Samsung Galaxy A54 Eynos 1380 પ્રોસેસર દ્વારા સંચાલિત છે, જેને સૌથી શક્તિશાળી કહી શકાય નહીં. પરંતુ તે રેગ્યુલર યુઝ અને ક્યારેક ક્યારેક ગેમિંગ માટે સંતોષકારક છે. પરંતુ તેનો ઉપયોગ કરવામાં તમને કોઈ ખામી દેખાશે નહીં. ફોનમાં 8GB રેમ અને 256GB સુધીની સ્ટોરેજ છે. પરંતુ સ્ટોરેજ વધુ વધારી શકાય છે.

બેટરી :

Samsung Galaxy A54માં 5000mAh ની પાવરફુલ બેટરી છે, જે 25W ચાર્જિંગ સપોર્ટ મેળવે છે. પરંતુ બોક્સમાં ચાર્જર ઉપલબ્ધ નથી. એટલે કે તમારે અલગથી ચાર્જર ખરીદવું પડશે. ફોનને ચાર્જ કરવામાં 1 થી 1.5 કલાકનો સમય લાગે છે અને તે એક દિવસ આરામથી ચાલી શકે છે. એટલે કે તમારે વારંવાર ચાર્જ કરવાની જરૂર નહીં પડે.

કેમેરા :

Samsung Galaxy A54 પાસે 50MP ફ્લેશ કેમેરા છે, જેમાં 12MP અલ્ટ્રાવાઇડ અને 5MP મેક્રો લેન્સ છે. ફોનનો કેમેરા જબરદસ્ત છે.  આ સિવાય ફ્રન્ટમાં 32MP ફ્રન્ટ કેમેરા ઉપલબ્ધ છે. જે અદ્ભુત છે.

ખરીદી શકાય કે નહીં :

Samsung Galaxy A54ની કિંમત 38,999 રૂપિયા છે. ફીચર્સ પ્રમાણે કિંમત થોડી વધારે છે. પરંતુ એવું નથી કે તમને ફોન ખરીદવાનો પસ્તાવો થશે. કારણ કે ફોનમાં ફીચર્સ જબરદસ્ત મળી રહ્યા છે. જો તમને ઓનલાઈન ડીલ અથવા ઓફર મળે છે. તો આ તમારા માટે બેસ્ટ ફોન સાબિત થઈ શકે છે.

ફોનમાં પ્રીમિયમ ડિઝાઈન, રંગબેરંગી ડિસ્પ્લે, શાનદાર પરફોર્મન્સ અને મજબૂત બેટરી લાઈફ મળે છે. જો તમે ફુલ પેક્ડ ફોન ખરીદવા માંગો છો તો આ એક શાનદાર ફોન સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો :-

માત્ર ૩૦,૦૦૦ માં ફરી આવો વિદેશ, ફટાફટ જાણો વિગતો

0
  • Travel Abroad : વિદેશ પ્રવાસનું સપનું બધા જ લોકોનું પૂરું થતું નથી. કારણ કે દરેક વ્યક્તિ લાખો રુપિયા ખર્ચી વિદેશ ફરવા જઈ શકતી નથી. જો કે વિશ્વના ઘણા દેશ એવા પણ છે. જ્યાં જવા માટે તમારે લાખો રુપિયા ખર્ચ કરવાની જરૂર નથી. તમે ઓછા ખર્ચે વિદેશ પ્રવાસ કરી શકો છો.

આજના સમયમાં લોકોની જીવનશૈલી (lifestyle) એવી થઈ ગઈ છે કે લોકો વર્ષે એકવાર પરિવાર સાથે વિદેશ પ્રવાસ આરામથી કરી લેતા હોય છે. પરંતુ વિદેશ પ્રવાસનું (Foreign travel) સપનું બધા જ લોકોનું પૂરું થતું નથી. કારણ કે દરેક વ્યક્તિ લાખો રુપિયા ખર્ચી વિદેશ ફરવા જઈ શકતી નથી. જો કે વિશ્વના ઘણા દેશ એવા પણ છે જ્યાં જવા માટે તમારે લાખો રુપિયા ખર્ચ કરવાની જરૂર નથી. તમે ઓછા ખર્ચે વિદેશ પ્રવાસ કરી શકો છો.

આજે તમને ત્રણ એવા દેશ વિશે જણાવીએ જ્યા ફરવા જવા માટે બજેટની ચિંતા કરવી નહીં પડે. આ જગ્યાએ ફરવા જવા માટે માત્ર ૩૦,૦૦૦નો ખર્ચ થશે. તો ચાલો તમને જણાવીએ ભારતથી તમે ઓછા ખર્ચે કયા કયા દેશ ફરી શકો છો.

નેપાળ :

નેપાળ ખૂબ જ સુંદર દેશ છે. પર્વતોથી ઘેરાયેલા આ દેશમાં મંદિરો સહિત અનેક ફરવાની જગ્યાઓ છે.  નેપાળમાં કાઠમંડુ, પોખરા, નાગરકોટની મુલાકાત લઈ શકાય છે. નેપાળની રાઉન્ડ ટ્રીપનો ખર્ચ લગભગ ૧૦,૦૦૦ રૂપિયા છે. નેપાળમાં ફરવા ઉપરાંત તમે સ્ટ્રીટ ફૂડ અને નેપાળી વાનગીનો આનંદ માણી શકો છો. અહીં રહેવું, ફરવું અને એડવેન્ચર એક્ટિવિટીનો બધો જ ખર્ચ ૩૦,૦૦૦ની અંદર થઈ જાય છે.

ભુટાન :

ભુટાન એક નાનકડો પણ સુંદર દેશ છે. અહીંની સુંદરતા તમારી યાત્રાને વધુ યાદગાર બનાવશે. ભુતાનનું પારો શહેર સૌથી સુંદર શહેર છે. અહીંના પ્રાચીન સ્થાપત્ય પ્રવાસીઓને સૌથી વધુ આકર્ષે છે. અહીં તમે ભારતથી ટ્રેનમાં પણ જઈ શકો છો. આ વિદેશ યાત્રા કોલકાતાથી ટ્રેનમાં શરુ થઈ શકે છે.

આ પણ વાંચો :-

માત્ર 1.5 લાખ રૂપિયામાં શરૂ કરો આ મેન્યુફેક્ચરિંગ યુનિટ, કરો લાખોની કમાણી

0

Start this manufacturing unit in just 1.5 lakh rupees 

  • Business Idea : દરેક વ્યક્તિ નોકરી સિવાય અન્ય બિઝનેસ શરૂ કરવા માંગે છે. કોઈપણ વ્યવસાય શરૂ કરવામાં પૈસા સૌથી મોટી સમસ્યા છે. અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે ઓછા પૈસામાં લાખો નફો કમાતા બિઝનેસ શરૂ કરી શકો છો.

આજના સમયમાં દરેક વ્યક્તિ નોકરી સાથે બિઝનેસ શરૂ કરવા માંગે છે. આ માટે તેઓ ઘણા પ્રકારના આઈડિયા પણ વિચારે છે. પરંતુ ક્યારેક કોઈ કારણસર તેઓ પોતાનો નવો બિઝનેસ શરૂ કરી શકતા નથી. ચાલો તમને એક બિઝનેસ આઈડિયા વિશે જણાવીએ જેમાં તમે PM મુદ્રા લોન પણ લઈ શકો છો.

ઓલ પર્પઝ ક્રીમ :

આજના સમયમાં માર્કેટમાં ઓલ પર્પઝ ક્રીમની માંગ વધી છે. આ પ્રોડક્ટની માંગ દિવસેને દિવસે વધી રહી છે. હવે આ પ્રોડક્ટની માંગ ગામડા સુધી વધી છે. જો તમે ઓલ પર્પઝ ક્રીમનો બિઝનેસ શરૂ કરો છો તો તમે પીએમ કિસાન મુદ્રા લોન પણ લઈ શકો છો. આજના સમયમાં દરેક વ્યક્તિ ફિટ રહેવા માંગે છે. લોકો હવે ફિટનેસ પ્રત્યે જાગૃત થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં બજારમાં સ્કિન ક્રીમની માંગ વધી છે. લોકોને આ પ્રકારની ક્રીમ પસંદ આવી રહી છે. તમે આ ક્રીમના બિઝનેસમાંથી ઘણો નફો કમાઈ શકો છો. તમે ઓલ પર્પઝ ક્રીમ મેન્યુફેક્ચરિંગ યુનિટ સેટ કરી શકો છો.

રોકાણ :

ભારતના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC) એ ઓલ પર્પઝ ક્રીમના ઉત્પાદન એકમ પર એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. ઓલ પર્પઝ ક્રીમના બિઝનેસમાં તમારે 15 લાખ રૂપિયાની જરૂર પડશે. પરંતુ આ બિઝનેસ શરૂ કરવા માટે માત્ર 1.50 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. બાકીની રકમ માટે તમે લોન પણ લઈ શકો છો. આ માટે તમને ટર્મ લોન મળશે.

મેન્યુફેક્ચરિંગ યુનિટ :

આ વ્યવસાયમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે તમારે 400 ચોરસ મીટર જમીનની જરૂર છે. આ માટે તમે ભાડાની જગ્યા પણ લઈ શકો છો. આ પ્લાન્ટમાં લગાવવામાં આવનાર મશીનરીનો ખર્ચ 3.43 લાખ રૂપિયા છે. યુનિટમાં વપરાતા ફર્નિચર અને ફિક્સરની કિંમત રૂ. 1 લાખ, પ્રી-ઓપરેટિવ ખર્ચ રૂ. 50 હજાર, કાર્યકારી મૂડીની જરૂરિયાત રૂ. 10.25 લાખ સુધી ખર્ચ થઈ શકે છે.

આ ધંધામાં આટલી આવક થશે :

જો તમે આ બિઝનેસને સારી રીતે શરૂ કરો છો. તો તમને પહેલા વર્ષમાં લગભગ 6 લાખ રૂપિયાનો ફાયદો થઈ શકે છે. આમાં બાકીના ખર્ચનો સમાવેશ થતો નથી. જેમ જેમ તમારો ધંધો વધશે તેમ તમને વધુ નફો મળશે. પાંચ વર્ષ પછી તમે 9 લાખ રૂપિયાથી વધુનો નફો કરી શકો છો.

આ પણ વાંચો :-

જુઓ કચ્છથી સીધી તસવીરો, વાવાઝોડાએ સર્જેલી નુકસાની બાદ કામે લાગ્યું એનડીઆરએફ

0

See live pictures from Kutch, NDRAF 

  • બિપોરજોય વાવાઝોડાનું સંકટ ભલે ટળ્યુ હોય. પરંતું વાવાઝોડાએ ચારેતરફ તારાજી સર્જી છે. આ તારાજીમાં એનડીઆરએફની ટીમ અસલી લડવૈયા બનીને મેદાનમાં ઉતરી છે.

બિપોરજોય વાવાઝોડાએ કચ્છમાં સર્જેલી નુકસાની બાદ એનડીઆરએફની ટીમે કામગારી શરૂ કરી છે. ખાસ કરીને કચ્છમાં ટીમ વૃક્ષો હટાવવાની કામગીરીમાં જોડાયુ છે. જુઓ કચ્છથી સીધી તસવીરો.

ફાયરની ટીમે આદેશ અનુસાર ટ્રી કટિંગ અને રેસ્ક્યુ માટે એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. કચ્છમાં એનડીઆરએફની ટીમ રેકી માટે બહાર નીકળી છે. નલીયા, લખપત, નખત્રાણા, માંડવી, ગાંધીધામ સહીત વિસ્તારો મા એનડીઆરએફની ટીમ રેકી માટે નીકળી છે. કચ્છમાં ડેપ્યુટ કરવામાં આવેલી ટીમ વિસ્તારની સ્થિતિ જાણવા એનડીઆરએફની ટીમ ફરીને રેકી કરશે.

કચ્છમાં પવનની ગતિ હળવી થતા જ એનડીઆરએફની ટીમે કામગીરી શરૂ કરી છે. જમીનદોસ્ત થયેલા વૃક્ષોને કાપવાનું શરુ કર્યું છે. એનડીઆરએફ બટાલિયન 6ની ટીમ દ્વારા કામગીરી કરાઈ રહી છે. તો નખત્રાણાના મોટા ધાવડા નજીક વૃક્ષો કાપવામાં આવ્યા છે. રસ્તા પર પડેલા વૃક્ષો દૂર કરવામાં આવ્યા છે.

માંડવીમાં સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થયા છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેથી માંડવીમાં પણ એનડીઆરએફની ટીમે કામગીરી શરૂ કરી છે.

કચ્છ પર ત્રાટકેલા વિનાશક વાવાઝોડાની તસ્વીરો, તોફાની પવને ચારેતરફ નુકસાની વેરી

0
  • બિપોરજોય વાવાઝોડાએ દરિયા કાંઠાના વિસ્તારોમાં વિનાશ વેર્યો છે. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયાં, અનેક સ્થળે વીજળીનાં થાંભલા પડયાં છે. અનેક જગ્યાએ છાપરાં ઉડી ગયા છે.

કચ્છના નખત્રાણામાં ભારે પવનના કારણે વૃક્ષ જમીનદોસ્ત થયું. વૃક્ષની સાથે વી જતાર પણ નીચે પડ્યાં. વીજ પુરવઠો બંધ હોવાના કારણે જાનહાનિ ટળી છે. પરંતુ જુઓ કચ્છના વિવિધ વિસ્તારોમાંથી વાવાઝોડાની તબાહીના દ્રષ્યો.

ચક્રવાત બિપોરજોયની અતિ ભારે અસર કચ્છમાં વર્તાઈ હતી. મોડી રાતથી અત્યાર સુધી કચ્છ જિલ્લામાં અતિભારે પવન ફૂંકાયો છે. સમયાંતરે ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસ્યો છે. હજીપણ અતિ ભારે પવન ફૂંકાવાનું યથાવત છે. સાયક્લોન ધીમે ધીમે કચ્છ જિલ્લાથી આગળ વધી રહ્યું છે.

હાલ ચક્રવાત જખૌથી ૪૦ km અને નલિયાથી ૩૦ km દૂર થયું છે. હાલ ચક્રવાત સિવિયર સાયક્લોનિક સ્ટોર્મની કેટેગરીમાં આવી ગયું છે. તબક્કાવાર તેમાં ઘટાડો થઇ રહ્યો છે. જે આજે મોડી સાંજ સુધીમાં વધુ ઘટાડા સાથે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે.

ગાંધીધામના આસપાના વિસ્તારોમા તારાજી સર્જાઈ. પેટ્રોલ પંપ વાહનો સહિતની વસ્તુઓની નુકસાન થયેલુ જોવા મળ્યું. હજી પણ ભારે પવન અને વરસાદ ચાલુ છે. જખૌ નજીક નલિયામાં ગઈકાલે રાત્રે ૧ વાગ્યા સુધી માહોલ બિલકુલ શાંત થઈ ચૂક્યો હતો. ત્યારબાદ છેલ્લા બે કલાકથી ફરી પવન સાથે વરસાદ છે. બિપોરજોય વાવાઝોડાની ભારે અસર નલિયા અને આસપાસના વિસ્તારોમાં જોવા મળી છે.

નલિયામાં છેલ્લા બે કલાકથી પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વરસાદની ગતિમાં સમયાંતરે વધઘટ થતી જોવા મળી રહી છે. વાવાઝોડાને કારણે નલિયા અને આસપાસના વિસ્તારોમાં મોટું નુકસાન થયું છે. વૃક્ષો ધરાશાયી થવા, પતરા ઉડી જવા, કાચા મકાનોની દીવાલ પડી જવી, તેમજ ભુજથી નલિયા સુધીની રોડ કનેક્ટિવિટીને નુકસાન પહોંચ્યું છે. ભુજથી નલિયા તરફ આવતા માર્ગોમાં અનેક વૃક્ષ ધરાશાયી થયા છે.

 

આ પણ વાંચો :-

ભારત માટે ખુશખબર ! વર્લ્ડ જીતાડી શકે એવા ખતરનાક ખેલાડીની વાપસી

0

Good news for India

  • આ વર્ષે જ ભારતની યજમાનીમાં ODI વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. ICCની આ મોટી ટૂર્નામેન્ટ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. આ સમાચાર વાંચીને ટીમ ઈન્ડિયાના ચાહકો પણ ચોંકી જશે.

ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે. ટીમમાં પરત આવી રહ્યો છે ખતરનાક ખેલાડી. વર્લ્ડ કપ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો માટે આ ખુબ મોટા સમાચાર છે. ટીમ ઈન્ડિયાના ઘણા મોટા મેચ વિનિંગ ખેલાડીઓ લાંબા સમયથી ઈજાઓ સામે ઝઝૂમી રહ્યા છે. જેના કારણે ભારતીય ટીમ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે.

ભારતે આ વર્ષના અંતમાં ODI વર્લ્ડ કપ પણ પોતાની યજમાનીમાં રમવાનો છે. આ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક મોટા અને સારા સમાચાર સામે આવી રહ્યા છે. ભાગ્યે જ કોઈ ક્રિકેટ ચાહક હશે. જે આ સમાચાર વાંચીને ખુશ ન થયો હોય. ચાલો તમને જણાવીએ

આ ખેલાડીની રિકવરી જોઈને BCCI પણ આશ્ચર્યચકિત !

ટીમ ઈન્ડિયાને એક નહીં પરંતુ ઘણી વખત ઐતિહાસિક જીત અપાવનાર ડેશિંગ વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતની રિકવરી ઝડપથી આગળ વધી રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પણ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયું છે. ESPN ક્રિકઇન્ફોના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રિષભ પંતની ઝડપી રિકવરીથી BCCI અને બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના મેડિકલ સ્ટાફને આશ્ચર્ય થયું છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બરમાં એક ગંભીર કાર અકસ્માતમાં ખરાબ રીતે ઘાયલ થયા બાદ પંત હવે રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે.

શું વર્લ્ડ કપ 2023 પાછો આવશે ?

ESPN ક્રિકઈન્ફોના રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે BCCI પંતના પુનર્વસનને ઝડપી બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને તેને આ વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપ માટે તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે પુનઃપ્રાપ્તિ પ્રક્રિયામાં લાંબો સમય લાગે તેવી શક્યતા છે. વર્ષ 2023માં કોઈ ક્રિકેટ નહીં રમવાની સંભાવનાની અસર પંત પર પડી નથી. તેણે તાજેતરમાં ક્રેચ વગર ચાલવાનું અને કોઈ પણ ટેકા વિના સીડી ચઢવાનું શરૂ કર્યું છે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે.

આ પણ વાંચો :-

 

જુઓ ગુજરાતમાં વાવાઝોડાએ કેવો વિનાશ સર્જ્યો ! કચ્છમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન

0

See how the storm caused destruction in Gujarat

  • સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપોરજોય વાવાઝોડાએ મચાવી ભારે તબાહી મચાવી છે. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતાં રસ્તા થયા બંધ થયા છે. વીજપોલ ધરાશાયી થતાં ઓખા અને માંડવીમાં છેલ્લા ૧૮ કલાકથી વીજળી ગુલ છે.

અરબી સમુદ્રમાં સક્રિય થયેલું બિપોરજોય વાવાઝોડું ગઈકાલે રાત્રે કચ્છના જખૌ પોર્ટ નજીક ટકરાયું હતું. બિપોરજોય વાવાઝોડાનું ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થયા બાદ વિનાશક દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. કચ્છ સહિતના જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાતા કેટલાક મકાનોના છાપરા ઉડી ગયા ગયા છે. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા પર ભારે પવન અને વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો, વીજપોલ અને હોર્ડિગ્ઝ ધરાશાયી થયા છે.

માંડવીમાં છેલ્લા ૧૮ કલાકથી વીજળી ગુલ :

વાવાઝોડાના કારણે અનેક વિસ્તારમાં વીજપોલ જમીનદોસ્ત થતા અનેક ગામડાઓમાં રાત્રે અંધારપટ છવાઈ ગયો છે. વીજપોલ ધરાશાયી થતાં ઓખા અને માંડવીમાં છેલ્લા ૧૮ કલાકથી વીજળી ગુલ છે.

દ્વારકા જિલ્લામાં ૧૫૦૦થી વધુ વીજપોલ ધરાશાયી :

વાવાઝોડાના લેન્ડફોલ વખતે દ્વારકા જિલ્લામાં ભારે પવન ફુંકાયો હતો. ખંભાળિયામાં વીજપોલ ધરાશાયી થઈને બાઈક પર પડતા બાઈક દબાયું હતું. બિપોરજોય વાવાઝોડાથી જિલ્લામાં વ્યાપક નુકસાન થયું છે. દ્વારકામાં બિપરજોય વાવાઝોડાએ જમીની તારાજી સર્જી છે.

જિલ્લામાં ૧૫૦૦થી વધુ વીજપોલ ધરાશાયી થયા છે. ૨ પોલ વચ્ચેના તાર તૂટ્યા છે અને ૪૦૦ ટીસીને પણ નુકસાન થયું છે. દરિયાકિનારે આવેલ ગામડાઓના કાચા મકાનોને નુકસાન થયું છે.  જિલ્લામાં PGVCLની ૧૧૭ ટીમ ખડેપગે છે.

દ્વારકામાં વૃક્ષોને વ્યાપક નુકસાન :

દ્વારકા જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાથી વૃક્ષોને વ્યાપક નુકસાન થયું છે. જિલ્લામાં અનેક જગ્યાએ વિશાળ વૃક્ષો ધરાશાયી થયા છે. દ્વારકા, ભાટિયા, ટંકારીયા, નાગેશ્વર, નાવદ્રા ખંભાળિયામાં વૃક્ષો ધરાશાયી થયા છે. ટંકારિયામાં નાગેશ્વર મંદિરનું ૧૦૦ વર્ષ જૂનું વૃક્ષ ધરાશાયી થયું છે. વાવાઝોડાથી જિલ્લામાં વૃક્ષોને વ્યાપક નુકસાન થયું છે.

કચ્છના અનેક રસ્તાઓ બંધ :

કચ્છમાં વાવાઝોડાએ મચાવી ભારે તબાહી મચાવી છે. બિપોરજોય વાવાઝોડાથી કચ્છમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતાં રસ્તા થયા બંધ થયા છે. માતાથી મઢથી ભુજ તરફ જવાનો હાઈવે બંધ થયો છે. વૃક્ષ ધરાશાયી થતા હાઈવે બંધ થયો છે. ભુજના હાઈવે પર ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ થતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે.

આ પણ વાંચો :-

 

સુંદરતાની વાતમાં આ દેશોની મહિલાઓ છે લાજવાબ ! 

0

The women of these countries are amazing

  • આ દેશની મહિલાઓને માનવામાં આવે છે દુનિયામાં સૌથી ખૂબસૂરત. મહિલાઓની સુંદરતા પર અનેક કવિતા-કહાનીઓ લખવામાં આવી છે. આમ તો દરેક મહિલા એક ખાસ વિશેષતા ધરાવે છે. પરંતુ અમુક દેશની મહિલાઓ પોતાની ખૂબસૂરતી માટે દુનિયાભરમાં જાણીતી છે.

દુનિયાની સૌથી ખૂબસૂરત મહિલાઓ (Beautiful woman) કયા દેશમાં જોવા મળે છે? આ સવાલ પૂછવામાં આવે એટલે તમારી સામે કયા દેશનું નામ તરી આવે. કેમ કે દુનિયાના અનેક દેશમાં આવી ખૂસબૂરત મહિલાઓ છે. જે ખાસ વિશેષતા ધરાવે છે. ત્યારે આજે અમે તમને આવા જ દેશની વાત કરીશું. જયાંની મહિલાઓ પોતાની સુંદરતા માટે જાણીતી છે અને આખી દુનિયા તેની ખૂબસૂરતીની કાયલ છે.

1. બ્રાઝિલ :

બ્રાઝિલ પોતાની અનોખી ભૌગૌલિક વિશેષતાઓ, પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતો  દેશ છે. ત્યાંની મહિલાઓ લોકો સાથે સંપર્ક વધારવા અને પોતાની પરંપરાઓ વિશે જાગૃતતા ફેલાવવા માટે પ્રસિદ્ધ છે. તે પોતાની સાથે ખૂબસૂરતીને જાળવી રાખે છે. દેશમાં આયોજિત કોઈપણ કાર્યક્રમમાં બ્રાઝિલની મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

2. ફ્રાંસ :

ફ્રાંસ પોતાના મધ્યયુગીન શહેરો, સુંદર ગામડાં, બીચ, પોતાની સંસ્કૃતિ, પકવાન અને વાઈન માટે જાણીતો દેશ છે. ત્યાંની મહિલાઓ પોતાની કમાલ ફેશન સેન્સ માટે જાણીતી છે. તે સ્વભાવથી અત્યંત મિલનસાર હોય છે અને જિંદગીને ખુલીને જીવે છે. ખૂબસૂરત હોવાની સાથે સાથે ત્યાંની મહિલાઓ સામાજિક મામલામાં પણ ભાગ લે છે. તે પોતાની પર્સનાલિટીથી કોઈપણ વ્યક્તિને આકર્ષિત કરી શકે છે.

3. રશિયા :

પોતાના ટુંડ્રા જંગલો અને બીચની જેમ અહીંયાની મહિલાઓ પણ પોતાની ખૂબસૂરતી માટે દુનિયાભરમાં જાણીતી છે. તેના ચહેરાની ચમકની સામે દરેક ફીકા પડી જાય છે. પોતાની ટેનિસ ખેલાડીઓથી લઈને જિમ્નાસ્ટ સુધી અને મોડલ્સથી લઈને અભિનેત્રીઓ સુધી ત્યાંની મહિલાઓ પોતાની આકર્ષક નીલી આંખો અને આક્રમક અંદાજના કારણે દરેકને દીવાના બનાવે છે.

4. સ્વીડન :

સ્વીડન જંગલ, દ્વીપ, તળાવો અને ગ્લેશિયર માટે જાણીતો છે. ત્યાંની મહિલાઓની ખૂબસૂરતી દુનિયામાં જાણીતી છે. સ્વીડિશ મહિલાઓ પોતાની લંબાઈ અને નીલી આંખો માટે જાણીતી છે. સ્વીડનમાં શિક્ષત મહિલાઓની સંખ્યા સૌથી વધારે છે.

5. અફઘાનિસ્તાન :

અફઘાનિસ્તાનનો ઈતિહાસ શરૂઆતથી નિરાશાજનક રહ્યો છે. અહીંયાની મહિલાઓએ હિંસા જ જોઈ છે. તેમ છતાં અહીંયાની મહિલાઓની સાદગી અને ખૂબસૂરતી આખી દુનિયામાં જાણીતી છે. અનેક ખૂબસૂરત અફઘાન મહિલાઓ છે, જે પોતાના દેશની બહાર નીકળીને સફળ અભિનેત્રી, મોડલ અને સૌદર્ય પ્રતિયોગિતાની વિજેતા બની.

6. ભારત :

ભારતની વિવિધતાઓ અને અનોખી વિશેષતા તેને ખૂબસૂરત બનાવે છે. ભારતીય મહિલાઓના ચહેરાની આકર્ષક બનાવટ, ખૂબસૂરત આંખો અને કાળા વાળ દુનિયામાં જાણીતા છે. અહીંયાની મહિલાઓ સાડીમાં એક સ્માઈલથી બહુ સરળતાથી કોઈનું પણ દિલ જીતી શકે છે.

બિપોરજોયે ગુજરાતમાં મચાવ્યો કહેર, ૯૪૦ ગામડાઓમાં વીજળી ગૂલ, ૨૨ લોકો ઘાયલ

0

Biporjoy caused chaos in Gujarat

  • હવામાન વિભાગ (IMD) ના જણાવ્યાં મુજબ ગંભીર ચક્રવાતી તોફાન બિપોરજોય રાત્રે ૨.૩૦ વાગે નલિયાથી ૩૦ કિમી ઉત્તરમાં સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રમાં કેન્દ્રિત હતું. તેના ઉત્તર પૂર્વ તરફ વધવાના અને ૧૬ જૂનના રોજ સવાર સુધીમાં ચક્રવાતી તોફાનના નબળા પડવાના તથા સાંજ સુધીમાં દક્ષિણ રાજસ્થાનમાં ચક્રવાત ડિપ્રેશનમાં ફેરવાય તેવી અપેક્ષા છે.

હવામાન વિભાગ (IMD) ના જણાવ્યાં મુજબ ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય રાત્રે ૨.૩૦ વાગે નલિયાથી ૩૦ કિમી ઉત્તરમાં સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રમાં કેન્દ્રિત હતું. તેના ઉત્તર પૂર્વ તરફ વધવાના અને ૧૬ જૂનના રોજ સવાર સુધીમાં ચક્રવાતી તોફાનના નબળા પડવાના તથા સાંજ સુધીમાં દક્ષિણ રાજસ્થાનમાં ચક્રવાત ડિપ્રેશનમાં ફેરવાય તેવી અપેક્ષા છે. મધરાતે આ ચક્રવાતે ઉત્તર પૂર્વ તરફ મૂવ કર્યું હતું અને જખૌ બંદર, ગુજરાતની નજીક પાકિસ્તાન કાંઠા નજીક સૌરાષ્ટ્ર-કચ્છને પાર કરી ગયું હતું.

આ અગાઉ ગુજરાતના રાહત કમિશનર આલોર પાંડેએ કહ્યું હતું કે ચક્રવાતી તોફાન જ્યારે કચ્છ પાકિસ્તાનની સરહદને ટચ કરી રહ્યું હતું ત્યારે પવનની ગતિ ૭૮ કિમી પ્રતિ કલાક હતી. અનેક જગ્યાઓ પર વીજળીના થાંભલા ઉખડી જવાથી વીજ પુરવઠો  ખોરવાયો છે. આઈએમડીના પૂર્વાનુમાન મુજબ તોફાન દક્ષિણ રાજસ્થાન પહોંચશે અને ત્યાં વરસાદ પડશે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને અલર્ટ કરાયા છે. પૂર આવે તેવી શક્યતા છે. આજે ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે .

૨૨ લોકો ઘાયલ :

આ સાથે રાહત કમિશનર આલોક શર્માએ એમ પણ કહ્યું કે તોફાનના કારણે લગભગ ૨૨ લોકો ઘાયલ થયા છે. હજુ સુધી કોઈના મોતના સમાચાર નથી. ૨૩ પશુઓ માર્યા ગયા છે. જ્યારે ૫૪૫ ઝાડ ઉખડી ગયા છે અને કેટલીક જગ્યાએ વીજળીના થાંભલા પડી ગયા છે. જેના કારણે ૯૪૦ ગામોમાં વીજળી નથી.

આ પણ વાંચો :-

 

૧૬ જૂન / શત્રુપક્ષથી સાવધાન, ખોટા ખર્ચાઓથી આર્થિક ભીંસ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભારે રહેશે’, જુઓ રાશિ ભવિષ્ય

June 16 / Beware of enemies

મેષઃ
દિવસ દરમ્યાન નવી શકિતનો સંચાર થતો જણાય. આવકનું પાસુ મજબૂત બને. પરિવારમાં આનંદ-ઉત્સાહ જળવાય. સ્થપર-જંગમ મિલકત થી લાભ. કર્યક્ષેત્રે સફળતા.

વૃષભઃ
કાર્યક્ષેત્રે આગેવાન થવાની વૃષિ પેદા થાય. અભિમાન વધતું જણાય. જમીન, ટ્રાવેલ્સ, કેમીકલના ધંધામાં વિશેષ લાભ. આવક જળવાય. આરોગ્ય જળવાય

મિથુનઃ
આવકનું પ્રમાણ જળવાય. પરંતુ ખર્ચ પણ વધતો જણાય. શરદી. ખાંસીની તકલીફ રહે. મિત્રો તથા સંતાનો સાથે ઉગ્રતા ટાળવી. સ્વાસ્થય સારૂં રહે.

કર્કઃ
સ્વભાવમાં ભાવનાત્મકતાન‌ું પ્રમાણ વધે. નવા વસ્ત્રો ખરીદ કરવાના યોગ બને છે. નાના ભાઇ બહેનોની પ્રગતિથી આનંદ. વાહનસુંખ. મિલકતસુખમાં વૃધ્ધિ. નાણાંકીય. વ્યવહારોમાં લાભ.

સિંહઃ
નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. અગત્યના નિર્ણયો ફાયદાકરક પૂરવાર થતા જણાય. સંતાનની પ્રગતિથી હર્ષ. આવક જળવાય. કાર્યક્ષેત્રે ભાગ્યનો સાથ મળે.

કન્યાઃ
વાણીમાં મીઠાશ જળવાય. આવકનું પ્રમાણ જળવાય. સ્થાવર, જંગમ મળતી જણાય. લોહીથી થતા રોગોથી સાચવવું.

તુલાઃ
ખોટું લાગે એવા પ્રસંગનું નિમોણ થાય. પરિવારમાં લાગણી ભરેલા સંબંધો જળવાય. કાર્યક્ષેત્રે સફળતા. પિતાની તબિયત સાચવવી. પેટની તકલીફ રહે.

વૃષિકઃ
જીવનસાથી સાથે આનંદની ક્ષણો માણી શકે. આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળે છે. ભાગ્યનો સાથ મળતો જણાતો નથી. મુસાફરી દરમ્યાન સાવચેતી જરૂરી. હરીફોને શીકસ્ત આપી શકો.

ધનઃ
વિચારવાયુંનું પ્રમાણ વધે. ઘાર્મિક સંગઠનમાં સામેલ થઇ શકાય. સંતાનના પ્રશ્નો ઉકેલતા જણાય. યોગ્ય ખર્ચ કરવાની વ્યવસ્થા સરળ બને. ભાગ્યનો સાથ મળતાં ઓછી મહેનતે કાર્યસિધ્ધિ શકય બને.

મકરઃ
સ્ત્રીવર્ગથી સફળતા મળતી જણાય. અગત્યના નાણાંકીય નિર્ણયો ટાળવા. પરિવારમાં ઉદાસીનતા વર્તાય. સંતાન સુખમાં વૃધ્ધિ થતી જણાય. પડવા-વાગવાથી સાચવવું. મિત્રોનો સાથ-સહકાર મેળવી શકાય.

કુંભઃ
જીવનસાથી મતભેદ ટાળવો. હકારાત્મક વિચારો કરવા હિતાવહ છે. લક્ષ્મીની વખતસર હેરફેર શકય બને. વાહન સુખ-મિલકત સુખમાં વધારો થતો જણાય. માતૃસુખ. પિતૃસુખમાં વધારો થતો જણાય.

મીનઃ
ખોટા ખચો ટાળવા. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. ભાગ્ય બળવાન બને છે. નાના યાત્રા-પ્રવાસના યોગ બને છે. નોકરીમાં બઢતી. બદલી સંભવ. વૈવાહિક જીવનમાં આનંદ. સાંધના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-