Home Blog Page 1047

રિલ્સનું ભૂત ઉતર્યું / મોલની પાળી પર જોખમી રીતે વીડિયો બનાવનારા બે પકડાતા હાથ જોડી માફી માગી

0
  • સોશિયલ મીડિયામાં રીલ બનાવવાનું ભૂત યુવકોને એટલી હદે વળગી ગયું છે કે, તેઓ કોઈપણ જોખમ લઈને લાઈક્સ મેળવવા મથતા હોય છે.

સુરતના વેસુમાં આવેલા મોલની ઉંચાઈ પર આવેલી પાળી પર રીલ બનાવવા ચઢેલા બે યુવકોને પોલીસે ઝડપી લઈને શાન ઠેકાણે લાવી દેતા બે હાથ જોડીને માફી માગી હતી.

સોશિયલ મીડિયામાં હીરોગીરી દેખાડવા બે યુવકો ધ ગ્રાન્ડ પ્લાઝા શોપિંગ મોલની પાળી પર ચઢી ગયાં હતાં. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થયો હતો. આ વીડિયોના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ગણતરીના સમયમાં જ બન્ને યુવકોને ઝડપી લીધા હતાં.બાદમાં બન્નેએ પોતાની ભૂલ થઈ ગઈ હોવાનો સ્વીકાર કર્યો હતો. સાથે જ આ પ્રકારની ભૂલ ક્યારેય નહીં કરીએ તેવી આજીજી બે જોડીને કરી હતી.

ભટાર તડકેશ્વર સોસાયટીના ૨૦ વર્ષીય શુભમ શિવકુમાર વાઘ અને વિક્રમ સુભાષ પાન પાટીલને પોલીસે વાઈરલ વીડિયોના આધારે ઝડપી લીધા હતાં. બાદમાં તેમની અટકાયત કરી હતી. તે સાથે જ નવયુવાનોએ સોશિયલ મીડિયા પર હીરોગીરી કરવાના ચક્કરમાં પોતાના જીવને જોખમમાં મૂક્યો હોવાનો સ્વીકાર કર્યો હતો. ફરીથી આવી ભૂલ કોઈ ન કરે તે માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

ઈતિહાસમાં પ્રથમવાર દ્વારકાધીશ મંદિરમાં ૫ને બદલે ૬ ધજા ચડશે, કેમ લેવાયો આવો નિર્ણય ?

0
  • દ્વારકાના જગતમંદિરમાં રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. ભક્તોમાં દ્વારકાધીશ મંદિરમાં ધ્વજારોહણ કરવાનું ખાસ મહત્વ હોય છે.

આ વચ્ચે ગઈકાલે સોમવારે દ્વારકાના જગતમંદિરમાં ઈતિહાસમાં પહેલીવાર એક જ દિવસમાં 5ને બદલે 6 ધજા ચડાવવામાં આવી હતી. આ પાછળ એક ખાસ કારણ છે.

શા માટે એક દિવસમાં ૬ ધજા ચડાવાઈ :

દ્વારકા મંદિરમાં ધ્વજારોહણ કરવા માટે ૨૦૨૪ સુધી લાંબું વેઈટિંગ છે. તાજેતરમાં જ બિપોરજોય વાવાઝોડાના કારણે જગતમંદિર પર સુરક્ષાને લઈને ૩ દિવસ સુધી ભક્તોની ધ્વજારોહણ થઈ શક્યું નહોતું. ત્યારે સોમવારથી ભક્તોનું ધ્વજારોહણ થાય તે માટે જગતમંદિર ધ્વજારોહણ સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ ૧૫ દિવસ માટે રોજ ૫ના બદલે ૬ધજાનું આરોહણ કરવામાં આવશે. આ નિર્ણયથી ભક્તોમાં પણ ખુશીની લહેર વ્યાપી ગઈ હતી.

૧૫૧ ફૂંટની ઊંચાઈએ ૨૫ ફૂટના ધ્વજદંડ પર ધજા ફરકાવાય છે :

નોંધનીય છે કે દ્વારકાધીશ મંદિર પર ૧૫૧ ફૂટની ઊંચાઈ પર ૨૫ ફૂટનો ધ્વજદંડ આવેલો છે. એના ઉપર એક ધ્વજ સ્તંભ છે. જેના પર ભગવાન દ્વારકાધીશની ધજા ફરકાવવામાં આવે છે. મંદિર પર આ ઊંચાઈએ ધ્વજા ફરકાવવા રોજ અબોટી પરિવારના સદસ્યો જાય છે અને પાંચ વખત ધજા બદલી કરે છે.

આ પણ વાંચો :-

સુરત / બસ ડેપોમાં વરસાદી પાણીના નિકાલના અભાવને કારણે ગંદકીના થર વચ્ચે થર્ડ ક્લાસ હાલત

0
  • સુરતમાં ચારેક દિવસ અનારાધાર વરસાદ પડયા બાદ પણ છતાં સુરત એસટી ડેપામાં વરસાદી પાણીના નિકાલના અભાવે વર્કશોપમાં અને પાર્કિંગમાં હાલત કથળી ગઈ છે.

ગંદકીના થર જામી ગયાં છે. ગંદકી વચ્ચે બસના રિપેરિંગ કામ પણ અટકી ગયાં છે. થર્ડ ક્લાસ હાલત હાલ અહિં જોવા મળી રહી છે. કાદવના સામ્રાજ્ય વચ્ચે કર્મચારીઓ કહી રહ્યાં છે કે અનેક રજૂઆતો છતાં કોઈ નિરાકરણ આવતું નથી. મેટ્રોની કામગીરીની કારણે દિવસે દિવસે અહિં ગંદકીનું સામ્રાજ્ય વધી રહ્યું છે.

એસટી વર્કશોપમાં કામ કરતાં એક કર્મચારીએ કહ્યું કે અહિં કાદવ કિચડ એટલા વધી ગયા છે કે, અમારા આરોગ્યને લઈને પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે. બસ ખરાબ થઈ હોય તો તેના મેઈન્ટેન્સ સહિતના કામ પણ અત્યારે થઈ શકતા નથી. અહિં બસ પાર્કિંગની વ્યવસ્થા છે. પરંતુ હાલ બસ પાર્ક થાય તો બહાર ન નીકળે તેવી શક્યતા છે. બસ ફસાઈ જાય તો ક્રેઈર્ન બોલાવવી પડે છે.

અવારનવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ આવતું નથી. મેટ્રોની કામગીરી ચાલતી હોવાથી માટીના મોટા ઢગલાં કરી દેવામાં આવ્યાં છે. જેથી આ માટી પાણી સાથે ભળીને સમગ્ર પાર્કિંગ અને વર્કશોપમાં ઘુસી આવી છે. કાદવ કિચડની વચ્ચે કેમ કામ કરવું એ પ્રશ્ન છે. અગાઉ રજૂઆત લેખિતમાં પણ કરવામાં આવી છે. તેમ છતાં કોઈ અમારી આ હાલત પર ધ્યાન આપતું નથી.

આ પણ વાંચો :-

આ મુખ્યમંત્રીના બહેન પહાડી મંદિરની બહાર ચા વેચતા જોવા મળ્યા, સાદગીને સૌ કરી રહ્યા છે નમન

0
  • વાત જાણે એમ છે કે એક પર્યટકે કાચા પહાડી રસ્તા અને પછી દુર્ગમ પગપાળા માર્ગથી થતા માતાના મંદિર સુધી જવાનો વીડિયો બનાવ્યો. જૌનપુરની કેરાકટ સીટથી પૂર્વ વિધાયક દિનેશ ચૌધરીએ આ વીડિયો શેર કર્યો.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ગણતરી દેશના પ્રમુખ રાજનેતાઓમાં થાય છે. ઉત્તરાખંડના આંતરીયાળ પહાડી વિસ્તારમાં વસેલા તેમના ગામ અને પરિવારની ચર્ચા પણ ખુબ થતી હોય છે. તેમના નાની બહેન પણ ચર્ચામાં રહેતા હોય છે જેઓ એક ચાની એક નાનકડી દુકાન ચલાવે છે. ભાજપના પૂર્વ ધારાસભ્યએ ટ્વિટર હેન્ડલ પર વીડિયો શેર કર્યો છે જે કેટલાક પર્યટકોએ માતાના દર્શન દરમિયાન બનાવેલો છે.

જૌનપુરની કેરાકટ સીટથી પૂર્વ વિધાયક દિનેશ ચૌધરીએ વીડિયો શેર કરતા લખ્યું કે કેટલાક દર્શનાર્થીઓ માતાજીના દર્શન કરવા માટે ગયા હતા. તમને શું ખબર કે આટલા દુર્ગમ રસ્તાઓ પર આવતા સ્થાન પર દેશના શક્તિશાળી નેતાઓમાંથી એક એવા ઉત્તર પ્રદેશના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય યોગી આદિત્યનાથજી મહારાજના સગા બહેન એક નાનકડી ચાની દુકાન ધરાવતા મળી જશે.

તેમણે લખ્યું કે પર્યટકોએ આ ઘટનાક્રમનો વીડિયો બનાવ્યો અને સમગ્ર વિગતો શેર કરી. વિગતો જોયા અને સમજ્યા બાદ અંતર્મનમાં પીડા પણ છે. તો બીજી બાજુ એ પણ સમજમાં આવી રહ્યું છે કે ખરેખ ઉત્તર પ્રદેશના લોકોનું, આપણા બધાનું પરમ સૌભાગ્ય છે કે જે યુપીને એક વાસ્તવિક કર્મયોગી સ્વરૂપે આદરણીય યોગી આદિત્યનાથજી મહારાજ જેવા સંત મુખ્યમંત્રી મળ્યા છે.

વાત જાણે એમ છે કે એક પર્યટકે કાચા પહાડી રસ્તા અને પછી દુર્ગમ પગપાળા માર્ગથી થતા માતાના મંદિર સુધી જવાનો વીડિયો બનાવ્યો. તેમણે દેખાડ્યું કે મંદિરની બહાર જે મહિલા માતા ભુવનેશ્વરી પ્રસાદ ભંડાર નામથી નાનકડી ચાની દુકાન ચલાવે છે. તેઓ યુપીના સીએમ યોગી આદિત્યનાથના બહેન છે. આ વીડિયો શેર કરતા તેમણે લખ્યું કે આવા મુખ્યમંત્રીના શ્રી ચરણોમાં વારંવાર પ્રણામ. તમે બધા આ આખો વીડિયો જુઓ અને તમારો અભ્રિપાય ચોક્કસ આપો.

યોગી આદિત્યનાથ સન્યાસી જીવનમાં આવતા પહેલા માતા પિતા અને ભાઈ બહેનો સાથે રહેતા હતા. યોગી આદિત્યનાથના સાત ભાઈ બહેન છે. યોગીથી નાના બહેન શશીએ લગ્ન બાદ પતિ પૂરણસિંહ સાથે મળીને ચર્ચિત માતા પાર્વતીના મંદિરની પાસે જ ફૂલ અન પ્રસાદની દુકાન ખોલી. શશના ગામ કુઠારથી થોડે દૂર નીલંકઠ મહાદેવ અને માતા પાર્વતીનું મંદિર છે.

આ પણ વાંચો :-

Income Tax રીટર્ન ફાઈલ કરવાને લઈ લેટેસ્ટ અપડેટ, ૩૧ જુલાઈ બાદ રીટર્ન ફાઈલ કરવા પર નહીં લાગે પેનલ્ટી

0
  • મહત્વનું છે કે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૩ છે. જો કે આવકવેરા વિભાગના નિયમ અનુસાર જો તમે ૩૧મી જુલાઈ પછી પણ રિટર્ન ફાઈલ કરશો તો તમારે દંડ ચુકવવો પડશે નહીં. આવકવેરા વિભાગ દ્વારા ટેક્સ ફાઈલ કરનાર લોકોની જાણકારી માટે આ વાત જણાવવામાં આવી છે.

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ અપડેટ મુજબ જૂનના અંત સુધીમાં એક કરોડથી વધુ લોકોએ રીટર્ન ફાઈલ કર્યું છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ આવકવેરા રિટર્નના મામલે રેકોર્ડ બ્રેક ફાઈલિંગ થઈ શકે છે. લોકો હવે ટેક્સ ભરવાને લઈને દિવસેને દિવસે  જાગૃત થઈ રહ્યા છે. આ વર્ષે જૂનમાં ભરાયેલા રિટર્ન ગયા વર્ષની સરખામણીએ લગભગ ૧૨ ટકા વધુ છે.

૩૧મી જુલાઈ પછી પણ ફાઇલ કરી શકાશે રિટર્ન :

મહત્વનું છે કે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૩ છે. જો કે આવકવેરા વિભાગના નિયમ અનુસાર જો તમે ૩૧મી જુલાઈ પછી પણ રિટર્ન ફાઈલ કરશો તો તમારે દંડ ચુકવવો પડશે નહીં. આવકવેરા વિભાગ દ્વારા ટેક્સ ફાઈલ કરનાર લોકોની જાણકારી માટે આ વાત જણાવવામાં આવી છે.

ઝીરો રીટર્ન ફાઈલ :

આવકવેરા નિષ્ણાંતો અનુસાર જે લોકોની કુલ આવક મૂળભૂત મુક્તિ મર્યાદાથી વધુ ન હોય તો તેઓ રીટર્ન મોડું ફાઈલ કરે તો તેમને કોઈ દંડ લાગતો નથી. સરળ ભાષામાં કહીએ તો ઝીરો રીટર્ન ફાઈલીંગમાં ૩૧ જુલાઈ બાદ પણ દંડ નહીં લાગે. જો નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ સુધી તમારી કુલ આવક ૨.૫ લાખ રૂપિયા અથવા તેનાથી ઓછી છે તો તમે ૩૧ જુલાઈ પછી આવકવેરો ભરશો તો પણ દંડ નહીં ભરવો પડે.

તમારી પાસે ૧૫ વર્ષ જૂના વાહન છે તો સ્ક્રેપ કરવા માટે કરી શકશો ઓનલાઈન અરજી

0
  • રાજ્યમાં ૧૫ વર્ષ જૂના વાહનો માટે સ્ક્રેપ પોલિસી અમલમાં આવ્યા બાદ સરકારે મહત્વની જાહેરાત કરી છે. હવે સ્ક્રેપ પોલિસી માટે રજિસ્ટ્રેશન અને સ્ક્રેપીંગ કાર્યપદ્ધતિ અંગેના નિયમ જાહેર કરવામાં આવ્યા છે. લોકોએ પોતાનું જૂનુ વાહન સ્ક્રેપ કરાવવા માટે ઓનલાઈન અરજી કરવી પડશે.

દેશભરમાં સ્ક્રેપ પોલિસીનો અમલ શરૂ થયો છે. દેશને પ્રદૂષણમાંથી બચાવવા માટે સરકાર સ્ક્રેપ પોલીસી લાવી છે. જૂના વાહનો પ્રદૂષણ ફેલાવતા હોવાથી સરકાર કોઈ પણ સંજોગોમાં આ વાહનોને રસ્તા પરથી દૂર કરવા માગે છે. જો તમારી પાસે પણ ૧૫ વર્ષ જૂના કોઈ વાહન હોય તો ફિટનેસ ટેસ્ટ કરાવી લેજો નહીં તો સરકાર ભંગારવાડામાં મોકલી દેશે. તા.૧ લી એપ્રિલથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં સ્ક્રેપ પોલિસી અમલમાં આવી હતી. હવે  જૂના વાહનો સ્ક્રેપ કરવા માટે તમારે ઓનલાઈન અરજી કરવી પડશે. તેની જાણકારી રાજ્ય સરકારે આપી છે.

આ રીતે કરો ઓનલાઈન અરજી :

કેન્દ્ર સરકાર દ્વારા વ્હીકલ સ્ક્રેપીંગ ફેસીલિટીના રજિસ્ટ્રેશન અને સ્ક્રેપીંગની કાર્પદ્ધતિ અંગેના નિયમો જાહેર કરવામાં આવ્યાં છે. રાજ્યમાં આ નિયમો અંતર્ગત રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપીંગ ફેસેલિટી મારફતે સ્ક્રેપ કરી શકાશે. જે માટે https://vscrap.parivahan.gov.in/vehiclescrap/vahan/welcome.xhtml પર અરજી કરવાની રહેશે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આ માહિતી આપી છે.

રાજ્યમાં ૨૦ લાખ જેટલા જૂના વાહન :

ગુજરાતમાં ૧૫ વર્ષ જૂના ટ્રક સહિત હેવી કોમર્શિયલ વાહનો ભંગારવાડે જશે. આ બધાય વાહનોએ ફિટનેસ સેન્ટરમાં જઇને ચકાસણી કરીને સર્ટિફિકેટ મેળવવુ પડશે. રાજ્યમાં ૨૦ લાખ જૂના વાહનો છે. જેમાં ટ્રક, ટેમ્પો, આયશર, લકઝરી બસો સહિત હેવી કોમર્શિયલ વાહનો છે. સરકાર વાહવાહીમાં તો શૂરી છે પણ અમલવારીમાં બિગ ઝીરો છે. રાજ્યમાં ૨૦ લાખ વાહનોની ચકાસણી માટે ૧૦૦ ફિટનેસ સેન્ટર જોઇએ પણ હાલ માત્ર ચાર ફિટનેસ સેન્ટર જ શરૂ થયા છે.

આ પણ વાંચો :-

૦૪ જુલાઈ / સિંહ, કર્ક સહિત આ રાશિના જાતકોનો મંગળવાર શુભ રહેશે, આર્થિક અને પારિવારિક લાભ પાક્કો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

0
મનોબળ વધતુ જણાય. આર્થિક ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. સંતાન ની ચિંતા હળવી થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. બપોર પછી આવકનું પ્રમાણ ઘટે. માતાની તબિયત નું ધ્યાન રાખવું પોતાનું આરોગ્ય સાચવવું.
વૃષભઃ
સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. ટ્રાવેલીંગ, ઠંડા પીણા ના ધંધામાં લાભ. સંતાનની પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ્ય સારૂં રહે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.
પરિવાર માં પ્રેમ જળવાય. કુટુંબના સભ્યોના પ્રશ્નો નો ઉકેલ મળતો જણાય. આવકનું પ્રમાણ જળવાય. બપોરબાદ સ્થાવર જંગમ મિલકત થી લાભ. અગત્યના ધંધાકીય નિર્ણયો બપોર પછી લેવા હિતાવહ.
કર્કઃ
સ્વભાવમાં ઉગ્રતા જણાય. સિધ્ધાંતવાદી વલણ પેદા થાય. આર્થિક ઇષ્ટ એ તથા પારિવારિક રીતે દિવસ દરમ્યાન
આનંદ. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. આકસ્મિક ધનલાભ શક્ય બને.
સ્વભાવમાં નમ્રતા વર્તાય. વિજાતિય વ્યક્તિ તરફ આકર્ષણ વધે. કુદરતનું સાનિધ્ય માણવાનો યોગ બને છે. શેર બજાર કેમીસ્ટ, એડવોકેટ, તેમજ સેનેટરીને લગતા ધંધામાં વિશેષ લાભ. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.
કન્યાઃ
સ્વતંત્ર મિજાજ રહે. અનિયમિતતા તથા ભોજન માં બેદરકારી વર્તાય. બપોર સુધી આવક સામાન્ય ત્યાર બાદ આવક વધે. એંજીનીયરીંગ, ખાણ, પથ્થર, મીઠાઇ ના ધંધા માં લાભ મળતો જણાય. આંખની કાળજી રાખવી જરૂરી.
બપોર સુધી આવક જળવાય. બપોરબાદ આવકનું પ્રમાણ ઘટે. આરોગ્ય સાચવવું. આગત્યના નિર્ણયો બપોર સુધીમાં લઈ લેવા. પિતા ની તબિયત સાચવવી. યશ, પ્રતિષ્ઠા વધે. ભાગ્યનો સાથ મળે.
વૃષિકઃ
નોકરી ધંધામાં પ્રગતિ થતા આવકમાં વધારો થાય. મિત્રો નો સાથ સહકાર મળતો જણાય. નવા મિત્રો બનતા જણાય. પરિવાર ના સભ્યો વચ્ચે મતભેદ ટાળવા. ચામડીના રોગો તથા સ્નાયુ ના દુઃખાવા થી સાચવવું.
પરોપકાર ની ભાવના પેદા થાય. જાહેર જીવનમાં સક્રીય થઇ શકાય. ભાગ્યનો સાથે મળતાં ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. યાત્રા-પ્રવાસ નો આનંદ લઇ શકાય. નકારાત્મક વિચારો ટાળવા.
મકરઃ
દિવસ દરમ્યાન ઉદાસીનતા જણાય. જીવનસાથી સાથે વાદ-વિવાદ ટાળવા. જીવનસાથીની તબિયત નું ધ્યાન રાખવું ધંધાકીય ક્ષેત્રે સાવધાની જરૂરી. માન-સન્માન ને હાનિ પહોંચે એવા પ્રસંગનું નિર્માણ થાય. આરોગ્ય જળવાય.
વૈવાહિક જીવનમાં આનંદ વર્તાય. નાણાંનો બગાડ અટકાવવો. કરેલા રોકાણો સફળ થતા જણાય. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. શરદી ખાંસી, તાવથી પરેશાની રેહ. નાણાં ઉછીના આપવા કે લેવા નહીં.
મીનઃ
મનોબળ મજબૂત બને. બપોરબાદ આવક જળવાય. પરિવારમાં સુખ શાંતિનો અનુભવ થાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થતી જણાય.
આ પણ વાંચો :-

પાંચ રૂપિયાના બિસ્કિટ માટે વિદ્યા બાલને ફાઈવ સ્ટાર હોટલ બહાર માંગી હતી ભીખ, ખુદ કર્યો ખુલાસો

  • વિદ્યા બાલન હાલમાં તેની આગામી ક્રાઈમ થ્રિલર ફિલ્મ ‘નિયત’ના પ્રમોશન દરમિયાન ખુલાસો કર્યો હતો કે એકવાર તેણે મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલની સામે ભિખારીની એક્ટિંગ કરી હતી.

વિદ્યા બાલન ઘણા દિવસોથી ફિલ્મી દુનિયાથી અંતર બનાવી રાખ્યું છે પણ હાલ અભિનેત્રી વિદ્યા બાલન હાલમાં તેની આગામી ક્રાઈમ થ્રિલર ફિલ્મ ‘નિયત‘ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં ફિલ્મ નિયતનું જોરદાર પ્રમોશન કરી રહી છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન અભિનેત્રી પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહી છે.

પ્રમોશન દરમિયાન વિદ્યા બાલને ખુલાસો કર્યો હતો કે એકવાર તેણે મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલની સામે ભિખારીની એક્ટિંગ કરી હતી અને તે પણ જીમ જામ બિસ્કીટના પેકેટ માટે. વિદ્યા બાલને ઈન્ટરવ્યુમાં કહ્યું કે અમે IMG એટલે કે ઈન્ડિયન મ્યુઝિક ગ્રુપ હતા.

તેઓ દર વર્ષે શાસ્ત્રીય સંગીત સમારોહ, ભારતીય ક્લાસિક મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કરતા હતા. આ કોન્સર્ટ ત્રણ દિવસ સુધી આખી રાત ચાલ્યો. અમે કોન્સર્ટના આયોજનમાં મદદ કરતા અને રાત્રે જ્યારે શો પૂરો થતો ત્યારે અમે નરીમન પોઈન્ટ પર ફરવા જતા હતા.

વિદ્યાએ આગળ કહ્યું, “એકવાર મને એક ચેલેન્જ આપવામાં આવી. તેણે મને ઓબેરોય-ધ પામ્સ ની કોફી શોપનો દરવાજો ખટખટાવીને ખાવાનું પૂછવા કહ્યું. તેઓ જાણતા ન હતા કે હું એક્ટ્રેસ છું. મેં ચેલેન્જ સ્વીકારી અને હું ગઈ ત્યાં..મેં દરવાજો ખખડાવ્યો અને તો બધાને ચીડ આવવા લાગી. એ બાદ હું કહેતી રહી કે- પ્લીઝ, મને ભૂખ લાગી છે. ગઈકાલથી મેં કંઈ ખાધું નથી. ‘ પણ કોઈ એ કઈં જવાબ ન આપ્યો અને થોડી વાર પછી એ લોકો બીજી દિશામાં જોવા લાગ્યા. આ પછી મારો મિત્ર શરમાઈ ગયો અને મને આવવા કહ્યું. જોકે હું શરત જીતી ગઈ હતી.’

વિદ્યાએ ઈન્ટરવ્યુમાં બિસ્કિટ પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કરતાં કહ્યું, ‘ચેલેન્જ જિમ જામ બિસ્કિટ માટે હતી. કોન્સર્ટ માટે અમારું સ્પોન્સર બ્રિટાનિયા હતું અને અમારી પાસે ઘણા બધા બિસ્કિટ હતા, પરંતુ મેં કહ્યું કે જો હું જીતીશ, તો મને જિમ જામનું વધારાનું પેકેટ મળશે અને મેં કર્યું.’

આ પણ વાંચો :-

ત્રણ દિવસ બાદ રાજ્યમાં શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ, આ તારીખે અતિભારે વરસાદની આગાહી

0
  • Gujarat Weather: સમગ્ર રાજ્યમાં ચોમાસું પહોંચી ગયું છે. રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદ પડયા બાદ છેલ્લા બે દિવસથી થોડો વરસાદ ઓછો થયો છે.

રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદ શાંત પડી ગયો છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ ૩૨ ટકા જેટલો વરસાદ પડ્યો છે. રાજ્યના હવામાન વિભાગે વરસાદના બીજા રાઉન્ડની તારીખો આપી દીધી છે. ત્રણ દિવસ બાદ રાજ્યમાં ફરી વરસાદ શરૂ થશે. જાણો હવામાન વિભાગની આગાહી પ્રમાણે કઈ તારીખથી કયા કયા વરસાદ પડશે.

હવામાન વિાગના ડાયરેક્ટરે આપી માહિતી :

ગુજરાત હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડની આગાહી કરી છે. હવામાન વિભાગે છ અને સાત જુલાઈએ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે સુરત અને ભરૂચમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે. ૬-૭ જુલાઈ પછી સૌરાષ્ટ્રમાં વરસાદની એન્ટ્રી થશે. તો હવામાન વિભાગ પ્રમાણે ત્રણ દિવસ બાદ રાજ્યમાં ફરી વરસાદ પડવાની સંભાવના છે.

ભારેથી અતિભારે વરસાદની આગાહી :

હવામાન વિભાગે ૭ જુલાઈએ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ૭ જુલાઈએ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં સર્ક્યુલેશન બનતા વરસાદ રહેશે. તો તાપમાનમાં હવે કોઈ વધારો થવાનો નથી. એટલે કે લોકોએ હવે ભારે ગરમી સહન કરવી પડશે નહીં. ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ જશે.

રાજ્યના હવામાન વિભાગ પ્રમાણે ૬ તારીખની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં ૭ જુલાઈએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. વિશેષ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં ૪ થી ૬ જુલાઈ માછીમારો માટે પણ ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન દરિયામાં ભારે પવન ફૂંકાઈ શકે છે.

આ પણ વાંચો :-

પશુપાલક માલિકોની દાદાગીરી સામે આવી રસ્તે રખડતી ગાયને પકડવા ગયેલી ટીમ પર હુમલો

0
  • સુરતમાં રસ્તા પર રખડતાં પશુઓ દ્વારા વાહનચાલકો પર હુમલા કરવાથી લઈને ટ્રાફિકની અવારનવાર ફરિયાદ ઉઠતી હોય છે. જેથી પાલિકાની ઢોર પાર્ટી દ્વારા રસ્તા પર રખડતાં પશુઓને પકડવા માટેની કાર્યવાહી નિયમિત પણે કરવામાં આવતી હોય છે.

ડિંડોલીમાં ગાયો પકડાતા જ દોડી આવેલા પશુ માલિક પિતા-પુત્રએ ઢોર પાર્ટીના કર્મચારીઓ પર હુમલો કરી ઢોર છોડાવી ગયાં હતાં. જેથી ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ડિંડોલી વિસ્તારમાં આવેલા ઉમિયા ચોક પાસે પાલિકાની ઢોર પાર્ટી રખડતી ગાયોને પકડવા માટે ગઈ હતી. પાલિકાની ટીમે દોરડા બાંધીને રસ્તે રખડતી ગાયોને પકડીને વાહનમાં લઈ જઈ રહ્યાં હતાં. આ દરમિયાન જ રખડતા ઢોરના માલિક આવી ગયાં હતાં. તેમણે શરૂઆતમાં જીભાજોડી કર્મચારીઓ પર કરી હતી. બાદમાં ફેટ મારીને ગાયો છોડાવી ગયાં હતાં.

પાલિકાની ઢોર પાર્ટીમાં ફરજ બજાવતા કેતનભાઈ આહિર પોતાના સ્ટાફ સાથે ઢોર પકડવા માટે ગયાં હતાં. આ દરમિયાન ઢોર પકડીને તેઓ ત્યાંથી નીકળે તે અગાઉ જ ડિંડોલીમાં રહેતા રઘુ ભરવાડ અને તેમનો પુત્ર વિપુલ ત્યાં આવ્યાં હતાં. બાદમાં પાલિકાના કર્મચારીઓ સાથે માથાકૂટ કરીને ગાયોને ટેમ્પામાંથી ઉતારી નાસી ગયાં હતાં. અંગે ડિંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-