Friday, Apr 25, 2025

મધ્યપ્રદેશમાં બની એવી ઘટના કે સીએમ શિવરાજે મોદીને કરવી પડી વાત અને માંગવી પડી મદદ 

2 Min Read

An incident happened

  • ભોપાલમાં લાગેલી આગ ૬ કલાક બાદ પણ કાબુમાં ન આવતા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પીએમ નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ ખાતે આવેલ સરકારી ઈમારતમાં લાગેલી આગ ઓલાવાનું નામ જ લેતી નથી. ઘણો સમય વીતી ગયો હોવા છતાં સતપુરા ભવનમાં લાગેલી આગ પર હજુ સુધી કાબુ ના આવ્યો હોવાથી હવે આગે વિકરાળરૂપ ધારણ કરી લીધું છે. ત્યારે આગ ઓલવવા માટે સેના બાદ હવે એરફોર્સનો આસરો પણ લેવાની નોબત આવી છે.

પરિણામે મધરાતે એરફોર્સના હેલિકોપ્ટર અને એરક્રાફ્ટ રાત્રે ભોપાલ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. બીજી તરફ આ મામલે રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પીએમ નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી ઘટના અંગે માહિતી પણ આપી હતી.

આર્મી, એરફોર્સ, ભેલ, CIASFના કામોની આપી વિગત :

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરેલી વાતચીતમાં તેમને સતપુરા ભવનની આગથી વાકેફ કર્યા હતા. વધુમાં મુખ્યમંત્રીએ તેમને આગ ઓલવવા માટે રાજ્ય સરકારના દ્વારા કરવામાં આવેલી કામગીરી વર્ણવી હતી અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો જેવા કે આર્મી, એરફોર્સ, ભેલ, CIASF, એરપોર્ટ સહિતનાઓ તરફથી મળેલી મદદ વિશે જાણકારી આપી હતી તો પીએમ મોદીએ પણ બનતી તમામ મદદની ખાતરી આપી હતી.

સતપુરા ભવનના 4 માળ આગની ઝપટમાં આવી જતા સાવ ખંડેર થઈ ગયા છે, આદિજાતિ કલ્યાણ વિભાગનો એક માળ અને આરોગ્ય વિભાગનો ત્રણ માળ આગમાં હોમાઈ જતા સીએમ હેલ્પલાઈન, સ્વનિર્ભર ભારત અને આરોગ્ય વિભાગના જરૂરી દસ્તાવેજો આગમાં ખાક થઈ ગયા હતા.

આ પણ વાંચો :-

Share This Article