Home Blog Page 1060

₹૧૬ ના સ્ટોકે આપ્યું ૨૧૮૦ % રિટર્ન, આજે રોકેટ બન્યો ભાવ, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો

0
  • આયરન અને સ્ટીલ પાઈપ નિર્માતા જેટીએલ ઈન્ડસ્ટ્રીઝ (JTL Industries Share) એ છેલ્લા ત્રણ વર્ષમાં રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. બ્રોકરેજ ફર્મ આ શેર પર બુલિશ છે.

આયરન અને સ્ટીલ પાઈપ નિર્માતા જેટીએલ ઈન્ડસ્ટ્રીઝ (JTL Industries Share)એ છેલ્લા ત્રણ વર્ષમાં રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન (Multigabber Stock Return) આપ્યું છે બ્રોકરેજ ફર્મ આ શેર પર બુલિશ છે અને તેને ખરીદવાની સલાહ આપી રહી છે. JTL Industries ના શેર ઈન્ટ્રા ડે ટ્રેડમાં ૫.૩૫ ટકા વધીને ૩૫૯.૯૦ રૂપિયા પર કારોબાર કરી રહ્યો હતો.

શું કહે છે એક્સપર્ટ :

ઘરેલૂ બ્રોકરેજ ફર્મ એક્સિસ સિક્યોરિટીઝના સ્ટ્રેટેજિક રૂપથી સ્થિત પ્લાન્ટ, એગ્રેસિવ કેપેસિટી એક્સપેન્શન અને વેલ્યૂ ગ્રોથ પ્લાન દ્વારા તેની વ્યાપક ડિસ્ટ્રિબ્યૂટર પહોંચનો હવાલો આપતા જેટીએલ ઈન્ડસ્ટ્રીઝ પર બાય રેટિંગની સાથે કવરેજ શરૂ કર્યું છે. નોંધનીય છે કે જેટીએલ ભારતભરમાં ભૌગોલિક રૂપથી ફેલાયેલી ચાર વિનિર્માણ સુવિધાઓ છે. જે કંપનીને સ્પર્ધાત્મક કિંમત પર કાચા માલની સપ્યાલ કરવાની સાથે-સાઘે ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય બજારોમાં પોતાના વેચાણનો વિસ્તાર કરવામાં સક્ષમ બનાવે છે.

કંપનીના શેર :

જેટીએલ ઈન્ડસ્ટ્રીઝના શેર ૫ ટકા વધી ૩૬૪.૯૫ રૂપિયા પર પહોંચી ગયો અને કંપનીનું કુલ માર્કેટ કેપ લગભગ 3૩૧૦૦ કરોડ રૂપિયા થઈ ગયું છે. જેટીએલ ઈન્ડસ્ટ્રીઝના શેર સપ્ટેમ્બર ૨૦૨૨માં પોતાના ૫૨ સપ્તાહના નિચલા સ્તર ૧૮૫.૭૦ રૂપિયાથી લગભગ 98 ટકા વધી ગયા છે. વર્ષ ૨૦૨૨માં અત્યાર સુધી સ્ટોકમાં લગભગ ૨૦ ટકાનો વધારો થયો છે. પરંતુ તેણે છેલ્લા 3 વર્ષમાં કોવિડ-19ના નિચલા સ્તર ૧૬ રૂપિયાથી ૨૧૮૦ ટકાનું રિટર્ન આપ્યું છે.

આ પણ વાંચો :-

વર્લ્ડ કપ પહેલા સ્ટાર ક્રિકેટર રિષભ પંતે ઈન્સ્ટાગ્રામ બાયોમાં બદલી ડેટ ઓફ બર્થ, ટ્વિટરમાં થયો ટ્રેન્ડ

0
  • ભારતીય ટીમના યુવા સ્ટાર વિકેટકીપર ખેલાડી રિષભ પંત હાલ અકસ્માત બાદ રિકવર થઈ રહ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે રિષભ પંત પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટના બાયોમાં મોટો ફેરફાર કર્યો છે.

પંતે બીજી ડેટ ઓફ બર્થ ૦૫/૦૧/૨૩ લખી છે. પરિણામે ટ્વિટરમાં રિષભ પંત (Rishabh Pant) ટ્રેન્ડ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે રિષભ પંત ૩૦ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ કાર અકસ્માતમાં ઘાયલ થયો હતો. જેના પગલે સ્થાનિલ લોકોએ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયો હતો. જ્યાં પંતની સર્જરી કરવામાં આવી હતી. પંતની રિયલ ડેટ ઓફ બર્થ ૪ ઓક્ટોબર ૧૯૯૭ છે.

અકસ્માત બાદ પંતની સ્થિતિમાં ખૂબ જ સુધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ પંતે એક વીડિયો શેર કર્યો હતો જેમાં કોઈના ટેકા વગર સીડી ચડી રહ્યો હતો. અમુક મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, પંત આગામી વર્લ્ડ કપમાં વાપસી કરી શકે છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી.

તમને જણાવી દઈએ કે પંતે તાજેતરમાં એક તસવીર શેર કરી હતી. જેમાં મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ, શાર્દુલ ઠાકુર અને કેએલ રાહુલ જોવા મળ્યા હતા. કેએલ રાહુલ પણ પોતાના રિહેબને કારણે આ દિવસોમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં હાજર છે.

Image

IPL ૨૦૨૩માં એક મેચમાં ફિલ્ડિંગ દરમિયાન રાહુલના પગમાં ઈજા થઈ હતી. થોડા સમય પહેલા રાહુલે સર્જરી કરાવી હતી. આ સિવાય ભારતીય સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને બેટસમેન શ્રેયસ અય્યર પણ રિકવરી માટે નેશનલ ક્રિકેટ એકેડમીમાં હાજર છે. પીઠની ઈજાને કારણે બુમરાહ અને ઐય્યરે સર્જરી કરાવી હતી.

આ પણ વાંચો :-

૨૯ જૂન / કર્ક, ધન સહિત આ રાશિના જાતકો ગુરુવારે આ કામ કોઈ ભોગે ટાળી દે, નહીં તો પસ્તાસો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
મનોબળમાં વધારો થાય આવકનું પાસુ મજબુત થતું જણાય. ધારેલી આવક મેળવી શકય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ, છતાં થોડું ગુસ્સાવાળુ વાતારણ રહે. દામ્પત્ય સુખમાં આનંદ

વૃષભઃ
અણગમતા સંજોગોનો સામનો કરવો પડે. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં શાંતિ રહે. કાર્યક્ષેત્રે સંધર્ષ બાદ સફળતા મળતી જણાય. પત્નિ સાથે પ્રેમ જળવાય. મિત્રોથી સહકાર મળે.

મિથુનઃ
મનનુ સિદ્ધાંતવાદી વલણ રહે. આવક જળવાશે. પરિવારના સભ્યો સાથે આત્મીયતા વધે. જુના રોકાણોથી ફાયદો તથા નવા રોકાણનું યોગ્ય આયોજન શક્ય બને. સંતાનની પ્રગતિથી આનંદ વધે.

કર્કઃ
દિવસ દમ્યાન આનંદની અનુભુતિ થાય કરેલા રોકાણો ફળદાયી નીવડે, નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ થાય આથી આવક વધે. ઠંડાપીણા, પાણી, આઈસ્ક્રીમના ધંધામાં વિશેષ લાભ.

સિંહઃ
થોડું ગુસ્સાનું પ્રમાણ રહે. નાણાંકીય પાસુ મજબૂત થતું જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિ આનંદદાયક સાબિત થાય. તમામ કાર્યોમાં સફળતા મળતી જણાય. આરોગ્ય સાચવવું.

કન્યાઃ
સરળ સ્વભાવને કારણે અન્યની હેરાનગતિનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આર્થિક પાસુ મજબુત બને. જીવન સાથી સાથે ઉગ્રતા ટાળવી. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય છે.

તુલાઃ
સૌંદર્ય, કલા અને રસીક ત્તત્વમાં સંયોગથી આનંદની અનુભુતિ થાય હિંમત અને વિદ્ધત્તામાં વધારો થાય. અણુઉર્જા, ઈલેકટ્રોનિકસ, પુસ્તકાલય, કુરિય જેવા ધંધામાં વિશેષ લાભ, લીવરની કાળજી રાખવી જરૂરી છે.

વૃષિકઃ
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. સંતાન તરફ‌ની ચિંતા રહે. પત્નિ સાથે પ્રેમ જળવાય. પ્રિય પાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો નથી. આથી નોકરી, ધંધામાં શાંતિ રાખવી.

ધનઃ
જીવનમાં અસંતોષ જણાય પણ માનસિક સ્થિરતા જળવાઈ રહે. ખોટા વિચાર મનનો કબજો ન લઈ લે એનું ધ્યાન રાખવું. મિત્ર વર્ગથી ખૂબ સારો સહકાર મળતો જણાય. આરોગ્ય સારૂં રહે. ધંધાકીય ક્ષેત્રે આનંદમાં વધારો થાય.

મકરઃ
નવી નોકરી અથવા ધંધાની શરૂઆત શક્ય બને. હાલના કાર્યક્ષેત્રેમાં પ્રગતિ થતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. આર્થિક રોકાણોમાં ફાયદો જણાય. નવા વાહનની ખરીદી શકય બને. ઓટોમોબાઈલ તથા ટ્રાવેલિંગના ધંધામાં વિશેષ લાભ

કુંભઃ
ભાગ્ય મજબૂત હોવાને કારણે ઓછી મહેનતે વધુ સફળતા મેળવી શકાશે. આવકનું પ્રમા વધશે પરંતુ ખોટા ખર્ચ અટકાવવો. શેર બજાર, સ્ત્રીશણગારના સાધનો ના ક્ષેત્રે વિશેષ લાભ, પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય

મીનઃ
મજબૂત આત્મબળને કારણે સાહસિક નિર્ણય લઈ શકો. પરિવારમાં આનંદ જળવાય. આ‍કનું પ્રમાણ સાધારણ રહે. માતાતની તબિયતની કાળજી જરૂરી. માથાનો દુઃકાવો, પડવા, વાગવાથી સાચવવું સંતાન સંખ સારૂં

આ પણ વાંચો :-

વન ડે વર્લ્ડકપ ૨૦૨૩ના સ્થળ પસંદગી પર વિવાદ ! રાજકોટ-મોહાલી સહિતના આ સ્થળોની કેમ પસંદગી ના થઈ ?

0
  • ICCએ ૨૦૨૩ ક્રિકેટ વર્લ્ડકપનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ૪૬ દિવસ ચાલનારા વર્લ્ડકપમાં કુલ ૪૮ મેચ અને ૧૨ સ્થળો પર રમાશે.

રાઉન્ડ રોબિન લીગ ફોર્મેટમાં રમાનાર ટૂર્નામેન્ટ ૫ ઓક્ટોબરથી ૧૨ નવેમ્બર વચ્ચે રમાશે. ટૂર્નામેન્ટની શરૂઆત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૫ ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી થશે.

વર્લ્ડકપ (World Cup) દરમિયાન પ્રેક્ટિસ મેચ સહિતની મેચ ૧૨ સ્થળો પર રમાશે. જેમાં અમદાવાદ, હૈદરાબાદ, ધરમશાળા, દિલ્હી, ચેન્નાઈ, લખનૌ, પૂણે, બેંગલુરૂ, મુંબઈ અને કોલકાતા છે. હૈદરાબાદ સિવાય ગુવાહાટી અને તિરૂવનંતપુરમમાં ૨૯ સપ્ટેમ્બરથી ૩ ઓક્ટોબર સુધી પ્રેક્ટિસ મેચ રમાશે. હવે સ્થળ પસંદગીને લઈને નવો વિવાદ ઉભો થયો છે.

મોહાલીને યજમાની ના મળતા પંજાબ ક્રિકેટ એસોસિએશન (PCA) ભડક્યું છે. કોંગ્રેસ નેતા શશિ થરૂર પણ તિરૂવનંતપુરમને યજમાની ના મળતા સવાલ ઉઠાવી ચુક્યા છે. ૨૦૧૧માં બે વેન્યૂ નાગપુર અને મોહાલીને વર્લ્ડકપની મેચ મળી હતી. આ વખતે નાગપુરને પણ યજમાનીની તક આપવામાં આવી નથી.

મોહાલી, નાગપુર સિવાય ઈન્દોર, રાજકોટ, રાંચી જેવા કેટલાક ક્રિકેટ સેન્ટરને મેચ આપવામાં આવી નથી. એમએસ ધોનીની ભારતીય ક્રિકેટમાં જે રીતની પોપ્યુલારિટી છે એવામાં તેના હોમગ્રાઉન્ડ રાંચીને મેચ ના મળતા કેટલાક સ્થાનિક ક્રિકેટ ફેન્સ નિરાશ થયા છે.

આ પણ વાંચો :-

સ્મશાનમાં ભુવાઓ ધૂણી રહ્યા હતા, અચાનક પોલીસ સાથે વિજ્ઞાન જાથા ત્રાટકી

0
  • જામનગરના કાલાવડના નિકાવા ગામ પાસે આણંદપર ગામમાં મચ્છુ કઠિયા દરજી ટંકારીયા એક પરિવારના માતાજીના મઢમાં ભુવા સ્થાપવા અને આણંદપર ગામમાં સ્મશાનના ખાટલે પાંચ ભુવાઓએ વિધિ-વિધાન કરતા વિજ્ઞાન જાથાએ પર્દાફાશની કામગીરી કરી હતી. જેમાં કાલાવડ ગ્રામ્ય પોલીસની પણ મદદ લેવામાં આવી હતી.

આજના ૨૧મી સદીના યુગમાં પણ કેટલાક લોકો અંધશ્રદ્ધાનો ભોગ બનતા હોવાના અનેક બનાવો સામે આવતા હોય છે. એવામાં વિજ્ઞાન જાથા દ્વારા તાંત્રિક વિધિ કરતા ભુવાઓ સામે લાલ આંખ કરવામાં આવી રહી છે. જેમાં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં વિજ્ઞાન જાથાએ પોલીસને સાથે રાખી તાંત્રિક વિધિ કરતા ભુવાઓના સ્થાનો પર ત્રાટકી હતી. ટંકારીયા પરિવારનો 200 વર્ષ જુનો માતાજીનો મઢ આણંદપરમાં છે. જ્યાં અમુક પરિવાર દ્વારા ભુવા સ્થાપવાની કામગીરીમાં ધાર્મિક કાર્યો રાખવામાં આવ્યા હતા. જેને લઈને સમાજના જાગૃતોએ વિરોધ કર્યો હતો.

સ્મશાનમાં ખાટલે બેસી ભુવા ધૂણી રહ્યા હતા :

ત્યારે ભુવા સ્થાપવાની સાથે વિચિત્ર રીતે ભુવાઓ ધુણતા અને ડાકલાની રમઝટ બોલાવતા હોવાનું નજરે પડ્યું હતું. સ્મશાનના ખાટલે ભુવાઓએ માથે ઓઢી વિધિ-વિધાન કરી ભય, દહેશતનો માહોલ સર્જયો હતો. નબળા મનના લોકો માટે માનસિક ઈજાનું કામ કરતા હોવાનું વિજ્ઞાન જાથાને ધ્યાને આવ્યું હતું.

પોલીસ સાથે વિજ્ઞાન જાથાની રેડ :

વિજ્ઞાન જાથાના જણાવ્યા અનુસાર ટંકારીયા પરિવારના અમુક સદસ્યોએ વિજ્ઞાન જાથાના કાર્યાલયે શુભેચ્છા મુલાકાત લઈ ફોટા પાડી સોશ્યલ મિડીયામાં અને જ્ઞાતિ સમાજના લોકોને ગેરમાર્ગે દોરવાનો નિમ્ન પ્રયાસ કર્યો હતો. જેને લઈને વિજ્ઞાન જાથા દ્વારા ભુવાઓ સામે સુલેહ શાંતિ ભંગ સહિત કાનુની પગલા ભરવા કાર્યવાહી કરી હતી.

તેમજ ભુવાઓને સ્મશાનમાં લઈ જઈ રીકન્સ્ટ્રકશન વિજ્ઞાન જાથા-પોલીસને સાથે રાખી કર્યું હતું. આમ જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાંથી પાંચ ભુવાઓને ત્યાં વિજ્ઞાન જાથા ત્રાટક્યું હતું અને નિયમોનુસાર કાર્યવાહી કરી સમાજને ગેરમાર્ગે દોરતા ભુવાઓને બોધપાઠ ભણાવ્યો હતો. તેમજ આગામી સમયમા હવે સમાજને ગેરમાર્ગે ન દોરવાનું અને ખોટી તાંત્રિક વિધિમાં લોકોને ન ફસાવવા માફી મંગાવી હતી.

આ પણ વાંચો :-

પરિવારજનોએ વાજતે ગાજતે ઢોલ નગારા વગાડીને કાઢી અંતિમ યાત્રા

0
  • સુરતના કરંજ ગામે રહેતા દિવાળી બેન લાડનું ૧૦૩ વર્ષનું ઉંમરે નિધન થતાં અનોખી અંતિમ યાત્રામાં લોકો ડી.જે સાથે ફટાકડા ફોડી પરિવારજનોએ અંતિમ યાત્રા કાઢી હતી. આ સાથે કોરિયાના મેરિયા (મશાલ) પ્રગટાવવામાં આવી હતી.No description available.

શું તમે ક્યારેય કોઈના અંતિમ સંસ્કારમાં લોકોને નાચતા જોયા છે? પરંતુ સોશિયલ મીડિયામાં એવા અનેક વીડિયો વાયરલ થયેલા જોવા મળશે જ્યાં લોકો મૃત્યુની ઉજવણી કરતા જોવા મળી છે. ત્યારે સુરતમાં પણ એક અનોખી સ્મશાનયાત્રા નીકળી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

મહત્વનું છે કે જે મૃત્યુ પામ્યું હોય તેને યાદ કરી કરીને તેના પાછળ મરસિયા ગવાય અને કરૂણ રૂદન કરાતું હોય છે પરંતુ સુરતના કરંજ ગામ એક વૃદ્ધાના મૃત્યું પછી એક અલગ જ રીતે અંતિમયાત્રા નીકાળવામાં આવી હતી. કરંજ ગામે અલગ પ્રકારની નીકળેલી અંતિમયાત્રાને લઈ સૌ કોઈ અંચબિત થઈ ગયા હતાં.

No description available.

સુરતના કરંજ ગામે રહેતા દિવાળી બેન લાડનું ૧૦૩ વર્ષનું ઉંમરે નિધન થતાં અનોખી અંતિમ યાત્રામાં લોકો ડી.જે સાથે ફટાકડા ફોડી પરિવારજનોએ અંતિમ યાત્રા કાઢી હતી. આ સાથે કોરિયાના મેરિયા (મશાલ) પ્રગટાવવામાં આવી હતી. દિવાળી બેનની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

આ પણ વાંચો :-

 

હસતો-રમતો પરિવાર વિખેરાયો : થરા હાઈવે પર અકસ્માતમાં પતિ-પત્ની અને દીકરીનું મોત

0
  • Banaskantha news : બનાસકાંઠામાં મોડી રાતે કાર અને બાઈક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર પતિ, પત્ની અને દીકરીનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું.

બનાસકાંઠાના કાંકરેજના થરા હાઈવે પર મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઈક અને સ્વિફ્ટ ગાડી વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમા એક નાનકડો હસતો રમતો પરિવાર વિખેરાયો હતો. અકસ્માત સર્જાતા ઘટના સ્થળે જ ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા. પતિ-પત્ની અને નાનકડી દીકરીનું ઘટનાસ્થળે મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે મોડી રાતે બનાસકાંઠાના ડીસાના માણેકપુર ગામમાં રહેતા વેરશીજી ઠાકોર પોતાના પરિવાર સાથે બાઈક પર નીકળ્યા હતા. બાઈક પર તેમની પત્ની ભાનુબેન ઠાકોર અને 10 વર્ષની દીકરી તેજલ ઠાકોર હતા. નાનકડો એવો આ પરિવાર થરા હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન એક સાથે બાઈક ભટકાયુ હતું.

આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળ પર જ વેરશીજી ઠાકોર તેમના પત્ની અને દીકરી મૃત્યુ પામ્યા હતા. ઘટના સ્થળે ભારે અરેરાટીના દ્રશ્યો સર્જાયા હતા.

તો બીજી તરફ અકસ્માતને પગલે હાઈવે પર ચક્કાજામ થયો હતો. હાઈવે પર ગાડીઓનો કાફલો ભેગો થયો હતો. બાદમાં ટ્રાફિક દૂર કરાયો હતો. ત્રણેય વ્યક્તિનું મોત નિપજતા તેમના મૃતદેહને નજીકની થરા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો આવી ગયા હતા.

આ પણ વાંચો :-

 

 

સુરતમાં રાત્રે વરસાદની બેટિંગ : કોર્પોરેશનના વહીવટની ખુલી પોલ

0
  • ચોમાસાની શરૂઆતના બીજા દિવસે સુરતમાં ભારે વરસાદ પડયો હતો. રાત્રે શરૂ થયેલા મુશળધાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

મોટરસાઈકલ પાણીમાં ગરકાવ જોવા મળી હતી તો ક્યાંક દુકાનોની ખુરશીઓ. અત્યારે તો ચોમાસાનો પૂરો વરસાદ આવવાનો બાકી છે અને જો બીજા જ દિવસના વરસાદમાં સુરત શહેરની આ હાલત થશે તો ભવિષ્યમાં શું સ્થિતિ હશે તેનો અંદાજ લગાવી શકાય છે.

પોશ વિસ્તારો પણ ના રહ્યા બાકી :

સુરત શહેરમાં મંગળવારે રાત્રે મેઘાએ જોરદાર બેટિંગ શરૂ કરી હતી. દરેક જગ્યાએ લોકો ચોમાસાના આગમનની આતુરતાથી રાહ જોતા હોય છે. સુરતના લોકો પણ કમોસમી વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ચોમાસાના બીજા દિવસે પણ સુરત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી.

શહેરના રસ્તા હોય કે રહેણાંક વિસ્તારની શેરીઓ તમામ જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા. જેના કારણે સ્વાભાવિક રીતે જ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. સુરતના પોશ વિસ્તારનો ઘોડદોડ રોડ હોય કે પછી ઉધના અને ડિંડોલી વિસ્તારના રસ્તાઓ તમામ જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

પ્રિ-મોનસૂન પ્લાન પર સવાલો :

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ એવી બની છે કે એક આઈસ્ક્રીમની દુકાન અને ચાઈનીઝ વેચનારની દુકાનની બહાર પાર્ક કરેલી મોટરસાઈકલ અને દુકાનની ખુરશીઓ પાણીમાં ગરકાવ જોવા મળી હતી અને દુકાનદારો પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા હતા. જેથી ત્યાં કામ કરતા કામદારો ગટર ખુલ્લી કરી પાણી કાઢવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.

ચોમાસાના બીજા દિવસે વરસાદના દિવસે સુરતની આ હાલત છે તો હજુ સુધી વરસાદની આખી સિઝન બાકી છે ત્યારે શું થશે તમે કલ્પના કરી શકો છો. ચોમાસાના બીજા દિવસે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિએ સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોનસૂન કાર્યવાહી પર પણ સવાલો ઊભા કર્યા છે.

આ પણ વાંચો :-

ગુજરાતના આ સ્થળને કેમ કહે છે મીની કાશ્મીર? વરસાદ પડતા જ કેમ અહીં ઉમટી પડે છે ગુજરાતીઓ ?

0
  • ગુજરાતમાં જંગલો, નદીઓ, ધોધ, હીલ સ્ટેશન, કેમ્પસાઈટ સહિત અનેક એવા હરવા ફરવા લાયક સ્થળો આવેલાં છે. જ્યાં તમને મોજ-મસ્તીની સાથે મનની શાંતિ પણ મળશે. તમામ સ્થળો એવા છે જ્યાં તમે તમારી પર્સનલ કારમાં સરળતાથી પહોંચી શકો છો.

ગુજરાતમાં આવેલું છે મીની કાશ્મીર (Mini Kashmir). જાણીને નવાઈ લાગશે પણ આ હકિકત છે. પોલો ફોરેસ્ટ આ નામ આ સ્થળ હાલ ગુજરાતીઓ માટેનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન (Hot Favorite Destination) બની ગયું છે. ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલું આ સ્થળ ચોમાસામાં પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યું છે. પોળોનું જંગલ સાંબરકાંઠા (Sambarkantha) જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલું છે.

તે હિંમતનગરથી 70 કિમી દૂર અને અમદાવાદથી 160 કિમી દૂર છે. તથા રાજસ્થાનના ઉદયપુરથી (Udaipur in Rajasthan) 120 કિમી દૂર છે. અહીં રાષ્ટ્રીય રાજમાર્ગ 8 દ્વારા પહોંચી શકાય છે. જાહેર પરિવહન ઉપલબ્ધ છે. જો કે આ માટે પહેલેથી તપાસ કરીને જવું. જંગલની બરાબર વચ્ચે થઈને હરણાવ નદી વહે છે. જેના પર એક મોટો બંધ અને કેટલાક નાના આડબંધ પણ બાંધવામાં આવેલા છે.

પોલોના જંગલોમાં આપ એક દિવસનો પ્રવાસ માણી શકો છો. બારેય મહિના તમે પોલોના જંગલોમાં આવી શકો છો. ચોમાસામાં આપ અહીં આવશો તો આપને પ્રકૃતિ તેના સોળે કળાએ ખીલેલી દેખાશે. જેને જોઇને આપનું મન પણ પ્રકુલિત થઈ જશે. એટલું નહીં અહીં બાજુમાં જ રાજસ્થાન બોર્ડર આવેલી છે. તેથી છાટાં-પાણીના શોખીનો ફરવાના બહાને ત્યાં પણ આંટો મારતા આવે છે. એ પણ એક કારણ છે કે ડ્રાય સ્ટેટ ગણાતા ગુજરાતની બોર્ડર પર આવેલાં આ સ્થળે લોકો પલળવા માટે પહોંચી જાય છે.

No description available.

કોણે આપી હતી મીની કાશ્મીરની ઉપમા?

પોળોનું જંગલ 300 ચોરસ કિલોમીટરની વિશાળ કંદરાઓમાં પથરાયેલું છે. હાલ સાંબરકાંઠામાં મેઘરાજાના થયેલા આગમન બાદ સોળે કાળે આ વિસ્તાર ખીલી ઉઠયો છે. આખા જંગલમાં હરણાવ નદી પણ પ્રવાસીઓ માટે આકર્ષનું મુખ્ય કેન્દ્ર બની છે તો નાના ઝરણા અને જંગલમાંથી વહેતા નીર પક્ષીઓની કિલકારીઓ સાંભળીને લોકોને મિની કશ્મીરમાં આવ્યા હોવાની અનુભૂતી મહેસુસ થઈ રહી છે. સાબરકાંઠા જીલ્લામાં જન્મેલા કવિ ઉમાશંકર જોશી એ તો પોતાની કવિતાઓમાં પણ પોળોના જંગલને મીની કાશ્મીર તરીકેની ઉપમા આપી છે.

આસપાસના જોવાલાયક સ્થળો :

આ સાથે તમને અભાપુરનું શક્તિમંદર, કલાત્મક છત્રીઓ, શરણેશ્વર મહાદેવ, રક્ત ચામુંડા, લાખેણાના દેરા, સદેવંત સાવળિંગાના દેરા જેવા સ્થળો જોવા મળશે. ગુજરાત સરકાર દવારા પોળો ફેસ્ટિવલનું પણ આયોજન થાય છે.

ફોટોગ્રાફી માટે ફેવરિટ સ્પોટ :

પોળોના જંગલોની વાત કરીએ તો ખાસ કરીને અહીં વીડિયોગ્રાફી, શુટિંગ, ફોટોગ્રાફી કે વનડે કે બે દિવસની પિકનિક માટે લોકો વધુ આવે છે. આ જગ્યા મહારાણા પ્રતાપની વિચરણ ભૂમિ તરીકે પણ જાણીતી છે. અહીં જોવા માટે ચૌદમી-પંદરમી સદીના સોલંકી યુગના મંદિરો ચે. તથા વણજ ડેમ અને ટ્રેકિંગ માટેની સુંદર કેમ્પસાઈટ આવેલા છે. અહીં ઉમરાના વૃક્ષના મૂળમાંથી ગુપ્ત ગંગા એટલે કે પાણીનો સ્ત્રોત પણ વહે છે જે સૌને પોતાની તરફ આકર્ષિત કરે છે.

પોળોનો ઈતિહાસ :

પ્રાચીન પોળો શહેર હરણાવ નદીને કાંઠે વસેલું છે ઈડરના પરિહાર રાજાઓ દ્વારા 10મી સદીમાં આ નગરની સ્થાપના કરવામાં આવી હોવાનું લોકમુખે સાંભળવા મળે છે ત્યારબાદ મારવાડના રાઠોડ રાજપૂતો દ્વારા 15 મી સદીમાં આ સ્થળ કબજે કરાયું.

આ પણ વાંચો :-

ગુજરાતમાં ચોમાસું જામ્યું : નવસારી-વલસાડમાં ૩ દિવસ અતિ ભારે વરસાદની આગાહી

0
  • ગુજરાતમાં ચોમાસાએ તોફાની શરૂઆત કરી છે અને અત્યાર સુધી મોસમનો સરેરાશ ૧૩.૪૫ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

હવામાન વિભાગે આગામી ૨૮થી ૩૦ જૂન દરમિયાન નવસારી- વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની સ્થિતિને પહોંચી વળવા એન.ડી.આર.એફ તેમજ એસ.ડી.આર.એફ દ્વારા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી લેવાયો છે અને તમામ ટીમને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

ચોમાસાએ ત્રણ દિવસમાં સમગ્ર રાજ્યને આવરી લીધું :

દેશમાં નૈઋત્યનું ચોમાસુ ગત વર્ષ કરતા એક સપ્તાહ મોડું ૮ જૂને બેઠુ હતું અને ૧૧થી ૨૨ જૂન સુધી તો મહારાષ્ટ્ર કાંઠે અટકી ગયું હતું. આમ છતાં ૨૩ જૂનથી આજ સુધીમાં સ્પીડ વધારીને મેઘરાજાએ ગુજરાતમાં વાવણીનો સમય સાચવી લીધો છે. સમગ્ર રાજ્યમાં ૩૦ જૂન સુધીમાં ચોમાસુ બેસે છે તેના બદલે ૨૭ જૂને સમગ્ર રાજ્યમાં ચોમાસુ પ્રવેશી ગયાનું સત્તાવાર જાહેર થયું છે.

આગામી દિવસોમાં ક્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી :

28 જૂન: નવસારી- વલસાડ-દમણ-દાદરા નગર હવેલીમાં અતિભારે. નર્મદા-ભરૂચ-સુરત-ડાંગ-તાપી-રાજકોટ-અમરેલી-ભાવનગર-ગીર સોમનાથ-કચ્છમાં ભારે વરસાદની આગાહી

29 જૂન: નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલી-સુરત-ડાંગ-તાપીમાં અતિભારે. બનાસકાંઠા-સાબરકાંઠા-પંચમહાલ-દાહોદ-વડોદરા-છોટા ઉદેપુર-નર્મદા-ભરૂચ-રાજકોટ-જૂનાગઢ-અમરેલી-ભાવનગર-ગીર સોમનાથ-બોટાદમાં ભારે વરસાદની આગાહી

30 જૂન: નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલીમાં અતિ ભારે. નર્મદા-સુરત-ડાંગ-તાપી-પોરબંદર-જૂનાગઢ-ભાવનગર-ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો :-