Friday, Apr 25, 2025

Gadar ફિલ્મની મજા માણવા થિયેટરમાં પંહોચી અમીષા પટેલ, લોકો ખુશીથી કરવા લાગ્યા ડાન્સ, VIDEO વાયરલ

3 Min Read

Ameesha Patel came to the theater to enjoy the movie Gadar 

  • અમીષા પટેલ દર્શકોની વચ્ચે ગદર ફિલ્મની મજા માણવા માટે એક શોમાં હાજરી આપી હતી. અમીષા પટેલને થિયેટર હોલમાં જોયા બાદ ચાહકો ખુશ થઈ ગયા અને ખુશીથી નાચવા લાગ્યા હતા.

સની દેઓલ (Sunny Deol) અને અમીષા પટેલની (Ameesha Patel) ફિલ્મ ‘ગદર’એ તેની રિલીઝના 22 વર્ષ પૂર્ણ કર્યા છે. પરંતુ આજે પણ લોકો આ ફિલ્મના દરેક સીનને યાદ કરે છે. જણાવી દઈએ કે ‘ગદર‘ (Gadar) 9 જૂનના રોજ ફરીથી રિલીઝ કરવામાં આવી છે.

જેને જોવા ફેન્સ થિયેટરમાં પહોંચ્યા હતા. દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચાહકોએ ફિલ્મ જોયા બાદ થિયેટર હોલમાં અમીષા પટેલ એટલે કે સકીનાનું સ્વાગત કર્યું હતું.

માત્ર ફિલ્મો જ નહીં પરંતુ બાળપણની યાદો  :

જણાવી દઈએ કે અમીષા પટેલ દર્શકોની વચ્ચે ફિલ્મની મજા માણવા માટે રવિવારે એક શોમાં હાજરી આપી હતી. અમીષા પટેલને થિયેટર હોલમાં જોયા બાદ ચાહકો ખુશ થઈ ગયા અને ખુશીથી નાચવા લાગ્યા હતા. ચાહકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક ફેને લખ્યું ગદર માત્ર એક ફિલ્મ નથી. તે આપણા બાળપણની લાગણીઓ છે. વીડિયોમાં ઔર આજા પરદેશી ગીત વાગી રહ્યું છે. આ વીડિયોમાં દરેક લોકો ડાન્સ કરી રહ્યાં છે.

ટીઝર થયું રિલીઝ  :

વર્ષ 2023ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ‘ગદર-2‘નું ટીઝર આઉટ થઈ ગયું છે. સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મનું ટીઝર ખૂબ જ દમદાર છે. ટીઝર જોયા બાદ ફેંસમાં ફિલ્મને લઈને ઘણી એક્સાઈટમેન્ટ વધી ગઈ છે. ‘ગદર-2‘ના ટીઝરની શરૂઆત એક મહિલાના ડાયલોગ સાથે થાય છે મહિલા કહે છે “જમાઈ છે પાકિસ્તાનનો તેને નારિયેળ આપો, તિલક લગાવો નહીં તો લાહોર લઈ જશે.” તેના બાદ લોકોની ભીડ ભાગતા જોવા મળે છે. લોકો એક બીજા સાથે લડતા જોવા મળે છે.

સનીની ધાંસૂ એન્ટ્રી :

ભાગતી ભીડમાં ટ્રકથી એક આદમી ઉતરતો જોવા મળે છે જે સની દેઓલ એટલે કે તારા સિંહ હોય છે. સની બ્લેક પઠાણ સૂટ અને પાગડીમાં જોવા મળે છે. સાથે જ એક મોટો ચાકડો ફેંકે છે. સનીની ધાંસૂ એન્ટ્રી જોતા જ ફિલ્મ માટે એક્સાઈટ મેન્ટ વધી ગઈ છે. ત્યાં જ ટીઝરમાં સકીનાને ન જોઈ ફેંસ નિરાશ પણ છે.

આ દિવસે રિલીઝ થશે ફિલ્મ :

સની દેઓલની ફિલ્મ ‘ગદર-2’ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં દસ્તક આપશે. ફિલ્મમાં સની ઉપરાંત અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા છે. ફિલ્મની શૂટિંગ, અહમદનગર, લખનૌઉ, પાલમપુર જેવા શહેરોમાં થઈ છે. ‘ગદર-2’ની સૌથી પહેલી શૂટિંગ પાલમપુરના ભલેડ ગામમાં થઈ છે.

આ પણ વાંચો :-

Share This Article