Home Blog Page 1072

દિલ્હીમાં કોચિંગ સેન્ટરમાં આગ લાગતાં બારીમાંથી દોરડાના સહારે કૂદી ગયા વિધાર્થી

0

A student jumped from a window with 

  • દિલ્હીના મુખર્જી નગરમાં બત્રા સિનેમા પાસે જ્ઞાન બિલ્ડીંગમાં આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઘણા કોચિંગ સેન્ટર છે. બિલ્ડીંગમાં આગ લાગ્યા બાદ અફરાતફરી મચી ગઈ હતી. વિદ્યાર્થીઓએ બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.

દિલ્હીના મુખર્જી નગરમાં બત્રા સિનેમા પાસે જ્ઞાન બિલ્ડીંગમાં આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઘણા કોચિંગ સેન્ટર છે. બિલ્ડીંગમાં આગ લાગ્યા બાદ અફરાતફરી મચી ગઈ હતી. વિદ્યાર્થીઓએ બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આગ બુઝાવવા માટે ૧૧ ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઈ છે. હાલ આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે દિલ્હી યુનિવર્સિટી વિસ્તાર પાસે આવેલી આ ઈમારતમાં 12 વાગે આગ લાગી હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે બિલ્ડીંગમાં આગ લાગ્યા બાદ વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે કેવી રીતે બારી પર લટકી રહ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર આગ ત્રીજા માળે ઈલેક્ટ્રિક મીટરમાં લાગી હતી. જો કે આગ મોટી ન હતી પરંતુ ધુમાડાના ગોટેગોટા ઉછળ્યા બાદ બાળકો ગભરાઈ ગયા હતા અને પાછળના રસ્તેથી ઈમારતમાંથી નીચે આવવા લાગ્યા હતા. વિદ્યાર્થીઓ દોરડાની મદદથી બિલ્ડિંગમાંથી નીચે ઉતર્યા હતા. આ દરમિયાન 4 વિદ્યાર્થીઓ ઘાયલ પણ થયા હતા.

આ પણ વાંચો :-

 

વાવાઝોડું ટકરાય તે પહેલા જખૌ બંદરની આવી છે સ્થિતિ ! સમગ્ર વિસ્તારમાં ભારે નુકસાન

0

This is the condition of Jakhou port 

  • જખૌ પોર્ટ પર બિપોરજોય વાવાઝોડું ટકરાશે તેને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે એવામાં પોલીસ દ્વારા પોર્ટ અને તેની આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. કોઈપણ વ્યક્તિ પોર્ટ અને તેની પાંચ કિલોમીટર આસપાસ જોવા મળે તો તેને ત્યાંથી ખસેડવામાં આવી રહ્યા છે.

બિપોરજોય વાવાઝોડું જખૌ બંદરને ટકરાય તે પહેલા જ તેની ભયંકર અસર સમગ્ર વિસ્તારમાં જોવા મળી છે. તીવ્ર ગતિથી ફુંકાતા પવન અને ભારે વરસાદના કારણે જખૌ પોર્ટથી 500 મીટરના અંતરે આવેલા તમામ મકાનોને નુકસાન પહોંચ્યું છે.

અહીં આવેલા કાચા મકાનોના છાપરા, પતરા ઉડવા લાગ્યા છે. તેમજ નળિયાવાળા મકાનોને પણ ભારે નુકસાન થયું છે. જો કે તંત્ર દ્વારા આ તમામ ઘરોને પહેલાથી જ ખાલી કરાવી દેવાયા હતા. તમામ સ્થાનિકોને નલિયામાં આવેલી મોડલ સ્કૂલ ખાતે ખસેડાયા છે.

વાવાઝોડાએ વિનાશ વેરવાનું શરુ પણ કરી દીધું છે. નલિયાથી જખૌ પોર્ટ તરફ જવાનો રસ્તો ભયજનક બની ગયો છે. રસ્તા ઉપર આવેલા લાઈટના થાંભલાઓને તીવ્ર ગતિથી ફુંકાતા પવનના કારણે નુકસાન થયું છે. આ સાથે જ પોર્ટથી લગભગ બે કિલોમીટરના અંતરે આવેલા લાઈટના થાંભલા નમી ગયા છે. સમગ્ર વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા મોટા પાયે નુકસાન થવાની ભિતી સર્જાઈ છે.

આ પણ વાંચો :-

તમારા ખિસ્સામાં પડેલો સિક્કો ભારતના કયા શહેરમાં બનેલો છે? આ રીતે જાણો

0

The coin in your pocket was minted  

  • Identify the Coin with Mint Mark : ભારતમાં બનેલા સિક્કા ટંકશાળમાં બનાવવામાં આવે છે અને હાલમાં ભારતમાં કુલ 4 ટંકશાળ છે, જે નોઈડા, મુંબઈ, હૈદરાબાદ અને કોલકાતામાં આવેલી છે.

તમે ભારતમાં રહીને આજ સુધી સિક્કાનો ઘણી રીતે ઉપયોગ કર્યો હશે. આજના સમયમાં દેશભરમાં એક રૂપિયા, બે રૂપિયા, પાંચ રૂપિયા, દસ રૂપિયા અને વીસ રૂપિયાના સિક્કા ચાલી રહ્યા છે. પરંતુ શું તમે કોઈપણ સિક્કાને જોઈને કહી શકો છો કે તે સિક્કો ભારતના કયા શહેરમાં બનેલો છે? આજે અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે જાણી શકો કે તમારા ખિસ્સામાં પડેલો સિક્કો ભારતના કયા શહેરમાં બનાવવામાં આવ્યો છે.

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે ભારતમાં બનેલા સિક્કા ટંકશાળમાં બને છે. હવે તમે પૂછશો કે આ ટંકશાળ શું છે? આ સરકારી ફેક્ટરી છે. જ્યાં સરકારના આદેશ પર અને બજારની માંગને ધ્યાનમાં રાખીને સિક્કા બનાવવામાં આવે છે. હાલમાં સમગ્ર ભારતમાં કુલ 4 ટંકશાળ છે.

જે નોઈડા, મુંબઈ, હૈદરાબાદ અને કોલકાતામાં આવેલી છે. દરેક ટંકશાળમાં બનેલા સિક્કા પોતાની આગવી ઓળખ ધરાવે છે. આ સિક્કાઓ પર બનેલી ખાસ નિશાની જોઈને તમે સરળતાથી કહી શકો છો કે તે સિક્કો ભારતમાં કઈ ટંકશાળમાં બનાવવામાં આવ્યો છે.

No description available.

કયો સિક્કો કયા શહેરમાં બને છે તેની ઓળખ કેવી રીતે કરવી તે જાણો :

તમને જણાવી દઈએ કે દરેક સિક્કા પર વર્ષ લખેલું એક ખાસ પ્રકારનું નિશાન હોય છે. જેને જોઈને તમે જાણી શકો છો કે તે સિક્કો ભારતના કયા શહેરમાં કે ટંકશાળમાં બનાવવામાં આવ્યો છે.

1. જે સિક્કા પર ડોટનું નિશાન બનેલું છે. તે સિક્કો નોઈડાની ટંકશાળમાં બનાવવામાં આવ્યો છે.

2. એ જ રીતે જે સિક્કાની નીચે ડાયમંડનો આકાર બનાવવામાં આવે છે. તે સિક્કો મુંબઈની ટંકશાળમાં બનાવવામાં આવ્યો છે.

3. હવે એ જ રીતે જે સિક્કા પર તમને સ્ટારનો આકાર દેખાય છે. તો તમે સમજી શકો છો કે સિક્કો હૈદરાબાદની ટંકશાળમાં બનાવવામાં આવ્યો હતો.

4. હવે જે સિક્કા પર તમને કોઈ નિશાન કે આકાર દેખાતો નથી. તો તમે તરત જ સમજી શકશો કે તે સિક્કો કોલકાતામાં બનાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

 

જો બાઈડનના પ્રવચન દરમિયાન અચાનક જ ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટે કાઢી નાંખ્યા કપડાં… વીડિયો થયો વાયરલ

If the transgender activist suddenly removed  

  • અમેરિકાના વ્હાઈટ હાઉસમાં ગત અઠવાડિયે રાષ્ટ્રપતિ જો બાઈડેન પ્રાઈડ મંથને લઈને એક સમારોહનું આયોજન કર્યું હતું.

૧૦ જૂને આયોજિત કરેલા આ સમારોહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રોજ મોંટોયા નામની એક ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ ટોપલેસ થઈ ગઈ.

રોજ મોંટોયાનો ટોપલેસવાળો વીડિયો વાયરલ થયા પછી અમેરિકાના વ્હાઈટ હાઉસે નિર્ણય કર્યો છે કે હવે તેને કોઈ પણ કાર્યક્રમમાં બોલાવવામાં નહીં આવે. એવું બતાવવામાં આવી રહ્યું છે કે જ્યારે ટ્રાન્સ જેન્ડર ટોપલેસ થઈ તે વખતે રાષ્ટ્રપતિ બાઈડેન ત્યાં હાજર હતા.

વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ કારાઈન જીન પિયરે ટ્રાન્સજેન્ડરની આ હરકત પર પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે ટ્રાન્સજેન્ડરનો વ્યવહાર બિલકુલ યોગ્ય નહોતો. તેણે અનેક લોકોની સામે એવી હરકત કરી એ પણ એવા સમયે જ્યારે કેટલાય લોકો પોતાના પરિવારવાળાઓ સાથએ કાર્યક્રમમાં હાજર હતા. તેમણે કહ્યું કે હવે પછીથી ભવિષ્યમાં આવા લોકોને આમંત્રિત કરવામાં નહીં આવે.

રાષ્ટ્રપતિ જો બાઈડેન LGBTQ સમુદાયના લોકો પ્રતિ અમેરિકી સરકારના સમર્થન બતાવવા કાર્યક્રમની યજમાની કરી હતી. થોડા સમય પહેલા જ રિપબ્લિકન નેતાએ તરફથી રાજ્યસ્તરે ડ્રૈગ શો ને પ્રતિબંધિત કરવા અને તે યુવાઓ માટે વિકલ્પોને સીમિત કરવા માટે ભાર મુક્યો હતો જે પોતાનું લીંગ બદલવાની માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

ભારે પવનને કારણે યુવક પર ઝાડ પડ્યું, સદનસીબે બચી ગયો, VIDEO વાયરલ

0

A tree fell on a young man due to strong winds 

  • સુરતમાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે પવન ફુંકાઇ રહ્યો છે. અને ઠેર ઠેર વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.

સુરતના આંજણા વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાયી થયું ત્યારે એક યુવક ત્યાં ઉભો હતો અને વૃક્ષ તેના ઉપર પડ્યું હતું. જો કે સદનસીબે આ ઘટનામાં યુવકનો બચાવ થયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે.

સુરતમાં એક સીસીટીવી ફૂટેજ વાયરલ થયા :

સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે ત્યાં ત્રણ જેટલા યુવકો ઉભા હતા. બે યુવકો ઝાડ પાસે અને એક યુવક મોપેડ પાસે ઉભા રહીને ફોન પર વાત કરી રહ્યો હતો. આ દરમિયાન ત્યાં ઝાડ ધરાશાયી થઈ ગયું હતું. જો કે સદનસીબે આ ઘટનામાં યુવકનો બચાવ થયો હતો.

સદનસીબે યુવકને કોઈ ઈજા થવા પામી ન હતી. સુરતના આંજણા વિસ્તારમાં આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. આંજણા વિસ્તારના નામે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. મહત્વનું છે કે તંત્ર દ્વારા લોકોને તકેદારીઓ રાખવા અપીલ કરવામાં આવી છે. વીજપોલ ઝાડથી દુર રહેવા લોકોને અપીલ છે.

આ પણ વાંચો :-

 

શું તમારી ઉંઘ પણ સવારે 3 થી 4 વાગ્યે ખુલી જાય છે ? તો ભગવાન આપવા માંગે છે આ સંદેશ

Do you also wake up at 3 to 4 in the morning?

  • ઘણી વખત તમારી સાથે એવું બન્યું હશે કે તમે જલ્દી જાગી ગયા હશો. તમે ઘડિયાળમાં જોયું હશે કે સમય સવારના 3 થી 4 વચ્ચેનો હશે. જો કે તેની પાછળ એક ચોક્કસ કારણ હોઈ શકે છે.

સારી ઊંઘ માટે વ્યક્તિ શું નથી કરતો. પરફેક્ટ બેડથી લઈને રૂમના ટેમ્પરેચર કંટ્રોલ સુધી જેથી તે સારી રીતે સૂઈ શકે અને બીજા દિવસે તાજગીથી જાગી શકે. જો કે, ઘણી વખત લોકો ખૂબ વહેલા જાગી જાય છે એટલે કે તેઓ સવારે 3 થી 4 ની વચ્ચે જાગી જાય છે. આ પછી ઈચ્છા કરવા છતાં ઊંઘ આવતી નથી. વહેલા ઉઠવા પાછળ ગહન રહસ્ય છુપાયેલું હોઈ શકે છે.

બ્રહ્મ મુહૂર્ત સમય :

તમે ઘણા લોકો પાસેથી સાંભળ્યું હશે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો કે ઘણા લોકો તેના વિશે વધુ જાણતા નથી. આવી સ્થિતિમાં તમારી માહિતી માટે અમે તમને જણાવીએ કે સવારે 3 થી 4:30 સુધીના સમયને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. તેને દેવતાઓના ઉદયનો સમય પણ કહેવામાં આવે છે.

શુભ :

આવી સ્થિતિમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું શુભ માનવામાં આવે છે. આ સમયે જાગવાથી સારું સ્વાસ્થ્ય જાળવવામાં મદદ મળે છે. આ સમયે જાગવાનો અર્થ એ છે કે દેવતા જાગીને તમને પૂજા કરવાનું કહે છે. આ સમયે પૂજા પાઠ કરવાથી પ્રાર્થના સીધી ભગવાન સુધી પહોંચે છે અને તેના ફાયદા પણ જોવા મળે છે. તમારી ઈચ્છાઓ પણ ધીમે ધીમે પૂરી થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. Gujarat Guardian તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો :-

હનુમાનબારી માર્ગ લપસણો બની જતા ૪૮ મુસાફરો ભરેલી બસ સાઈડે ઉતરી

0

As the Hanumanbari road became slippery

  • વાંસદા તાલુકાના હનુમાનબારી ગામ પાસે સુરતથી શિરડી જતી એસ.ટી.બસ રોડ ઉપર પાકેલા જાંમુ પડતાં રસ્તો ચિકાસ વાળો બની જવાથી બસ સ્લીપ થતા ખાડામાં પડતાં બચી ગઈ હતી અને મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જોકે ઘટના બાદ ક્રેન દ્વારા બસ બહાર કાઢી બસ રવાના કરાતા મુસાફરો હાશકારો અનુભવ્યો હતો.

વાંસદા (Vansda) તાલુકાના હનુમાનબારી ગામ પાસેથી એસ.ટી.બસ નબર જીજે.૧૮. ઝે.૮૪૩૮ સુરતથી સવારે ૯.૧૫ કલાકે ૪૮ મુસાફરોને ભરીને શિરડી તરફ જઈ રહી હતી. આ રસ્તા ઉપર જાંબુના વૃક્ષ ઉપરથી પાકેલા જાંબુ રોડ ઉપર પડતાં વરસાદના ઝાપટાં આવતા રસ્તો ચિકાસવાળો બનતા અનેક ટુ વ્હીલર ચાલકો ચિકાસવાળા રસ્તાને લઈ રોડ ઉપર પટકાયા હતા અને એસ.ટી.બસ આ રસ્તા ઉપરથી નીકળતા ચિકાસવાળા રસ્તાને લઈ બસ ખેંચાતા ડ્રાઈવરે બસને કન્ટ્રોલ કરતા રોડની સાઈડમાં ખાડામાં ઉતરી ગઈ હતી. બસનું સંતુલન બગડતા અંદર બેસેલા મુસાફરોએ બુમાબમ કરી હતી.

આ ઘટનાની ખબર હનુમાન બારી ગામના સરપંચ રાકેશ પટેલને થતા તાત્કાલિક ઘટના સ્થળે આવી વાહન વ્યવહારને બીજા રસ્તે શરૂ કરી ક્રેન દ્વારા એસ.ટી.બસને ખેંચી બહાર કાઢી હતી. આ વાતની ખબર પડતાં લોકો જોવામાં ઉમટી પડયા હતા. જોકે આ સમગ્ર ઘટનામાં એક સારી વાત એ રહી હતી કે બસમાં બેસેલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. રસ્તો ચિકાસવાળો બનતા સરપંચ રાકેશ પટેલે પાણીનું ટેન્કર બોલાવી રસ્તા ઉપરનો ચિકાસ દૂર કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કર્યો હતો.

સરપંચ રાકેશ પટેલે સામાજિક વનીકરણ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચંદ્રિકાબેનને સમગ્ર ઘટના અંગે ટેલિફોનિક જાણ કરી રસ્તા નજીકના જાંબુના ઝાડ કાપીને દૂર કરવાની માંગ કરી હતી. કારણ કે વરસાદની સીઝનમાં ઘણા વાહન ચાલકો આ રસ્તા ઉપર ચિકાસ હોવાથી સ્લીપ મારી અકસ્માતનો ભોગ બને છે.

આ પણ વાંચો :-

પાકિસ્તાનમાં વાવાઝોડાના રિપોર્ટિંગ દરમિયાન અચાનક પાણીમાં કૂદી પડયો રિપોર્ટર

A reporter suddenly jumped into the water

  • સોશિયલ મીડિયા પર જ્યારે પણ કઈ અનોખા રિપોર્ટિંગની ચર્ચા થાય ત્યારે લોકોને પાકિસ્તાની રિપોર્ટર ચાંદ નવાબની યાદ આવી જાય છે. તેમનો એક વીડિયો એટલો વાયરલ થયો હતો કે તેમના પાત્રને બોલીવુડની એક ફિલ્મમાં પણ ફિલમાવવામાં આવ્યો હતો.

સોશિયલ મીડિયા પર જ્યારે પણ કઈ અનોખા રિપોર્ટિંગની ચર્ચા થાય ત્યારે લોકોને પાકિસ્તાની રિપોર્ટર ચાંદ નવાબની યાદ આવી જાય છે. તેમનો એક વીડિયો એટલો વાયરલ થયો હતો કે તેમના પાત્રને બોલીવુડની એક ફિલ્મમાં પણ ફિલમાવવામાં આવ્યો હતો. આવામાં જ્યારે લોકો તોફાન બિપોરજોયની દહેશતથી ડરેલા છે તો તેમના તણાવને દુર કરવા માટે એક પાકિસ્તાની રિપોર્ટરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

જેને લોકો ચાંદ નવાબ પાર્ટ ટુ ગણાવી રહ્યા છે. તેમાં રિપોર્ટર કવરેજ દરમિયાન લોકોને તોફાનની જાણકારી આપતા અચાનક નદીમાં કૂદી જાય છે. ચક્રવાત બિપોરજોયનું રિપોર્ટિંગ કરનારા આ સંવાદદાતાના તોફાની અંદાજને જોઈને લોકો હસી હસીને લોથપોથ થઈ રહ્યા છે.

તમે પણ જુઓ વાયરલ વીડિયો :

વાયરલ વીડિયોમાં આ પત્રકાર પોતાનું નામ અબ્દુર રહેમાન ગણાવી રહ્યા છે. તેના રિપોર્ટિંગના અંદાજને જોતા લોકો ખુબ હસી રહ્યા છે. આ વીડિયોમાં રિપોર્ટર એમ કહેતા સાંભળી શકાય છે કે આજે પણ સમુદ્ર કેવો છે તે અમારો કેમેરામેન તમને દેખાડશે કે કેવી રીતે માછીમારોએ પોતાની બોટને  કિનારા પર લાવી દીધી છે. હું તમને પાણીમાં કૂદીને બતાવીશ કે પાણી કેટલું ઊંડુ છે અને કેટલું નીચે સુધી જવું પડે ચે.

ત્યારબાદ રિપોર્ટર સીધો પાણીમાં છલાંગ લગાવે છે. તેના કૂદતા જ ત્યાં ઊભેલા લોકોના હસવાનો અવાજ પણ વીડિયોમાં સાંભળી શકાય છે. ત્યારબાદ તે નાવની નજીક આવી જાય છે અને કહે છે કે પાણી ખુબ ઊંડુ છું. સંવાદદાતા અબ્દુર રહેમાનના આ રિપોર્ટિંગને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ દરમિયાન રિપોર્ટરે એમ પણ કહ્યું કે પાણી એટલું ઊંડુ થઈ ચૂક્યું છે કે તેની આગળ બધા મુદ્દા ફેલ છે. આવામાં તમે પણ જુઓ રિપોર્ટરનો આ વીડિયો…

આ પણ વાંચો :-

2000 Rupee Note નો લોકો ક્યાં ઉપયોગ કરી રહ્યા છે, સામે આવી એવી માહિતી કે તમે સાંભળીને ચોંકી જશો

0

Where are people using 2000 rupee notes

  • 2000 Rupees Note Update : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ 19 મેએ બે હજાર રૂપિયાની નોટ પરત લેવાની જાહેરાત કરી હતી. પરંતુ લોકોને આ નોટ ખાતામાં જમા કરવા કે બેન્કમાં બદલવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બે હજાર રૂપિયાની નોટ ચલણમાંથી બહાર કર્યા બાદ લોકો પોતાની પાસે રહેલી આ મૂલ્ય વર્ગની નોટોનો ઉપયોગ મુખ્ય રીતે ઈંધણ, આભૂષણ અને કરિયાણાનો સામાન ખરીદવા માટે કરી રહ્યાં છે. એક સર્વેમાં આ વાત સામે આવી છે.

ગંતવ્ય આધારિત સોશિયલ નેટવર્ક પબ્લિક એપ તરફથી અખિલ ભારતીય સ્તર પર કરવામાં આવેલા સર્વે અનુસાર 55 ટકા લોકોએ બેન્કમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવાની યોજના બનાવી રહ્યાં છે. જ્યારે 23 ટકા લોકો તેને ખર્ચ કરવા અને 22 ટકા લોકો તેને બેન્કમાં બદલાવવા માટે તૈયાર છે.

2000 ની નોટ પરત લેવાની થઈ હતી જાહેરાત :

આરબીઆઈએ 19 મેએ 2000 રૂપિયાની નોટ પરત લેવાની જાહેરાત કરી હતી. પરંતુ લોકોને આ નોટ પોતાના ખાતામાં જમા કરવા કે બેન્કમાં બદલવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.

2 સપ્તાહમાં લગભગ અડધી નોટ આવી ગઈ પરત :

આરબીઆઈએ હાલમાં કહ્યું હતું કે લગભગ બે સપ્તાહમાં ચલણમાં હાજર 2 હજાર રૂપિયાની અડધી નોટ પરત આવી ચુકી છે. આ સર્વેમાં 22 રાજ્યના 1 લાખથી વધુ લોકોનો મત જાણવામાં આવ્યો છે. સર્વેમાં કહેવામાં આવ્યું કે 2 હજાર રૂપિયાની નોટને લોકો પેટ્રોલ અને ડીઝલ, સોના અને આભૂષણ તથા ઘરમાં જરૂરીયાતનો સામાન ખરીદવા માટે ખર્ચ કરી રહ્યાં છે.

આ પણ વાંચો :-

આ ટીપ્સ ફોલો કરશો તો પેકેટ ખોલ્યા પછી પણ નહીં લાગે બિસ્કીટમાં ભેજ

If you follow these tips

  • Food Storage Hacks : ઘરના બાળકોને તો અલગ અલગ પ્રકારના બિસ્કિટ ભાવતા હોય છે. તેથી રસોડાના નાસ્તાના ડબ્બામાં અલગ અલગ પ્રકારના બિસ્કિટ રાખેલા જોવા મળે છે. બાળકોની એક આદત એવી પણ હોય છે કે તેઓ રોજ અલગ અલગ પેકેટ ખોલી બિસ્કિટ ખાતા હોય છે.

દરેક ઘરમાં બિસ્કિટ અને કુકીઝ ખાવાના શોખીન હોય જ છે. ખાસ કરીને ઘરના બાળકોને તો અલગ અલગ પ્રકારના બિસ્કિટ  ભાવતા હોય છે. તેથી રસોડાના નાસ્તાના ડબ્બામાં અલગ અલગ પ્રકારના બિસ્કીટ રાખેલા જોવા મળે છે. બાળકોની એક આદત એવી પણ હોય છે કે તેઓ રોજ અલગ અલગ પેકેટ ખોલી બિસ્કિટ  ખાતા હોય છે.

તેવામાં એકવાર ખુલેલા પેકેટમાં બાકી બચેલા બિસ્કિટ હવાઈ જાય છે એટલે કે પોચા પડી જાય છે. આ રીતે પોચા પડેલા બિસ્કિટ  કોઈ ખાતું નથી અને ફેંકવા પડે છે. જો આવું તમારી સાથે પણ થતું હોય તો આજે તમને ત્રણ સરળ ટીપ્સ જણાવીએ જેને ફોલો કરશો તો બિસ્કિટ અને કૂકીઝનું પેકેટ ખુલશે તો પણ તે હવાશે નહીં.

એર ટાઈટ કન્ટેનર  

બિસ્કિટનું પેકેટ ખોલ્યા પછી બાકી બચેલા બિસ્કિટ અને કૂકીઝને ખુલ્લા ડબ્બામાં મુકવાને બદલે તેને સ્ટોર કરવા માટે એર ટાઈટ કન્ટેનરનો ઉપયોગ કરો. બિસ્કિટને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા હોય તો કાચના કન્ટેનરનો ઉપયોગ કરવો.

ઝિપ લોક પાઉચ  :

બિસ્કિટ અથવા કૂકીઝ સ્ટોર કરવા માટે ઝિપ લોક પાઉચનો પણ ઉપયોગ કરી શકાય છે. ઝિપ લોક બેગ બિસ્કિટ અથવા કૂકીઝને હવાના સંપર્કમાં આવવાથી બચાવશે જેથી તે ક્રિપ્સી રહેશે અને તેનો સ્વાદ પણ બગડશે નહીં.

આ પણ વાંચો :-