Home Blog Page 1059

હનુમાનબારી માર્ગ લપસણો બની જતા ૪૮ મુસાફરો ભરેલી બસ સાઈડે ઉતરી

0

As the Hanumanbari road became slippery

  • વાંસદા તાલુકાના હનુમાનબારી ગામ પાસે સુરતથી શિરડી જતી એસ.ટી.બસ રોડ ઉપર પાકેલા જાંમુ પડતાં રસ્તો ચિકાસ વાળો બની જવાથી બસ સ્લીપ થતા ખાડામાં પડતાં બચી ગઈ હતી અને મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જોકે ઘટના બાદ ક્રેન દ્વારા બસ બહાર કાઢી બસ રવાના કરાતા મુસાફરો હાશકારો અનુભવ્યો હતો.

વાંસદા (Vansda) તાલુકાના હનુમાનબારી ગામ પાસેથી એસ.ટી.બસ નબર જીજે.૧૮. ઝે.૮૪૩૮ સુરતથી સવારે ૯.૧૫ કલાકે ૪૮ મુસાફરોને ભરીને શિરડી તરફ જઈ રહી હતી. આ રસ્તા ઉપર જાંબુના વૃક્ષ ઉપરથી પાકેલા જાંબુ રોડ ઉપર પડતાં વરસાદના ઝાપટાં આવતા રસ્તો ચિકાસવાળો બનતા અનેક ટુ વ્હીલર ચાલકો ચિકાસવાળા રસ્તાને લઈ રોડ ઉપર પટકાયા હતા અને એસ.ટી.બસ આ રસ્તા ઉપરથી નીકળતા ચિકાસવાળા રસ્તાને લઈ બસ ખેંચાતા ડ્રાઈવરે બસને કન્ટ્રોલ કરતા રોડની સાઈડમાં ખાડામાં ઉતરી ગઈ હતી. બસનું સંતુલન બગડતા અંદર બેસેલા મુસાફરોએ બુમાબમ કરી હતી.

આ ઘટનાની ખબર હનુમાન બારી ગામના સરપંચ રાકેશ પટેલને થતા તાત્કાલિક ઘટના સ્થળે આવી વાહન વ્યવહારને બીજા રસ્તે શરૂ કરી ક્રેન દ્વારા એસ.ટી.બસને ખેંચી બહાર કાઢી હતી. આ વાતની ખબર પડતાં લોકો જોવામાં ઉમટી પડયા હતા. જોકે આ સમગ્ર ઘટનામાં એક સારી વાત એ રહી હતી કે બસમાં બેસેલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. રસ્તો ચિકાસવાળો બનતા સરપંચ રાકેશ પટેલે પાણીનું ટેન્કર બોલાવી રસ્તા ઉપરનો ચિકાસ દૂર કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કર્યો હતો.

સરપંચ રાકેશ પટેલે સામાજિક વનીકરણ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચંદ્રિકાબેનને સમગ્ર ઘટના અંગે ટેલિફોનિક જાણ કરી રસ્તા નજીકના જાંબુના ઝાડ કાપીને દૂર કરવાની માંગ કરી હતી. કારણ કે વરસાદની સીઝનમાં ઘણા વાહન ચાલકો આ રસ્તા ઉપર ચિકાસ હોવાથી સ્લીપ મારી અકસ્માતનો ભોગ બને છે.

આ પણ વાંચો :-

પાકિસ્તાનમાં વાવાઝોડાના રિપોર્ટિંગ દરમિયાન અચાનક પાણીમાં કૂદી પડયો રિપોર્ટર

A reporter suddenly jumped into the water

  • સોશિયલ મીડિયા પર જ્યારે પણ કઈ અનોખા રિપોર્ટિંગની ચર્ચા થાય ત્યારે લોકોને પાકિસ્તાની રિપોર્ટર ચાંદ નવાબની યાદ આવી જાય છે. તેમનો એક વીડિયો એટલો વાયરલ થયો હતો કે તેમના પાત્રને બોલીવુડની એક ફિલ્મમાં પણ ફિલમાવવામાં આવ્યો હતો.

સોશિયલ મીડિયા પર જ્યારે પણ કઈ અનોખા રિપોર્ટિંગની ચર્ચા થાય ત્યારે લોકોને પાકિસ્તાની રિપોર્ટર ચાંદ નવાબની યાદ આવી જાય છે. તેમનો એક વીડિયો એટલો વાયરલ થયો હતો કે તેમના પાત્રને બોલીવુડની એક ફિલ્મમાં પણ ફિલમાવવામાં આવ્યો હતો. આવામાં જ્યારે લોકો તોફાન બિપોરજોયની દહેશતથી ડરેલા છે તો તેમના તણાવને દુર કરવા માટે એક પાકિસ્તાની રિપોર્ટરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

જેને લોકો ચાંદ નવાબ પાર્ટ ટુ ગણાવી રહ્યા છે. તેમાં રિપોર્ટર કવરેજ દરમિયાન લોકોને તોફાનની જાણકારી આપતા અચાનક નદીમાં કૂદી જાય છે. ચક્રવાત બિપોરજોયનું રિપોર્ટિંગ કરનારા આ સંવાદદાતાના તોફાની અંદાજને જોઈને લોકો હસી હસીને લોથપોથ થઈ રહ્યા છે.

તમે પણ જુઓ વાયરલ વીડિયો :

વાયરલ વીડિયોમાં આ પત્રકાર પોતાનું નામ અબ્દુર રહેમાન ગણાવી રહ્યા છે. તેના રિપોર્ટિંગના અંદાજને જોતા લોકો ખુબ હસી રહ્યા છે. આ વીડિયોમાં રિપોર્ટર એમ કહેતા સાંભળી શકાય છે કે આજે પણ સમુદ્ર કેવો છે તે અમારો કેમેરામેન તમને દેખાડશે કે કેવી રીતે માછીમારોએ પોતાની બોટને  કિનારા પર લાવી દીધી છે. હું તમને પાણીમાં કૂદીને બતાવીશ કે પાણી કેટલું ઊંડુ છે અને કેટલું નીચે સુધી જવું પડે ચે.

ત્યારબાદ રિપોર્ટર સીધો પાણીમાં છલાંગ લગાવે છે. તેના કૂદતા જ ત્યાં ઊભેલા લોકોના હસવાનો અવાજ પણ વીડિયોમાં સાંભળી શકાય છે. ત્યારબાદ તે નાવની નજીક આવી જાય છે અને કહે છે કે પાણી ખુબ ઊંડુ છું. સંવાદદાતા અબ્દુર રહેમાનના આ રિપોર્ટિંગને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ દરમિયાન રિપોર્ટરે એમ પણ કહ્યું કે પાણી એટલું ઊંડુ થઈ ચૂક્યું છે કે તેની આગળ બધા મુદ્દા ફેલ છે. આવામાં તમે પણ જુઓ રિપોર્ટરનો આ વીડિયો…

આ પણ વાંચો :-

2000 Rupee Note નો લોકો ક્યાં ઉપયોગ કરી રહ્યા છે, સામે આવી એવી માહિતી કે તમે સાંભળીને ચોંકી જશો

0

Where are people using 2000 rupee notes

  • 2000 Rupees Note Update : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ 19 મેએ બે હજાર રૂપિયાની નોટ પરત લેવાની જાહેરાત કરી હતી. પરંતુ લોકોને આ નોટ ખાતામાં જમા કરવા કે બેન્કમાં બદલવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બે હજાર રૂપિયાની નોટ ચલણમાંથી બહાર કર્યા બાદ લોકો પોતાની પાસે રહેલી આ મૂલ્ય વર્ગની નોટોનો ઉપયોગ મુખ્ય રીતે ઈંધણ, આભૂષણ અને કરિયાણાનો સામાન ખરીદવા માટે કરી રહ્યાં છે. એક સર્વેમાં આ વાત સામે આવી છે.

ગંતવ્ય આધારિત સોશિયલ નેટવર્ક પબ્લિક એપ તરફથી અખિલ ભારતીય સ્તર પર કરવામાં આવેલા સર્વે અનુસાર 55 ટકા લોકોએ બેન્કમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવાની યોજના બનાવી રહ્યાં છે. જ્યારે 23 ટકા લોકો તેને ખર્ચ કરવા અને 22 ટકા લોકો તેને બેન્કમાં બદલાવવા માટે તૈયાર છે.

2000 ની નોટ પરત લેવાની થઈ હતી જાહેરાત :

આરબીઆઈએ 19 મેએ 2000 રૂપિયાની નોટ પરત લેવાની જાહેરાત કરી હતી. પરંતુ લોકોને આ નોટ પોતાના ખાતામાં જમા કરવા કે બેન્કમાં બદલવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.

2 સપ્તાહમાં લગભગ અડધી નોટ આવી ગઈ પરત :

આરબીઆઈએ હાલમાં કહ્યું હતું કે લગભગ બે સપ્તાહમાં ચલણમાં હાજર 2 હજાર રૂપિયાની અડધી નોટ પરત આવી ચુકી છે. આ સર્વેમાં 22 રાજ્યના 1 લાખથી વધુ લોકોનો મત જાણવામાં આવ્યો છે. સર્વેમાં કહેવામાં આવ્યું કે 2 હજાર રૂપિયાની નોટને લોકો પેટ્રોલ અને ડીઝલ, સોના અને આભૂષણ તથા ઘરમાં જરૂરીયાતનો સામાન ખરીદવા માટે ખર્ચ કરી રહ્યાં છે.

આ પણ વાંચો :-

આ ટીપ્સ ફોલો કરશો તો પેકેટ ખોલ્યા પછી પણ નહીં લાગે બિસ્કીટમાં ભેજ

If you follow these tips

  • Food Storage Hacks : ઘરના બાળકોને તો અલગ અલગ પ્રકારના બિસ્કિટ ભાવતા હોય છે. તેથી રસોડાના નાસ્તાના ડબ્બામાં અલગ અલગ પ્રકારના બિસ્કિટ રાખેલા જોવા મળે છે. બાળકોની એક આદત એવી પણ હોય છે કે તેઓ રોજ અલગ અલગ પેકેટ ખોલી બિસ્કિટ ખાતા હોય છે.

દરેક ઘરમાં બિસ્કિટ અને કુકીઝ ખાવાના શોખીન હોય જ છે. ખાસ કરીને ઘરના બાળકોને તો અલગ અલગ પ્રકારના બિસ્કિટ  ભાવતા હોય છે. તેથી રસોડાના નાસ્તાના ડબ્બામાં અલગ અલગ પ્રકારના બિસ્કીટ રાખેલા જોવા મળે છે. બાળકોની એક આદત એવી પણ હોય છે કે તેઓ રોજ અલગ અલગ પેકેટ ખોલી બિસ્કિટ  ખાતા હોય છે.

તેવામાં એકવાર ખુલેલા પેકેટમાં બાકી બચેલા બિસ્કિટ હવાઈ જાય છે એટલે કે પોચા પડી જાય છે. આ રીતે પોચા પડેલા બિસ્કિટ  કોઈ ખાતું નથી અને ફેંકવા પડે છે. જો આવું તમારી સાથે પણ થતું હોય તો આજે તમને ત્રણ સરળ ટીપ્સ જણાવીએ જેને ફોલો કરશો તો બિસ્કિટ અને કૂકીઝનું પેકેટ ખુલશે તો પણ તે હવાશે નહીં.

એર ટાઈટ કન્ટેનર  

બિસ્કિટનું પેકેટ ખોલ્યા પછી બાકી બચેલા બિસ્કિટ અને કૂકીઝને ખુલ્લા ડબ્બામાં મુકવાને બદલે તેને સ્ટોર કરવા માટે એર ટાઈટ કન્ટેનરનો ઉપયોગ કરો. બિસ્કિટને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા હોય તો કાચના કન્ટેનરનો ઉપયોગ કરવો.

ઝિપ લોક પાઉચ  :

બિસ્કિટ અથવા કૂકીઝ સ્ટોર કરવા માટે ઝિપ લોક પાઉચનો પણ ઉપયોગ કરી શકાય છે. ઝિપ લોક બેગ બિસ્કિટ અથવા કૂકીઝને હવાના સંપર્કમાં આવવાથી બચાવશે જેથી તે ક્રિપ્સી રહેશે અને તેનો સ્વાદ પણ બગડશે નહીં.

આ પણ વાંચો :-

૧૫ જૂન / આ રાશિના જાતકોમાં પણ આવશે મુશ્કેલીનું વંટોળ, ગુરુવાર અતિ ભારે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

June 15 / There will be a whirlwind of trouble in this zodiac sign

મેષઃ
માન‌સિક પ‌રિતાપ રહે. સ્વભાવમાં ઉગ્રતા રહે. સંગીતના સાઘનો. ફોટોગ્રાફી જેવા ઘંઘામાં પ્રગ‌તિ સંભવે. છુપ પ્રેમ સંબંઘો પકડાઇ જાય. પ‌તિની વાણી કડવી થાય..

વૃષભઃ
આવકનું પ્રમાણ ઘટતું જણાય. પ‌રિવારમાં ‌ચિંતાનું વાતાવરણ રહે. સંતાનની પ્રગ‌તિ સંભવે. માતા સાથે મતભેદની શકયતા. માતાની તબિયત સાચવવી

મિથુનઃ
મનોબળ મજબૂત બને. થોડું અક્કડ વલણ રહેવા પામે. ઘારેલી આવક આવવામાં મુશ્કેલી પડે. કર્યક્ષેત્રે. ઘંઘામાં સફળતા મળતી જણાય, દામ્પત્ય જીવનમાં ‌વિખવાદ ટાળવો. સ્વાસ્થય સારૂ રહેશે. સોબતનું ધ્યાન રાખવું,

કર્કઃ
મગજના રોગોથી સાચવવું. માથાના દઃખાવાને નજર અંદાજન કરવો. ‌વિશ્વાસઘાત થવાના યોગ છે. આવક વઘતી જણાય. શેરબજારના રોકાણો માં લાભ. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા વર્તાય. સંતાનો તરફથી આનંદ

સિંહઃ
સફળતા માટે નકારાત્મક ‌વિચારો ઉપર કાબુ. જરૂરી. નાણાંકીય બાબતોમાં ફાયદો. પ‌રિવારમાં આનંદ. મોજશોખમાં ખર્ચ વઘે. શરદી. ખાંસી. વઘે. થાક લાગે. ભાગ્ય બળવાન. ‌મિત્રોનો સહકાર મળે.

કન્યાઃ
કરેલા કાર્ય સફળ થતા જણાય. જીવનમાં સરળતા વર્તાય. આંખની કાળજી જરૂરી. પડવા. વાગવા અકસ્માતથી સાચવવું. સંતાનો સંબંઘી પ્રશ્નો  ઉકેલાય. ભાગ્યનો સાથ મળે. નાના યાત્રા. પ્રવાસનું આયોજન થાય

તુલાઃ
આવકનું પ્રમાણ જળવાય. પ‌રિવારના સભ્યોની ‌ચિંતા રહે. જીવનસાથીની ત‌બિયતનું ઘ્યાન રાખવું જરૂરી છે. દામ્પત્ય જીવનમાં માન‌સિક પ‌રિતાપ વઘતો જણાય. ઘા‌ર્મિક પ્રસંગનું આયોજન શકય બને. આરોગ્ય જળવાશે.

વૃષિકઃ
માન‌સિક પ‌રિતાપ ‌‌ચિંતા રહે. આવકનું પ્રમાણ ઘટે. નાણાંકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય અંગે પણ સાવઘાની જરૂરી. નસીબનો સાથ મળતો જણાતો નથી. મુસાફરી દરમ્યાન સાચવવાની સલાહ છે

ધનઃ
માન‌સિક અશાંતિ વઘે. આવક જળવાય. સંતાન અંગેના પ્રશ્નો ઉદભવતા જણાય. સંતાનોનું આરોગ્ય કથળે. પ‌ત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. નોકરી. ઘંઘામાં સારૂ. યશ. પ્ર‌તિષ્ઠામાં વઘારો થાય.

મકરઃ
‌વિચારોમાં ‌સ્થિરતા વઘે. માન. સન્માન વધતા જણાય. આ‌‌‌ર્થિક બાબતો અંગે સાનુકુળતા જણાય પરોપકાર કરવામાં ખોટો ખર્ચ ટાળવો, માતાની ત‌બિયત સાચવવી. નવ રોકાણો મુલતવી રાખવા. ડાબી ઘાતીની કાળજી રાખવી જરૂરૂ છે.

કુંભઃ
આત્મ‌વિશ્વસમાં વઘારો થાય. ઈરછાશ‌કિત દૃઢ બનતી જણાય. પ‌રિવારના સભ્યોની જવાબદારી ઉઠાવવી પડે. એમની તબિયતની કાળજી જરૂરી. જમણા હાથની કાળજી રાખવી. માતૃસુખ. વાહન સુખમાં વઘારો

મીનઃ
આવકમાં ઘટાડો થતો જણાય. નાના ભાઇ-બહેનોની ‌ચિંતા સતાવે છતાં પણ માન‌સિક ‌સ્થિરતા બરકરાર રહે. સંતાનનું આરોગ્ય સાચવવું. ભાગ્યનો સાથ મળે. નોકરી-ઘંઘામાં સામાન્ય.

આ પણ વાંચો :-

તમારા માટે છે ફાયદાની વાત ! YouTube પર કરી શકો છો હવે સરળતાથી કમાઈ કરવું પડશે આ કામ

It is beneficial for you! You can do this work on You Tube

  • Youtube Monetization Rules 2023 : ફક્ત 500 સબ્સક્રાઈબર્સથી Youtube પર કમાણી કરી શકાશે. Youtubeએ તેને લઈને નિયમો બદલી નાખ્યા છે.

Youtube વીડિયો પરથી ઘણા લોકો પૈસા કમાવવા માંગે છે. જોકે તેના માટે તેમણે પોતાની ચેનલને મોનેટાઈઝ કરવાની રહે છે. Youtube મોનેટાઈઝેશનના પ્રોસેસને સરળ કરી શકે છે.

કઈ રીતે થાય છે કમાણી? 

વીડિયો કન્ટેઈન્ટ પ્લેટફોર્મ ક્રિએટર્સને વીડિયો બનાવવા માટે પ્રેરિત કરે છે. જેનાથી તેની રેવેન્યૂ આવે છે. Youtube વીડિયો પર દેખાતી એડસ અને પ્રીમિયમ સબ્સક્રિપ્શનથી કંપનીની કમાણી થાય છે.

પુરી કરવાની હોય છે શરત 

કંપની Adsના દ્વારા થતી કમાણીનો અમુક ભાગ ક્રિએટર્સને આપે છે. ચેનલ્સને મોનેટાઈઝ કરવા માટે યુઝર્સને અમુક જરૂરી શરતોને પુરી કરવાની હોય છે. Youtube તેમની શરતોને સરળ કરી રહ્યું છે.

કંપનીએ કર્યા ફેરફાર :

એક રિપોર્ટ અનુસાર Youtube Partner Programmeના હેઠળ કંપની મોનેટાઈઝેશન ટૂલ્સના એક્સેસને સરળ બનાવી રહી છે.

જોઈશે 500 સબ્સક્રાઈબર્સ :

કોઈ ચેનલને મોનેટાઈઝ કરવા માટે યુઝર્સને ૫૦૦ સબ્સક્રાઈબર્સની જરૂર પડશે. તેના ઉપરાંત તેમને છેલ્લા 90 દિવસમાં ઓછામાં ઓછા 3 વીડિયો અપલોડ કરવાના રહેશે.

આટલા હોવા જોઈએ વ્યૂઝ :

આટલું જ નહીં છેલ્લા એક વર્ષમાં તેમને વીડિયોઝ પર ૩૦૦૦ વોચ હવર્સ ટાઈમ હોવા જોઈએ. અથવા તો ૯૦ દિવસમાં ૩૦ લાખ Youtube Short વ્યૂ હોવા જોઈએ.

પહેલા શું હતી શરત 
આ બધી શરત પહેલાના મુકાબલે ઓછી થઈ ગઈ છે. જ્યાં પહેલા ક્રિએટર્સને પોતાની ચેનલને મોનેટાઈઝ કરવા માટે 1000 સબ્સક્રાઈબર્સની જરૂર હોતી હતી.

જોઈશે આટલા વ્યૂઝ  :

સાથે જ તેમની ચેનલ પર એક વર્ષમાં 4000 વોચ હવર્સ અથવા તો છેલ્લા 90 દિવસમાં 1 લાખ શોર્ટ વ્યૂ હોવા જોઈએ. કંપનીએ હવે શરતો સરળ કરી દીધી છે.

મોનેટાઈઝેશન માટે કરો એપ્લાય :

જો તમારી Youtube ચેનલ આ બધી શરતોને પુરી કરે છે તો તમે મોનેટાઈઝેશન માટે એપ્લાય કરી શકો છો. અપ્રૂવ થવા બાદ યુઝર્સને ઘણા ટૂલ્સનું પણ એક્સેસ મળશે.

આ પણ વાંચો :-

પતિને લાગી સેક્સની બુરી લત છોડાવવા મેદાને પડી કાજોલ, ડેબ્યૂ વેબ સીરિઝનું ટ્રેલર થયું લોન્ચ

Kajol is on the field to get rid of her husband 

  • ડિઝની પ્લસ હોટસ્ટાર પર ૧૪ જુલાઈએ રિલીઝ થવા જઈ રહી છે વેબ સિરીઝ The Trial : Pyaar Kaanoon Dhokhaની સાથે કાજોલ ઓટીટીની દુનિયામાં એન્ટ્રી કરવા જઈ રહી છે.

The Trial Trailer : ‘જ્યારે કોઈ ભૂલ વારંવાર થાય છે, ત્યારે તે ભૂલ ગુનો બની જાય છે’, કાજોલની (Kajol) ડેબ્યુ વેબ સીરિઝ ‘ધ ટ્રાયલ – પ્યાર કાનૂન ધોકા’નું ટ્રેલર આ ડાયલોગથી શરૂ થાય છે. આ સીરિઝ સાથે કાજોલ OTTની દુનિયામાં પગ મુકવા જઈ રહી છે. 12 જૂનના રોજ રીલિઝ થયેલા આ ટ્રેલરમાં કાજોલે તેની દમદાર એક્ટિંગ બતાવી છે.

ફિલ્મો પછી કાજોલ નાના પડદા એટલે કે OTT પર ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. કાજોલનો શો ધ ટ્રાયલઃ પ્યાર કાનૂન ધોખા હોટસ્ટાર પર રિલીઝ થઈ રહ્યો છે. ટ્રેલરમાં કાજોલ તેના પતિ (એડિશનલ જજ જે રિશ્વતમાં સેક્શુઅલ ફેવર લે છે) ની હરકતોથી બરબાદ થઈ જાય છે અને પછી તે વકીલની પ્રેક્ટિસ ફરી શરૂ કરે છે.

પતિ રિશ્વતમાં સેક્શુઅલ ફેવર લે છે અને બધી પ્રોપર્ટી જપ્ત :

વાર્તા શાનદાર છે અને આ સીરિઝમાં કાજોલ એટલે કે નયોનિકા સેનગુપ્તાના પતિ અને એડિશનલ જજ રાજીવ સેનગુપ્તા (જીસુ સેનગુપ્તા) પતિના રોલમાં છે. બે મિનિટના આ ટ્રેલરમાં કાજોલના જીવનના ઘણા ઉતાર-ચઢાવ બતાવવામાં આવ્યા છે. પતિના હરકતોથી થયેલુ નુકસાન આખા પરિવારને ચૂકવવું પડે છે અને તેમની તમામ મિલકત જપ્ત કરવામાં આવે છે. નયોનિકા આખરે તેના બાળકો માટે ફરીથી પોતાને ઊભી કરે છે.

આ પણ વાંચો :-

 

Best Selling Car : મારુતિની આ ૦૭ સીટર કારનો ગજબનો છે ક્રેઝ, ૦૧ લાખનું છે વેઈટિંગ, ધડાધડ થઈ રહ્યું છે બુકિંગ

Best Selling Car: This 07 seater car of Maruti  

  • Best Selling Car : આ ઓર્ડરમાંથી સૌથી વધારે પેન્ડિંગ ઓર્ડર મારુતિ સુઝુકીની અર્ટિગા કારનો છે. આ કારના પેન્ડિંગ ઓર્ડરની સંખ્યા ૯૫ હજાર યુનિટ છે. આ કાર ખરીદવા માટે લોકો તલપાપડ છે અને તેના કારણે કંપની પાસે પેન્ડિંગ ઓર્ડરની સંખ્યા વધી રહી છે.

દેશની નંબર વન કાર કંપની મારુતિ સુઝુકીની કારનું બુકિંગ થઈ રહ્યું છે. આ કંપનીની કાર ખરીદવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. સ્થિતિ એવી છે કે લોકોને ડિમાન્ડને પૂરી કરવા માટે કંપની સક્ષમ નથી. કંપની પાસે હાલ જે પેન્ડિંગ ઓર્ડર છે તેનો આંકડો ૪ લાખથી વધુનો છે. કંપનીએ જણાવ્યું હતું કે પેસેન્જર વિહિકલ સેગમેન્ટમાં કુલ ૩.૮૭ લાખના ઓર્ડર પેન્ડિંગ છે. જેને પૂરું કરવાનું કામ ચાલી રહ્યું છે.

આ ઓર્ડરમાંથી સૌથી વધારે પેન્ડિંગ ઓર્ડર મારુતિ સુઝુકીની અર્ટિગા કારનો છે. આ કારના પેન્ડિંગ ઓર્ડરની સંખ્યા ૯૫ હજાર યુનિટ છે. આ કાર ખરીદવા માટે લોકો તલપાપડ છે અને તેના કારણે કંપની પાસે પેન્ડિંગ ઓર્ડરની સંખ્યા વધી રહી છે.

મારુતિ સુઝુકીની અર્ટિગા પછી સૌથી વધુ ડિમાન્ડ બ્રેઝા, સબ કોમપેક્ટ એસયુવીની છે. જેનું પણ વેઈટિંગ ચાલી રહ્યું છે. બ્રેઝા કાર માટે ૫૫ હજારથી વધારે પેન્ડિંગ ઓર્ડર છે. આ સિવાય ફ્રોંક્સ, ગ્રેંડ વિટારા, એક્સએલ6 અને જિમ્ની જેવી કાર પર પણ ઓર્ડર પેન્ડિંગમાં છે.

મારુતિએ ફ્રોંક્સ ક્રોસઓવર માટે ૩૨ હજારથી વધુ ઓર્ડર છે. જ્યારે કંપનીએ તાજેતરમાં લોન્ચ થયેલી જિમ્ની માટે ૩૧ હજારથી વધુ ઓર્ડર પુરા કરી લીધા છે. હાલમાં મારુતિ દર મહિને ફ્રોંક્સના ૧૦ હજારથી વધુ યૂનિટ ડિલીવરી કરી રહી છે. જ્યારે ગ્રેંડ વિટારા કોમ્પૈક્ટ એસયૂવી માટે વેટિંગ પીરિયડ ચાર મહિનાથી વધુ થઈ ગયો છે.

આ પણ વાંચો :-

 

ચોમાસા પૂર્વે બીલીમોરા- અમલસાડને જોડતા અંબિકા નદીના બ્રિજનું કામ શરૂ થતાં લોકોમાં અચરજ

0

Ahead of Monsoon, construction of Ambika river bridge connecting

  • અંદાજે રૂ. ૪૬ લાખના ખર્ચે પિલરોને જેકેટીંગ અને ગનાઈટિંગ કરી મજબૂતાઈ અપાશે કામ પૂરૂ થશે કે કેમ તે સવાલ

બીલીમોરા-અમલસાડ વચ્ચે સ્મશાન ભૂમિ નજીક અંબિકા નદી ઉપર આવેલ ૫૦ વર્ષ જુના બ્રિજ જર્જરિત બનતા તેની સમારકામ કે નવિનીકરણ ની માંગણી ઉઠતાં તંત્ર દ્વારા ૪૭ લાખના ખર્ચે જર્જરિત બનેલા પુલના પિલરોની મરામત શરૂ કરી હતી. જેમાં પિલરોને જેકેટિંગ અને ગનાઈટિંગ દ્વારા તેની મજબૂતાઈ વધારવામાં આવશે. સામા ચોમાસે આ કામગીરી શરૂ કરવામાં આવતા સવાલો ઉભા થયા છે.

આ બ્રિજમાં ૧૮.૩ મીટર પહોળા ૨૩ પિલર છે. ૫૦ વર્ષ કરતા વધુ સમય વિતી જતા તેમજ નદીની થપાટ સાથે અનેક પૂરનો પ્રકોપ સહી ચૂકેલા, પુલના નજીકથી થઈ રહેલા રેતીખનનના કારણે અને તેના પરથી રોજિંદા પસાર થતા હજારો વાહનોથી પુલના પિલરો જર્જરીત બન્યા હતા. આ અંબિકા નદી ઉપર પુલથી થોડે અંતરે દેવધા ડેમ આવેલો છે. જેના કારણે નદીનો પ્રવાહ ખૂબ રહેતો હોય છે. ચોમાસામાં અનેકવાર પૂર પ્રકોપનો સામનો આ પુલ કરી ચૂક્યો છે.

મોડે મોડે જાગેલા તંત્ર એ સામા ચોમાસે આ પુલની મરામત કામ હાથ પર લીધું છે. જેમાં ૪૬ લાખના ખર્ચે પુલનું રિપેરીંગ કામ કરાઇ રહ્યું છે. જેમાં જેકેટિંગ અને ગનાઈટિંગ કરવામાં આવશે. જેકેટિંગ એટલે પુલના પિલરો ફરતે મજબૂત રીતે સળિયા બાંધી તેના પર ગનાઇટિંગ એટલે પ્રેશર સાથે કોન્ક્રીટનો મારો ચલાવી તેને મજબૂતાઈ વધારવામાં આવશે.

થોડા સમય અગાઉ પણ આજ પ્રમાણે કામગીરી કરાઈ હતી પરંતુ હવે ચાલતી આ કામગીરી કેટલી કારગર નીવડે અને પુલની મજબૂતાઈ કેટલી વધે તે જોવું રહ્યું. તંત્રએ પણ સામા ચોમાસામાં પુલની મરામતનું કામ હાથ પર લેતા અનેક પ્રશ્નો ઉપસ્થિત થયાં છે.

આ પણ વાંચો :-

 

તાપીમાં લોકાર્પણ પહેલા જ ૦૨ કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલો પુલ ધરાશાયી, કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ લાગ્યા ગંભીર આક્ષેપ

0

A bridge being prepared at a cost of 02 crores

  • Tapi News : તાપીમાં મીંઢોળા નદી પરનો પુલ લોકાર્પણ પહેલા ધરાશાયી, લોકાર્પણ પહેલા પુલ ધરાશાયી થવાથી ભ્રષ્ટાચારનો આક્ષેપ.

બિહારના ભાગલપુર જેવી ઘટના તાપીમાં બની છે. તાપીમાં મીંઢોળા નદી પર બનાવવામાં આવી રહેલો પુલ લોકાર્પણ પહેલા ધરાશાયી થયો છે. લોકાર્પણ પહેલા પુલ ધરાશાયી થવાથી ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. પુલ બનાવવામાં કોન્ટ્રાક્ટરે નબળી ગુણવત્તાનું મટિરિયલ વાપર્યું હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ બનાવને પગલે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે અને તપાસ કરી રહ્યા છે.

માયપુર અને દેગામા ગામને જોડતો પુલ તૂટ્યો :

પ્રાપ્ત વિગતો અનુસાર તાપીના મીઢોંળા નદી પર વ્યારાના માયપુર અને દેગામાં ગામને જોડતો પુલ લોકાર્પણ પહેલા જ ધરાશાયી થયો છે. આજે વહેલી સવારે માયપુર અને દેગામાં ગામને જોડતો પુલ તૂટી પડયો હતો. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. લોકાર્પણ પહેલા પૂલ ધડામ દઈને તૂટી પડતા લોકોમાં પુલની ગુણવત્તાને લઈને ચર્ચા જાગી છે.

અંદાજે ૦૨ કરોડના ખર્ચે બની રહ્યો હતો પુલ :

મીઢોંળા નદી પર આ પુલને બનાવવાનું કામ વર્ષ ૨૦૨૧માં શરૂ કરવામાં આવ્યું હતું. વાલોડના માર્ગ મકાન વિભાગ દ્વારા અંદાજે ૦૨ કરોડના ખર્ચે આ પુલ બનાવવામાં આવી રહ્યો હતો. પુલનું ૯૫%થી વધુ કામ પૂર્ણ થઈ ગયું હતું. જોકે લોકાર્પણ પહેલા જ આ પુલ ધરાશાયી થયો છે. પૂલ તુટી પડતા ૧૫ જેટલા ગામોને અસર થઇ છે.

આ પણ વાંચો :-