Home Blog Page 1068

સાવ ઓચિંતુ મોત કઈ રીતે સ્વીકારી શકાય ? સુરતના સુપ્રસિદ્ધ ક્ષેત્રપાળદાદાના મહંત રાકેશ મહારાજ હવે હરતા ફરતા જોવા નહીં મળે

0

How can sudden death be accepted

  • નખમાંય રોગ નહોતો વળી ઉમર પણ હજુ ૫૧ની હતી અને છતાં સાવ હસતા હસતા અનંતની યાત્રાએ ઉપડી ગયા.
  • કહેવા માટે હૃદયરોગનો હુમલો હતો પરંતુ વાત ઉપર વિશ્વાસ મુકી શકાય તેમ નહોતું, કોરોના બાદ યુવાનોના મૃત્યુની હારમાળામાં એકનો વધારો થયો એવું ચોક્કસ માની શકાય.
  • ટોચના રાજકારણીઓ, સનદી અધિકારીઓ, ઉદ્યોગકારો, વેપારીઓ સહિત કોઈ એવો વર્ગ બાકી નથી કે જે ક્ષેત્રપાળદાદાના મંદિરે દર્શન કરવા આવતો હોય.
  • સુરતના સદીઓ પુરાણા ક્ષેત્રપાળ હનુમાનજી મંદિરની સાતસાત પેઢીથી સેવા પૂજા કરતી આવેલી પેઢીના વંશજ મહંત રાકેશ મહારાજે મંદિરની આસ્થા અને શ્રધ્ધાળુઓના વર્ગમાં ગજબનો વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો હતો.

સેંકડો સુરતીઓનું આસ્થાનું કેન્દ્ર અને સૈકાઓથી સુરત શહેરનું રક્ષણ કરતા પૌરાણિક ક્ષેત્રપાળ હનુમાન મંદિરના મહંત રાકેશનાથજીના આકસ્મિક નિધનની ઘટનાએ સુરતીઓને શોકમાં ગરકાવ કરી દીધા હતા. એક સમયે સુરતના છેવાડાના અને ત્યાંથી પસાર થતા પણ ડર લાગે એવા સગરામપુરા-કાદરશાની નાળ વિસ્તારમાં સુરત શહેરનું રક્ષણ કરવા માટે ક્ષેત્રપાળ હનુમાનજી દાદાની સ્થાપના કરવામાં આવી હતી અને સૈકાઓથી સુરતના લોકો ક્ષેત્રપાળ દાદાની માનતા, પૂજા કરતા આવ્યા છે. રોજ સવાર, સાંજ અસંખ્ય લોકો ક્ષેત્રપાળદાદાના મંદિરમા દર્શન કરવા કતારબધ્ધ ઉભેલા જોવા મળે જ અને દરેક શનિવારે અહિંયા દર્શનાર્થીઓની ભીડ ઉમટી આવે છે.

સુરતના લોકોને ક્ષેત્રપાળદાદામાં અખૂટ શ્રધ્ધાં છે અને દાદાનો સંકલ્પ કરવાથી ધારેલા કામો થવા ઉપરાંત જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થઇ જાય છે. ક્ષેત્રપાળના દર્શનાર્થીઓમા ઉદ્યોગકારો, અધિકારીઓ, વકીલ, સહિત લગભગ દરેક ક્ષેત્રના, વર્ગના લોકો દાદાની પ્રાર્થના કરતા અચુક જોવા મળે છે.

ક્ષેત્રપાળ હનુમાનજી દાદાના મંદિરની ફરતેના વિસ્તારમાં મુસ્લિમ પરિવારોની બહુલ વસ્તી હોવા છતાં ક્યારેય પણ કોમી અશાંતિની એકપણ ઘટના બનવા પામી નથી. બલ્કે મંદિરની અડોશ પડોશમાં રહેતા ખુદ મુસ્લિમ પરિવારો ક્ષેત્રપાળ દાદાનુ મંદિર અને દર્શનાર્થીઓ માટે સુવિધારૂપ બનતા આવ્યા છે.

ખેર, રાકેશનાથજી મહારાજ પણ પરંપરાગત ક્ષેત્રપાળ હનુમાનજી દાદાની સેવા, પૂજા અર્ચના કરતા હતા. રાકેશ મહારાજને કોઈએ ભાગ્યે જ ઉદાસ જોયા હશે. હંમેશા સ્મિત વેરતો ચહેરો અને મંદિરના શ્રધ્ધાળુઓની સુખ, સુવિધા માટે તત્પર રહેતા રાકેશનાથજી સેંકડો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર હતા. નવયુગલોથી શરૂ કરીને મોટી વયના યુગલો પણ ક્ષેત્રપાળ દાદાની સાથે રાકેશનાથજી મહારાજના આશીર્વાદ અચુક મેળવતા હતા.

સાંસારિક જીવનમાં આવતી નાની મોટી મુશ્કેલીઓ વખતે પણ લોકો આશીર્વાદ મેળવવા રાકેશ મહારાજ પાસે પહોંચી જતા હતા. વળી દરેક વ્યક્તિ માટે રાકેશનાથજી એક આત્મિયજન જેવા પુરવાર થતા હતા. શ્રધ્ધાળુઓ માટે હંમેશા તત્પર રાકેશ મહારાજ અનેક લોકોને મંદિરમાં સાથે જઇને ક્ષેત્રપાળદાદાના દર્શન કરાવતા હતા.

રાકેશ મહારાજને લોકોની વચ્ચે બેસવાનું ખૂબ ગમતું હતું. ક્ષેત્રપાળદાદાની સાથે સુરતના ભાતીગળ ઇતિહાસની તેમના મોઢેથી કરેલી વાતો લોકોને સાંભળવી ખૂબ ગમતી હતી. સુરતના રાજકીયક્ષેત્રનો એક પણ વ્યક્તિ, આગેવાન એવો નહી હોય કે જેમણે ક્ષેત્રપાળદાદાના દર્શન કરવા સાથે રાકેશનાથજી મહારાજના આશીર્વાદ મેળવ્યા નહોય જુની અને નવી પેઢીના રાજકીય આગેવાનો અચુક ક્ષેત્રપાળદાદાના દર્શન કરવાનુ ચુકતા નથી.

સદ્‍ગત કાશીરામ રાણા, ફકીર ચૌહાણ, કિશોર વાંકાવાલા, હેમંત ચપટવાલા, પૂર્ણેશ મોદી, નીતિન ભજીયાવાલા સહિત જુની અને નવી પેઢીના આગેવાનો ક્ષેત્રપાળદાદાના દર્શન કરતા આવ્યા છે. રાકેશ મહારાજની કોઇ મોટી ઉ‍ંમર નહોતી. બે દિવસ પહેલા તો મંદિરની ગાદીએ બેસીને શ્રધ્ધાળુઓ સાથે વાતો કરતા હતા. નિત્યક્રમ મુજબ મંદિરના કાર્યક્રમો પણ ચાલી રહ્યા હતા અને અચાનક રાકેશ મહારાજની તબિયતમાં કંઈક ગરબડ લાગતા તેઓ અસ્વસ્થ થઈ ગયા હતા અને તત્કાળ તબીબી તપાસ કરાવવા માટે હોસ્પિટલ લઇ જવાયા હતા. સંપૂર્ણ નિરોગી અને હરતા

ફરતા વ્યક્તિની બીમારી પણ શું હોઈ શકે? કોઈને કલ્પના પણ નહોતી કે રાકેશનાથજી મહારાજ આમ સાવ અચાનક આ દુનિયાને અલવિદા કરીને ચાલ્યા જશે ઘણા લોકો તો તેમને મળવા આવી રહ્યા હતા. ઘણાની સમસ્યાના સમાધાન કરવાના બાકી હતા. ઘણા શ્રધ્ધાળુઓ રાકેશ મહારાજ ક્યારે મળશે એવી પુછપરછ કરી રહ્યા હતા પરંતુ લોકોને ક્યાં ખબર હતી કે રાકેશ મહારાજ હવે ક્યારેય પણ નહીં મળે !

ગત શુક્રવારની મધરાત બાદ લગભગ દોઢ વાગ્યે સાંઈરામ કોમ્પ્યુટરવાળા કમલેશ મેવાવાલાનો મેસેજ આવ્યો ત્યારે વાત માની શકાય એવું નહોતુ કદાચ કમલેશ મેવાવાળાએ ભુલથી મેસેજ કર્યો હશે પરંતુ ત્યારબાદ ઉપરાછાપરી અમંગળ સંદેશાઓનો પ્રવાહ વહેતો થતા રાકેશ મહારાજ અનંતની યાત્રાએ ઉપડી ગયા હોવાનો આઘાત સાથે સ્વીકાર કરવો પડયો હતો.

થોડા દિવસ પહેલા દાંતમાં તકલીફ હોવાની રાકેશ મહારાજ વાત કરતા હતા અને થોડી ટ્રીટમેન્ટ પણ કરાવી હતી પરંતુ દાંતની તકલીફ ચિંતાજનક નહોતી. બધુ હેમખેમ હતું અને આનંદ હોસ્પિટલની પથારીમાં બેઠા બેઠા પરિવારના સભ્યો, મિત્રો સાથે વાતો કરી રહ્યા હતા. વળી રાકેશ મહારાજની સારવાર કરનાર ડો. અમર વખારિયા, ડો. આનંદ સહિત હોસ્પિ.નો સ્ટાફ પણ ક્ષેત્રપાળ દાદાના શ્રધ્ધાળુઓ અને રાકેશ મહારાજના સેવક હતા.

પરંતુ શુક્રવારની રાત અપશુકનિયાળ નીવડી હતી. રાકેશ મહારાજ હોસ્પિટલમાં જ હતા અને અચાનક તેમના શરીરમા ગેસની સમસ્યા ઉભી થવા પામી હતી રાત્રિના લગભગ સાડા અગિયાર વાગ્યા હતા. શરીરમાં ગેસ સિવાય કોઇ ફરિયાદ નહોતી તબીબો પણ કહી રહ્યા હતા કે ચિંતા કરવા જેવું કઈ જ નથી. પરંતુ  જાણે રાકેશ મહારાજ આ દુનિયા છોડવાની તૈયારી કરી ચૂક્યા હતા.

IMG-20230603-WA0078

શરીરમાં બીમારીના કોઈ જ લક્ષણ નહોતા. તેમ છતા રાત્રિના મધરાત બાદ રાકેશ મહારાજનું શરીર સાવ ઠંડુ પડી ગયું હતું તબીબોના લાખ પ્રયત્નો કરવા છતાં રાકેશ મહારાજ ફરી બેઠા થયા નહોતા અને સાવ હસતા હસતા અને વાતો કરતા કરતા અનંતની યાત્રાએ ઉપડી ગયા હતા. પરિવારના સભ્યો ડોકટર્સ, હોસ્પિટલનો સ્ટાફ અને સેવક સમુદાય મિત્રોની નજર સામે રાકેશ મહારાજે આંખો બંધ કરી લીધી હતી.

રાકેશ મહારાજના મોટાભાઈ દિનેશ મહારાજના કહેવા મુજબ રાકેશ મહારાજની ઉપર માત્ર ૫૧ વર્ષની હતી. તેમની સાતમી પેઢી એટલે કે તેમના પિતા ઈશ્વરલાલ અધ્વર્યુ અને તેમના પિતા અને દાદા પરદાદા લગભગ સાત પેઢીથી ક્ષેત્રપાળ હનુમાનજી મહારાજની સેવા પૂજા કરતા આવ્યા છે. રાકેશ મહારાજનો પુત્ર મિત પણ ક્ષેત્રપાળ દાદાની સેવા પૂજા કરે છે.

રાકેશ મહારાજનો એક પુત્ર હેત હાલમાં અમેરિકામાં છે. જે સુરત આવવા માટે નીકળી ગયો છે. દિનેશ મહારાજના કહેવા મુજબ તેમના પિતા ઇશ્વરભાઈ અધ્વર્યુ બાદ મોટાભાઈ શૈલેષ મહારાજ પણ મંદિરની સેવાપૂજા કરતા હતા. લગભગ ૨૦૧૬ના વર્ષમાં શૈલેષ મહારાજ ન્યુઝીલેન્ડ ખાતે રહેતી પુત્રીને ત્યાં ફરવા ગયા હતા અને પ્રવાસ દરમિયાન હાર્ટએટેક આવતા ન્યુઝીલેન્ડ ખાતે જ તેમનુ આકસ્મિક નિધન થયું હતું. જ્યારે એક ભાઈ ઉમેશ મહારાજ પરિવાર સાથે વિદેશમાં સ્થાયી થઇ ગયા છે.

હાલમાં દિનેશ મહારાજ અને રાકેશ મહારાજ બન્ને ભાઈઓ ક્ષેત્રપાળદાદાની સેવાપૂજા કરતા હતા. પરંતુ નાનો ભાઈ રાકેશ મહારાજ અચાનક અનંતની યાત્રાએ ઉપડી જતા હવે દિનેશ મહારાજ એકલા પડી ગયા છે. અલબત્ત રાકેશ મહારાજનો પુત્ર મિત સેવાપૂજા કરવામા નિપૂર્ણ અને વેદશાસ્ત્રમાં પણ નિપૂણ હોવાથી હવે દિનેશ મહારાજની સાથે મિત મંદિરની સેવાપૂજાની જવાબદારી સંભાળી લેશે.

દરમિયાન દિનેશ મહારાજ (ઉ.વ.૬૨)ના જણાવ્યા મુજબ સદ્‍ગત રાકેશ મહારાજના અંતિમ સંસ્કાર સોમવાર તા. ૦૫/૦૬/૨૦૨૩ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે રામનાથ ઘેલા ઉમરા સ્મશાનઘાટ ખાતે કરવામાં આવશે. સદ્‍ગતના અંતિમ દર્શન તેમના નિવાસ સ્થાન ભટાર રોડ, સંતતુકારામ સોસાયટી, બંગલા નં. ૮૭ ખાતે રાખવામાં આવ્યા છે.

અમદાવાદમાં આજે ગમે ત્યારે ફૂંકાશે તોફાની પવન, વીજળીના કડાકા સાથે ઝાપટું પડી શકે

0

Stormy winds will blow in Ahmedabad

  • Gujarat Weather Forecast : ગુજરાતમાં ૩૦-૫૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં પણ તોફાની પવન ફૂંકાશે.

દેશમાં હાલમાં જમ્મુ પાસે વેસ્ટર્ન ડિસ્ટબન્સ (Western Distbans) સર્જાયું છે. આ ઉપરાંત રાજસ્થાન પર સાયક્લોનિક એર સકર્યુંલેશન સર્જાતાં અમદાવાદ (Ahmedabad) સહિતના ભાગોમાં વાતાવરણમાં પલટો આવવાનો યોગ છે અને ૫૦ કિમી ઝડપના પવનની સાથે કેટલીક જગ્યાએ વરસાદ થવાના સંજોગો સર્જાયા છે. ગુજરાતમાં ૩૦-૫૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની (Blow The Wind) સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હાલની સંભાવનાઓને જોતા ૫ જૂને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન શક્યતાઓ છે. તમને જણાવી દઈએ કે અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને બફારાનું પ્રમાણ વધારે હોવાથી લોકો અકળાઇ રહ્યા છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે.

અમદાવાદમાં પણ બનવાની એક દિવસ વરસાદ થઈ શકે છે. હાલ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સર્ક્યુલેશન બનેલું છે, જેના લીધે ભેજ એકઠો થઈ રહ્યો છે. આ સાથે ગરમી પણ છે. જેના કારણે લોક્લ ક્નેક્ટિવિટી બનવાથી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો કે ૫ દિવસ વરસાદ પડે તેવી સંભાવના ઓછી છે. ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે.

તેની સાથે જ ઉત્તરી મધ્યપ્રદેશમાં ટ્રફ સર્જાયું છે. જ્યારે પાકિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. આ ત્રણ સિસ્ટમને કારણે ગુજરાતમાં છેલ્લા ૨ દિવસ વરસાદ વરસી રહ્યો છે. થોડા દિવસ પહેલા કમોસમી વરસાદને કારણે અમદાવાદમાં રમાયેલી IPL ફાઈનલ મેચ પણ થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી.

ડો. મનોરમા મોહંતીએ વધુમાં જણાવ્યું હતું કે ચોમાસુ લક્ષદ્વીપ અને માલદિવ્સ સુધી પહોંચી ગયું છે. જોકે, કેરળ ક્યારે પહોંચશે તે અંગે સ્પષ્ટતા બાદ આ અંગે આગાહી કરાશે. જેથી રાજ્યમાં પણ ૨૦મી સુધી ચોમાસું પહોંચે તેવી વકી છે.

આ પણ વાંચો :-

Team India : આ ભારતીય ખેલાડી WTC ફાઈનલમાં કરશે ડેબ્યૂ !

0

Team India

  • WTC ફાઈનલ 2023 : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ૭ જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ ૨૦૨૩ (World Test Championship Final 2023) માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બંને ટીમો લંડન (London) પહોંચી ગઈ છે અને ખેલાડીઓ પ્રેક્ટિસ સેશનમાં ઘણી મેહનત કરી રહ્યા છે. આ મેચ ઈંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ૭ થી ૧૧ જૂન સુધી રમાશે. આ માટે ૧૨ જૂનને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. આ મોટી મેચ પહેલા ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટરે મોટું નિવેદન આપ્યું છે.

આ ખેલાડી ડબલ્યુટીસી ફાઈનલમાં ડેબ્યૂ કરશે !

લાંબા સમયથી ટીમ ઈન્ડિયાના કોચ રહી ચુકેલા પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટર રવિ શાસ્ત્રીનું માનવું છે કે ઈશાન કિશન આ મેચમાં ડેબ્યૂ કરતો જોવા મળી શકે છે. ભૂતપૂર્વ કોચે કહ્યું કે જો ભારત બે સ્પિન બોલરો સાથે જાય છે તો કેએસ ભરત યોગ્ય પસંદગી હશે. પરંતુ જો ટીમ એક સ્પિનર અને ચાર ઝડપી બોલરો સાથે જાય છે તો ઈશાન કિશન ડેબ્યૂ કરી શકે છે. જો કે કિશને ટીમ ઈન્ડિયા માટે એક પણ ટેસ્ટ મેચ રમી નથી.

નસીબ અચાનક ખુલ્યું :

ઈશાન કિશનની વાત કરીએ તો તેને ડબલ્યુટીસી ફાઈનલ માટે ટીમનો ભાગ બનાવવામાં આવ્યો ન હતો, પરંતુ ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૩ દરમિયાન ટીમમાં સામેલ કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થયો હતો જે બાદ તેની સર્જરી કરવી પડી હતી અને તેના કારણે તેને ટીમમાંથી બહાર થવું પડયું.

આના થોડા સમય બાદ BCCIએ રાહુલના સ્થાને ઈશાન કિશનને ટીમમાં સામેલ કર્યો હતો. જણાવી દઈએ કે કિશન તેની ઘાતક બેટિંગ માટે જાણીતો છે. કિશને ભારત માટે T20 અને ODIમાં ડેબ્યૂ કર્યું છે. તેણે વનડેમાં બેવડી સદી પણ ફટકારી છે. તાજેતરમાં સમાપ્ત થયેલી IPL સિઝનમાં પણ કિશને સારી બેટિંગ કરી છે.

આ પણ વાંચો :-

ઓડિશા ટ્રેન અકસ્માત : કપાયેલા શરીર, ચોંટી ગયેલી બોગીઓ, દર્દનાક બૂમો પાડતા લોકો…મૃત્યુઆંક ૨૦૦ને પાર

0

Odisha train accident

  • Odisha train accident ઓડિશાના બાલાસોરમાં બહનાગા બજાર સ્ટેશન પાસે અત્યંત ભયાનક ટ્રેન અકસ્માત થયો. શુક્રવારે સાંજે અકસ્માત સર્જયો. આ અક્સમાત અંગે પહેલા એવા અહેવાલ સામે આવ્યા કે કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડીમાં ટક્કર થઈ. ત્યારબાદ તેમાં હાવડા એક્સપ્રેસ સાથે પણ ટક્કરની વાત સામે આવી. મોડી સાંજે સ્થિતિ સ્પષ્ટ થઈ કે ત્રણ ટ્રેનમાં ટક્કર થઈ. અકસ્માતની જે તસવીરો પણ સામે આવી છે તે ભયાનક છે.

ઓડિશાના (Odisha) બાલાસોરમાં બહનાગા બજાર સ્ટેશન પાસે અત્યંત ભયાનક ટ્રેન અકસ્માત થયો. શુક્રવારે સાંજે અકસ્માત સર્જયો. આ અક્સમાત અંગે પહેલા એવા અહેવાલ સામે આવ્યા કે કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડીમાં ટક્કર થઈ. ત્યારબાદ તેમાં હાવડા એક્સપ્રેસ (Howrah Express) સાથે પણ ટક્કરની વાત સામે આવી. મોડી સાંજે સ્થિતિ સ્પષ્ટ થઈ કે ત્રણ ટ્રેનમાં ટક્કર થઈ.

અકસ્માતની જે તસવીરો પણ સામે આવી છે તે ભયાનક છે. તેનાથી અંદેશો થઈ ગયો કે મૃતકોનો આંકડો વધુ હોઈ શકે છે. પહેલા ૩૦ પછી ૫૦ અને જોત જોતામાં તો મૃત્યુઆંક હાલ ૨૩૩ સુધી પહોંચી ગયો છે. છેલ્લે મળતી માહિતી મુજબ ૯૦૦ લોકો  ઘાયલ થયા છે. ઓડિશાના પ્રમુખ સચિન પ્રદીપ જેનાએ આ માહિતી આપી. રાતથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. જાણો લેટેસ્ટ અપડેટ…

સેના પણ રાહત કાર્યમાં સામેલ :

શનિવારે સવારે અકસ્માતની તસવીર સ્પષ્ટ થઈ. બહનાગા બજાર વિસ્તારમાં રાતભર દર્દનાક ચીસો સાંભળવા મળી. જાણવા મળ્યું છે કે ટ્રેનના ડબ્બાના કાટમાળમાં હજુ પણ મૃતદેહો ફસાયેલા છે. કોરોમંડલ એક્સપ્રેસના અનેક એસી કોચ આગામી ટ્રેક પર પલટી ગયા હતા. આથી તેમાં મોતનો આંકડો સૌથી વધુ છે. એનડીઆરએફને બોગીઓ વચ્ચે ફસાયેલા મૃતદેહો કાઢવા માટે ગેસ કટરનો ઉપયોગ કરવો પડયો છે.

જ્યારે અનેક ઘાયલો એવા પણ છે જે ક્ષતિગ્રસ્ત બોગીઓમાં ફસાયેલા છે. બચાવ અભિયાનમાં મદદ માટે સેનાએ પણ હાથ આગળ વધાર્યો છે. જે ભાગમાં કોરોમંડલ એક્સપ્રેસ માલગાડી સાથે ટકરાઈ તે ભાગમાંથી મુસાફરોના મૃતદેહો મળી રહ્યા છે.

કઈ રીતે થયો અક્સમાત :

અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માત બે નહીં ત્રણ ટ્રેનો વચ્ચે થયો. બગનાગા સ્ટેશન પાસે બે પેસેન્જર ટ્રેનો અને એક માલગાડી વચ્ચે ટક્કર થઈ. સૌથી પહેલા બેંગ્લુરુ હાવડા સુપરફાસ્ટ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી અને અનેક કોચ પાટાઓની આજુબાજુ પલટી ગયા હતા.

બીજા પાટા પર આવેલી શાલીમાર-ચેન્નાઈ કોરોમંડલ એક્સપ્રેસ આ ડબ્બાઓ સાથે ટકરાઈ અને તેના પણ અનેક ડબ્બા પલટી ગયા. આ દરમિયાન ત્રીજા ટ્રેક પરથી પસાર થઈ રહેલી માલગાડી પણ ઝપેટમાં આવી ગઈ અને તે પણ દુર્ઘટનાનો ભોગ બની.

આ પણ વાંચો :-

મધરાતે રાજકોટમાં બાબા બાગેશ્વરનો સિક્રેટ વીઆઈપી દરબાર યોજાયો, ઊંચી કિંમતે ટિકિટ વેચાયાની ચર્ચા

0
Secret VIP Darbar of Baba Bageshwar
  • Vijay Rupani Meet Baba Bageshwar : રાજકોટમાં રેસકોર્ષમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર પૂર્ણ થયા બાદ જન કલ્યાણ હોલ ખાતે મોડી રાત્રે ફરી દરબાર યોજાયો હતો. પરંતુ આ દરબાર ખાસ હોવાનું કહેવાય છે.

બાબા બાગેશ્વર (Baba Bageshwar) હાલ ગુજરાતમાં છે અને ગુજરાતના વિવિધ શહેરોમાં પોતાનો દિવ્ય દરબાર યોજી રહ્યાં છે. ગઈકાલે રાજકોટ ખાતે બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો (Dhirendra Krishna Shastri) દિવ્ય દરબાર યોજાયો હતો. તે પહેલા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરમાં પ્રેસ કોફરન્સ કરી હતી. રાજકોટના દિવ્ય દરબારમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા.

જોકે ચર્ચા એ છે કે રાજકોટમાં મોડી રાત્રે ધીરેન્દ્ર શાસ્ત્રીનો VIP દરબાર યોજાયો હતો. રાત્રે ૧.૩૦ વાગ્યાથી ૩ વાગ્યા સુધી યોજાયેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના VIP દરબારમાં અનેક ભાજપી નેતાઓએ માથું ટેકવ્યું હતું. અનેક ભાજપી નેતાઓ બાબા બાગેશ્વરના શરણે ગયા હતા. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો વીડિયો પણ સામે આવ્યો છે.

રાજકોટમાં રેસકોર્ષમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર પૂર્ણ થયા બાદ જન કલ્યાણ હોલ ખાતે મોડી રાત્રે ફરી દરબાર યોજાયો હતો. પરંતુ આ દરબાર ખાસ હોવાનું કહેવાય છે. આયોજક સમિતિના સભ્યોના સગા સબંધીઓ માટે આ દરબાર યોજાયો હતો.

જેમાં ભાજપના નેતાઓ, સામાજિક આગેવાનો અને બાગેશ્વરધામ સેવા સમિતિના કાર્યકરો અને તેના પરિવારજનો હાજર રહ્યા હતા. ચર્ચા છે કે રાત્રે ૧ થી ૩ વાગ્યા દરબાર યોજાયો હતો. જેમાં મીડિયાની કોઈ હાજરી ન હતી. જો કે આ દરબારની ટિકિટો હજારોમાં વેંચાઈ હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. ત્યારે VIP દરબારને લઈને ફરી એકવાર ધીરેન્દ્ર શાસ્ત્રી સામે સવાલો ઉઠ્યા છે.

આ દરબારમાં ભાજપના નેતાઓ જોવા મળ્યા હતા. રાજકોટના અનેક ભાજપી નેતાઓ બાબા બાગેશ્વરના શરણે ગયા હતા. આવચ્ચે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ધીરેન્દ્ર શાસ્ત્રીના આશીર્વાદ લીધા હતા. પૂર્વ સિન્ડિકેટ સભ્ય અને કોર્પોરેટર નેહલ શુક્લ પણ સાથે જોવા મળ્યા. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે કિશોર ખંભાયતાના નિવાસ સ્થાને મળ્યા હતા. ચર્ચા છે કે રાજકોટમાં દર કલાકે બાબાને ભાજપના નેતાઓ મળવા આવે છે.

આ પણ વાંચો :-

ગુજરાતને હચમચાવતી બે ઘટના : રાજકોટમાં માતાએ અને દાહોદમાં પિતાએ સંતાનોને મારીને……..

0

Two incidents shaking Gujarat 

  • Family Suicide Two Incidence : માતાપિતાએ પોતાના જ સંતાનોને મારી આપઘાત કર્યાના બે બનાવ ગુજરાતમાં બન્યા છે. રાજકોટમાં માતાએ અને દાહોદમાં પિતાએ સંતાનોને મારી આપઘાત કર્યો.

ગુજરાતમાં (Gujarat) આજે બે હચમચાવી દેતી ઘટના બની છે. ઘરકંકાસમાં બે પરિવારો હોમાયા છે. ચોંકાવનારી બાબત તો એ છે કે જન્મ આપનારા માતાપિતા જ જાલીમ બન્યા છે. રાજકોટમાં (Rajkot) એક માતાએ ઘરકંકાસથી કંટાળીને પોતાના જ ૨ બાળકોને મોતને ઘાટ ઉતારી ગળાફાંસો ખાઈ લીધો છે.

તો બીજી તરફ દાહોદના ડુંગરીમાં એક પિતાએ પુત્ર અને પુત્રીની હત્યા કર્યા બાદ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાઓ અનેક સવાલો પેદા કરે છે કે આખરે એવી તો શું મજબૂરી કે માતાપિતા જ પોતાના સંતાનોને મારી રહ્યાં છે.

રાજકોટમાં માતાએ બે સંતાનોને મારી એસિડ પીધું  :

રાજકોટમાં માસુમ દીકરા દીકરીની હત્યા કરી માતાએ આપઘાત કર્યો છે. ગોંડલ રોડ એસ.ટી.વર્કશોપ પાછળ આંબેડકર નગરમાં આ ઘટના બની હતી. મનીષા પરમાર નામની મહિલાએ પોતાના ૩ વર્ષના પુત્ર ભાર્ગવ અને ૩ મહિનાની પુત્રી ઇશીતાને ગળા ટૂંપો દઈ પોતે પણ આપઘાત કર્યો.આ માટે તેણે પતિ સાગરનું અન્ય સ્ત્રી સાથે લફરૂ અને ત્રાસ જવાબદાર હોવાનું જણાવ્યું.

મૃતક મનીષાએ આપઘાત કરતા પહેલા વિડીયો પણ બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે ચકચારી બનાવ બાદ માલવીયાનગર પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પતિ સાગર પરમારને પોલીસ સકંજામાં લીધો છે.

દાહોદમાં પિતાએ બે સંતાનોને માર્યા

તો અન્ય કિસ્સામાં દાહોદના ડુંગરીમાં પિતાએ કરી પુત્ર અને પુત્રીની હત્યા કરી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘર કંકાસ અને સાસરીના ત્રાસથી કંટાળી પિતાએ તેના બંને સંતાનોની ગળુ દબાવી હત્યા કરી હતી. વહેલી સવારે બન્ને સંતાનનુ ગળુ દબાવી હત્યા કર્યા બાદ પોતે ઝાડ ઉપર લટકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પિતાએ ૧૨ વર્ષીય બાળકી અને ૭ વર્ષીય બાળકની હત્યા કરી હતી.

પિતાએ સ્યુસાઈડ નોટ લખી બન્ને બાળકોની હત્યા કરી આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. લીમડી પોલીસે આરોપી પિતાની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. બંને બાળકોના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે ખસેડાયા છે.

આ પણ વાંચો :-

ઓફિસમાં કલાકો સુધી ટોઈલેટમાં બેસી રહેતો હતો યુવક, કારણ બહાર આવ્યું તો નોકરી ગઈ

0

The young man used to sit  

  • Toilet Breaks at Work : ઓફિસમાં કામ વચ્ચે બ્રેક લેવો ખુબ જરૂરી હોય છે. ડોક્ટરથી લઈને મનોચિકિત્સક બધાનું કહેવું છે કે તમારે કલાકમાં ઓછામાં ઓછું ૨ મિનિટ સીટ છોડીને આમતેમ હલનચલન કરવી જોઈએ.

ઓફિસમાં કામ વચ્ચે બ્રેક લેવો ખુબ જરૂરી હોય છે. ડોક્ટરથી લઈને મનોચિકિત્સક (Psychiatrist) બધાનું કહેવું છે કે તમારે કલાકમાં ઓછામાં ઓછું ૨ મિનિટ સીટ છોડીને આમતેમ હલનચલન કરવી જોઈએ. લંચ બ્રેક હોય કે પછી નેચર કોલ કે પછી કઈ બીજુ અને બ્રેકનું લાઈફમાં ખુબ મહત્વ હોય છે.

પરંતુ વારંવાર બ્રેક લેવું એ પોતાનો અધિકાર સમજતા લોકોએ વાત સારી પેઠે જાણવી જોઈએ કે બિનજરૂરી બ્રેક અને કામમાં ઢીલાશ આપવાના કારણે નોકરી પણ જઈ શકે છે. આવા જ એક કેસમાં એક વ્યક્તિની નોકરી ગઈ. યુવક રોજ ૬-૬ કલાક ઓફિસના ટોઈલેટમાં વીતાવતો હતો.

કોર્ટ સુધી પહોંચ્યો મામલો :

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ એક વ્યક્તિને એટલા માટે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો કારણ કે તે તેની સીટ કરતા વધુ સમય ટોઈલેટમાં વીતાવતો હતો. તે ઓફિસમાં તો રહેતો હતો પરંતુ તેની વર્ક પ્રોડક્ટિવિટી ઝીરો હતો. હકીકતમાં તે દર બે કલાકે વોશરૂમ જવાના નામ પર ત્યાં કલાકો સુધી સમય વીતાવતો હતો. શરૂઆતમાં તો તેની આ હરકતને તેની સાથે કામ કરતા લોકો અને મેનેજરે ઈગ્નોર કરી. પરંતુ જ્યારે તેની આ રોજની આદત બની ગઈ તો તેને નોટિસ પાઠવીને પૂછપરછ કરાઈ. ત્યારે જઈને આ મામલો પોતાના અંજામ સુધી પહોંચ્યો.

HR એ કોર્ટમાં રજૂ કર્યો વર્ક રિપોર્ટ :

નોકરીમાંથી કાઢી મૂકવામાં આવેલા વ્યક્તિએ ૨૦૦૬માં આ કંપની જોઈન કરી હતી. અહીં તેણે લગભગ સાત વર્ષ એટલે કે ૨૦૧૩ સુધી કોન્ટ્રાક્ટ પર કામ કર્યું. બીજા વર્ષે ૨૦૧૪માં તેને પેટમાં પાચન સંબંધિત એવી બીમારી થઈ કે ટ્રીટમેન્ટ કરાવી તો પણ ફાયદો થયો નહીં. સારવાર ચાલતી રહી પરંતુ સમસ્યા દૂર થઈ નહીં અને તેણે દિવસમાં ૩ થી ૬ કલાક સુધી ટોઈલેટ બ્રેક પર રહેવું પડતું હતું.

નોકરીથી કાઢવામાં આવ્યા બાદ તે કોર્ટમાં ગયો. ત્યાં એચઆર ડિપાર્ટમેન્ટે કોર્ટ સામે રજૂ કરેલા ડોક્યુમેન્ટનો હવાલો આપતા કહ્યું કે ૨૦૧૫માં તે એક શિફ્ટમાં ૨ થી ૩ વખત ઓફિસ ટોઈલેટ જતો હતો. તે ત્યાં રોજ ૫૦ થી લઈને ૨૦૦ મિનિટ વિતાવતો હતો. પુરાવા જોયા બાદ જજે ફટકાર લગાવતા તેની  આ અરજી ફગાવી દીધી.

આ પણ વાંચો :-

હોકી જુનિયર એશિયા કપ : ફાઈનલમાં ભારતીય ટીમે પાકિસ્તાનને ૨-૧થી આપી કારમી હાર, રચાયો ઈતિહાસ

0

Hockey Junior Asia Cup

  • જૂનિયર હોકી એશિયા કપ ૨૦૨૩ની સેમિફાઈનલ મેચમાં પાકિસ્તાનને પછાડી ભારતે જીત હાંસલ કરી છે.

૨૩ મેથી ૧ જૂન વચ્ચે ઓમાનમાં ૧૦ ટીમો વચ્ચે મેન્સ જૂનિયર હોકી (Men’s Junior Hockey) એશિયા કપ ૨૦૨૩નું (Asia Cup 2023) આયોજન કરાયું હતું. ઓમાનના સલાલાહમાં જુનિયર એશિયા હોકી કપ રમાઈ રહો છે. જેમાં ભારતીય હોકી ટીમે જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. આજે ગુરુવારે એશિયા કપની ફાઈનલમાં ભારતીય હોકી ટીમનો પાકિસ્તાન સાથે જોરદાર સોમાંચક મુકાબલો ખેલાયો હતો. આજે ગુરુવારે (૧ જૂન) રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે ૨-૧થી જોરદાર જીત પોતાને નામે કરી હતી.

૮ વર્ષ બાદ યોજાયેલ કપની આ મેચ જીતીને ભારતીય ટીમે ઈતિહાસ રચી દીધો છે. જુનિયર હોકી ભારતીય ટીમ સૌથી વધુ વખત એશિયન ટાઈટલ જીતનારી ટીમ બની છે. ૩૧ મેના રોજ ૨ સેમિફાઈનલ મેચનું આયોજન થયું હતું. જેમાં પાકિસ્તાનને પછાડી ભારતે જીત હાંસલ કરી છે.

સાઉથ કોરિયાની ટીમ ત્રીજા ક્રમે 

મેચમાં કટ્ટર વિરોધી ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે ટ્રોફીની જંગમાં ભારતે સફળતા હાંસલ કરી છે. ભારતીય ખેલાડીઓ એ પાકિસ્તાની ખેલાડીઓને ૨-૧ના સ્કોરથી હરાવ્યા છે. ભારતીય ટીમ ચોથીવાર ચેમ્પિયન બની છે.પાકિસ્તાનની ટીમ રનર અપ રહી હતી. સાઉથ કોરિયાની ટીમ ત્રીજા ક્રમે રહી છે.

આ પણ વાંચો :-

 

ગુજરાતમાં ચોમાસું વહેલુ આવશે કે મોડું, આવી ગઈ એકદમ સચોટ આગાહી

0

Whether monsoon will come early or late in Gujarat

  • Gujarat Weather Forecast : અમદાવાદમાં ૨૦થી ૨૫ જૂન વચ્ચે ચોમાસું બેસવાની શક્યતા. હાલ ચોમાસું કેરળના દરિયા કિનારાથી ૪૦૦ કિમી દૂર પહોંચ્યું. ગુજરાતમાં આ વર્ષે સામાન્યથી નબળું ચોમાસું રહેવાની કરાઈ છે આગાહી.

કાળઝાળ ગરમી બાદ બધા કાગડોળે ચોમાસાની (Monsoon) રાહ જોઈને બેસી રહ્યાં છે. કેરળમાં તો વહેલુ ચોમાસું આવી જાય છે. પરંતુ ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે તેની આગાહી પણ આવી ગઈ છે. ૨૦ થી ૨૫ જૂન વચ્ચે અમદાવાદમાં ચોમાસુ બેસી જવાની શક્યતા છે.

જો જૂનના બીજા સપ્તાહમાં ચોમાસું ગતિ પકડે તો ૭ રાજ્યમાં ચોમાસું આવી શકે છે. રાહતના સમાચાર એ છે કે આંદામાન-નિકોબારથી નીકળેલા ચોમાસાએ ૧૦ થી ૧૨ દિવસનં અંતર કાપી લીધું છે. ચોમાસું કેરળના દરિયા કિનારાથી હવે માત્ર ૪૦૦ કિલોમીટર દૂર છે. જે કેરળમાં ૪ થી ૬ જુને આવી પહોંચશે.

હાલ ચોમાસું કેરળના દરિયાથી ૪૦૦ કિમી દૂર છે. તે હાલ દક્ષિણી અરબ સાગર, માલદીવ અને કોમોરિન વિસ્તારમાં છે. દક્ષિણની બંગાળની ખાડી અને પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં ચોમાસું આગળ વધી રહ્યું છે. ચોમાસું આગળ વધવા માટે આગામી બે દિવસ પરિસ્થિતિ અનુકૂળ છે.

તેથી ૪ થી ૬ જુનમાં કેરળમા ચોમાસું આવી જશે. કેરળમાં ચોમાસું બેસ્યા બાદ સામાન્ય રીતે ૧૫ દિવસ બાદ મુંબઈ અને દક્ષિણ ગુજરાત થઈને ગુજરાતમાં ચોમાસું પ્રવેશતુ હોય છે. તેથી ગુજરાતમાં ૨૦ થી ૨૫ જૂને ચોમાસું બેસવાની શક્યતા છે.

વાવાઝોડું ફુંકાશે :

જુન મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં વાવાઝોડુ ફુંકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સરક્યુલેશનથી ગુજરાતના અનેક શહેરોમાં ૩૦ થી ૪૦ કિમીની ઝડપે પવનની શક્યતા છે. આગામી ૪ થી ૫ દિવસમાં ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. જેમાં ૩૦ થી ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હાલ વાતાવરણમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે, તે મુજબ તેની અસર ઉત્તર ગુજરાતમાં દેખાશે.

ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણાના અનેક વિસ્તારોમાં જોવા મળશે. અહી ભારે પવન ફૂંકાશે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પણ પડી શકે છે. તો સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ ઝડપી પવન ફૂંકાઈ શકે છે. આ વિસ્તારોમાં ૪૦ થી ૫૦ કિમીની સ્પીડે પવન ફૂંકાઈ શકે છે.

આ પણ વાંચો :-

Asaram Case : આસારામના પરિવારની મુશ્કેલી વધશે 

0

Asaram Case: The trouble of Asaram

  • Asaram Rape Case: રાજ્ય સરકારના કાયદા વિભાગે આ નિર્ણય લીધો છે. સરકાર આસારામની પત્ની, તેમની પુત્રી અને તેમના ચાર શિષ્યોને નિર્દોષ જાહેર કરવાને પડકારશે. આ કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

ગુજરાત સરકાર આસારામ (Asaram) સાથે જોડાયેલા ૨૦૧૩ના બળાત્કારના કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા છ આરોપીઓને નિર્દોષ જાહેર કરવા સામે ગુજરાત સરકાર હાઈકોર્ટમાં (High Court) અપીલ કરશે. રાજ્ય સરકારના કાયદા વિભાગે આ નિર્ણય લીધો છે. સરકાર આસારામની પત્ની, તેમની પુત્રી અને તેમના ચાર શિષ્યોને નિર્દોષ જાહેર કરવાને પડકારશે. આ કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

ફરિયાદ પક્ષે ગાંધીનગર કોર્ટના ૩૧ જાન્યુઆરીના આદેશને પડકારવા માટે સરકારની મંજૂરી પણ માંગી છે, જેમાં સૂચવવામાં આવ્યું હતું કે જોધપુર અને અમદાવાદના કેસમાં આસારામને આજીવન કેદની સજા એક સાથે ચાલવી જોઈએ. એક કાયદાકીય અભિપ્રાય આપવામાં આવ્યો હતો કે રાજસ્થાન અને ગુજરાતના કેસ અલગ હોવાથી ટ્રાયલ કોર્ટને સહવર્તી સજા નક્કી કરવાનો કોઈ અધિકારક્ષેત્ર નથી.

ગાંધીનગર કોર્ટે સજા ફટકારી :

ઉલ્લેખનીય છે કે ૩૧ જાન્યુઆરીએ ગાંધીનગરની એક કોર્ટે આસારામને તેની પૂર્વ મહિલા શિષ્યા દ્વારા ૨૦૧૩માં નોંધાયેલા બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટે આસારામની પત્ની લક્ષ્મીબેન, પુત્રી ભારતી અને તેના ચાર શિષ્યોને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા. જેમના પર ગુનામાં મદદ કરવાનો આરોપ હતો.

જોધપુર જેલમાં ભોગવી રહ્યા છે આજીવન કેદની સજા : 

૨૦૧૩માં રાજસ્થાનમાં તેના આશ્રમમાં સગીર બાળકી પર બળાત્કાર કરવાના અન્ય એક કેસમાં આસારામ હાલમાં રાજસ્થાનની જોધપુર જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે. આસારામને અમદાવાદ નજીક મોટેરા સ્થિત તેમના આશ્રમમાં ૨૦૦૧ થી ૨૦૦૭ દરમિયાન સુરત સ્થિત શિષ્યા પર વારંવાર બળાત્કાર કરવા બદલ ગાંધીનગર કોર્ટે દોષિત ઠેરવ્યો હતો.

આ પણ વાંચો :-