Ahead of Monsoon, construction of Ambika river bridge connecting
- અંદાજે રૂ. ૪૬ લાખના ખર્ચે પિલરોને જેકેટીંગ અને ગનાઈટિંગ કરી મજબૂતાઈ અપાશે કામ પૂરૂ થશે કે કેમ તે સવાલ
બીલીમોરા-અમલસાડ વચ્ચે સ્મશાન ભૂમિ નજીક અંબિકા નદી ઉપર આવેલ ૫૦ વર્ષ જુના બ્રિજ જર્જરિત બનતા તેની સમારકામ કે નવિનીકરણ ની માંગણી ઉઠતાં તંત્ર દ્વારા ૪૭ લાખના ખર્ચે જર્જરિત બનેલા પુલના પિલરોની મરામત શરૂ કરી હતી. જેમાં પિલરોને જેકેટિંગ અને ગનાઈટિંગ દ્વારા તેની મજબૂતાઈ વધારવામાં આવશે. સામા ચોમાસે આ કામગીરી શરૂ કરવામાં આવતા સવાલો ઉભા થયા છે.
આ બ્રિજમાં ૧૮.૩ મીટર પહોળા ૨૩ પિલર છે. ૫૦ વર્ષ કરતા વધુ સમય વિતી જતા તેમજ નદીની થપાટ સાથે અનેક પૂરનો પ્રકોપ સહી ચૂકેલા, પુલના નજીકથી થઈ રહેલા રેતીખનનના કારણે અને તેના પરથી રોજિંદા પસાર થતા હજારો વાહનોથી પુલના પિલરો જર્જરીત બન્યા હતા. આ અંબિકા નદી ઉપર પુલથી થોડે અંતરે દેવધા ડેમ આવેલો છે. જેના કારણે નદીનો પ્રવાહ ખૂબ રહેતો હોય છે. ચોમાસામાં અનેકવાર પૂર પ્રકોપનો સામનો આ પુલ કરી ચૂક્યો છે.
મોડે મોડે જાગેલા તંત્ર એ સામા ચોમાસે આ પુલની મરામત કામ હાથ પર લીધું છે. જેમાં ૪૬ લાખના ખર્ચે પુલનું રિપેરીંગ કામ કરાઇ રહ્યું છે. જેમાં જેકેટિંગ અને ગનાઈટિંગ કરવામાં આવશે. જેકેટિંગ એટલે પુલના પિલરો ફરતે મજબૂત રીતે સળિયા બાંધી તેના પર ગનાઇટિંગ એટલે પ્રેશર સાથે કોન્ક્રીટનો મારો ચલાવી તેને મજબૂતાઈ વધારવામાં આવશે.
થોડા સમય અગાઉ પણ આજ પ્રમાણે કામગીરી કરાઈ હતી પરંતુ હવે ચાલતી આ કામગીરી કેટલી કારગર નીવડે અને પુલની મજબૂતાઈ કેટલી વધે તે જોવું રહ્યું. તંત્રએ પણ સામા ચોમાસામાં પુલની મરામતનું કામ હાથ પર લેતા અનેક પ્રશ્નો ઉપસ્થિત થયાં છે.
આ પણ વાંચો :-
- તાપીમાં લોકાર્પણ પહેલા જ ૦૨ કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલો પુલ ધરાશાયી, કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ લાગ્યા ગંભીર આક્ષેપ
- લગ્નમાંથી પરત ફરતા 100 લોકોને કાળ ભરખી ગયો, નદીમાં હોડી પલટી મારતા મોત, જાણો ક્યાં