Home Blog Page 1062

Best Selling Car : મારુતિની આ ૦૭ સીટર કારનો ગજબનો છે ક્રેઝ, ૦૧ લાખનું છે વેઈટિંગ, ધડાધડ થઈ રહ્યું છે બુકિંગ

Best Selling Car: This 07 seater car of Maruti  

  • Best Selling Car : આ ઓર્ડરમાંથી સૌથી વધારે પેન્ડિંગ ઓર્ડર મારુતિ સુઝુકીની અર્ટિગા કારનો છે. આ કારના પેન્ડિંગ ઓર્ડરની સંખ્યા ૯૫ હજાર યુનિટ છે. આ કાર ખરીદવા માટે લોકો તલપાપડ છે અને તેના કારણે કંપની પાસે પેન્ડિંગ ઓર્ડરની સંખ્યા વધી રહી છે.

દેશની નંબર વન કાર કંપની મારુતિ સુઝુકીની કારનું બુકિંગ થઈ રહ્યું છે. આ કંપનીની કાર ખરીદવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. સ્થિતિ એવી છે કે લોકોને ડિમાન્ડને પૂરી કરવા માટે કંપની સક્ષમ નથી. કંપની પાસે હાલ જે પેન્ડિંગ ઓર્ડર છે તેનો આંકડો ૪ લાખથી વધુનો છે. કંપનીએ જણાવ્યું હતું કે પેસેન્જર વિહિકલ સેગમેન્ટમાં કુલ ૩.૮૭ લાખના ઓર્ડર પેન્ડિંગ છે. જેને પૂરું કરવાનું કામ ચાલી રહ્યું છે.

આ ઓર્ડરમાંથી સૌથી વધારે પેન્ડિંગ ઓર્ડર મારુતિ સુઝુકીની અર્ટિગા કારનો છે. આ કારના પેન્ડિંગ ઓર્ડરની સંખ્યા ૯૫ હજાર યુનિટ છે. આ કાર ખરીદવા માટે લોકો તલપાપડ છે અને તેના કારણે કંપની પાસે પેન્ડિંગ ઓર્ડરની સંખ્યા વધી રહી છે.

મારુતિ સુઝુકીની અર્ટિગા પછી સૌથી વધુ ડિમાન્ડ બ્રેઝા, સબ કોમપેક્ટ એસયુવીની છે. જેનું પણ વેઈટિંગ ચાલી રહ્યું છે. બ્રેઝા કાર માટે ૫૫ હજારથી વધારે પેન્ડિંગ ઓર્ડર છે. આ સિવાય ફ્રોંક્સ, ગ્રેંડ વિટારા, એક્સએલ6 અને જિમ્ની જેવી કાર પર પણ ઓર્ડર પેન્ડિંગમાં છે.

મારુતિએ ફ્રોંક્સ ક્રોસઓવર માટે ૩૨ હજારથી વધુ ઓર્ડર છે. જ્યારે કંપનીએ તાજેતરમાં લોન્ચ થયેલી જિમ્ની માટે ૩૧ હજારથી વધુ ઓર્ડર પુરા કરી લીધા છે. હાલમાં મારુતિ દર મહિને ફ્રોંક્સના ૧૦ હજારથી વધુ યૂનિટ ડિલીવરી કરી રહી છે. જ્યારે ગ્રેંડ વિટારા કોમ્પૈક્ટ એસયૂવી માટે વેટિંગ પીરિયડ ચાર મહિનાથી વધુ થઈ ગયો છે.

આ પણ વાંચો :-

 

ચોમાસા પૂર્વે બીલીમોરા- અમલસાડને જોડતા અંબિકા નદીના બ્રિજનું કામ શરૂ થતાં લોકોમાં અચરજ

0

Ahead of Monsoon, construction of Ambika river bridge connecting

  • અંદાજે રૂ. ૪૬ લાખના ખર્ચે પિલરોને જેકેટીંગ અને ગનાઈટિંગ કરી મજબૂતાઈ અપાશે કામ પૂરૂ થશે કે કેમ તે સવાલ

બીલીમોરા-અમલસાડ વચ્ચે સ્મશાન ભૂમિ નજીક અંબિકા નદી ઉપર આવેલ ૫૦ વર્ષ જુના બ્રિજ જર્જરિત બનતા તેની સમારકામ કે નવિનીકરણ ની માંગણી ઉઠતાં તંત્ર દ્વારા ૪૭ લાખના ખર્ચે જર્જરિત બનેલા પુલના પિલરોની મરામત શરૂ કરી હતી. જેમાં પિલરોને જેકેટિંગ અને ગનાઈટિંગ દ્વારા તેની મજબૂતાઈ વધારવામાં આવશે. સામા ચોમાસે આ કામગીરી શરૂ કરવામાં આવતા સવાલો ઉભા થયા છે.

આ બ્રિજમાં ૧૮.૩ મીટર પહોળા ૨૩ પિલર છે. ૫૦ વર્ષ કરતા વધુ સમય વિતી જતા તેમજ નદીની થપાટ સાથે અનેક પૂરનો પ્રકોપ સહી ચૂકેલા, પુલના નજીકથી થઈ રહેલા રેતીખનનના કારણે અને તેના પરથી રોજિંદા પસાર થતા હજારો વાહનોથી પુલના પિલરો જર્જરીત બન્યા હતા. આ અંબિકા નદી ઉપર પુલથી થોડે અંતરે દેવધા ડેમ આવેલો છે. જેના કારણે નદીનો પ્રવાહ ખૂબ રહેતો હોય છે. ચોમાસામાં અનેકવાર પૂર પ્રકોપનો સામનો આ પુલ કરી ચૂક્યો છે.

મોડે મોડે જાગેલા તંત્ર એ સામા ચોમાસે આ પુલની મરામત કામ હાથ પર લીધું છે. જેમાં ૪૬ લાખના ખર્ચે પુલનું રિપેરીંગ કામ કરાઇ રહ્યું છે. જેમાં જેકેટિંગ અને ગનાઈટિંગ કરવામાં આવશે. જેકેટિંગ એટલે પુલના પિલરો ફરતે મજબૂત રીતે સળિયા બાંધી તેના પર ગનાઇટિંગ એટલે પ્રેશર સાથે કોન્ક્રીટનો મારો ચલાવી તેને મજબૂતાઈ વધારવામાં આવશે.

થોડા સમય અગાઉ પણ આજ પ્રમાણે કામગીરી કરાઈ હતી પરંતુ હવે ચાલતી આ કામગીરી કેટલી કારગર નીવડે અને પુલની મજબૂતાઈ કેટલી વધે તે જોવું રહ્યું. તંત્રએ પણ સામા ચોમાસામાં પુલની મરામતનું કામ હાથ પર લેતા અનેક પ્રશ્નો ઉપસ્થિત થયાં છે.

આ પણ વાંચો :-

 

તાપીમાં લોકાર્પણ પહેલા જ ૦૨ કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલો પુલ ધરાશાયી, કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ લાગ્યા ગંભીર આક્ષેપ

0

A bridge being prepared at a cost of 02 crores

  • Tapi News : તાપીમાં મીંઢોળા નદી પરનો પુલ લોકાર્પણ પહેલા ધરાશાયી, લોકાર્પણ પહેલા પુલ ધરાશાયી થવાથી ભ્રષ્ટાચારનો આક્ષેપ.

બિહારના ભાગલપુર જેવી ઘટના તાપીમાં બની છે. તાપીમાં મીંઢોળા નદી પર બનાવવામાં આવી રહેલો પુલ લોકાર્પણ પહેલા ધરાશાયી થયો છે. લોકાર્પણ પહેલા પુલ ધરાશાયી થવાથી ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. પુલ બનાવવામાં કોન્ટ્રાક્ટરે નબળી ગુણવત્તાનું મટિરિયલ વાપર્યું હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ બનાવને પગલે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે અને તપાસ કરી રહ્યા છે.

માયપુર અને દેગામા ગામને જોડતો પુલ તૂટ્યો :

પ્રાપ્ત વિગતો અનુસાર તાપીના મીઢોંળા નદી પર વ્યારાના માયપુર અને દેગામાં ગામને જોડતો પુલ લોકાર્પણ પહેલા જ ધરાશાયી થયો છે. આજે વહેલી સવારે માયપુર અને દેગામાં ગામને જોડતો પુલ તૂટી પડયો હતો. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. લોકાર્પણ પહેલા પૂલ ધડામ દઈને તૂટી પડતા લોકોમાં પુલની ગુણવત્તાને લઈને ચર્ચા જાગી છે.

અંદાજે ૦૨ કરોડના ખર્ચે બની રહ્યો હતો પુલ :

મીઢોંળા નદી પર આ પુલને બનાવવાનું કામ વર્ષ ૨૦૨૧માં શરૂ કરવામાં આવ્યું હતું. વાલોડના માર્ગ મકાન વિભાગ દ્વારા અંદાજે ૦૨ કરોડના ખર્ચે આ પુલ બનાવવામાં આવી રહ્યો હતો. પુલનું ૯૫%થી વધુ કામ પૂર્ણ થઈ ગયું હતું. જોકે લોકાર્પણ પહેલા જ આ પુલ ધરાશાયી થયો છે. પૂલ તુટી પડતા ૧૫ જેટલા ગામોને અસર થઇ છે.

આ પણ વાંચો :-

 

લગ્નમાંથી પરત ફરતા 100 લોકોને કાળ ભરખી ગયો, નદીમાં હોડી પલટી મારતા મોત, જાણો ક્યાં

100 people returning from marriage drowned

  • Nigeria Accident News : લગ્નમાંથી પરત ફરી રહેલા લોકોથી ભરેલી બોટ નદીમાં પલટી ગઈ, મહિલાઓ અને બાળકો સહિત 100 લોકોએ જીવ ગુમાવ્યા.

આફ્રિકન (African) દેશ નાઈજીરિયામાં એક ભયાનક અકસ્માત સામે આવ્યો છે, જેમાં 100 લોકોના મોત થયા છે. અહીં લગ્નમાંથી પરત ફરી રહેલા લોકોથી ભરેલી બોટ નદીમાં પલટી ગઈ હતી. આ અકસ્માતમાં મહિલાઓ અને બાળકો સહિત 100 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

આ અકસ્માત બાદ રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને શોધખોળ કરવામાં આવી રહી છે. સોમવારે સવારે થયેલા આ અકસ્માતમાં કોઈના બચવાની આશા ઓછી છે. પરંતુ તેમ છતાં સર્ચ ઓપરેશન ચલાવીને લોકોને શોધવામાં આવી રહ્યા છે.

ઉત્તરી નાઈજીરિયાના નાઈજર રાજ્યના એગબોટી ગામમાં આયોજિત એક લગ્ન સમારોહમાં હાજરી આપીને બોટમાં સવાર લોકો પરત ફરી રહ્યા હતા. નાઈજિરિયન પોલીસ પ્રવક્તા ઓકાસાન્મી અજયીએ જણાવ્યું કે, લોકો નાઈજર નદીમાં બોટની મદદથી લગ્ન સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા. બોટમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો પણ સવાર હતા.

સવારે 3 વાગ્યે અકસ્માત અને કલાકો પછી મદદ પહોંચી :

હાલ અકસ્માતનું કારણ સ્પષ્ટ થયું નથી. પરંતુ જણાવવામાં આવી રહ્યું છે કે.બોટમાં 100થી વધુ લોકો સવાર હતા. અને ઘણા લોકો તેમની સાથે બાઈક પણ લઈ જતા હતા. આ દુર્ઘટના સવારે 3 વાગ્યે બની હતી.જેથી પીડિતો સુધી મદદ પહોંચી શકી ન હતી. લોકોને આ ઘટનાની ઘણા સમય પછી ખબર પડી.

આ પણ વાંચો :-

એશિયા કપ પહેલા ટીમ ઈંડિયાને મળી ખુશખબર, ટુંક સમયમાં આ ખેલાડી ટીમમાં કરશે વાપસી

0

Team India got good news before the Asia Cup

  • Asia Cup 2023 : એશિયા કપ 2023 શરૂ થાય તે પહેલા ટીમ ઈન્ડિયા માટે એક ખુશખબરી સામે આવી છે. ટીમ ઈન્ડિયામાં એક ધુરંધર ખેલાડી ટૂંક સમયમાં જ વાપસી કરી શકે છે. જેના કારણે એશિયા કપ 2023 માં ટીમ ઈન્ડિયા વધારે મજબૂત થઈ જશે.

સપ્ટેમ્બર મહિનામાં ટીમ ઈન્ડિયા (Team India) એશિયા કપ 2023 (Asia Cup 2023) માટે રમશે. એશિયા કપ 2023 નું શેડયુલ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ ચર્ચાઓ છે કે આ વખતે આ ટુર્નામેન્ટ હાઈબ્રીડ મોડલમાં રમાશે. જેમાં ટીમ ઈન્ડિયા પોતાના બધા જ મેચ શ્રીલંકામાં (Sri Lanka) રમશે. જોકે એશિયા કપ 2023 શરૂ થાય તે પહેલા ટીમ ઈન્ડિયા માટે એક ખુશખબરી સામે આવી છે. ટીમ ઈન્ડિયામાં એક ધુરંધર ખેલાડી ટૂંક સમયમાં જ વાપસી કરશે. જેના કારણે એશિયા કપ 2023માં ટીમ ઈન્ડિયા વધારે મજબૂત થઈ જશે.

ટીમ ઈન્ડિયાના બેટસમેન કે એલ રાહુલ ટીમ ઇન્ડિયામાં વાપસી કરી શકે છે. પગની સર્જરી પછી હવે રાહુલ ફિટ છે અને વન-ડે વર્લ્ડ કપ પહેલા સપ્ટેમ્બર મહિનામાં થનાર એશિયા કપમાં જ ટીમ ઇન્ડિયા માટે રમે તેવી શક્યતા છે. કે એલ રાહુલ આઈપીએલમાં લખનઉ સુપર જાયન્ટસની કપ્તાની સંભાળે છે. આ વખતે ટી ટ્વેન્ટી લીગ દરમિયાન તે ઇજાગ્રસ્ત થયા હતા. જેના કારણે ટી ટ્વેન્ટી પછીની ટુર્નામેન્ટ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ ફાઇનલમાંથી તેને બહાર કરી અને પગની સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવી હતી.

કે એલ રાહુલે બ્રિટનમાં પોતાનું સફળ ઓપરેશન કરાવ્યું છે અને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેણે આ વાતની જાણકારી પણ આપી છે. ઓપરેશન પછી તે ઘરે પરત ફરી ચૂક્યા છે. મહત્વનું છે કે કે એલ રાહુલ ટીમ ઇન્ડિયા માટે બેટિંગ કરવા ઉપરાંત ઋષભ પંતની ગેરહાજરીમાં વિકેટકીપર તરીકેની જવાબદારી પણ સંભાળે છે. તેવામાં રાહુલ હવે ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે.

આ પણ વાંચો :-

 

આ હોટલમાં નથી છત, નથી દીવાલ… કપલિયાની છે પહેલી પસંદ

This hotel has no roof, no wall…

  • સમુદ્ર તટથી 6,463 ફીટની ઉંચાઈ પર સ્થિત આ હોટેલની એક રાતનું ભાડું લગભગ 17 હજાર રૂપિયા છે. જો કે અહીં રોકાવા માટે હવામાન યોગ્ય હોવું જરૂરી છે. હવામાન યોગ્ય ન હોય તો બુકિંગ કેન્સલ કરાવી દેવામાં આવે છે. આર્ટિસ્ટ ફ્રેંક અને રિકલિને આ હોટેલ બનાવી છે.

દુનિયામાં આમ તો ફરવા માટે અનેક જગ્યાઓ છે. જ્યાં શાંતિથી સમય વિતાવવા માટે લોકો જાય છે. જ્યાં પ્રકૃતિ હોય તેવી જગ્યાઓ લોકોની પહેલી પસંદ બને છે. ખાસ કરીને કપલ્સને એવી જગ્યાઓ પસંદ હોય છે. જ્યાં કોઈ તેમને ડિસ્ટર્બ ન કરી શકે. એટલે તેઓ સારામાં સારી હોટલ પસંદ કરે છે. આજે અમે તમને એક એવી હોટેલ વિશે જણાવીશું, જે આ સુવિધાઓથી પરિપૂર્ણ છે. પરંતુ આશ્ચર્યમાં મુકી દે એવી વાત એ છે કે આ હોટેલમાં છત નથી અને દીવાલો પણ નથી.

આ હોટેલનું નામ છે Null Stern. સ્વિટઝરલેંડના સ્વિસ આલ્પ્સ પર્વતોની વચ્ચે આવેલી આ હોટેલ પર્યટકોની પહેલી પસંદ છે. આ એક ઓપન એર હોટેલ છે. જેમાં માત્ર એક જ રૂમ છે. આ હોટેલમાં રોકાનારા લોકોને ખુલ્લામાં સુવું પડે છે. નવ સ્ટર્ન જુલાઈ 2016માં એક પથારી સાથે લોન્ચ કરવામાં આવી હતી.

સમુદ્ર તટથી 6, 463 ફીટની ઉંચાઈ પર સ્થિત આ હોટેલની એક રાતનું ભાડું લગભગ 17 હજાર રૂપિયા છે. જો કે અહીં રોકાવા માટે હવામાન યોગ્ય હોવું જરૂરી છે. હવામાન યોગ્ય ન હોય તો બુકિંગ કેન્સલ કરાવી દેવામાં આવે છે. આર્ટિસ્ટ ફ્રેંક અને રિકલિને આ હોટેલ બનાવી છે. આ હોટેલમાં છત નથી. દીવાલ નથી કે બાથરૂમ પણ નથી. બસ મળશે એક ખુલ્લા આકાશ નીચે રાખવામાં આવેલો બેડ. અહીં ટોયલેટ પણ નથી. પર્યટકોએ થોડે દૂર આવેલા પબ્લિક ટોયલેટનો ઉપયોગ કરવાનો રહે છે.

ચારો તરફ પહાડોથી ઘેરાયેલું આ સ્થાન ખૂબ જ સુંદર છે. અહીં આવનાર લોકોએ પહેલાથી બુકિંગ કરાવવાનું રહે છે. જો કે કોરોના મહામારીના સમયમાં બુકિંગ બંધ કરવામાં આવ્યું હતું. તેની સૂચના હોટેલની આધિકારીક વેબસાઈટ પર આપવામાં આવી હતી. હાલ પણ આ હોટેલનું બુકિંગ બંધ છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે 2022માં અમે કેવા પ્રકારનું બુકિંગ સ્વીકારીશું તે પહેલાથી જણાવવામાં આવશે

આ પણ વાંચો :-

ગુજરાતના 3 જિલ્લામાં પૂરનું જોખમ, રાજ્યમાં સેનાએ સંભાળ્યો મોરચો

0

Flood risk in 3 districts of Gujarat

  • ગુજરાતના કચ્છા જિલ્લામાં જખૌ બંદર નજીક શક્તિશાળી વાવાઝોડું બિપોરજોયના સંભવિત આગમનના બે દિવસ પહેલા અધિકારીઓએ મંગળવારે કાંઠા વિસ્તારોમાંથી લગભગ 30,000 જેટલા લોકોને અસ્થાયી આશ્રય સ્થળોએ ખસેડયાં.

અત્યંત ગંભીર ચક્રવાત તોફાનમાં ફેરવાઈ ચૂકેલું બિપોરજોય ચક્રવાત 15 જૂનના રોજ બપોરની આજુબાજુ તે સૌરાષ્ટ્ર-કચ્છ તથા તેની નજીક આવેલા પાકિસ્તાનના (Pakistan) કાંઠા વિસ્તારોથી પસાર થઈ શકે છે.

આઈએમડી મુજબ ઉત્તર પૂર્વ અને આજુબાજુના પૂર્વ મધ્ય અરબ સાગરમાં સમુદ્રની સ્થિતિ અભૂતપૂર્વ (10થી 14 મીટર સુધી ઊંચી લહેરો ઉઠી શકે છે) છે. હવામાન ખાતાએ 15 જૂન સુધી ઓઈલ ગતિવિધિ, જહાજની અવરજવર અને માછીમારી સહિત તમામ ગતિવિધિઓને સંપૂર્ણ રીતે સ્થગિત કરવાની ભલામણ કરી છે. હવામાન ખાતાએ દુનિયામાં એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસ સ્થાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અન્ય પ્રસિદ્ધ સ્થળો જેમ કે સોમનાથ મંદિરમાં (Somnath Temple) સ્થિતિની નીકટતાથી નિગરાણી કરવાની ભલામણ કરી છે.

145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે ભારે નુકસાન થઈ શકે. આઈએમડી મુજબ રાજકોટ, મોરબી અને જૂનાગઢમાં ભારેથી વધુ ભારે વરસાદ થવાની શક્યતા છે. આ જિલ્લાઓમાં 15 જૂનના રોજ 145 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે છે. ભારે હવા અને વરસાદથી ઊભા પાક, ઘરો, રસ્તાઓ, વીજળી અને સંચારના થાંભલાને ભારે નુકસાન થઈ શકે છે અને પાણી નિકાલના માર્ગોમાં પૂરની સ્થિતિ પેદા થઈ શકે છે.

કચ્છ, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદથી પૂરની શક્યતા :

આઈએમડી મુજબ ગુજરાતમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લાઓમાં 13થી 15 જૂન સુધીમાં 20 સેન્ટીમીટરથી વધુ વરસાદ થઈ શકે છે. તેમણે ચેતવતા કહ્યું કે અમને આશ્ચર્ય નહીં થાય જો આ વિસ્તારોમાં 25 સેમીથી વધુ વરસાદ નોંધાય. સામાન્ય રીતે વર્ષના આ સમયમાં આટલો ભારે વરસાદ પડતો નથી આથી નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ છે.

15 જૂને જખૌ બંદર પાસે સૌરાષ્ટ્ર બંદર પાસે સૌરાષ્ટ્ર તથા કચ્છના કાંઠા પાસેથી પસાર થાય તેવી શક્યતા છે. આ દરમિયાન વધુમાં વધુ  150 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. આઈએમડીએ કહ્યું કે ચક્રવાત બિપરજોયથી વ્યાપક નુકસાન થવાની શક્યતા છે. ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લા સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે.

1 કરોડ પગાર, 6-7 કલાકનું કામ….. છતાં આ નોકરી માટે અરજી કરતા ડરી રહ્યાં છે લોકો, જાણો કેમ ?

1 crore salary, 6-7 hours of work.

  • Attaractive Jobs : જો તમે પણ નોકરી કરવા ઈચ્છો છો તો આ નોકરી કરી શકો છો. પરંતુ તે પહેલા તમારે દરેક જાણકારી ધ્યાનપૂર્વક વાંચી લેવી જોઈએ. જાણી લો આ નોકરી માટે શું યોગ્યતા છે.

માત્ર લાઈટ બલ્બ ચેન્જ (Light bulb change) કરવાના બદલામાં એક કરોડ રૂપિયા પગાર… વાંચીને ચોંકી જશો. પરંતુ સોશિયલ મીડિયા પર આવી એક નોકરીની ઓફર ચર્ચામાં છે. પરંતુ આટલા મોટા પગાર છતાં વધુ લોકો આ નોકરી માટે અરજી કરી રહ્યાં નથી. કારણ કે તેમાં ખુબ જોખમ છે. આવો જાણીએ વિગત..

સોશિયલ મીડિયા પર વાયરલ નોકરીની આ જાહેરાત પ્રમાણે નોકરી છે Tower Lantern Changer (ટાવર લાલટેન ચેન્જર) ની, જે અમેરિકાના સાઉથ ડેકોટા (South Dakota, US) માં નિકળી છે. તેમાં તમારે 600થી વધુ મીટરની ઊંચા સિગ્નલ ટાવર પર ચઢીને તેનો બલ્બ બદલવો પડશે.

નોંધનીય છે કે આ ટાવર સામાન્ય ટાવરથી અલગ હોય છે. જેટલી ઊંચાઈ પર પહોંચે છો, તે ટાવર ખુબ પાતળો થવા લાગે છે. તેના શીખર (ટોપ) પર પહોંચવું અને ત્યાં ઊભા રહીને બલ્બ બદલવો, એક મુશ્કેલ કામ છે. ઉપર ચઢવા માટે સેફ્ટીમાં માત્ર એક રસ્સી (સેફ્ટી કેબલ) નો ઉપયોગ થાય છે.

મિરર યૂકે પ્રમાણે આ નોકરીની જરૂરી શરત છે કે અરજીકર્તાને ઊંચાઈથી ડર ન લાગવો જોઈએ. તે શારીરિક રૂપથી ફિટ હોવો જોઈએ. એક વર્ષથી ઓછો અનુભવ હોય તે પણ અરજી કરી શકે છે. પગાર અનુભવના આધારે હશે. પરંતુ શરૂઆતી આવક સામાન્યથી ખુબ વધુ હશે.

કેટલું છે મુશ્કેલ આ કામ?

જણાવવામાં આવ્યું કે જમીનથી 600  મીટરના ટાવરના ટોપ પર ચઢવામાં લગભગ 3 કલાકનો સમય લાગે છે. આટલો સમય ઉતરવામાં પણ લાગશે. એટલે કે 6-7 કલાકની નોકરી હશે. આ સિવાય ટાવરના ટોપ પર 100 કિમી/ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હોય છે. જે લાઈટ બલ્બ બદલવાના કામને વધુ મુશ્કેલ બનાવે છે.

જે વ્યક્તિ આ કામ કરશે તેને 100000 પાઉન્ડ (આશરે 1 કરોડ રૂપિયા) નું વાર્ષિક પેકેજ મળશે. દર છ મહિનામાં એકથી બે વખત કોઈ ટાવરનો બલ્બ ચેન્જ કરવાનો હોય છે. વ્યક્તિએ એકલાએ ટાવર પર ચઢીને આ કામ કરવું પડશે.

ટિકટોક પર આવી નોકરીની જાહેરાત :

આ નોકરીની જાહેરાત ટિકટોક પર છવાઈ છે. પરંતુ મોટા પગાર છતાં ઓછા લોકો અરજી કરી રહ્યાં છે. કારણ કે આ જોખમી કામ છે. સૌથી પહેલા જાહેરાતને Science8888 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવી હતી. જેને લાખો લોકો જોઈ ચુક્યા છે. જાહેરાતવાળા વીડિયોમાં એક વ્યક્તિ ઊંચાઈ પર ચઢતો જોવા મળે છે. કેપ્શનમાં લખ્યું છે- બધા આ ન કરી શકે. પરંતુ આ વાયરલ દાવાની પુષ્ટિ થઈ શકી નથી.

આ પણ વાંચો :-

૧૪ જૂન / આ રાશિના જાતકો નાનું મોટું રોકાણ કરવાનું વિચારતા હોય તો મુલતવી રાખજો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

June 14 / If people of this zodiac sign

મેષ:
આવકમાં વધારો થતો જણાય. આર્થિક પાસુ મજબૂત બને. પરિવારમાં પરસ્પર પ્રેમની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ કરી શકો. નવા રોકાણોથી લાભ શક્ય બને. આરોગ્ય જળવાય. ધાર્મિક ભાવના વધે.

વૃષભ:
માનસિક અસ્વસ્થતાનો અનુભવ થાય. ખર્ચના પ્રમાણમાં આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સાનુકૂળતા. માતા સાથે મતભેદની શક્યતા. અપચન, પેટની તકલીફ રહે.

મિથુન:
મનોબળ મજબૂત બને. કરેલા કાર્ય સફળ થતા જણાય. આર્થિક બાબતોનું આયોજન સુંદર રીતે કરી શકાય. યશ-પ્રતિષ્ઠા વધે. સ્ત્રીવર્ગથી ફાયદો મળે. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. સ્વાસ્થ્ય સારું રહેશે.

કર્ક:
દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. આવક વધતાં બેંક બેલેન્સ વધે. પરિવારમાં સુખ શાંતિ વર્તાય. શેરબજારથી લાભ. માતૃપક્ષ તરફથી સારા સમાચાર પ્રાપ્‍ત થાય. ગળાના રોગોથી સાચવવું. નોકરી-ધંધામાં પ્રગતિ.

સિંહ:
માનસિક શાંતિ રહેશે. નાણાંકીય વ્યવહારોમાં લાભ. આવક વધે. પરિવારમાં મોજ શોખમાં ખર્ચ રહે. સ્થાવર-જંગમ મિલકતના વ્યવહારોમાં લાભ. માતા-પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું. સંતાન સુખ સારું.

કન્યા:
વાણી દ્વારા કાર્યમાં સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. માતા સાથે મતભેદની શક્યતા તથા માતાની તબિયત સાચવવી. મિત્રોથી સાચવવું. મિત્રોની સલાહ ઉપર આંધળો ભરોસો ન કરવો.

તુલા:
આનંદ-ઉત્સાહ વધતો જણાય. આર્થિક બાબતોમાં સફળતા મળે. પરિવારમાં અસંતોષ વધે. તથા ધાર્યા પ્રમાણેના કાર્ય કરવામાં અસમર્થતા પેદા થાય. નવા રોકાણો ટાળવા. સરકારી કામકાજમાં સાવધાની રાખવી જરૂરી.

વૃશ્ચિક:
મોજશોખનું પ્રમાણ વધશે. આથી વ્યસનમાં ન પડાય એનું ધ્યાન રાખવું. આવકનું સ્તર સામાન્ય રહેતું જણાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. આરોગ્ય સાચવવું. ચામડીના રોગોનો ઉપદ્રવ થાય.

ધન:
દિવસ દરમિયાન આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં ગુસ્સો ટાળી શાંતિથી કામ લેવું. રોકાણો ક્ષેત્રે જૈસે થેની સ્થિતિ સર્જાય. દામ્પત્ય જીવનમાં ગુસ્સાભર્યું વાતાવરણ રહે.

મકર:
માનસિક સ્વસ્થતા જળવાશે. નાણાંની આવક રહેશે. પરંતુ બગાડ અટકાવવો. ભાઈ-બહેન સાથે વિખવાદ થવાના યોગ છે. વાહન સુખ મળશે. નવી મિલકત કે વાહનની ખરીદી શક્ય બને. સંતાનની પ્રગતિથી હર્ષ.

કુંભ:
જો ગુસ્સા ઉપર કાબુ રાખી શકો, તો આત્મવિશ્વાસમાં વધારાને કારણે અગત્યના કાર્યો કરી શકાય. આર્થિક બાબતો અંગે શુભફળ મળે. પરિવારમાં અત્યંત પ્રસન્‍નતાનો અનુભવ કરી શકશો. આરોગ્ય સાચવવું.

મીન:
ઉદારતા તથા અન્યને મદદ કરી શકવાને કારણે મનમાં શાંતિ રહે તથા યશ-પ્રતિષ્‍ઠા વધે. આવકમાં વૃદ્ધિ આવતી અનુભવી શકાય. સ્ત્રીવર્ગથી લાભ. નોકરિયાતને શાંતિ તથા ધંધાર્થીને અસંતોષ રહે.‌ પિતાની તબિયત સાચવવી.

આ પણ વાંચો :-

કોણ છે Kairan Quazi ? જેના ટેલેન્ટ પર ફિદા થયા એલોન મસ્ક, જાણો શું છે કહાની

Who is Kairan Quazi? Elon Musk 

  • Youngest Engineer : ખરેખર Kairan ના માતા-પિતાને પણ બાળપણમાં જ ખબર પડી ગઈ હતી કે તે સામાન્ય નથી. ખુબ નાની ઉંમરથી જ તે ફુલ સેન્ટન્સ બોલી શકતો હતો. તે રેડિયો પર સમાચાર સાંભળીને શાળાના શિક્ષકો અને અન્ય બાળકોને કહેતો હતો.

કહેવાય છે કે ટેલેન્ટની (Talent) કોઈ ઉંમર હોતી નથી. ઘણીવાર લોકો પોતાના હુનરના દમ પર દુનિયામાં નામ કમાઈ લે છે. પરંતુ હવે એક 14 વર્ષના છોકરાએ બધાને ચોંકાવી દીધા છે. આ છોકરાનું નામ કૈરાન કાઝી (Keiran Qazi) છે. કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગના (Engineering) ક્ષેત્રમાં આ છોકરાએ એવો રેકોર્ડ હાંસલ કર્યો છે.

જે મોટા તુર્રમ ખાન હાંસલ કરી શક્યા નથી. આ છોકરાનો ટેલેન્ટ જોઈને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક એલોન મસ્ક પણ આકર્ષાયા અને તેને તેમની કંપની સ્પેસએક્સમાં સોફ્ટવેર એન્જિનિયરની નોકરી આપી.

કૈરાને એક LinkedIn પોસ્ટમાં કહ્યું હું સોફ્ટવેર એન્જિનિયર તરીકે વિશ્વની સૌથી અદ્ભુત કંપની Starlinkનો ભાગ બનવા જઈ રહ્યો છું. આ ખૂબ જ દુર્લભ કંપનીઓમાંની એક છે જે ટેલેન્ટ જુએ છે અને ઉંમર નહીં. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર કૈરાન પાસે કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી છે. આટલી નાની ઉંમરમાં આ પદ કોઈ પ્રાપ્ત કરી શક્યું નથી.

સ્પેસએક્સ તરફથી ઓફર મળ્યા બાદ હવે તે સૌથી યુવા એન્જિનિયર બની ગયો છે. તેની ઉંમર એટલી છે કે તે ન તો વાહન ચલાવી શકે છે. ન તો R રેટેડ મૂવી જોઈ શકે છે અને ન તો વોટ કરી શકે છે. અને હવે સ્પેસએક્સમાં જોડાયા બાદ તે સ્પેસક્રાફ્ટ બનાવશે અને વિશ્વના પ્રખ્યાત એન્જિનિયરો સાથે કામ કરશે.

No description available.

હકીકતમાં કૈરાનના માતા-પિતાને પણ બાળપણમાં જ ખબર પડી ગઈ હતી કે તે સામાન્ય નથી. ખુબ નાની ઉંમરે પણ તે સંપૂર્ણ વાક્યો બોલી શકતો હતો. તે રેડિયો પર સમાચાર સાંભળીને શાળાના શિક્ષકો અને અન્ય બાળકોને કહેતો હતો. ત્રીજા વર્ગમાં શિક્ષકોને પણ ખબર પડી કે કૈરાનની શીખવાની ક્ષમતા અન્ય કરતા વધુ છે. આટલું જ નહીં તે તેની ઉંમરના બાળકો કરતા પણ મોટી મોટી વાતો કરતો હતો.

જ્યારે કૈરાન 9 વર્ષનો થયો ત્યારે તેને કોમ્યુનિટી કોલેજમાં એડમિશન મળ્યું. ત્યાં તે તેનો મોટાભાગનો સમય લેબમાં વિતાવતો હતો. તે જગ્યાએ મોટા ભાગના બાળકો તેના કરતા મોટા હતા. સામાન્ય રીતે, બાળકોને તેમની ગ્રેજ્યુએશનની ડિગ્રી 22 વર્ષની ઉંમરે મળે છે. પરંતુ કૈરાનને માત્ર 14 વર્ષની ઉંમરે જ ગ્રેજ્યુએશનની ડિગ્રી મળી. તેણે કોમ્પ્યુટર સાયન્સની ભૂલો દૂર કરવામાં ઘણી કંપનીઓને પણ મદદ કરી છે.