તાપીમાં લોકાર્પણ પહેલા જ ૦૨ કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલો પુલ ધરાશાયી, કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ લાગ્યા ગંભીર આક્ષેપ

Share this story

A bridge being prepared at a cost of 02 crores

  • Tapi News : તાપીમાં મીંઢોળા નદી પરનો પુલ લોકાર્પણ પહેલા ધરાશાયી, લોકાર્પણ પહેલા પુલ ધરાશાયી થવાથી ભ્રષ્ટાચારનો આક્ષેપ.

બિહારના ભાગલપુર જેવી ઘટના તાપીમાં બની છે. તાપીમાં મીંઢોળા નદી પર બનાવવામાં આવી રહેલો પુલ લોકાર્પણ પહેલા ધરાશાયી થયો છે. લોકાર્પણ પહેલા પુલ ધરાશાયી થવાથી ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. પુલ બનાવવામાં કોન્ટ્રાક્ટરે નબળી ગુણવત્તાનું મટિરિયલ વાપર્યું હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ બનાવને પગલે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે અને તપાસ કરી રહ્યા છે.

માયપુર અને દેગામા ગામને જોડતો પુલ તૂટ્યો :

પ્રાપ્ત વિગતો અનુસાર તાપીના મીઢોંળા નદી પર વ્યારાના માયપુર અને દેગામાં ગામને જોડતો પુલ લોકાર્પણ પહેલા જ ધરાશાયી થયો છે. આજે વહેલી સવારે માયપુર અને દેગામાં ગામને જોડતો પુલ તૂટી પડયો હતો. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. લોકાર્પણ પહેલા પૂલ ધડામ દઈને તૂટી પડતા લોકોમાં પુલની ગુણવત્તાને લઈને ચર્ચા જાગી છે.

અંદાજે ૦૨ કરોડના ખર્ચે બની રહ્યો હતો પુલ :

મીઢોંળા નદી પર આ પુલને બનાવવાનું કામ વર્ષ ૨૦૨૧માં શરૂ કરવામાં આવ્યું હતું. વાલોડના માર્ગ મકાન વિભાગ દ્વારા અંદાજે ૦૨ કરોડના ખર્ચે આ પુલ બનાવવામાં આવી રહ્યો હતો. પુલનું ૯૫%થી વધુ કામ પૂર્ણ થઈ ગયું હતું. જોકે લોકાર્પણ પહેલા જ આ પુલ ધરાશાયી થયો છે. પૂલ તુટી પડતા ૧૫ જેટલા ગામોને અસર થઇ છે.

આ પણ વાંચો :-