લગ્નમાંથી પરત ફરતા 100 લોકોને કાળ ભરખી ગયો, નદીમાં હોડી પલટી મારતા મોત, જાણો ક્યાં

Share this story

100 people returning from marriage drowned

  • Nigeria Accident News : લગ્નમાંથી પરત ફરી રહેલા લોકોથી ભરેલી બોટ નદીમાં પલટી ગઈ, મહિલાઓ અને બાળકો સહિત 100 લોકોએ જીવ ગુમાવ્યા.

આફ્રિકન (African) દેશ નાઈજીરિયામાં એક ભયાનક અકસ્માત સામે આવ્યો છે, જેમાં 100 લોકોના મોત થયા છે. અહીં લગ્નમાંથી પરત ફરી રહેલા લોકોથી ભરેલી બોટ નદીમાં પલટી ગઈ હતી. આ અકસ્માતમાં મહિલાઓ અને બાળકો સહિત 100 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

આ અકસ્માત બાદ રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને શોધખોળ કરવામાં આવી રહી છે. સોમવારે સવારે થયેલા આ અકસ્માતમાં કોઈના બચવાની આશા ઓછી છે. પરંતુ તેમ છતાં સર્ચ ઓપરેશન ચલાવીને લોકોને શોધવામાં આવી રહ્યા છે.

ઉત્તરી નાઈજીરિયાના નાઈજર રાજ્યના એગબોટી ગામમાં આયોજિત એક લગ્ન સમારોહમાં હાજરી આપીને બોટમાં સવાર લોકો પરત ફરી રહ્યા હતા. નાઈજિરિયન પોલીસ પ્રવક્તા ઓકાસાન્મી અજયીએ જણાવ્યું કે, લોકો નાઈજર નદીમાં બોટની મદદથી લગ્ન સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા. બોટમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો પણ સવાર હતા.

સવારે 3 વાગ્યે અકસ્માત અને કલાકો પછી મદદ પહોંચી :

હાલ અકસ્માતનું કારણ સ્પષ્ટ થયું નથી. પરંતુ જણાવવામાં આવી રહ્યું છે કે.બોટમાં 100થી વધુ લોકો સવાર હતા. અને ઘણા લોકો તેમની સાથે બાઈક પણ લઈ જતા હતા. આ દુર્ઘટના સવારે 3 વાગ્યે બની હતી.જેથી પીડિતો સુધી મદદ પહોંચી શકી ન હતી. લોકોને આ ઘટનાની ઘણા સમય પછી ખબર પડી.

આ પણ વાંચો :-