Home Blog Page 1058

જુઓ ગુજરાતમાં વાવાઝોડાએ કેવો વિનાશ સર્જ્યો ! કચ્છમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન

0

See how the storm caused destruction in Gujarat

  • સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપોરજોય વાવાઝોડાએ મચાવી ભારે તબાહી મચાવી છે. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતાં રસ્તા થયા બંધ થયા છે. વીજપોલ ધરાશાયી થતાં ઓખા અને માંડવીમાં છેલ્લા ૧૮ કલાકથી વીજળી ગુલ છે.

અરબી સમુદ્રમાં સક્રિય થયેલું બિપોરજોય વાવાઝોડું ગઈકાલે રાત્રે કચ્છના જખૌ પોર્ટ નજીક ટકરાયું હતું. બિપોરજોય વાવાઝોડાનું ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થયા બાદ વિનાશક દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. કચ્છ સહિતના જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાતા કેટલાક મકાનોના છાપરા ઉડી ગયા ગયા છે. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા પર ભારે પવન અને વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો, વીજપોલ અને હોર્ડિગ્ઝ ધરાશાયી થયા છે.

માંડવીમાં છેલ્લા ૧૮ કલાકથી વીજળી ગુલ :

વાવાઝોડાના કારણે અનેક વિસ્તારમાં વીજપોલ જમીનદોસ્ત થતા અનેક ગામડાઓમાં રાત્રે અંધારપટ છવાઈ ગયો છે. વીજપોલ ધરાશાયી થતાં ઓખા અને માંડવીમાં છેલ્લા ૧૮ કલાકથી વીજળી ગુલ છે.

દ્વારકા જિલ્લામાં ૧૫૦૦થી વધુ વીજપોલ ધરાશાયી :

વાવાઝોડાના લેન્ડફોલ વખતે દ્વારકા જિલ્લામાં ભારે પવન ફુંકાયો હતો. ખંભાળિયામાં વીજપોલ ધરાશાયી થઈને બાઈક પર પડતા બાઈક દબાયું હતું. બિપોરજોય વાવાઝોડાથી જિલ્લામાં વ્યાપક નુકસાન થયું છે. દ્વારકામાં બિપરજોય વાવાઝોડાએ જમીની તારાજી સર્જી છે.

જિલ્લામાં ૧૫૦૦થી વધુ વીજપોલ ધરાશાયી થયા છે. ૨ પોલ વચ્ચેના તાર તૂટ્યા છે અને ૪૦૦ ટીસીને પણ નુકસાન થયું છે. દરિયાકિનારે આવેલ ગામડાઓના કાચા મકાનોને નુકસાન થયું છે.  જિલ્લામાં PGVCLની ૧૧૭ ટીમ ખડેપગે છે.

દ્વારકામાં વૃક્ષોને વ્યાપક નુકસાન :

દ્વારકા જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાથી વૃક્ષોને વ્યાપક નુકસાન થયું છે. જિલ્લામાં અનેક જગ્યાએ વિશાળ વૃક્ષો ધરાશાયી થયા છે. દ્વારકા, ભાટિયા, ટંકારીયા, નાગેશ્વર, નાવદ્રા ખંભાળિયામાં વૃક્ષો ધરાશાયી થયા છે. ટંકારિયામાં નાગેશ્વર મંદિરનું ૧૦૦ વર્ષ જૂનું વૃક્ષ ધરાશાયી થયું છે. વાવાઝોડાથી જિલ્લામાં વૃક્ષોને વ્યાપક નુકસાન થયું છે.

કચ્છના અનેક રસ્તાઓ બંધ :

કચ્છમાં વાવાઝોડાએ મચાવી ભારે તબાહી મચાવી છે. બિપોરજોય વાવાઝોડાથી કચ્છમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતાં રસ્તા થયા બંધ થયા છે. માતાથી મઢથી ભુજ તરફ જવાનો હાઈવે બંધ થયો છે. વૃક્ષ ધરાશાયી થતા હાઈવે બંધ થયો છે. ભુજના હાઈવે પર ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ થતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે.

આ પણ વાંચો :-

 

સુંદરતાની વાતમાં આ દેશોની મહિલાઓ છે લાજવાબ ! 

0

The women of these countries are amazing

  • આ દેશની મહિલાઓને માનવામાં આવે છે દુનિયામાં સૌથી ખૂબસૂરત. મહિલાઓની સુંદરતા પર અનેક કવિતા-કહાનીઓ લખવામાં આવી છે. આમ તો દરેક મહિલા એક ખાસ વિશેષતા ધરાવે છે. પરંતુ અમુક દેશની મહિલાઓ પોતાની ખૂબસૂરતી માટે દુનિયાભરમાં જાણીતી છે.

દુનિયાની સૌથી ખૂબસૂરત મહિલાઓ (Beautiful woman) કયા દેશમાં જોવા મળે છે? આ સવાલ પૂછવામાં આવે એટલે તમારી સામે કયા દેશનું નામ તરી આવે. કેમ કે દુનિયાના અનેક દેશમાં આવી ખૂસબૂરત મહિલાઓ છે. જે ખાસ વિશેષતા ધરાવે છે. ત્યારે આજે અમે તમને આવા જ દેશની વાત કરીશું. જયાંની મહિલાઓ પોતાની સુંદરતા માટે જાણીતી છે અને આખી દુનિયા તેની ખૂબસૂરતીની કાયલ છે.

1. બ્રાઝિલ :

બ્રાઝિલ પોતાની અનોખી ભૌગૌલિક વિશેષતાઓ, પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતો  દેશ છે. ત્યાંની મહિલાઓ લોકો સાથે સંપર્ક વધારવા અને પોતાની પરંપરાઓ વિશે જાગૃતતા ફેલાવવા માટે પ્રસિદ્ધ છે. તે પોતાની સાથે ખૂબસૂરતીને જાળવી રાખે છે. દેશમાં આયોજિત કોઈપણ કાર્યક્રમમાં બ્રાઝિલની મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

2. ફ્રાંસ :

ફ્રાંસ પોતાના મધ્યયુગીન શહેરો, સુંદર ગામડાં, બીચ, પોતાની સંસ્કૃતિ, પકવાન અને વાઈન માટે જાણીતો દેશ છે. ત્યાંની મહિલાઓ પોતાની કમાલ ફેશન સેન્સ માટે જાણીતી છે. તે સ્વભાવથી અત્યંત મિલનસાર હોય છે અને જિંદગીને ખુલીને જીવે છે. ખૂબસૂરત હોવાની સાથે સાથે ત્યાંની મહિલાઓ સામાજિક મામલામાં પણ ભાગ લે છે. તે પોતાની પર્સનાલિટીથી કોઈપણ વ્યક્તિને આકર્ષિત કરી શકે છે.

3. રશિયા :

પોતાના ટુંડ્રા જંગલો અને બીચની જેમ અહીંયાની મહિલાઓ પણ પોતાની ખૂબસૂરતી માટે દુનિયાભરમાં જાણીતી છે. તેના ચહેરાની ચમકની સામે દરેક ફીકા પડી જાય છે. પોતાની ટેનિસ ખેલાડીઓથી લઈને જિમ્નાસ્ટ સુધી અને મોડલ્સથી લઈને અભિનેત્રીઓ સુધી ત્યાંની મહિલાઓ પોતાની આકર્ષક નીલી આંખો અને આક્રમક અંદાજના કારણે દરેકને દીવાના બનાવે છે.

4. સ્વીડન :

સ્વીડન જંગલ, દ્વીપ, તળાવો અને ગ્લેશિયર માટે જાણીતો છે. ત્યાંની મહિલાઓની ખૂબસૂરતી દુનિયામાં જાણીતી છે. સ્વીડિશ મહિલાઓ પોતાની લંબાઈ અને નીલી આંખો માટે જાણીતી છે. સ્વીડનમાં શિક્ષત મહિલાઓની સંખ્યા સૌથી વધારે છે.

5. અફઘાનિસ્તાન :

અફઘાનિસ્તાનનો ઈતિહાસ શરૂઆતથી નિરાશાજનક રહ્યો છે. અહીંયાની મહિલાઓએ હિંસા જ જોઈ છે. તેમ છતાં અહીંયાની મહિલાઓની સાદગી અને ખૂબસૂરતી આખી દુનિયામાં જાણીતી છે. અનેક ખૂબસૂરત અફઘાન મહિલાઓ છે, જે પોતાના દેશની બહાર નીકળીને સફળ અભિનેત્રી, મોડલ અને સૌદર્ય પ્રતિયોગિતાની વિજેતા બની.

6. ભારત :

ભારતની વિવિધતાઓ અને અનોખી વિશેષતા તેને ખૂબસૂરત બનાવે છે. ભારતીય મહિલાઓના ચહેરાની આકર્ષક બનાવટ, ખૂબસૂરત આંખો અને કાળા વાળ દુનિયામાં જાણીતા છે. અહીંયાની મહિલાઓ સાડીમાં એક સ્માઈલથી બહુ સરળતાથી કોઈનું પણ દિલ જીતી શકે છે.

બિપોરજોયે ગુજરાતમાં મચાવ્યો કહેર, ૯૪૦ ગામડાઓમાં વીજળી ગૂલ, ૨૨ લોકો ઘાયલ

0

Biporjoy caused chaos in Gujarat

  • હવામાન વિભાગ (IMD) ના જણાવ્યાં મુજબ ગંભીર ચક્રવાતી તોફાન બિપોરજોય રાત્રે ૨.૩૦ વાગે નલિયાથી ૩૦ કિમી ઉત્તરમાં સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રમાં કેન્દ્રિત હતું. તેના ઉત્તર પૂર્વ તરફ વધવાના અને ૧૬ જૂનના રોજ સવાર સુધીમાં ચક્રવાતી તોફાનના નબળા પડવાના તથા સાંજ સુધીમાં દક્ષિણ રાજસ્થાનમાં ચક્રવાત ડિપ્રેશનમાં ફેરવાય તેવી અપેક્ષા છે.

હવામાન વિભાગ (IMD) ના જણાવ્યાં મુજબ ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય રાત્રે ૨.૩૦ વાગે નલિયાથી ૩૦ કિમી ઉત્તરમાં સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રમાં કેન્દ્રિત હતું. તેના ઉત્તર પૂર્વ તરફ વધવાના અને ૧૬ જૂનના રોજ સવાર સુધીમાં ચક્રવાતી તોફાનના નબળા પડવાના તથા સાંજ સુધીમાં દક્ષિણ રાજસ્થાનમાં ચક્રવાત ડિપ્રેશનમાં ફેરવાય તેવી અપેક્ષા છે. મધરાતે આ ચક્રવાતે ઉત્તર પૂર્વ તરફ મૂવ કર્યું હતું અને જખૌ બંદર, ગુજરાતની નજીક પાકિસ્તાન કાંઠા નજીક સૌરાષ્ટ્ર-કચ્છને પાર કરી ગયું હતું.

આ અગાઉ ગુજરાતના રાહત કમિશનર આલોર પાંડેએ કહ્યું હતું કે ચક્રવાતી તોફાન જ્યારે કચ્છ પાકિસ્તાનની સરહદને ટચ કરી રહ્યું હતું ત્યારે પવનની ગતિ ૭૮ કિમી પ્રતિ કલાક હતી. અનેક જગ્યાઓ પર વીજળીના થાંભલા ઉખડી જવાથી વીજ પુરવઠો  ખોરવાયો છે. આઈએમડીના પૂર્વાનુમાન મુજબ તોફાન દક્ષિણ રાજસ્થાન પહોંચશે અને ત્યાં વરસાદ પડશે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને અલર્ટ કરાયા છે. પૂર આવે તેવી શક્યતા છે. આજે ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે .

૨૨ લોકો ઘાયલ :

આ સાથે રાહત કમિશનર આલોક શર્માએ એમ પણ કહ્યું કે તોફાનના કારણે લગભગ ૨૨ લોકો ઘાયલ થયા છે. હજુ સુધી કોઈના મોતના સમાચાર નથી. ૨૩ પશુઓ માર્યા ગયા છે. જ્યારે ૫૪૫ ઝાડ ઉખડી ગયા છે અને કેટલીક જગ્યાએ વીજળીના થાંભલા પડી ગયા છે. જેના કારણે ૯૪૦ ગામોમાં વીજળી નથી.

આ પણ વાંચો :-

 

૧૬ જૂન / શત્રુપક્ષથી સાવધાન, ખોટા ખર્ચાઓથી આર્થિક ભીંસ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભારે રહેશે’, જુઓ રાશિ ભવિષ્ય

June 16 / Beware of enemies

મેષઃ
દિવસ દરમ્યાન નવી શકિતનો સંચાર થતો જણાય. આવકનું પાસુ મજબૂત બને. પરિવારમાં આનંદ-ઉત્સાહ જળવાય. સ્થપર-જંગમ મિલકત થી લાભ. કર્યક્ષેત્રે સફળતા.

વૃષભઃ
કાર્યક્ષેત્રે આગેવાન થવાની વૃષિ પેદા થાય. અભિમાન વધતું જણાય. જમીન, ટ્રાવેલ્સ, કેમીકલના ધંધામાં વિશેષ લાભ. આવક જળવાય. આરોગ્ય જળવાય

મિથુનઃ
આવકનું પ્રમાણ જળવાય. પરંતુ ખર્ચ પણ વધતો જણાય. શરદી. ખાંસીની તકલીફ રહે. મિત્રો તથા સંતાનો સાથે ઉગ્રતા ટાળવી. સ્વાસ્થય સારૂં રહે.

કર્કઃ
સ્વભાવમાં ભાવનાત્મકતાન‌ું પ્રમાણ વધે. નવા વસ્ત્રો ખરીદ કરવાના યોગ બને છે. નાના ભાઇ બહેનોની પ્રગતિથી આનંદ. વાહનસુંખ. મિલકતસુખમાં વૃધ્ધિ. નાણાંકીય. વ્યવહારોમાં લાભ.

સિંહઃ
નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. અગત્યના નિર્ણયો ફાયદાકરક પૂરવાર થતા જણાય. સંતાનની પ્રગતિથી હર્ષ. આવક જળવાય. કાર્યક્ષેત્રે ભાગ્યનો સાથ મળે.

કન્યાઃ
વાણીમાં મીઠાશ જળવાય. આવકનું પ્રમાણ જળવાય. સ્થાવર, જંગમ મળતી જણાય. લોહીથી થતા રોગોથી સાચવવું.

તુલાઃ
ખોટું લાગે એવા પ્રસંગનું નિમોણ થાય. પરિવારમાં લાગણી ભરેલા સંબંધો જળવાય. કાર્યક્ષેત્રે સફળતા. પિતાની તબિયત સાચવવી. પેટની તકલીફ રહે.

વૃષિકઃ
જીવનસાથી સાથે આનંદની ક્ષણો માણી શકે. આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળે છે. ભાગ્યનો સાથ મળતો જણાતો નથી. મુસાફરી દરમ્યાન સાવચેતી જરૂરી. હરીફોને શીકસ્ત આપી શકો.

ધનઃ
વિચારવાયુંનું પ્રમાણ વધે. ઘાર્મિક સંગઠનમાં સામેલ થઇ શકાય. સંતાનના પ્રશ્નો ઉકેલતા જણાય. યોગ્ય ખર્ચ કરવાની વ્યવસ્થા સરળ બને. ભાગ્યનો સાથ મળતાં ઓછી મહેનતે કાર્યસિધ્ધિ શકય બને.

મકરઃ
સ્ત્રીવર્ગથી સફળતા મળતી જણાય. અગત્યના નાણાંકીય નિર્ણયો ટાળવા. પરિવારમાં ઉદાસીનતા વર્તાય. સંતાન સુખમાં વૃધ્ધિ થતી જણાય. પડવા-વાગવાથી સાચવવું. મિત્રોનો સાથ-સહકાર મેળવી શકાય.

કુંભઃ
જીવનસાથી મતભેદ ટાળવો. હકારાત્મક વિચારો કરવા હિતાવહ છે. લક્ષ્મીની વખતસર હેરફેર શકય બને. વાહન સુખ-મિલકત સુખમાં વધારો થતો જણાય. માતૃસુખ. પિતૃસુખમાં વધારો થતો જણાય.

મીનઃ
ખોટા ખચો ટાળવા. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. ભાગ્ય બળવાન બને છે. નાના યાત્રા-પ્રવાસના યોગ બને છે. નોકરીમાં બઢતી. બદલી સંભવ. વૈવાહિક જીવનમાં આનંદ. સાંધના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

દિલ્હીમાં કોચિંગ સેન્ટરમાં આગ લાગતાં બારીમાંથી દોરડાના સહારે કૂદી ગયા વિધાર્થી

0

A student jumped from a window with 

  • દિલ્હીના મુખર્જી નગરમાં બત્રા સિનેમા પાસે જ્ઞાન બિલ્ડીંગમાં આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઘણા કોચિંગ સેન્ટર છે. બિલ્ડીંગમાં આગ લાગ્યા બાદ અફરાતફરી મચી ગઈ હતી. વિદ્યાર્થીઓએ બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.

દિલ્હીના મુખર્જી નગરમાં બત્રા સિનેમા પાસે જ્ઞાન બિલ્ડીંગમાં આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઘણા કોચિંગ સેન્ટર છે. બિલ્ડીંગમાં આગ લાગ્યા બાદ અફરાતફરી મચી ગઈ હતી. વિદ્યાર્થીઓએ બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આગ બુઝાવવા માટે ૧૧ ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઈ છે. હાલ આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે દિલ્હી યુનિવર્સિટી વિસ્તાર પાસે આવેલી આ ઈમારતમાં 12 વાગે આગ લાગી હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે બિલ્ડીંગમાં આગ લાગ્યા બાદ વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે કેવી રીતે બારી પર લટકી રહ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર આગ ત્રીજા માળે ઈલેક્ટ્રિક મીટરમાં લાગી હતી. જો કે આગ મોટી ન હતી પરંતુ ધુમાડાના ગોટેગોટા ઉછળ્યા બાદ બાળકો ગભરાઈ ગયા હતા અને પાછળના રસ્તેથી ઈમારતમાંથી નીચે આવવા લાગ્યા હતા. વિદ્યાર્થીઓ દોરડાની મદદથી બિલ્ડિંગમાંથી નીચે ઉતર્યા હતા. આ દરમિયાન 4 વિદ્યાર્થીઓ ઘાયલ પણ થયા હતા.

આ પણ વાંચો :-

 

વાવાઝોડું ટકરાય તે પહેલા જખૌ બંદરની આવી છે સ્થિતિ ! સમગ્ર વિસ્તારમાં ભારે નુકસાન

0

This is the condition of Jakhou port 

  • જખૌ પોર્ટ પર બિપોરજોય વાવાઝોડું ટકરાશે તેને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે એવામાં પોલીસ દ્વારા પોર્ટ અને તેની આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. કોઈપણ વ્યક્તિ પોર્ટ અને તેની પાંચ કિલોમીટર આસપાસ જોવા મળે તો તેને ત્યાંથી ખસેડવામાં આવી રહ્યા છે.

બિપોરજોય વાવાઝોડું જખૌ બંદરને ટકરાય તે પહેલા જ તેની ભયંકર અસર સમગ્ર વિસ્તારમાં જોવા મળી છે. તીવ્ર ગતિથી ફુંકાતા પવન અને ભારે વરસાદના કારણે જખૌ પોર્ટથી 500 મીટરના અંતરે આવેલા તમામ મકાનોને નુકસાન પહોંચ્યું છે.

અહીં આવેલા કાચા મકાનોના છાપરા, પતરા ઉડવા લાગ્યા છે. તેમજ નળિયાવાળા મકાનોને પણ ભારે નુકસાન થયું છે. જો કે તંત્ર દ્વારા આ તમામ ઘરોને પહેલાથી જ ખાલી કરાવી દેવાયા હતા. તમામ સ્થાનિકોને નલિયામાં આવેલી મોડલ સ્કૂલ ખાતે ખસેડાયા છે.

વાવાઝોડાએ વિનાશ વેરવાનું શરુ પણ કરી દીધું છે. નલિયાથી જખૌ પોર્ટ તરફ જવાનો રસ્તો ભયજનક બની ગયો છે. રસ્તા ઉપર આવેલા લાઈટના થાંભલાઓને તીવ્ર ગતિથી ફુંકાતા પવનના કારણે નુકસાન થયું છે. આ સાથે જ પોર્ટથી લગભગ બે કિલોમીટરના અંતરે આવેલા લાઈટના થાંભલા નમી ગયા છે. સમગ્ર વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા મોટા પાયે નુકસાન થવાની ભિતી સર્જાઈ છે.

આ પણ વાંચો :-

તમારા ખિસ્સામાં પડેલો સિક્કો ભારતના કયા શહેરમાં બનેલો છે? આ રીતે જાણો

0

The coin in your pocket was minted  

  • Identify the Coin with Mint Mark : ભારતમાં બનેલા સિક્કા ટંકશાળમાં બનાવવામાં આવે છે અને હાલમાં ભારતમાં કુલ 4 ટંકશાળ છે, જે નોઈડા, મુંબઈ, હૈદરાબાદ અને કોલકાતામાં આવેલી છે.

તમે ભારતમાં રહીને આજ સુધી સિક્કાનો ઘણી રીતે ઉપયોગ કર્યો હશે. આજના સમયમાં દેશભરમાં એક રૂપિયા, બે રૂપિયા, પાંચ રૂપિયા, દસ રૂપિયા અને વીસ રૂપિયાના સિક્કા ચાલી રહ્યા છે. પરંતુ શું તમે કોઈપણ સિક્કાને જોઈને કહી શકો છો કે તે સિક્કો ભારતના કયા શહેરમાં બનેલો છે? આજે અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે જાણી શકો કે તમારા ખિસ્સામાં પડેલો સિક્કો ભારતના કયા શહેરમાં બનાવવામાં આવ્યો છે.

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે ભારતમાં બનેલા સિક્કા ટંકશાળમાં બને છે. હવે તમે પૂછશો કે આ ટંકશાળ શું છે? આ સરકારી ફેક્ટરી છે. જ્યાં સરકારના આદેશ પર અને બજારની માંગને ધ્યાનમાં રાખીને સિક્કા બનાવવામાં આવે છે. હાલમાં સમગ્ર ભારતમાં કુલ 4 ટંકશાળ છે.

જે નોઈડા, મુંબઈ, હૈદરાબાદ અને કોલકાતામાં આવેલી છે. દરેક ટંકશાળમાં બનેલા સિક્કા પોતાની આગવી ઓળખ ધરાવે છે. આ સિક્કાઓ પર બનેલી ખાસ નિશાની જોઈને તમે સરળતાથી કહી શકો છો કે તે સિક્કો ભારતમાં કઈ ટંકશાળમાં બનાવવામાં આવ્યો છે.

No description available.

કયો સિક્કો કયા શહેરમાં બને છે તેની ઓળખ કેવી રીતે કરવી તે જાણો :

તમને જણાવી દઈએ કે દરેક સિક્કા પર વર્ષ લખેલું એક ખાસ પ્રકારનું નિશાન હોય છે. જેને જોઈને તમે જાણી શકો છો કે તે સિક્કો ભારતના કયા શહેરમાં કે ટંકશાળમાં બનાવવામાં આવ્યો છે.

1. જે સિક્કા પર ડોટનું નિશાન બનેલું છે. તે સિક્કો નોઈડાની ટંકશાળમાં બનાવવામાં આવ્યો છે.

2. એ જ રીતે જે સિક્કાની નીચે ડાયમંડનો આકાર બનાવવામાં આવે છે. તે સિક્કો મુંબઈની ટંકશાળમાં બનાવવામાં આવ્યો છે.

3. હવે એ જ રીતે જે સિક્કા પર તમને સ્ટારનો આકાર દેખાય છે. તો તમે સમજી શકો છો કે સિક્કો હૈદરાબાદની ટંકશાળમાં બનાવવામાં આવ્યો હતો.

4. હવે જે સિક્કા પર તમને કોઈ નિશાન કે આકાર દેખાતો નથી. તો તમે તરત જ સમજી શકશો કે તે સિક્કો કોલકાતામાં બનાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

 

જો બાઈડનના પ્રવચન દરમિયાન અચાનક જ ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટે કાઢી નાંખ્યા કપડાં… વીડિયો થયો વાયરલ

If the transgender activist suddenly removed  

  • અમેરિકાના વ્હાઈટ હાઉસમાં ગત અઠવાડિયે રાષ્ટ્રપતિ જો બાઈડેન પ્રાઈડ મંથને લઈને એક સમારોહનું આયોજન કર્યું હતું.

૧૦ જૂને આયોજિત કરેલા આ સમારોહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રોજ મોંટોયા નામની એક ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ ટોપલેસ થઈ ગઈ.

રોજ મોંટોયાનો ટોપલેસવાળો વીડિયો વાયરલ થયા પછી અમેરિકાના વ્હાઈટ હાઉસે નિર્ણય કર્યો છે કે હવે તેને કોઈ પણ કાર્યક્રમમાં બોલાવવામાં નહીં આવે. એવું બતાવવામાં આવી રહ્યું છે કે જ્યારે ટ્રાન્સ જેન્ડર ટોપલેસ થઈ તે વખતે રાષ્ટ્રપતિ બાઈડેન ત્યાં હાજર હતા.

વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ કારાઈન જીન પિયરે ટ્રાન્સજેન્ડરની આ હરકત પર પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે ટ્રાન્સજેન્ડરનો વ્યવહાર બિલકુલ યોગ્ય નહોતો. તેણે અનેક લોકોની સામે એવી હરકત કરી એ પણ એવા સમયે જ્યારે કેટલાય લોકો પોતાના પરિવારવાળાઓ સાથએ કાર્યક્રમમાં હાજર હતા. તેમણે કહ્યું કે હવે પછીથી ભવિષ્યમાં આવા લોકોને આમંત્રિત કરવામાં નહીં આવે.

રાષ્ટ્રપતિ જો બાઈડેન LGBTQ સમુદાયના લોકો પ્રતિ અમેરિકી સરકારના સમર્થન બતાવવા કાર્યક્રમની યજમાની કરી હતી. થોડા સમય પહેલા જ રિપબ્લિકન નેતાએ તરફથી રાજ્યસ્તરે ડ્રૈગ શો ને પ્રતિબંધિત કરવા અને તે યુવાઓ માટે વિકલ્પોને સીમિત કરવા માટે ભાર મુક્યો હતો જે પોતાનું લીંગ બદલવાની માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

ભારે પવનને કારણે યુવક પર ઝાડ પડ્યું, સદનસીબે બચી ગયો, VIDEO વાયરલ

0

A tree fell on a young man due to strong winds 

  • સુરતમાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે પવન ફુંકાઇ રહ્યો છે. અને ઠેર ઠેર વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.

સુરતના આંજણા વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાયી થયું ત્યારે એક યુવક ત્યાં ઉભો હતો અને વૃક્ષ તેના ઉપર પડ્યું હતું. જો કે સદનસીબે આ ઘટનામાં યુવકનો બચાવ થયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે.

સુરતમાં એક સીસીટીવી ફૂટેજ વાયરલ થયા :

સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે ત્યાં ત્રણ જેટલા યુવકો ઉભા હતા. બે યુવકો ઝાડ પાસે અને એક યુવક મોપેડ પાસે ઉભા રહીને ફોન પર વાત કરી રહ્યો હતો. આ દરમિયાન ત્યાં ઝાડ ધરાશાયી થઈ ગયું હતું. જો કે સદનસીબે આ ઘટનામાં યુવકનો બચાવ થયો હતો.

સદનસીબે યુવકને કોઈ ઈજા થવા પામી ન હતી. સુરતના આંજણા વિસ્તારમાં આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. આંજણા વિસ્તારના નામે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. મહત્વનું છે કે તંત્ર દ્વારા લોકોને તકેદારીઓ રાખવા અપીલ કરવામાં આવી છે. વીજપોલ ઝાડથી દુર રહેવા લોકોને અપીલ છે.

આ પણ વાંચો :-

 

શું તમારી ઉંઘ પણ સવારે 3 થી 4 વાગ્યે ખુલી જાય છે ? તો ભગવાન આપવા માંગે છે આ સંદેશ

Do you also wake up at 3 to 4 in the morning?

  • ઘણી વખત તમારી સાથે એવું બન્યું હશે કે તમે જલ્દી જાગી ગયા હશો. તમે ઘડિયાળમાં જોયું હશે કે સમય સવારના 3 થી 4 વચ્ચેનો હશે. જો કે તેની પાછળ એક ચોક્કસ કારણ હોઈ શકે છે.

સારી ઊંઘ માટે વ્યક્તિ શું નથી કરતો. પરફેક્ટ બેડથી લઈને રૂમના ટેમ્પરેચર કંટ્રોલ સુધી જેથી તે સારી રીતે સૂઈ શકે અને બીજા દિવસે તાજગીથી જાગી શકે. જો કે, ઘણી વખત લોકો ખૂબ વહેલા જાગી જાય છે એટલે કે તેઓ સવારે 3 થી 4 ની વચ્ચે જાગી જાય છે. આ પછી ઈચ્છા કરવા છતાં ઊંઘ આવતી નથી. વહેલા ઉઠવા પાછળ ગહન રહસ્ય છુપાયેલું હોઈ શકે છે.

બ્રહ્મ મુહૂર્ત સમય :

તમે ઘણા લોકો પાસેથી સાંભળ્યું હશે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો કે ઘણા લોકો તેના વિશે વધુ જાણતા નથી. આવી સ્થિતિમાં તમારી માહિતી માટે અમે તમને જણાવીએ કે સવારે 3 થી 4:30 સુધીના સમયને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. તેને દેવતાઓના ઉદયનો સમય પણ કહેવામાં આવે છે.

શુભ :

આવી સ્થિતિમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું શુભ માનવામાં આવે છે. આ સમયે જાગવાથી સારું સ્વાસ્થ્ય જાળવવામાં મદદ મળે છે. આ સમયે જાગવાનો અર્થ એ છે કે દેવતા જાગીને તમને પૂજા કરવાનું કહે છે. આ સમયે પૂજા પાઠ કરવાથી પ્રાર્થના સીધી ભગવાન સુધી પહોંચે છે અને તેના ફાયદા પણ જોવા મળે છે. તમારી ઈચ્છાઓ પણ ધીમે ધીમે પૂરી થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. Gujarat Guardian તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો :-