Home Blog Page 1069

Watch Video : સ્ટેજ પર અચાનક પડી ગયા અમેરિકી રાષ્ટ્રપતિ, ઈશારો કરીને જાણો શું કહ્યું?

Watch Video

  • Joe Biden : કોલોરાડો એરફોર્સ એકેડેમીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સ્ટેજ પર પડી ગયા. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.

અમેરિકાના (America) રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) ગુરુવારે એક કાર્યક્રમ દરમિયાન બધાની સામે સ્ટેજ પર પડી ગયા. ત્યારબાદ તેમણે ઈશારો કરીને બતાવ્યું કે તેમનો પગ કઈ વસ્તુ સાથે અથડાયો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

૮૦ વર્ષના બાઈડેનને એરફોર્સના અધિકારીએ ઊભા કર્યા. તેઓ હાલ ઠીક છે. બાઈડેન કોલોરાડોના એરફોર્સ એકેડેમીમાં આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થવા માટે આવ્યા હતા. તેમણે અહીં સૈન્ય એકેડેમીના સ્નાતકોને સંબોધિત કર્યા. ત્યારબાદ એક કેડેટ સાથે હાથ મિલાવ્યા અને પોતાની સીટ તરફ પાછા ફરી રહ્યા હતા. તેઓ આગળ વધી જ રહ્યા હતા કે સ્ટેજ પર પડી ગયા. તેમને સ્ટેજ પર હાજર એરફોર્સના અધિકારીઓએ સપોર્ટ આપીને ઊભા કર્યા. આ દરમિયાન રાષ્ટ્રપતિએ ઈશારો કરીને જણાવ્યું કે તેમનો પગ સેન્ડબેગ સાથે અથડાયો હતો.

સ્ટેજ પર રાખેલી સેન્ડબેગ બાઈડેનને દેખાઈ નહીં :

સ્ટેજ પર કાળા રંગની સેન્ડ બેગ હતી. બાઈડેન તેને જોઈ શક્યા નહીં. બાઈડેન જલદી ઉઠયા અને પાછા પોતાની સીટ તરફ જતા રહ્યા. પડયા બાદ બાઈડેન સ્ટેજ પર કોઈ પણ સહારા વગર ચાલતા જોવા મળ્યા. આ સમારોહના સમાપન પર હસતા  હસતા તેઓ પોતાની ગાડીમાં પણ સવાર યા. આ ઘટના બાદ વ્હાઈટ હાઉસના સંચાર નિદેશક બેન લાબોલ્ટે ટ્વીટ કરીને કહ્યું કે તેઓ ઠીક છે. મંચ પર એક સેન્ડબેગ હતી. તેઓ હાથ મિલાવીને પાછા ફર્યા તો તેઓ સેન્ડબેગ સાથે અથડાયા હતા.

અત્રે જણાવવાનું કે જો બાઈડેન અમેરિકાના સૌથી વયોવૃદ્ધ રાષ્ટ્રપતિ છે. તેઓ ૨૦૨૪માં થનારી ચૂંટણી પણ લડશે. આ વર્ષે તેમના અધિકૃત ડોક્ટરના રિપોર્ટે તેમને શારીરિક રીતે ફીટ જાહેર કરેલા છે. તેઓ નિયમિતપણે કસરત કરે છે. નવેમ્બર ૨૦૨૦માં રાષ્ટ્રપતિ ચૂંટણી જીત્યાના થોડા દિવસ બાદ બાઈડેનનો પગ તૂટ્યો હતો. પાળતુ શ્વાન સાથે રમતી વખતે તેઓ અકસ્માતનો ભોગ બન્યા હતા.

આ પણ વાંચો :-

 

માર્કેટમાં ધૂમ મચાવા આવી ગયો છે Nokia નો Flip Phone ! ઓછી કિંમતે આકર્ષક ફીચર્સ

Nokia’s Flip Phone has become

  • Nokia 2660 Flip Phone : કંપનીએ નોકિયા 2660 ફ્લિપ ફોનને બે નવા રંગોમાં ફરીથી લોન્ચ કર્યો છે. પોપ પિંક અને લશ ગ્રીન..

Nokiaનો ફ્લિપ ફોન ફરી ટ્રેન્ડ કરી રહ્યો છે. કંપનીએ નોકિયા 2660 ફ્લિપ ફોનને બે નવા રંગોમાં ફરીથી લોન્ચ કર્યો છે. ફોનને પોપ પિંક અને લશ ગ્રીન કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. કંપનીએ ફોનની અંદર કોઈ ફેરફાર કર્યો નથી. સુવિધાઓ સમાન ઉપલબ્ધ છે. ચાલો નોકિયા 2660 ફ્લિપ ફોન વિશે વિગતવાર જાણીએ…

Nokia 2660 Flip Phone Specs :

તમને જણાવી દઈએ કે પોશ પિંક અને લશ ગ્રીન ઘણા બજારોમાં આવી ચુક્યા છે. નવો ફોન 4G કનેક્ટિવિટી જાળવી રાખે છે જ્યારે 2.8-ઇંચની પ્રાઈમરી સ્ક્રીન અને 1.77-ઇંચની સેકન્ડરી સ્ક્રીનનો ડ્યુઅલ-ડિસ્પ્લે સેટઅપ છે. ફોન Unisoc T107 ચિપસેટ દ્વારા સંચાલિત છે અને બ્લૂટૂથ 4.2, વાયરલેસ એફએમ રેડિયો અને MP3 પ્લેયરને સપોર્ટ કરે છે.

Nokia 2660 Flip Phone Battery :

નોકિયા 2660 ફ્લિપ ફોનમાં તમને 1,480mAh બેટરી મળશે જે માઇક્રો-USB પોર્ટ દ્વારા ચાર્જ કરી શકાય છે. ફોનમાં 0.3 મેગાપિક્સલનો કેમેરા, LED ફ્લેશ અને 5 જેટલા સંપર્કોને ઝડપી કોલ કરવા માટેનું ઈમરજન્સી બટન પણ છે.

Nokia 2660 Flip Phone Price :

નોકિયા 2660ની કિંમત યુરોપમાં લગભગ €79.90 (રૂ. 7,024) છે અને તે બહુવિધ ઓનલાઈન રિટેલ પ્લેટફોર્મ પર સરળતાથી ઉપલબ્ધ છે. વધુમાં, નોકિયા 2660 યુકેમાં નોકિયા પાસેથી £64.99 (રૂ. 6,694)માં પણ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો :-

૦૨ જૂન / આકસ્મિક ફાયદાની શક્યતા, વિલંબમાં પડેલા કાર્યો ઉકેલાશે, આ રાશિના જાતકોનો શુક્રવાર કામ કાઢનારો રહેશે, જુઓ રાશિ ભવિષ્ય

June 02 / Possibility of unexpected benefits

મેષઃ
આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા તથા કરેલા રોકાણોથી લાભ મળતો જણાય. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા. બપોર બાદ આવકનું પ્રમાણ ઘટે. અગત્યના કાર્યો બપોર સુધી પુરા કરવા. આરોગ્ય સાચવવું.

વૃષભઃ
બપોર સુધી પ્રતિકૂળતા રહે. બપોર બાદ આવક જળવાય. પરિવારમાં શાંતિ રહે. કાર્યક્ષેત્રે આનંદ વર્તાય. જીવનસાથી સાથે આનંદ. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો જણાય. મિત્રોનો સહકાર મળે.

મિથુનઃ
આવકનું પ્રમાણ જળવાય. હોટલ, વીમો, એકાઉન્ટિંગ ક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિઓને વિશેષ લાભ. સંતાનની પ્રગતિથી આનંદ. સંતાન તરફની ચિંતા હળવી બને. બપોર બાદ તમામ કાર્યોમાં પ્રતિકૂળતા વર્તાય.

કર્કઃ
શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. નાણાંકીય ક્ષેત્રે પ્રગતિ જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. વાહનસુખ મળવાના યોગ બને છે. સંતાન સંબંધી ચિંતા હળવી બને. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય.

સિંહઃ
કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ વધે. નવા રચનાત્મક કાર્યોની શરૂઆત શક્ય બને. જમીન-મકાનથી લાભ. સ્થાવર જંગમ મિલકતની ખરીદી-વેચાણ શક્ય બને. આરોગ્યની કાળજી જરૂરી.

કન્યાઃ
પરિવારમાં આનંદ-ઉત્સાહનું વાતાવરણ જળવાય. તમામ સભ્યોની પ્રગતિથી આનંદ થાય. કાર્યમાં સફળતા, યશ વધે. માતાપિતાનું આરોગ્ય જળવાય. ટેક્ષ કન્સલટન્ટ, ઈમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધામાં વિશેષ લાભ.

તુલાઃ
વિનયી, વિવેકી, માનવતાવાદી વલણને કારણે યશ-પ્રતિષ્ઠા વધે. સાચુ-ખોટું પારખવાની કુદરતી શકિતને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પ્લાસ્ટિક, જાહેરખબર, ટ્રાન્સપોર્ટના ક્ષેત્રમાં લાભ. છાતી, પેટના રોગોથી સાવધાની જરૂરી.

વૃષિકઃ
ગુસ્સાનું વાતાર રહે. આર્થિક બાબતો માટે સામાન્ય દિવસ. પરિવારમાં મનમેળ જળવાય. સ્થાવાર જંગ મિલકત અંગે શુભફળની પ્રાપ્તિ થાય. સંતાનથી આનંદ આરોગ્ય સાચવવું. જરૂરી. ચર્મરોગોથી સાચવવું.

ધનઃ
બપોર સુધી આનંદ વધે. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. રોકાણોનું આયોજન યોગ્ય રીતે થતું જણાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. બપોર બાદ આવકમાં ઘટાડો થાય. ખર્ચનું પ્રમાણ વધે. વિચારો ઉપર કાબુ રાખવો.

મકરઃ
ધંધાકીય ક્ષેત્રે ચિંતા વધતી જણાય. અગત્યના નિર્ણયો મોકુફ રાખવા. પિતાની તબિયતની કાળજી જરૂરી. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. આત્મવિશ્વાસ ઘટતો જણાય. બપોર બાદ પરિસ્થિતિમાં સુધારો જણાય.

કુંભઃ
દિવસ દરમિયાન ભાગ્યનો સાથ મળતો હોવાને કારણે કાર્યમાં સફળતા અનુભવાય. નોકરીમાં આનંદ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. આવક જળવાશે, છતાં ધંધામાં નાણાં ઊછીના આપવા નહીં.

મીનઃ
બપોર સુધી સંતાન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે. શરદી-ખાંસી માથાના દુઃખાવાની સમસ્યા રહે. બપોર બાદ પરિસ્થિતિ સુધરે. ભાગ્યમાં વૃદ્ધિ જણાય. કાર્યમાં સફળતા મળે. તથા આવકમાં પણ વધારો થાય.

આ પણ વાંચો :-

ગુજરાત પર બબ્બે વિનાશક વાવાઝોડાનું જોખમ ! અંબાલાલે કહ્યું જાણો ક્યારથી શરૂ થશે ચોમાસું

0

Danger of devastating storm over Gujarat

  • Ambalal Patel : અંબાલાલાની છાતીના પાટિયા બેસી જાય એવી આગાહી ! ગુજરાત પર તોળાઈ રહ્યું છે બબ્બે વિનાશક વાવાઝોડાનું જોખમ. જાણો ક્યાં સૌથી વધારે છે વાવાઝોડાનું જોખમ.

ફરી એકવાર ગુજરાત પર મંડરાઈ રહ્યો છે મોટો ખતરો. ગુજરાતની ધરતી પર આકાશથી તોળાઈ રહ્યું છે મોટો સંકટ. ઉનાળા અને ચોમાસાની (Monsoon) સિઝનની સંતાકુકડી વચ્ચે ગુજરાતના માથે આવીને ઉભું છે વાવાઝોડાનું  (Storm) જોખમ. અરબી સમુદ્રમાં તો વાવાઝોડું સક્રિય થવાનું છે.

પરંતુ બંગાળની ખાડીમાં પણ વધુ એક વાવાઝોડું સક્રિય થવાનું અનુમાન છે. બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં (Arabian Sea) કોઈપણ સિસ્ટમ સક્રિય થાય તો તેની ગુજરાતના વાતાવરણ ઉપર અસર જોવા મળતી હોય છે. અરબ સાગરનું તાપમાન ઊંચું હોવાના કારણે વાવઝોડું સક્રિય થશે.

ગુજરાત માટે કેમ જોખમી છે અરબી સમુદ્રમાં થતી હલચલ?

હાલ ભરઉનાળે જે પ્રકારે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે એ એક ગંભીર બાબત છે. ગુજરાતના માટે મસમોટા વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે. જે અરબી સમુદ્રમાં થતી હલચલને કારણે છે. બંગાળની ખાડીમાં પણ વધુ એક વાવાઝોડું સક્રિય થવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ જણાવે છે કે થોડા જ ટાઈમમાં અરબી સમુદ્રમાં ભયંકર વાવાઝોડું સક્રિય થશે. બીજી તરફ બંગાળના ઉપસાગરમાં પણ વાવઝોડું સક્રિય થવાનું અનુમાન છે. આ બંને વાવાઝોડાની સીધી અસર ગુજરાત પર જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંધ થઈ જશે.

ક્યારે સક્રિય થશે વાવાઝોડુ?

આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં ૩ થી ૭ જૂન વચ્ચે વાવઝોડું સક્રિય થઈ શકે છે. એટલું જ નહીં બંગાળની ખાડીમાં ૭ થી ૧૦ જૂન આસપાસ વાવાઝોડું સક્રિય થઈ શકે છે.

એક સાથે બબ્બે વાવાઝોડાનું જોખમ :

વાવઝોડું મૃગશીર્ષ નક્ષત્રમાં જોર પકડશે. બે વાવાઝોડા સક્રિય થવાનું કારણ છે હવાનું દબાણ. આવું ક્યારે બન્યું નથી, પહેલી વખત આવું બનશે અને વિશિષ્ટ સ્થિતિ જોવા મળશે. અરબી સમુદ્રમાં ૩ થી ૭ જૂન વચ્ચે વાવઝોડું સક્રિય થશે અને બંગાળની ખાડીમાં ૭ થી ૧૦ જૂન આસપાસ વાવાઝોડું સક્રિય થશે. વાવઝોડું મૃગશીર્ષ નક્ષત્રમાં જોર પકડશે. બે વાવાઝોડા સક્રિય થવાનું કારણ છે હવાનું દબાણ. આવું ક્યારે બન્યું નથી. પહેલી વખત આવું બનશે અને વિશિષ્ટ સ્થિતિ જોવા મળશે.

ગુજરાતમાં ક્યાં-ક્યાં પડી શકે છે વરસાદ :

ગુજરાતમાં વાવઝોડાના કારણે ૭ થી ૧૧ જૂન વચ્ચે વરસાદ આવવાની શક્યતા રહેશે. ૮ થી ૧૦ જૂનમાં ભારે વરસાદ થવાની શકયતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે. ચક્રવાતનો માર્ગ ઓમાન તરફનો હોય અથવા સૌરાષ્ટ્ર તરફનો પણ હોઈ શકે છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થતો હોય છે. ચક્રવાત બન્યા પછી ગુજરાત તરફનો માર્ગ હશે તો રોહિણી નક્ષત્ર ઉતરતા સારો વરસાદ થશે. ઓમાન તરફ જશે તો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ થવાની શક્યતા રહેશે.

ક્યા-ક્યા રાજ્યોમાં થશે વાવાઝોડાની અસર?

આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું અનુસાર અરબ સાગરનું વાવાઝોડું દક્ષિણ ભારત, કેરળ, કર્ણાટક, મુંબઇ અને ગુજરાતમાં ભારે વરસાદ લાવી શકે છે.

આ પણ વાંચો :-

Toyota ના વેચાણમાં જોરદાર ઉછાળો, ગયા વર્ષ કરતા કારનું વેચાણ બમણું થયું

Toyota’s sales surge
  • Toyota Sales : મે મહિનામાં ટોયોટા કિર્લોસ્કર મોટર (TKM) નું વેચાણ બમણું થયું છે, કંપનીએ કુલ ૨૦,૪૧૦ એકમો વેચ્યા છે. જ્યારે જો આપણે ગયા વર્ષના મે મહિનાની વાત કરીએ (2022) તો માત્ર ૧૦,૨૧૬ એકમો વેચાયા હતા.

મે મહિનામાં ટોયોટા કિર્લોસ્કર મોટર (TKM) નું વેચાણ બમણું થયું છે. કંપનીએ કુલ ૨૦,૪૧૦ એકમો વેચ્યા છે. જ્યારે ગયા વર્ષના મે મહિના (2022)ની વાત કરીએ તો માત્ર ૧૦,૨૧૬ એકમો વેચાયા હતા. કંપનીએ કહ્યું છે કે છેલ્લા મહિનામાં (મે 2023) સ્થાનિક બજારમાં તેનું જથ્થાબંધ વેચાણ ૧૯,૩૭૯ એકમો થયું છે.

તેણે મે મહિનામાં અર્બન ક્રુઝર હાઈરાઈડરના ૧,૦૩૧ એકમોની નિકાસ પણ કરી હતી. ટોયોટા કિર્લોસ્કર મોટરના વાઈસ પ્રેસિડેન્ટ (સેલ્સ અને સ્ટ્રેટેજિક માર્કેટિંગ) અતુલ સૂદે જણાવ્યું હતું કે કંપનીએ મે મહિનામાં તેનું અત્યાર સુધીનું સૌથી વધુ માસિક વેચાણ નોંધાવ્યું છે.

ટોયોટાની યોજના :

મીડિયા અહેવાલ અનુસાર જાપાની ઓટોમેકર ટોયોટા આ વર્ષે દેશમાં હાલના મારુતિ સુઝુકી વાહનો પર આધારિત બે મોડલ લોન્ચ કરી શકે છે. આમાંથી એક Fronx પર આધારિત SUV હશે અને બીજી Ertiga પર આધારિત MPV હશે. મારુતિ સુઝુકી ફ્રોન્ક્સ પર આધારિત ટોયોટાની નવી SUV કૂપમાં સ્ટાઈલના સંદર્ભમાં ઘણા ફેરફારો થવાની શક્યતા છે. જેના કારણે તે Fronx કરતાં અલગ દેખાશે.

તે જ સમયે Ertiga MPV પર આધારિત ટોયોટાની નવી ૩-રો MPV ની ડિઝાઈનમાં પણ ફેરફારો જોવા મળશે. કંપની પહેલાથી જ દક્ષિણ આફ્રિકાના બજારમાં Rumion નામથી રિ-બેજવાળી Ertiga વેચી રહી છે. જો કે ઈન્ડિયા-સ્પેક મોડલમાં મોટા ડિઝાઈન ફેરફારો અને અપડેટેડ કેબિન મળશે.

આ પણ વાંચો :-

દીવમાં મોજ કરવાનું હવે ભૂલી જજો, દીવ જવાનું પ્લાનિંગ કરતા ગુજરાતીઓ માટે…

0

Forget about having fun in Diu now 

  • ૩ મહિના માટે બંધ કરાયા દીવના બધા બીચ. આજથી ૩૧ ઓગસ્ટ સુધી દીવના તમામ બીચ બંધ કરવાનો આદેશ કરાયો છે. નાગવા, બ્લુ ફ્લેગ, ઘોઘલા બીચ ત્રણ મહિના માટે બંધ કરાયા. ત્રણ મહિના સુધી વોટર સ્પોર્ટસ પર પ્રતિબંધ રહેશે.

ગુજરાતીઓ (Gujarati) પહેલાંથી જ હરવા ફરવાના અને મોજ મસ્તીના શોખી હોય છે. ત્યારે રજાની મજા માણવા અને મોજ કરવા માટે સમુદ્રી તટ પર આવેલું દીવ (Diu) ગુજરાતીઓનું ફેવરિટ ડેસ્ટિનેશન (Favorite Destination) બની ગયું છે. આ સ્થળ પોર્ટુગીઝ શાસનના સમયમાં બનાવવામાં આવ્યું હતું. જોકે દીવ જવા માંગતા ગુજરાતીઓએ હજુ લાંબો સમય રાહ જોવી પડશે. કારણ કે આજથી દીવના તમામ બીચ ૩ મહિના માટે બંધ કરી દેવામાં આવ્યાં છે.

આજથી ૩૧ ઓગસ્ટ સુધી દીવના તમામ બીચ બંધ કરવાનો આદેશ કરાયો છે. નાગવા, બ્લુ ફ્લેગ, ઘોઘલા બીચ ત્રણ મહિના માટે બંધ કરાયા. ત્રણ મહિના સુધી વોટર સ્પોર્ટસ પર પ્રતિબંધ રહેશે. નહાવા, તરવા જેવી તમામ એક્ટિવિટી પર પ્રતિબંધ મુકાયો છે. દરિયાકાંઠે પર્યટકો માત્ર હરી ફરી જ શકશે. દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

દીવના જોવાલાયક સ્થળો :

દીવનો કિલ્લો :

દીવ અને દમણના પર્યટકોનો સૌથી ફેવરિટ છે અહીંનો પ્રમુખ કિલ્લો. દીવના કિલ્લાની ત્રણેય તરફ સમુદ્ર છે. ત્રણ તરફથી આ કિલ્લો સમુદ્રથી ઘેરાયેલો છે. અહીં સહેવાણીઓને ભવ્ય નજારો જોવા મળે છે.

હિલસા એક્વેરિયમ :

હાલમાં જ બનેલા હિલસા એક્વેરિયમમાં તમને આકર્ષક અને રંગબેરંગી માછલીઓનું અદભૂત કલેક્શન જોવા મળશે.

જામ્પોર બીચ :

દીવમાં આવેલાં બીચ પૈકીનો એક બીચ એટલે જામ્પોર. આ એક શાંત સમુદ્રી તટ છે. જામ્પોર સમુદ્રી તટ તમને શાંતિનો અહેસાસ થશે. અહીં ઠંડીમાં પણ તમને ખજૂરીના વૃક્ષોનો અવાજ સાંભળવા મળે છે.

બોમ જીજસનું ચર્ચ :

આ ચર્ચ ૧૭મી સદીમાં પોર્ટુગીઝ લોકોએ બનાવ્યું હતું.

નાગોઆ બીચ :

દીવ આવતા પ્રવાસીઓ અને એમાંય ખાસ કરીને ગુજરાતીઓ માટે આ સ્થળ સ્વર્ગ સમાન છે. ગુજરાતીઓ વારે તહેવારે રજાઓમાં દીવ ફરવા આવતા હોય છે. એમાંય દીવમાં જો ગુજરાતીઓનું સૌથી ફેવરિટ કોઈ સ્થળ હોય તો એ છે નાગોઆ બીચ. બુચરવાડા ગામમાં સમુદ્રીતટ પર અર્ધવર્તુળાકારમાં આ બીચ આવેલો છે. અહીં અનેક પ્રકારના વોટરસ્પોટની તમે મજા માણી શકો છો.

ગંગેશ્વર મંદિર :

સમુદ્રીતટ પર આ મંદિર આવેલું છે. આ મંદિરમાં ભગવાન શિવ બિરાજમાન છે. આ મંદિરમાં ભગવાન શિવના પાંચ શિવલિંગ આવેલાં છે.

આ પણ વાંચો :-

જેને સાયન્સ પણ માને છે અશુભ ! શરીર પર દેખાતા સામાન્ય તલને હળવાશમાં ન લેતા…

Even science considers it inauspicious 

  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શરીરના અમુક ભાગમાં તલ હોય તો શુભ ગણાય છે. પરંતુ સાયન્સ શરીર પર તલ હોવાને જ અશુભ માને છે. આવો જાણીએ કેમ ?

જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ચહેરા કે શરીરના કોઈપણ ભાગમાં તલ (Sesame) હોવાનો એક ખાસ મતલબ હોય છે. મોટાભાગે લોકો અલગ અલગ સ્થાન પરના તલનો અલગ જ મતલબ કાઢે છે અને તે શુભ છે કે અશુભ તે કહેતા હોય છે. પરંતુ અહીં ઉલ્લેખનીય છે કે સાયન્સ (Science) તલને અશુભ જ માને છે. મેડિકલ સાયન્સ અનુસાર સ્કિન પર વિકસિત થનારા તલ શરીરમાં અમુક કમીના કારણે થાય છે. પરંતુ જો આ તલ અચાનક વધવા લાગે કે તેનો કલર ચેન્જ થવા લાગે તો પછી તે કેન્સરનું લક્ષણ પણ હોઈ શકે છે.

દરેક વ્યક્તિની ત્વચામાં ઉંમરની સાથે સાથે અનેક પ્રકારનો બદલાવ આવે છે. અનેક નવા તલ નિકળવા લાગે છે. ત્યાં સ્કિન પર તલ કે પિગમેન્ટેશન થવા લાગે છે. તો શુ આપણે તેની ચિંતા કરવી જોઈએ. આવો જાણીએ એક્સપર્ટ પાસેથી..

તલ શું છે ?

મોલ્સ કે તલ વ્યક્તિની ઉંમર અનુસાર તેના આકાર અને રંગમાં ફેરફાર કરે છે. પુખ્ત વ્યક્તિમાં લગભગ 10 થી 40 મોલ્સ હોય છે. તલ શરીરના કોઈપણ ભાગ પર હોઈ શકે છે. જન્મની સાથે-સાથે 50 વર્ષની ઉંમર સુધી તે થતા રહે છે. મોલ્સ કોઈપણ ભાગ પર થઈ શકે છે જેમ કે માથા, પગ અને હાથ, સ્કિન વગેરે પર.

શરીર પર તલ હોવાનું શું કારણ?

શરીર પર તલ થવાના ઘણા કારણો હોઈ શકે છે. ઉદાહરણ તરીકે લાંબા સમય સુધી સૂર્યપ્રકાશમાં રહેવું. તલ ત્યારે જ થાય છે જ્યારે ત્વચામાં મેલાનિન નામના પિગમેન્ટનું સ્તર વધવા લાગે છે. આ પિગમેન્ટ સ્કિનમાં રંગ ઉત્પન્ન કરે છે.

સાઈઝમાં બદલાવ આવવો :

ઉંમર પ્રમાણે તલનું કદ અને આકાર પણ વધે છે. પરંતુ જો તલ સમગ્ર વર્ષ દરમિયાન 6 મહિનામાં તેનું મોટું સ્વરૂપ ધારણ કરે છે અને ધીમે ધીમે મોટું થતું જાય છે. તેથી તમારે સમય બગાડ્યા વિના તરત જ ડોક્ટર સાથે વાત કરવી જોઈએ.

તલનો શેપ ચેન્જ થવો :

જો તલ પહેલા નાનું અથવા ગોળ હતું પરંતુ અચાનક તે વધી રહ્યું છે અથવા ઉપરની તરફ વધી રહ્યું છે. તો તે ખતરનાક બની શકે છે. ઉપરાંત તે સ્કિનના કેન્સરની નિશાની પણ હોઈ શકે છે.

શરીરના આ ભાગ પર <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/તલ' title='તલ'>તલ</a> છે તો જલ્દી જ ચમકશે કિસ્મત, થશે અઢળક ધનની પ્રાપ્તિ | If there is mole on this part of the body, luck will shine soon

કલરમાં બદલાવ :

તલનો રંગ કાળો કે ભૂરો હોય છે. પરંતુ ધીમે-ધીમે તેના રંગમાં ફેરફાર થાય છે અને બાદમાં તે લાલ રંગમાં દેખાય છે. તો તે સ્કિનના કેન્સરની નિશાની હોઈ શકે છે.

તલની ઉપર ફોલ્લી જેવી પોપડી થવી તે બિલકુલ સામાન્ય નથી. પોપડી થવાના અનેક કારણો હોઈ શકે છે, જો તમને તલની ઉપર આ પ્રકારના લક્ષણ જોવા મળે તો તરત જ સ્કિન સ્પેલિસ્ટ કે હેલ્થ એક્સપર્ટનો સંપર્ક કરો.

Disclaimer : આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. gujaratguardian.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ પણ વાંચો :-

દિવાળી પર ગુજરાતને મળશે નવા પિકનિક સ્પોટની ભેટ..

0

Gujarat will get the gift  

  • દિવાળીથી ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ બની જશે નવું ટૂરિસ્ટ ડેસ્ટિનેશન. આ પુલ સોમનાથ-દ્વારકા જતા યાત્રાળુઓ માટે એક નવું ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બની રહેશે.

હરવા ફરવાના શોખીન ગુજરાતીઓ માટે વધુ એક ખુશખબર છે. ગુજરાતના હરવા ફરવાના સ્થળોમાં વધુ એક શાનદાર સ્થળનો ઉમેરો થવા જઈ રહ્યો છે. જ્યાં પ્રવાસીઓ, દૂર દૂરથી આવતા સહેલાણીઓ કુદરતી વાતાવરણની મજા માણી શકશે. અહીં વાત થઈ રહી છે નવા તૈયાર થઈ રહેલાં સિગ્નેચર બ્રિજની (Signature Bridge). આગામી દિવાળીથી ઓખા-બેટ દ્વારકા (Okha-bet Dwarka) સિગ્નેચર બ્રિજ બની જશે નવું ટૂરિસ્ટ ડેસ્ટિનેશન.

ગુજરાતમાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચે તૈયાર થઈ રહ્યું છે નવું એક નવું નજરાણું. અહીં તૈયાર થઈ રહ્યો છે સિગ્નેચર બ્રિજ. જેની કામગીરી હાલ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. સિગ્નેચર બ્રિજની મોટાભાગની કામગીરી પુરી થયા બાદ હવે માત્ર ૮ થી ૯ ટકા કામગીરી જ બાકી રહી છે. જે ઝડપથી પુરી કરવામાં આવશે. ટાર્ગેટ એવો પણ છેકે, આગામી દિવાળી સુધીમાં આ પ્રોજેક્ટ ઉંચો મુકીને બ્રિજને પબ્લિક માટે ખુલ્લો મુકી દેવામાં આવે.

આ પુલ સોમનાથ-દ્વારકા જતા યાત્રાળુઓ માટે એક નવું ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બની રહેશે. રાજ્યનો આ પહેલો કેબલ સ્ટેઇડ બિજ સંપૂર્ણપણે કેન્દ્ર સહાયિત પ્રોજેક્ટ છે. જે એક હજાર કરોડ રૂપિયામાં પડશે. આ બિજની વિશેષતાઓ અંગે માર્ગ-મકાન વિભાગના સૂત્રો કહે છે કે સામાન્ય રીતે કેબલ સ્ટેઈડ બ્રિજમાં તેના પાયલોન એટલે કે તેના થાંભલા સીધાસટ્ટ હોય છે. જ્યારે આ બિજમાં આડાઅવડાં-કવેંચર રાખવામાં આવ્યાં છે.

શું છે આ બ્રિજની વિશેષતા?

બ્રિજમાં વચ્ચેના ભાગે ચાર જેટલી વ્યૂઈંગ ગેલેરીની સ્પેસ પણ આપવામાં આવી છે. જ્યાં ઉભા રહીને પ્રવાસીઓ ઘુઘવતા અરબી સમુદ્રની ખાડીનો નજારો માણી શકશે.  આમ સમગ્ર તથા આ બિજની ડિઝાઈન આર્કિટેક્ચરલ અજાયબી માફક બનાવવાનો પ્રવાસ કરવામાં આવ્યો છે. એના કારણે જ બિજને સિગ્નેચર બ્રિજનું નામ અપાયું છે. ઑક્ટોબર-૨૦૧૭માં આ બ્રિજનું ખાતમુહૂર્ત પીએમ મોદીના હસ્તે કરાયું હતું. સ્વભાવિક રીતે બ્રિજનું ઉદ્ધાટન પણ એમના જ હસ્તે કરવામાં આવશે.

કેટલે પહોંચ્યું છે બ્રિજનું કામ?

આ પ્રોજેક્ટ પૂરો થતાં છ વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો. કોરોનાકાળના લીધે આ પ્રોજેક્ટ અધવચ્ચે અટવાઈ ગયો હતો. આ ચાર લેન ધરાવતા બ્રિજમાં કેબલ સ્ટેઈડની લંબાઈ ૯૦૦ મીટર છે. ઓખા તરફ એપ્રોચ બ્રિજની લંબાઈ ૭૭૦ મીટરની અને બેટ દ્વારકા તરફ બ્રિજની લંબાઈ ૬૫૦ મીટર જેટલી છે. આમ કુલ આ બ્રિજની લંબાઈ 2,320 મીટર છે. સુપર સ્ટ્રક્ચરમાં હવે કુલ ૨૩૨૦ મીટરના કામ પૈકી ૧૦૦ મીટર જેટલું જ કામ બાકી છે.

આ પણ વાંચો :-

Vodafone-Idea એ લોન્ચ કર્યા ૦૩ ધુઆંધાર પ્લાન ! માત્ર ૧૭ રૂપિયામાં મેળવો Unlimited ડેટા

Vodafone-Idea launched 03 Dhuandhar plans

  • Viએ ત્રણ ધમાકેદાર પ્લાન લોન્ચ કર્યા છે. આ પ્લાન્સ ડેટા, કોલિંગ અને ઘણા ફાયદા આપશે. આમાંનો એક પ્લાન એવો છે કે તેની કિંમત માત્ર ૧૭ રૂપિયા છે. આવો જાણીએ ત્રણેય પ્લાન વિશે વિગતવાર.

સમગ્ર ભારતમાં ઝડપથી 5G સેવા લાવી રહ્યાં છે. તે જ સમયે વોડાફોન-આઈડિયાના (Vodafone-Idea) વપરાશકર્તાઓ હજુ પણ 5G સેવાઓની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. ઘણા Vi વપરાશકર્તાઓ વધુ સારી મોબાઈલ નેટવર્ક સેવાઓ માટે અન્ય નેટવર્ક પર સ્વિચ કરવાનું પણ વિચારી રહ્યા છે.

Vi 5G લાગુ કરવામાં નાણાકીય પડકારોનો પણ સામનો કરી રહ્યું છે. તેથી જ Vi એ યુઝર્સને આકર્ષવા માટે ત્રણ ધમાકેદાર પ્લાન લોન્ચ કર્યા છે. આ પ્લાન્સ ડેટા, કોલિંગ અને ઘણા ફાયદા આપશે. આમાંનો એક પ્લાન એવો છે કે તેની કિંમત માત્ર ૧૭ રૂપિયા છે. આવો જાણીએ ત્રણેય પ્લાન વિશે વિગતવાર.

Vi Rs 17 plan details :

વોડાફોન-આઈડિયાએ આ પ્લાનને તેના વોટર લિસ્ટિંગ હેઠળ લોન્ચ કર્યો છે. આ પ્લાન હેઠળ મોબાઈલ ઓપરેટર રાતે ૧૨ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી અનલિમિટેડ ઈન્ટરનેટ ડેટા પ્રદાન કરે છે. આ પ્લાન ૧ દિવસની માન્યતા સાથે આવે છે અને તેમાં અન્ય કોઈપણ સેવાઓ અથવા આઉટગોઇંગ SMS શામેલ નથી.

Vi Rs 57 plan details :

આ પ્લાન એક પ્રીપેડ વાઉચર પણ છે અને ઉપરોક્ત પ્લાન જેવા જ લાભ આપે છે. પરંતુ ૭ દિવસની માન્યતા સાથે. Vi એ તેની ઓફિશિયલ વેબસાઈટ પર આ અંગે માહિતી આપી છે કે આ પેક ૧૬૮ કલાક માટે માન્ય રહેશે. જો કે, આમાં કોઈપણ માન્યતા સેવા, આઉટગોઇંગ SMS અથવા અન્ય લાભોનો સમાવેશ થશે નહીં.

આ પણ વાંચો :-

ગાભા કાઢી નાખશે ગરમી ! અગનભઠ્ઠીની જેમ તપશે ગુજરાત

0

The heat will remove the belly

  • Gujarat weather news: ગુજરાતમાં ગરમીમાં સતત વધારો થશે. આગામી 24 કલાક કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની આગાહી છે. જે બાદ ધીરે ધીરે ગરમીમાં વધારો થઈ શકે છે.

બે દિવસથી કમોસમી વરસાદે (Unseasonal rain) ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ આસપાસમાં ધુઆધાર બેટિંગ કરી. જો કે બે દિવસની ઠંડક બાદ હવે ભારે અકળામણ અને ઉકળાટનો સામનો કરવો પડશે.  આજથી ફરી એકવાર ગુજરાતીઓને અકળાવશે કાળઝાળ ગરમી.

હવામાન વિભાગે (Meteorological department) કરેલી આગાહી ખાસ જાણી લેજો. ખાસ કરીને અમદાવાદીઓ માટે આ આગાહી ખુબ જ મહત્ત્વની છે. કારણકે આજે હવામાન વિભાગે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે અમદાવાદમાં (Ahmedabad) ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર જઈ શકે છે.

માવઠા બાદ ઉકળાટ :

છેલ્લાં બે થી ત્રણ દિવસથી અમદાવાદમાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી છે. ખાસ કરીને શહેરના કેટલાંક વિસ્તારોમાં તો ચોમાસા જેવા દ્રશ્યો પણ સર્જાયા હતાં. ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ વરસતા લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. એજ કારણ છે કે અમદાવાદમાં રમાઈ રહેલી આઈપીએલની ફાઈનલ મેચ પણ એક દિવસે મોકૂફ રાખીને રિઝર્વ ડે પર યોજવી પડી હતી. જો કે વરસાદ બાદ હવે ભારે ઉકળાટ અને બફારો થઈ રહ્યો છે.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યના કેટલાં વિસ્તારોમાં હજુ પણ કમોસમી વરસાદની સંભાવના છે. તો બીજી તરફ અમદાવાદમાં હવામાન વિભાગે યલો અલર્ટ જાહેર કર્યું છે. આ યલો અલર્ટમાં ગરમીનો પારો સતત વધતો જશે. જેને કારણે અમદાવાદીઓએ કામ વિના બહાર ન નીકળાની પણ તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે.

સાથો-સાથ એવી પણ આગાહી કરાઈ છે કે રાજ્યમાં હાલ વાતાવરણમાં રોજ પલટા આવી રહ્યા છે. ત્યારે આજે હવામાન વિભાગે આજે એક આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી ૨૪ કલાક સામાન્ય કમોસમી વરસાદ શક્યતા છે. જે બાદ ગરમીમાં ધીરે ધીરે વધારો થશે. જોકે રાજ્યમાં હાલ થોડા દિવસ માવઠું કે કરા પડવાની શક્યતા નથી.

આ પણ વાંચો :-