Home Blog Page 1053

ટામેટાની સુરક્ષામાં બાઉન્સર રાખ્યાં તો શાકભાજી વેચનારાને જ ઉઠાવી ગઈ પોલીસ

0
  • વારાણસીમાં ટામેટાની સુરક્ષા માટે રાખેલા બાઉન્સરની તસવીર અને વીડિયો વાયરલ થયો હતો. તે બાદ પોલીસ શાકભાજી વેચનારાને જ ઉઠાવીને લઈ ગઈ હતી.

જો કે બાઉન્સર સપા કાર્યકર્તાએ રાખ્યા હતા. સપા કાર્યકર્તાએ ટામેટા પાસે બે બાઉન્સરને ઉભા કરીને મોંઘવારીને લઇને અનોખુ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસ સપા કાર્યકર્તાને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી પરંતુ સપા કાર્યકર્તા ત્યાંથી ભાગી ગયો હતો. તે બાદ પોલીસ શાકભાજી વેચનારાને પોલીસ સ્ટેશને લઇને આવી હતી. આ જાણકારી સપા પ્રમુખ અખિલેશ યાદવને મળતા યુપી સરકાર અને પોલીસ પર સવાલ ઉભા કરતા એક પછી એક ટ્વીટ કર્યા હતા.

વારાણસીમાં સપા કાર્યકર્તા અજય ફૌજીએ વધતી મોંઘવારીના વિરોધમાં બે બાઉન્સરોને એક શાકભાજીની દુકાન પર ટામેટાની સુરક્ષા માટે ઉભા રાખ્યા હતા. અજય ફૌજીએ જણાવ્યું કે ટામેટા 120 થી લઈને 160 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહ્યાં છે તેની લૂંટ પણ થઈ શકે છે. સપા કાર્યકર્તાએ જણાવ્યું કે ટામેટા ખરીદવા માટે આવનારા લોકોના ઝઘડા અને લૂંટફાટથી બચવા માટે બાઉન્સરોને ઉભા કરવામાં આવ્યા છે. શાકભાજીની દુકાન પર ઉભેલા બાઉન્સરની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તે બાદ પોલીસ અજય ફૌજીને પકડીને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી.

અજય ફૌજી પોલીસ સ્ટેશનમાં મોબાઈલ પર વાત કરતા કરતા ફરાર થઈ ગયો હતો. પોલીસ તેને શોધતી રહી હતી પણ મળ્યા નહતા. તે બાદ પોલીસ શાકભાજી વેચનારાની દુકાન પર પહોચી હતી અને શાકભાજીના વેપારી જયનારાયણને પકડીને લઈ ગઈ હતી. આ ઘટનાને લઈને અખિલેશ યાદવે ટ્વીટ કરીને યુપી સરકાર અને પોલીસ પર સવાલ ઉભા કર્યા છે. અખિલેશ યાદવે લખ્યું વારાણસીમાં મોંઘવારી જેવા જનહિતના વિષય પર સરકારનું ધ્યાન આકર્ષનારા શાકભાજીના વેપારીને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવો કેટલો યોગ્ય છે. આ સમાચાર ફેલાતા રાજ્યમાં સમગ્ર શાકભાજીના વેપારી ગુસ્સામાં છે, તે શાકભાજીના વેપારીને તુરંત છોડવામાં આવે.

અખિલેશનો કટાક્ષ, ટામેટાને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવે :

સપા અધ્યક્ષ અખિલેશ યાદવે ટામેટાના ભાવ વધતા મોંઘવારીને લઈને સરકાર પર કટાક્ષ કર્યો હતો. અખિલેશ યાદવે એક વીડિયો શએર કર્યો છે જેમાં એક ટામેટા વેચનાર પોતાના ટામેટાને લૂંટવાથી બચાવવા માટે બે બાઉન્સર રાખેલો જોવા મળે છે. જેની પર અખિલેશ યાદવે કહ્યું કે ભાજપ ટામેટાને ઝેડ પ્લસ સુરક્ષા આપે.

આ પણ વાંચો :-

રમકડાંની જેમ તણાયા વાહન, રોડ-રસ્તા જળમગ્ન, શહેર બન્યા તળાવ, તસવીરોમાં જુઓ વરસાદે સર્જેલી તારાજી

0

Vehicles stretched like toys

  • ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, કોસ્ટલ કર્ણાટક અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

શનિવારથી ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં મુશળધાર વરસાદ નોંધાયો છે. જેના કારણે ઘણા શહેરમાં તો તારાજીના દ્રશ્યો સર્જાયા છે. રોડ રસ્તા પાણીમાં ગરકાવ થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

દિલ્હી પાણી પાણી :

જુલાઈ મહિનાના પહેલા સપ્તાહથી જ દેશના મોટાભાગના રાજ્યોમાં અતિભારે વરસાદ શરુ થયો હતો. ચોમાસાની શરુઆતથી અત્યાર સુધીમાં 243.2 મીમી વરસાદ નોંધાયો છે જે સામાન્ય 239.1 મીમી વરસાદ કરતા બે ટકા વધુ છે. અનરાધાર વરસાદના કારણે દિલ્હીના રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. જેના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે.

ઉત્તરાખંડમાં મેઘ તાંડવ :

વરસાદના કારણે ઉત્તરાખંડમાં ભારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. અહીં સતત થઈ રહેલા વરસાદના કારણે ઠેરઠેર ભુસ્ખલન થયું છે જેના કારણે વાહન, રોડ-રસ્તા, મકાનો ધરાશાયી થયા હતા. અલગ અલગ ઘટનાઓમાં 8 લોકોના મોત પણ થયા હતા. હવામાન વિભાગે અહીં 11-12 જુલાઈએ રાજ્યના ચમોલી, પૌડી, પિથોરાગઢ,  અલ્મોડા, ચંપાવત, નૈનીતાલ સહિતના શહેરોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

જમ્મુ-કાશ્મીર :

જમ્મુ-કાશ્મીરની ઝેલમ નદી વરસાદના કારણે બેકાંઠે થઈ હતી. જો કે પાણીનું સ્તર ઘટતાં લોકો પર તોળાતું જોખમ ઘટ્યું છે. હવામાન વિભાગ અનુસાર જમ્મુ કાશ્મીરમાં આગામી 24 કલાક દરમિયાન વરસાદ થવાની સંભાવના છે.

પંજાબ-હરિયાણામાં વરસાદી કહેર :

પંજાબ અને હરિયાણાના ઘણા શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે વાહનવ્યવહારને અસર થઈ છે. હવામાન વિભાગના અહીં આગામી દિવસો દરમિયાન પણ વરસાદ થઈ શકે છે. આ બંને રાજ્યોના અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

13 જુલાઈ સુધી વરસાદની આગાહી  :

હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના ઘણા શહેરો માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. અહીં 14 જુલાઈ સુધી ભારે વરસાદ થઈ શકે છે. સાથે જ દેશના મોટાભાગના શહેરોમાં 11 થી 13 જુલાઈ વચ્ચે પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં પણ વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો :-

કેનેડામાં જઈને નોકરી માટે ફાંફાં મારવા કરતા આ શીખી લો, ડિમાન્ડ એટલી છે કે 

  • કેનેડામાં વસવા માટે પર્યાપ્ત નાણાં હોવા જોઈએ. જે લોકો નવો બિઝનેસ શરુ કરવાનું વિચારી રહ્યા છે અને ઈનોવેટીવ આઈડિયા અપનાવીને વૈશ્વિક સ્તરે સ્પર્ધામાં ઉતરી શકે તેવા લોકો માટે કેનેડા સર્વશ્રેષ્ઠ સ્થાન છે.

કેનેડા જવુ એ દરેક બીજા ગુજરાતીનું સપનુ હોય છે. એક સમય એવો હતો જ્યારે કેનેડામાં ભારતીયોને ઘી-કેળા હતા, પરંતું હવે સ્થિતિ 360 ડિગ્રી બદલાઈ ગઈ છે. હવે ગુજરાતીઓ લાખો ખર્ચીને કેનેડા જઈ રહ્યા છે, પરંતું તેઓને ત્યાં કામ જ નથી મળી રહ્યું. ખાસ કરીને ભારતીયો જ તેમને છેતરી રહ્યાં છે. અથવા કામ મળે તો ઓછા ડોલરમાં કામ સ્વીકારવું પડે.

આવામાં જો તમે કેનેડા જઈને નોકરી કરવા ન માંગતા હોય તો તમે તમારો બિઝનેસ પણ કરી શકો છો. કેનેડામાં અનેક બિઝનેસ ચાલી શકે છે. કેટલાક બિઝનેસ એવા છે જેમાં તમારે રોકાણ કરવાની પણ જરૂર નથી. જો તમે ભારતમાંથી જ કોઈ સ્કીલ શીખીને ત્યા જશો તો તમને આપોઆપ કામ મળી જશે.

કેનેડામાં વસવા માટે પર્યાપ્ત નાણાં હોવા જોઈએ. જે લોકો નવો બિઝનેસ શરુ કરવાનું વિચારી રહ્યા છે અને ઈનોવેટીવ આઈડિયા અપનાવીને વૈશ્વિક સ્તરે સ્પર્ધામાં ઉતરી શકે તેવા લોકો માટે કેનેડા સર્વશ્રેષ્ઠ સ્થાન છે. તમારે ત્યા જતા પહેલા ભારતમાં જ કેટલીક સ્કીલ શીખી લેવી. જેની કેનેડામાં વસતા ભારતીયોમાં બહુ જ ડિમાન્ડ હોય. આ સ્કીલ થકી તમને ક્યાંય નોકરી શોધવાની જરૂર નહિ પડે.

જ્યા જ્યાં વસે ગુજરાતી ત્યા ત્યા સદાકાળ. ગુજરાતીઓ જ્યા પણ વસે તેઓને તે સ્થળે પોતાની ખાણીપીણી અને વસ્તુઓની ડિમાન્ડ રહે છે. જો તમે સારું ગુજરાતી ફૂડ બનાવવાના શોખી હોવ તો તમે તેનો પણ બિઝનેસ કરી શકો છો. અથવા તો બ્યૂટી પાર્લર, સ્કીન ટ્રીટમેન્ટ, નેલ પિયર્સિંગ, હેર સ્ટાઈલિસ્ટ, ડેકોરેશન, ડ્રેસ ડિઝાઈનિંગ આ બધુ જ તમે અહીથી શીખીને કેનેડામાં ટ્રાય કરી શકો છો. આ ઉપરાંત મીઠાઈ કે ફરસાણ બનાવીને પણ વેચી શકાય છે. આવી તો અઢળક સ્કીલ છે. જેમાં મહારત હાંસિલ કરીને કેનેડામાં તમે તમારું સ્ટાર્ટઅપ ઉભુ કરી શકો છો.

જે લોકો કેનેડામાં બિઝનેસ કરવા માંગે તેઓએ ઓર્ગેનાઈઝેશનમાં અરજી કરવાની હોય છે. પોતાના સ્ટાર્ટઅપ આઈડિયા વિશે માહિતી આપવાની હોય છે. જેમાં તમામ પ્રકારની માહિતી શેર કરવાની હોય છે. જો તમારો આઈડિયા તેમને ગમી ગયો તો કેનેડાની SUV તમને બિઝનેસ કરવાની પરમિશન આપે છે. તે નવા આંત્રપ્રિન્યોર્સને અનેક લાભ આપે છે.

કેનેડામાં સ્ટાર્ટ અપ વિઝા પ્રોગ્રામ પણ બેસ્ટ વિકલ્પ બની રહ્યું છે. જેના માટે કેનેડામાં ઢગલાબંધ રિસોર્સિસ ઉપલબ્ધ છે. જેની મદદથી તમને અનેક લાભ થઈ શકે છે.

આ પણ વાંચો :-

ફ્રીમાં લઈ જાવ 2 કિલો ટામેટાં, આ દુકાનદારે શરૂ કરી ધમાકેદાર ઓફર, ખરીદી માટે પહોંચ્યા લોકો

0
  • દેશમાં ટામેટાંની કિંમત આસમાને પહોંચી છે. આ સમયે શાકભાજીના ભાવ 150-200 રૂપિયા કિલો છે. આ વચ્ચે મધ્ય પ્રદેશના એક દુકાનદારે ફ્રી ટામેટાંની ઓફર કાઢી છે. તે દરેક સ્માર્ટફોનની ખરીદી પર બે કિલો ટામેટાં ફ્રી આપી રહ્યો છે.

આ દિવસોમાં જો કોઈ સૌથી વધુ ચર્ચામાં રહ્યું છે તો તે ટામેટાં છે. ટીવી, અખબાર, રેડિયો, બધી જગ્યાએ છવાયેલા છે. કારણ છે તેના આસમાને પહોંચેલા ભાવ. દેશમાં ટામેટાં આ સમયે 150થી 200 રૂપિયા કિલો (Tomato Prices Today) સુધી વેચાઈ રહ્યાં છે.

મોંઘવારીની સ્થિતિ એવી છે કે મેકડોનલ્ડસે બર્ગરમાંથી ટામેટાં હટાવી દીધા છે. એક સામાન્ય વ્યક્તિ માટે ટામેટાં ખરીદવા હવે પનીર ખરીદવા જેટલા મોંઘા છે. આ વચ્ચે એક દુકાનદાર લોકોને ફ્રીમાં ટામેટાં (Free Tomato Offer) આપી રહ્યો છે. તે માટે ઓફર શરૂ કરી છે. હવે ફ્રીમાં ટામેટાં કોણ ન લે. તે પણ ત્યારે જ્યારે તેની કિંમત ખુબ વધારે છે. આવો આ ઓફર વિશે જાણીએ…

એમપીના દુકાનદારે લાવી ફ્રી ટામેટાં ઓફર :

ફ્રી ટામેટાંની આ ઓફર મધ્યપ્રદેશના એક દુકાનદારે કાઢી છે. આ દુકાનદારનો મુખ્ય ધંધો સ્માર્ટફોનનો છે. તેણે ગ્રાહકોને આકર્ષિત કરવા માટે ફ્રી ટામેટાંની ઓફર લાવી છે. આ ઓફર અનુસાર તે ગ્રાહકોને ફ્રીમાં ટામેટાં મળશે જે સ્માર્ટફોન ખરીદશે. તેની આ સ્કીમ ખુબ સફળ રહી છે. દુકાનદાર અનુસાર તે આશરે 1 ક્વિન્ટલ ટામેટાં લોકોને ફ્રીમાં આપી ચુક્યો છે.

2 કિલો ટામેટાં ફ્રી :

દુકાનદાર અભિષેક અગ્રવાલે જણાવ્યુ કે ફ્રી ટામેટાંની ઓફરથી લોકોની આતૂરતા વધી ગઈ છે. તેણે કહ્યું- આ સમયે ટામેટાં ખુબ મોંઘા મળી રહ્યાં છે. સ્પર્ધાના આ સમય એક એવી ઓફર લાવવાથી ગ્રાહકો આકર્ષિત થયા છે. અમે એક સ્માર્ટફોન ખરીદવા પર ગ્રાહકોને 2 કિલો ટામેટાં ફ્રી આપી રહ્યાં છીએ.

આ ઓફરથી અમને ફાયદો થયો છે. આ ઓફર બાદ ઘણા લોકો ખરીદી માટે આવ્યા છે. અમને ફ્રી ટામેટાં આપીને ખુશી થઈ રહી છે. આ ફ્રી ટામેટાંનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. લોકો તેના પર મીમ્સ પણ બનાવી રહ્યાં છે.

આ પણ વાંચો :-

૧૦ જુલાઈ / ભાઈભાંડુનો સહકાર કેળવજો, નવા કામની ઓફર મળે તો ઝડપજો, સોમવાર આ રાશિના જાતકો નસીબ ખિલી ઉઠયું, જુઓ રાશિ ભવિષ્ય

મેષઃ
શારિરીક અને માનસિક તકલીફ રહે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. પરંતુ સાંજ પછી પરિસ્થિતિ સુધરતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ. માન સન્માનમાં વધારો થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. દામ્પત્ય સુખમાં આનંદ.

વૃષભઃ
દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આર્થિક પાસુ મજબૂત થતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. ‌પરિવારમાં આનંદ રહે. ભાગ્ય બળવાન બને છે. ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ બને છે. સાંજ પછી આરોગ્ય સાચવવું.

મિથુનઃ
કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. નોકરીમાં બઢતી સંભવે-ધંધાકીય ક્ષેત્રે યોગ્ય નિર્ણય લઇ શકાય. સ્થાવર જંગમ મિલકત અંગેના પ્રશ્નો ઉકેલાતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ. આરોગ્ય જળવાશે.

કર્કઃ
ઘરમાં શુ પ્રસંગનું આયોજન શક્ય બને. સુખ શાંતિ જળવાય. સ્વાસ્થ્યની કાળજી રાખવી જરૂરી. સ્નાયુનો દુઃખાવો સતાવે. ધંધાકીય ક્ષેત્રે વિશ્વાસઘાત ન થાય એની સાવધાની રાખવી.

સિંહઃ
સિધ્ધાંતવાદી વલણ રહે. બેંક બેલેન્સ વધતુ જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. સ્થાવર જંગમ મિલકત અંગે લીધેલા નિર્ણયો ફળદાયી નીવડે. સંતાન સંબંધી ચિંતા રહે.

કન્યાઃ
મન ચંચળ રહે. વિચારો વધારે આવતા જણાય. આર્થિક મોરચે સફળતા. ભાગ્યનો સાથ મળી રહ્યો છે. સ્ત્રી વર્ગથી લાભ. આરોગ્ય સાચવવું. ખેંચ-વાઇના દર્દી માટે વિશેષ કાળજી જરૂરી છે.

તુલાઃ
ખર્ચમાં વધારો અને આવકમાં ઘટાડો થતો અનુભવાય. કાર્યક્ષેત્રે સંઘર્ષ કરવો પડે. પરિવારના સભ્યો સાથે શાંતિથી કામ લેવું. અગત્યના આર્થિક નિર્ણયો મુલતવી રાખવા. સાંજ પછી પરિસ્થિતિમાં સુધારો થતો જણાય.

વૃશ્ચિકઃ
લક્ષ્મીજીની કૃપા સમયસર મેળવી શકાશે. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. સ્થાવર જંગમ મિલકતના ખરીદ વેચાણ શક્ય બને. ભાગ્ય સારૂ છે. મિત્રોથી લાભ. સાંજ પછી તમામ બાબતો અંગે સાવચેતી રાખવી.

ધનઃ
કાયક્ષેત્રે સફળતા. યશ-પ્રતિષ્‍ઠા વધે. નવી પ્રોપર્ટી કે વાહનની ખરીદી શક્ય બને. આવક અંગે મધ્યમ દિવસ.પ‌િત્ન સાથે ઉગ્રતા ટાળવી. નોકરી-ધંધામાં પ્રગતિ અનુભવી શકાય. મિત્રોનો સાથ સહકાર મળે. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

મકરઃ
ભાગ્ય બળવાન છે આથી ઓછી મહેનતે વધુ સફળતા મળે. ધાર્મિક યાત્રા પ્રવાસનું આયોજન થાય. સંતાનની સફળતાથી હર્ષ. આરોગ્ય જળવાશે. દામ્પત્ય ક્ષેત્રે આનંદની અનુભૂતિ થાય. હાડકા, કમરના દુઃખાવાથી સાચવવું.

કુંભઃ
ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો. નાણાંની કિંમત સમજવી જરૂરી છે. શેર બજાર તથા પ્રોપર્ટીના કાર્યોમાં લાભ. સંતાન સાથે વાદ વિવાદ ટાળવા હિતાવહ. શરદી, ખાંસીનો ઉપદ્રવ રહે. નકારાત્મક વિચારો-ટાળવા. સાંજ પછી સુધારો જણાય.

મીનઃ
મનોબળ વધવાને કારણે કાર્યમાં સફળતા મળે. નવી શક્તિનો સંચાર થાય. નાણાંની સરળતા વર્તાય. પત્નિ સાથે આનંદ. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. કોમ્પ્યુટર ક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિને વિશેષ સફળતા. આરોગ્ય જળવાશે.

આ પણ વાંચો :-

ગોંડલમાં ફરી આખલા યુદ્ધ જામ્યું : બે આખલાઓ દુકાનમાં ઘૂસ્યા, હચમચાવી દે તેવો વિડીયો વાયરલ

0
  • ગોંડલ શહેરમાં આખલા યુદ્ધમાં અનેક લોકોની જિંદગી હોમાય ચુકી છે. રોજિંદા અનેક સોસાયટીમાં આખલા યુદ્ધ જોવા મળી રહે છે. ત્યારે આજે વિક્રમસિંહજી કોમ્પ્લેક્ષ વિભાગ એમાં બે આખલા વચ્ચે યુદ્ધ સર્જાયું હતું.

ગોંડલમાં આજે ફરી એકવાર આખલા યુદ્ધ જોવા મળ્યું છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે અને સોશિયલ મીડિયા પર તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ગોંડલમાં બનેલી ઘટનામાં આખલા દુકાનમાં ઘૂસ્યા હતા. જેના કારણે દુકાનદારને મોટું નુકસાન થયું છે.

ગોંડલ શહેરમાં આખલા યુદ્ધમાં અનેક લોકોની જિંદગી હોમાય ચુકી છે. રોજિંદા અનેક સોસાયટીમાં આખલા યુદ્ધ જોવા મળી રહે છે. ત્યારે આજે વિક્રમસિંહજી કોમ્પ્લેક્ષ વિભાગ A માં બે આખલા વચ્ચે યુદ્ધ સર્જાયું હતું. જેમાં એક આખલો સોહમ ઈલેક્ટ્રોનિકની દુકાનમાં ઘૂસ્યો હતો. સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા હતા. દુકાનદારને નુકશાન પણ થયું હતું.

ગોંડલ શહેરમાં રોજિંદા અનેક સોસાયટીમાંથી આખલા યુદ્ધની ફરિયાદો ઉઠવા પામી છે. ગોંડલ શહેરમાં આખલા યુદ્ધ સર્જાયું હતું. જેમાં બન્ને આખલાઓએ રસ્તો બ્લોક કર્યો હતો. કોર્ટમાં આવતા લોકોના શ્વાસ અઘ્ધર થયા હતા. શહેરમાંથી આખલાઓના ત્રાસથી ક્યારે છુટકારો મળશે તે જોવાનું રહ્યું છે.

આ પણ વાંચો :-

૦૯ જુલાઈ / અકારણ ચિંતા અને ખર્ચા પર કાબૂ મેળવજો, આ રાશિના જાતકો આજે રવિવાર બિલકુલ ન ભરતા આ પગલું, જાણી લો રાશિ ભવિષ્ય

મેષઃ
નાણાંકીય બાબતોમાં લાભ મળશે. આદ્યાત્મમાં રૂચિ વધશે. કરેલા કાર્યો વિલંબે પૂરા થતા જણાય. ભાગ્ય સારૂં છે. માતૃપક્ષની લાભ મેળવી શકાશે. સંતાન તરફથી ચિંતા રહેશે. સ્નાયુનો દુઃખાવો પરેશાન કરે. વિદેશ સંબંધી બાબતોથી લાભ મળશે.

વૃષભઃ
કવિતા, સંગીત જેવી બાબતોમાં રસ વધશે. અભિમાન વધશે. સ્ત્રી તથા સંતાન તરફથી લાભ મળશે. નાણાંકીય વ્યવાહોરમાં સાવચેતી રાખવી, દેવું કરવાથી દૂર રહેવું. મિત્રોથી લાભ મળશે. નાની મુસાફરીની શક્યતા છે.

મિથુનઃ
દીલમાં અજંપો રહે. આર્થિક બાબતોમાં ફાયદો જણાય. પરિવારમાં સુખ-શાંતિનો અનુભવ થાય. કરેલા કાર્યો, ભાગ્યના આધેર સફળ થતા જણયા. જીવનસાથીની તબિયતની ચિંતા રહે. ધંધામાં સંધર્ષ કરવો પડે.

કર્કઃ
માનસિક ચિંતા હળવી થતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં સ્નેહ વધે. મિત્રોથી સારા સમાચાર મળે. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે. વિદ્યાર્થીમિત્રો માટે વધુ મહેનત જરૂરી ખોટા ખર્ચ ટાળવા.

સિંહઃ
ધંધામાંથી આવક વધતાં, આનંદની અનુભુતિ થાય પરિવારના તમામ સભ્યો સાથે સુમેળ વધે. રોકાણો માંથી આવક મળવાના યોગ બને. સંતાન તરફથી ચિંતા નોકરીમાં બઢતી બદલીના સંજોગો શક્ય બને.

કન્યાઃ
વાણીને કારણે આવક વધતી જણાય. ભાગ્યનો સાથ મળવાથી આનંદ, કાર્ય સફળતા અનુભવાય. મિલકતના પ્રશ્નો હોય તો તેનુ નિરાકરણ આવે. નવું વાંચવા, જણવાનો યોગ બને. આંખની કાળજી જરૂરી.

તુલાઃ
સંધર્ષ બાદ કાર્ય સફળ થતા જણાય. ખોટું લાગે વા પ્રસંગો ઉપસ્થિત થતા જણાય. સ્વાસ્થ્ય અંગે આનુકુળતા જણાય. ધાર્મિક આયોજનોમાં સમય પસાર  થતા દિવસ દરમ્યાન મિશ્રફળ અનુભવાય.

વૃશ્ચિકઃ
નવા કાર્ય તથા નવા રોકાણ કરી શકાય નાના ભાઈ બહેનની જવાબાદરી વધે. આવક થતા ખર્ચનું પ્રમાણ સરભર કરી શકાય. ભાગીદારોથી અસંતોષ રહે. ગળાના રોગોથી સાચવવું.

ધનઃ
દિવસ દરમ્યાન અજંપો રહે. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કરેલા કાર્યોથી પૂર્ણ સંતોષ ન મળે. અચાનક આરોગ્ય બગડે. પડવા વાગવા અગ્નિથી સાચવવું. તમામ બાબતોમાં જીવન સાથીનો સહકાર મળે.

મકરઃ
દિવસ દરમ્યાન આનંદ ઉત્સામાં વધારો થાય. માન-સન્માનમાં વૃદ્ધિ થાય. આવકનો સ્ત્રોત વધતો જણાય. પરિવારના સભ્યોની જવાબદારી ઉઠાવવી પડે. આરોગ્યની કાળજી રાખવી.

કુંભઃ
ગુસ્સામાં વધારો થાય. આવક અંગે ચિંતા રહે. નાના-ભાઈ બેહને વાઈરલ ઈન્ફેકશનથી સાચવવું. દેવું કરવાથી દુર રહેવું. પૈસા ફસાઈ જાય. વિદેશના સંબંધોથી લાભ મેળવી શકાય.

મીનઃ
જુના ગુરૂ શિક્ષકોને મળવાના યોગ થાય. વડીલોની આમન્યા જળવાય. આદ્યાત્મિક પ્રગતિ થાય. સંતાનથી પ્રેમ વધારે મળે. સ્ત્રી વર્ગથી લાભ થાય. ડાયાબીટીસ અને વાયુના રોગોથી પરેશાની વધે.

આ પણ વાંચો :-

મોડી રાત્રે વરસાદમાં લેધર કોટ પહેરેલી જોવા મળી Malaika Arora, કપલનો લેટેસ્ટ લુક થયો વાયરલ

  • મલાઈકા અરોરા અને અર્જુન કપૂર જેઓ બોલિવૂડના સૌથી ફેમસ કપલ્સમાં સામેલ છે, તેઓ ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

મલાઈકા અને અર્જુન ગઈકાલે મોડી રાત્રે મુંબઈના વરસાદમાં ડિનર ડેટ માટે બહાર ગયા હતા. આ દરમિયાન મલાઈકાએ બ્લેક લેધરનો કોટ પહેર્યો હતો જ્યારે અર્જુન કપૂરે ટી-શર્ટ ટ્રાઉઝર સાથે કાળા ચશ્મા પહેર્યા હતા. આ બી-ટાઉન કપલની ફેશન જોઈને લોકો આશ્ચર્યમાં પડી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર કમેન્ટ્સ કરી રહ્યા છે.

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર મોડી રાત્રે ડિનર ડેટ માટે પહોંચ્યા હતા. આ દરમિયાન મલાઈકા અરોરાએ બ્લુ ડેનિમ્સ, વ્હાઈટ શર્ટ સાથે બ્લેક લેધર કોટ પહેર્યો હતો.

અર્જુન કપૂરે ડિનર ડેટ માટે બ્લુ લૂઝ ટી-શર્ટ અને બ્લેક ટ્રાઉઝર પહેર્યા હતા. અર્જુન કપૂરે માથા પર કાળા રંગની કેપ અને સનગ્લાસ પહેર્યા હતા.

મોડી રાત્રે મુંબઈના વરસાદમાં મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનો આવો લુક જોઈને લોકો ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અર્જુનને ટ્રોલ કરનારા ટ્રોલર્સ લખી રહ્યા છે કે મોડી રાત્રે અર્જુને સનગ્લાસ કેમ પહેર્યા છે.

તે જ સમયે, લોકોએ મલાઈકા અરોરાની ડિઝાસ્ટર ફેશન સેન્સ પર પણ ગજબ કમેન્ટ્સ કરી રહ્યા છે. ગઈકાલ રાતની મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની ડિનર ડેટની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

ટીવી પર્સનાલિટી હોવા સાથે મલાઈકા ઘણીવાર બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ અને મોડેલિંગ પ્રોજેક્ટ્સ માટે ચર્ચામાં રહે છે. અર્જુન કપૂરના વર્ક ફ્રન્ટ પર નજર કરીએ તો એક્ટર છેલ્લે એક થા વિલન રિટર્ન્સ ફિલ્મમાં જોવા મળ્યો હતો. અહેવાલો અનુસાર, અભિનેતા ટૂંક સમયમાં ‘મેરે હસબન્ડ કી બીવી’, ‘લેડી કિલર’ જેવી ફિલ્મોમાં જોવા મળી શકે છે.

આ પણ વાંચો :-

ગામમાં પાણી કે પાણીમાં ગામ ! ધોધમાર વરસાદના કારણે આ પંથકમાં લોકોને આવ્યો રોવાનો વારો

0
  • બોટાદ જિલ્લાના ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા ગઢડા તાલુકાના કાળુભાર ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે. જ્યારે ઉમરાળા અને વલભીપુર તાલુકા પંથકમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે.

જિલ્લામાં ઘણા લાંબા સમયથી વરસાદી માહોલ છવાયો છે. તેમજ જિલ્લાના અનેક તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે. જેમાં ધોધમાર વરસાદના કારણે ભાલ પંથકના ખેડૂતોને ફરી એકવાર રોવાનો વારો આવ્યો છે.

બોટાદ જિલ્લાના ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા ગઢડા તાલુકાના કાળુભાર ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે. જ્યારે ઉમરાળા અને વલભીપુર તાલુકા પંથકમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે.

જેના કારણે આ બંને તરફના પાણી ભાલ પંથકમાં થઈને દરિયામાં ભળી જતાં હોય છે, પરંતુ ભાલ પંથકની મોટાભાગની જમીનો મીઠા ઉદ્યોગ માટે ફાળવી દેવાના કારણે અગરો બનાવવા માટે બનાવાયેલા પાળા દરિયામાં વહી જતાં પાણીને રોકી રહ્યા છે.

ભાલ પંથકમાંથી કુલ સાત નદીઓ પસાર થઈ રહી છે જેના કારણે લાખો કયુસેક પાણી નો ધસમસતો પ્રવાહ ભાલ પંથકમાંથી પસાર થાય છે. ત્યારે અગરો માટે બનાવાયેલ પાળા અને ખાડીમાં થઈ ગયેલું પુરાણ પાણીને અવરોધી રહ્યા છે. જેના કારણે ભાલ વિસ્તારના ૨૦ થી વધુ ગામોમાં પાણી એકઠું થઈ જતાં ખેતરો જળબંબાકાર બની જાય છે.

અહિ કપાસ, ચણા, જુવાર, બાજરી, અને ભાલ પ્રદેશના ખૂબ પ્રખ્યાત ઘઉંની ખેતી થાય છે. પરંતુ ખેતરોમાં સતત પાણી ભરાઈ રહેવાના કારણે પાક નષ્ટ થઈ જાય છે. ભાલ પંથકના ખેડૂતો દ્વારા અહી મીઠાના અગરો માટે જમીન નહિ ફાળવવા અનેક વખત રજૂઆતો કરવામાં આવી રહી છે પરંતુ તેમ છતાં તંત્ર દ્વારા કોઈ ચોક્કસ કામગીરી નહિ કરવામાં આવતા દરવર્ષે આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને લોકોને પારાવાર હાડમારી ભોગવવાનો વારો આવે છે.

આ પણ વાંચો :-

જાણી લો ફોન Restart કરવાનું સીક્રેટ, હેંગ થવા વગર લાંબા સમય સુધી ટકાટક ચાલશે સ્માર્ટફોન

0
  • આજના સમયમાં સ્માર્ટફોન દરેક લોકોના જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. પરંતુ ક્યારેક સ્માર્ટફોનમાં હેંગ થવા સહિત અનેક સમસ્યાઓ આવતી રહે છે. આ સ્થિતિમાં ફોન સારી રીતે ચાલે તે માટે તેને રીસ્ટાર્ટ કરવો જોઈએ.

 આજના સમયમાં લગભગ દરેક લોકોના હાથમાં ફોન જોવા મળે છે. સ્માર્ટફોનથી ઘરે બેઠા અનેક કામ થઈ જાય છે. તેથી ફોન સારી રીતે ચાલે તે જરૂરી છે. જૂના ફોનમાં સમસ્યા આવવી સામાન્ય વાત છે. પરંતુ ઘણીવાર થોડા જૂના ફોનમાં પણ સમસ્યા આવી જાય છે. તેવામાં ફોનને લાંબો સમય સારી કંડીશનમાં રાખવા માટે એક મેજિક છે. તે છે ફોનને Restart કરવો. આવો તે વિશે જાણીએ.

આજકાલ ફોનનો ઉપયોગ ફોટો ક્લિક કરવા, ઓફિસમાં મેલ ચેક કરવા, પેમેન્ટ કરવા, સોશિયલ મીડિયા હેન્ડલ કરવા, ભોજન ઓર્ડર કરવા, અનેક પ્રકારના બિલ પેમેન્ટ કરવા માટે કરવામાં આવે છે. એટલે ફોન સારી રીતે ચાલે તે ખુબ જરૂરી છે.

તમે જાણીને ચોંકી જશો કે માત્ર ફોનને Restart કરતા રહેવાથી ફોન લાંબા સમય સુધી સારી રીતે ચાલી શકે છે. તેમાં હેંગ થવા અને અટકવા જેવી સમસ્યા ઓછી આવે છે. જ્યાં સુધી કોઈ મેજર હાર્ડવેર કે સોફ્ટવેર સમસ્યા ન આવે.

જો તમે પણ લેપટોપ કે કમ્ય્યૂટર કે કોઈ એવી ડિવાઈસ ચલાવો છો. તો તમે ખુદે ઘણીવાર તે ડિવાઈસને રીસ્ટાર્ટ કરી ઠીક કરી હશે. ક્યારેક પ્રોફેશનલ્સે પણ તમને ડિવાઈસ રીસ્ટાર્ટ કરવાની સલાહ આપી હશે.

જ્યાં સુધી ફોનની વાત છે તો તેને રીસ્ટાર્ટ કરવા પર તે ડિવાઈસની મેમરીને ક્લિયર કરે છે. કોઈ માલફંક્શન કરનાર એપને બંધ કરે છે અને તેને ઠીક કંડીશનમાં ઓપન કરે છે. સાથે મેમરી મેનેજમેન્ટ, નેટવર્ક અને બેટરી ઓપ્ટિમાઇઝેશન પણ તેનાથી સારૂ થાય છે.

તેવામાં રીસ્ટાર્ટ કરવું ફોનને ખુબ ફાયદો પહોંચાડે છે. પરંતુ આ સપ્તાહમાં કેટલીવાર કરવું જોઈએ. તેને લઈને પણ આંકડો છે. એક્સપર્ટ માને છે કે ફોનને સપ્તાહમાં ઓછામાં ઓછા ત્રણ વાર રીસ્ટાર્ટ કરવો જોઈએ.

તો મોબાઇલ કમ્યુનિકેશન કંપની ટી-મોબાઈસલ પ્રમાણે આઈફોન અને એન્ડ્રોઈડ ફોનને સપ્તાહમાં ઓછામાં ઓછો એકવાર રીસ્ટાર્ટ કરવો જોઈએ. તો એન્ડ્રોઈડ ફોન બનાવનારી કંપની સેમસંગ કહે છે કે તેના Galaxy ફોન દરરોજ રીસ્ટાર્ટ કરવા જોઈએ. સેમસંગ ગેલેક્સી ફોનમાં Auto Restart સેટ કરવાનો પણ વિકલ્પ મળે છે.

આ પણ વાંચો :-