ગુજરાતને 10 દિવસ ધમરોળશે બિપોરજોય વાવાઝોડું ! તૌકતે જેવી ખાનાખરાબી સર્જે તેવી દહેશત

Share this story

Biporjoy cyclone will hit Gujarat for 10 days

  • Gujarat Weather Update : ગુજરાતના માથે વાવાઝોડા બિપોરજોયનું જોખમ તોળાઈ રહ્યું છે. જો કે એક રાહતની વાત એ પણ છે કે આ વાવાઝોડાની કેટેગરી પાછી બદલાઈ છે. બિપોરજોય હવે એક્સટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાંથી વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. પરંતુ આમ છતાં તેની અસરની સંભાવના હજી પણ યથાવત છે.

ગુજરાતના માથે વાવાઝોડા બિપોરજોયનું જોખમ તોળાઈ રહ્યું છે. જો કે એક રાહતની વાત એ પણ છે કે આ વાવાઝોડાની કેટેગરી પાછી બદલાઈ છે. બિપરજોય હવે એક્સટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાંથી વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. પરંતુ આમ છતાં તેની અસરની સંભાવના હજી પણ યથાવત છે. સાયક્લોન હાલ પોરબંદરથી 290 કિમી , દેવભૂમિ દ્વારકાથી 300 કિમી, જખૌથી 360 કિમી અને નલિયાથી 370કિમી દૂર છે.

13 થી 15 જૂન દરમ્યાન દરિયાઈ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ બધા વચ્ચે હજુ પણ એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે વાવાજોડું બિપરજોય થોડા સમય પહેલા ગુજરાતની હચમચાવી નાખનારા તૌકતે વાવાઝોડા જેટલી જ તારાજી સર્જે તેવી શક્યતા છે. વર્ષ 2021માં આવેલું તૌકતે નામનું વાવાઝોડું ગુજરાતમાં 11 હજાર કરોડનું નુકસાન કરી ગયું હતું.

બિપોરજોય નામનું આ વાવાઝોડું તૌકતે જેવું જ ભયાનક હોવાનું હવામાન ખાતાના વૈજ્ઞાનિક મનોરમા મોહન્તિએ જણાવ્યું હતું. અત્રે જણાવવાનું કે વર્ષ 2021માં આવેલા આ વાવાઝોડાએ ગુજરાતમાં 11 હજાર કરોડનું નુકસાન કર્યું હતું. તે સમયે મે મહિનામાં અરબી સમુદ્રમાં તૌકતે વાવાઝોડું સર્જાયું હતું અને 17મી મેના રોજ ગુજરાતના ઉના અને વેરાવળના દરિયાકાંઠા વચ્ચે લેન્ડફોલ થયું હતું.

તે વખતે પવનની ઝડપ કલાકના 180 કિમી સુધી પહોંચી હતી. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં પવન અને વરસાદે નુકસાન સર્જ્યું હતું. અંદાજે 45 લોકોએ જીવ પણ  ગુમાવ્યા હતા. તૌકતેએ તે સમયે કૃષિ-બાગાયત, મેરિટાઈમ, પંચાયત, પાણી પૂરવઠો, માર્ગ-મકાન, શહેરી વિકાસ, વન, શિક્ષણ જેવા વિભાગોમાં નુકસાન કર્યું હતું. 23 જિલ્લાઓમાં વિનાશ વેરાયો હતો. 17મીએ ત્રાટકેલા આ વાવાઝોડાએ 28 કલાક સુધી ગુજરાતને ધમરોળ્યું હતું. સૌથી વધુ નુકસાન અમરેલી, ગીર, સોમનાથ, ભાવનગર અને જૂનાગઢમાં જોવા મળ્યું હતું.

આ વખતે પણ બિપોરજોય વાવાઝોડાથી સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, મોરબી, જૂનાગઢ અને કચ્છ વિસ્તારોમાં તારાજી સર્જાય તેવા સંકેતો મળી રહ્યા છે. તૌકતે વખતે પણ હવામાન વિભાગ દ્વારા વેરાવળ જાફરાબાદ બંદર પર 10 નંબરનું સિગ્નલ મુકાયું હતું. આ વખતે પણ અનેક બંદરો પર 10 નંબરનું સિગ્નલ લાગ્યું છે.

10 દિવસ ગુજરાતને ધમરોળશે :

6ઠ્ઠી જૂનથી સક્રિય થયેલું આ બિપોરજોય વાવાઝોડું લગભગ 10 દિવસ સુધી સમગ્ર ગુજરાતને ધમરોળશે એવું લાગે છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકેલા વાવાઝોડા જોઈએ તો બિપરજોય વાવાઝોડાની સૌથી વધુ લાંબા સમય સુધી અસર જોવા મળશે. બિપોરજોય વાવાઝોડું કચ્છ સહિત ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ત્રાટકે તેવું અનુમાન છે.

આગામી સમયમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે છે. વાવાઝોડાનો સમયગાળો લાંબો હોવાથી માછીમારીના દિવસોની સંખ્યામાં ઘટાડો થવાના કારણે માછીમારોની રોજીરોટી પર સીધી અસર થતી જોવા મળશે.

આ પણ વાંચો :-