ગુજરાતના 3 જિલ્લામાં પૂરનું જોખમ, રાજ્યમાં સેનાએ સંભાળ્યો મોરચો

Share this story

Flood risk in 3 districts of Gujarat

  • ગુજરાતના કચ્છા જિલ્લામાં જખૌ બંદર નજીક શક્તિશાળી વાવાઝોડું બિપોરજોયના સંભવિત આગમનના બે દિવસ પહેલા અધિકારીઓએ મંગળવારે કાંઠા વિસ્તારોમાંથી લગભગ 30,000 જેટલા લોકોને અસ્થાયી આશ્રય સ્થળોએ ખસેડયાં.

અત્યંત ગંભીર ચક્રવાત તોફાનમાં ફેરવાઈ ચૂકેલું બિપોરજોય ચક્રવાત 15 જૂનના રોજ બપોરની આજુબાજુ તે સૌરાષ્ટ્ર-કચ્છ તથા તેની નજીક આવેલા પાકિસ્તાનના (Pakistan) કાંઠા વિસ્તારોથી પસાર થઈ શકે છે.

આઈએમડી મુજબ ઉત્તર પૂર્વ અને આજુબાજુના પૂર્વ મધ્ય અરબ સાગરમાં સમુદ્રની સ્થિતિ અભૂતપૂર્વ (10થી 14 મીટર સુધી ઊંચી લહેરો ઉઠી શકે છે) છે. હવામાન ખાતાએ 15 જૂન સુધી ઓઈલ ગતિવિધિ, જહાજની અવરજવર અને માછીમારી સહિત તમામ ગતિવિધિઓને સંપૂર્ણ રીતે સ્થગિત કરવાની ભલામણ કરી છે. હવામાન ખાતાએ દુનિયામાં એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસ સ્થાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અન્ય પ્રસિદ્ધ સ્થળો જેમ કે સોમનાથ મંદિરમાં (Somnath Temple) સ્થિતિની નીકટતાથી નિગરાણી કરવાની ભલામણ કરી છે.

145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે ભારે નુકસાન થઈ શકે. આઈએમડી મુજબ રાજકોટ, મોરબી અને જૂનાગઢમાં ભારેથી વધુ ભારે વરસાદ થવાની શક્યતા છે. આ જિલ્લાઓમાં 15 જૂનના રોજ 145 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે છે. ભારે હવા અને વરસાદથી ઊભા પાક, ઘરો, રસ્તાઓ, વીજળી અને સંચારના થાંભલાને ભારે નુકસાન થઈ શકે છે અને પાણી નિકાલના માર્ગોમાં પૂરની સ્થિતિ પેદા થઈ શકે છે.

કચ્છ, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદથી પૂરની શક્યતા :

આઈએમડી મુજબ ગુજરાતમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લાઓમાં 13થી 15 જૂન સુધીમાં 20 સેન્ટીમીટરથી વધુ વરસાદ થઈ શકે છે. તેમણે ચેતવતા કહ્યું કે અમને આશ્ચર્ય નહીં થાય જો આ વિસ્તારોમાં 25 સેમીથી વધુ વરસાદ નોંધાય. સામાન્ય રીતે વર્ષના આ સમયમાં આટલો ભારે વરસાદ પડતો નથી આથી નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ છે.

15 જૂને જખૌ બંદર પાસે સૌરાષ્ટ્ર બંદર પાસે સૌરાષ્ટ્ર તથા કચ્છના કાંઠા પાસેથી પસાર થાય તેવી શક્યતા છે. આ દરમિયાન વધુમાં વધુ  150 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. આઈએમડીએ કહ્યું કે ચક્રવાત બિપરજોયથી વ્યાપક નુકસાન થવાની શક્યતા છે. ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લા સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે.