આ હોટલમાં નથી છત, નથી દીવાલ… કપલિયાની છે પહેલી પસંદ

Share this story

This hotel has no roof, no wall…

  • સમુદ્ર તટથી 6,463 ફીટની ઉંચાઈ પર સ્થિત આ હોટેલની એક રાતનું ભાડું લગભગ 17 હજાર રૂપિયા છે. જો કે અહીં રોકાવા માટે હવામાન યોગ્ય હોવું જરૂરી છે. હવામાન યોગ્ય ન હોય તો બુકિંગ કેન્સલ કરાવી દેવામાં આવે છે. આર્ટિસ્ટ ફ્રેંક અને રિકલિને આ હોટેલ બનાવી છે.

દુનિયામાં આમ તો ફરવા માટે અનેક જગ્યાઓ છે. જ્યાં શાંતિથી સમય વિતાવવા માટે લોકો જાય છે. જ્યાં પ્રકૃતિ હોય તેવી જગ્યાઓ લોકોની પહેલી પસંદ બને છે. ખાસ કરીને કપલ્સને એવી જગ્યાઓ પસંદ હોય છે. જ્યાં કોઈ તેમને ડિસ્ટર્બ ન કરી શકે. એટલે તેઓ સારામાં સારી હોટલ પસંદ કરે છે. આજે અમે તમને એક એવી હોટેલ વિશે જણાવીશું, જે આ સુવિધાઓથી પરિપૂર્ણ છે. પરંતુ આશ્ચર્યમાં મુકી દે એવી વાત એ છે કે આ હોટેલમાં છત નથી અને દીવાલો પણ નથી.

આ હોટેલનું નામ છે Null Stern. સ્વિટઝરલેંડના સ્વિસ આલ્પ્સ પર્વતોની વચ્ચે આવેલી આ હોટેલ પર્યટકોની પહેલી પસંદ છે. આ એક ઓપન એર હોટેલ છે. જેમાં માત્ર એક જ રૂમ છે. આ હોટેલમાં રોકાનારા લોકોને ખુલ્લામાં સુવું પડે છે. નવ સ્ટર્ન જુલાઈ 2016માં એક પથારી સાથે લોન્ચ કરવામાં આવી હતી.

સમુદ્ર તટથી 6, 463 ફીટની ઉંચાઈ પર સ્થિત આ હોટેલની એક રાતનું ભાડું લગભગ 17 હજાર રૂપિયા છે. જો કે અહીં રોકાવા માટે હવામાન યોગ્ય હોવું જરૂરી છે. હવામાન યોગ્ય ન હોય તો બુકિંગ કેન્સલ કરાવી દેવામાં આવે છે. આર્ટિસ્ટ ફ્રેંક અને રિકલિને આ હોટેલ બનાવી છે. આ હોટેલમાં છત નથી. દીવાલ નથી કે બાથરૂમ પણ નથી. બસ મળશે એક ખુલ્લા આકાશ નીચે રાખવામાં આવેલો બેડ. અહીં ટોયલેટ પણ નથી. પર્યટકોએ થોડે દૂર આવેલા પબ્લિક ટોયલેટનો ઉપયોગ કરવાનો રહે છે.

ચારો તરફ પહાડોથી ઘેરાયેલું આ સ્થાન ખૂબ જ સુંદર છે. અહીં આવનાર લોકોએ પહેલાથી બુકિંગ કરાવવાનું રહે છે. જો કે કોરોના મહામારીના સમયમાં બુકિંગ બંધ કરવામાં આવ્યું હતું. તેની સૂચના હોટેલની આધિકારીક વેબસાઈટ પર આપવામાં આવી હતી. હાલ પણ આ હોટેલનું બુકિંગ બંધ છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે 2022માં અમે કેવા પ્રકારનું બુકિંગ સ્વીકારીશું તે પહેલાથી જણાવવામાં આવશે

આ પણ વાંચો :-