Home Blog Page 1036

સુરેન્દ્રનગરના સમઢિયાળામાં લોહિયાળ જંગ ખેલાયો, જાણો શું છે મામલો

0
  • સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના સમઢિયાળા ગામે જૂથ અથડામણના કારણે ૦૨ લોકોના મૃત્યુ નિપજ્યાં છે. મૃતકના પરિજનોએ આરોપીની ઝડપથી ધરપકડ કરવા માંગણી કરી છે.

સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના સમઢિયાળા ગામે જૂથ અથડામણના કારણે ૦૨ લોકોના મૃત્યુ નિપજ્યાં છે. મૃતકના પરિજનોએ આરોપીની ઝડપથી ધરપકડ કરવા માંગણી કરી છે.

સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના સમઢિયાળા ગામે બે જૂથ વચ્ચે લોહિયાણ જંગ ખેલાયો હતો. અથડામણના કારણે બે લોકોને મૃત્યુ નિપજ્યાં છે.અહી જમીન ખેડવા બાબતે બે જુથ બોલાચાલી બાદ હથિયારો સાથે મારામારી થઈ હતી. આ ઘટનામાં ૦૪ લોકો ઈજાગ્રસ્ત થયા છે તો ૦૨ સગા ભાઈઓ આલજીભાઈ પરમાર અને મનોજભાઈ પરમારના મોત થયા છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે તેમજ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

ઘટનાના પગલે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી, સમાજના આગેવાનો, પરિવારજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. વાતાવરણમાં તંગદિલી છવાઈ જતાં સમગ્ર ગામમાં પોલીસે સઘન સુરક્ષા ગોઠવી દીધી છે. ઘટનામાં પરિવારે આરોપીની ધરપકડ ન કરવામાં આવે ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવાનો પરિજનોએ ઈન્કાર કર્યો છે.

શક્તિસિંહ ગોહિલે ડબલ મર્ડરની ઘટના મામલે શું કહ્યું :

સુરેન્દ્રનગરના ચુડાના સમઢિયાળા ગામે થયેલા લોહિયાળ જંગમાં બે સગા ભાઈઓના મોત થયા છે. આ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર સામે નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું કે, આ ધટના પહેલા પીડિત પરિવારે ગૃહમંત્રી હર્ષસંઘવીને અરજી કરીને લેખિતમાં પોલીસનું રક્ષણ માગ્યું હતું.

પરંતુ રક્ષણ ન મળતા આખરે બંને સગા ભાઈઓ આ દુશ્મનીનો ભોગ બન્યા. તેમણે જણાવ્યું કે, સામાજિક સમરસતા ડોહળાઈ રહી છે. જો ગુજરાત પોલીસને આદેશ અપાયા હોત અને થોડી સતર્કતા દાખવવામાં આવી હોત તો આ ઘટના ન બની હોત અને બંને ભાઈની જિંદગી બચી જાત.

આ ઘટનાને લઈને હોસ્પિટલ પહોંચેલા ભાજપના ધારાસભ્યનો પરિવારજનો અને સમાજના લોકોએ વિરોધ કર્યો છે. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા તેમજ પાટડીના ધારાસભ્ય પી.કે.પરમાર, જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત સાથે હોસ્પિટલ પહોંચ્યા આ સમયે પીડિત પરિજનોએ રોષ પ્રગટ કર્યો હતો.

આ પણ વાંચો :-

 

પૂરની સમીક્ષા કરવા ગયેલા ૭૫ વર્ષીય ધારાસભ્યને મહિલાએ તમાચો માર્યો

0
  • યમુના અને ઘગ્ગર નદીના જળસ્તરમાં સતત વધારો થવાને કારણે દિલ્હી અને હરિયાણાના મોટા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

આ દરમિયાન હરિયાણાના એક ગામમાં પૂરની સમીક્ષા કરવા આવેલા JJP ધારાસભ્ય ઈશ્વર સિંહને એક મહિલાએ થપ્પડ મારી હતી. ધારાસભ્ય ઈશ્વર સિંહ ગઈકાલે કૈથલ જિલ્લાના એક ગામમાં પહોંચ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહિલા તેમને થપ્પડ માર્યા બાદ તેમની સાથે દુર્વ્યવહાર કરી રહી છે. મહિલાને એમ કહેતી સાંભળી શકાય છે કે ‘હવે કેમ આવ્યા છો?’

મહિલાનએ થપ્પડ માર્યા બાદ ધારાસભ્ય સાથે રહેલા સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. સાથે જ ગામના લોકોએ પણ મહિલાના આ કૃત્યની નિંદા કરી છે. ઈશ્વર સિંહે કહ્યું, મહિલાએ મારા પર હાથ ઉઠાવ્યો. તે ઉત્પીડનની સમાન હતો. આ અંગે અમે ફરિયાદ નોંધાવી છે. આ પ્રકારનું કૃત્ય યોગ્ય નથી.

ઈશ્વર સિંહ રાજ્યસભાના પૂર્વ સભ્ય છે :

ઈશ્વર સિંહના જણાવ્યા અનુસાર તેઓ ગુહલા ચીકા વિધાનસભા મતવિસ્તારના પૂર પ્રભાવિત ભાટિયા ગામમાં પહોંચ્યા હતા. ઘગ્ગર નદીના પાણીના સ્તરમાં વધારો થતા ગામમાં પાણી ભરાઈ ગયું છે. તેમણે કહ્યું કે ગામડાઓ અને ખેતરોમાં પાણી ઘૂસી ગયું છે. આમાં ધારાસભ્યનો શું વાંક? તેમણે કહ્યું કે ગામલોકો કહે છે કે બાંધ યોગ્ય રીતે બાંધવો જોઈએ. ૭૫ વર્ષીય ઈશ્વર સિંહ રાજ્યસભાના પૂર્વ સભ્ય છે. તેઓ SC નેશનલ કમિશનના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

ઘગ્ગર નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે :

હરિયાણામાં ભાજપ અને જેજેપીની સરકાર છે. ભૂતકાળમાં પડેલા ભારે વરસાદ બાદ ચીકા વિસ્તારમાં આવેલી ઘગ્ગર નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. બીજી તરફ પંજાબની સરહદ પર ઘગ્ગર નદીનો બંધ તુટી ગયો છે. ગામમાં મહિલાઓએ ઈશ્વરસિંહનો વિરોધ કર્યો હતો. ઈશ્વરસિંહે કહ્યું કે ગામમાં પ્રવર્તતી પરિસ્થિતિ પર ગુસ્સો આવવો સ્વાભાવિક છે. પરંતુ કુદરતી આફત પર કોઈનો કાબુ રહી શકે નહી.

આ પણ વાંચો :-

ઓવરબ્રિજ પર ડ્રાઈવરે જોખમી રીતે રોંગ સાઈડમાં રિક્ષા ચલાવતાં લોકોના જીવ અધ્ધર થયા

0
  • ફ્લાય ઓવરબ્રિજના શહેર તરીકે ઓળખાતા સુરતમાં રિક્ષાઓ સૌથી વધુ ટ્રાન્સપોર્ટેશન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

ક્યારેક રિક્ષા ચાલકો પણ બેફામ બનીને જોખમી સવારી કરતાં હોવાના દ્રશ્યો જોવા મળે છે. વરાછા ફ્લાય ઓવરબ્રિજ પર એક રિક્ષા ચાલકે રોંગ સાઈડમાં રિક્ષા ચલાવીને અન્ય વાહનચાલકો અને લોકોના જીવ અધ્ધર કરી દીધા હતાં.

વરાછા ઓવરબ્રિજ શહેરનો સૌથી લાંબો ઓવરબ્રિજ છે. ત્યારે આ બ્રિજ પર સતત વાહનોની ભરમાર જોવા મળતી હોય છે. આ સમયે રોંગ સાઈડમાં રિક્ષા ચલાવીને ચાલક બેફામ બન્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં. રાઈટ સાઈટમાં જતાં બાઈક ચાલકો દ્વારા બેફામ બનેલા રિક્ષાચાલકોનો વીડિયો મોબાઈલમાં કેદ કરી લેવામાં આવ્યો હતો. જો કે રિક્ષામાં કોઈ પેસેન્જર નહોતું જોવા મળ્યું.

રિક્ષા રોંગ સાઈડમાં બ્રિજ પર ચાલતી હોવાથી સામેથી આવતાં વાહનચાલકો પણ મૂંજવણમાં મૂકાઈ ગયાં હતાં. રિક્ષા સાથે સદનસીબે કોઈ સામેથી આવતાં વાહનનો અકસ્માત સર્જાયો નહોતો. પરંતુ ફરી એકવાર જોખમી સવારી પર અનેક સવાલો ઉઠ્યા છે. સુરતના વરાછા બ્રિજ પર રોંગ સાઈડમાં રીક્ષા ચાલતી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ તે પણ એક મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે.

આ પણ વાંચો :-

IND Vs AUS : અશ્વિને રચ્યો ઈતિહાસ, ૫ વિકેટ લઈને તોડ્યા ઘણા મોટા રેકોર્ડ

0
  • IND Vs WI : અશ્વિને વેસ્ટ ઈન્ડિઝના પાંચ બેટસમેનોને પેવેલિયન પાછા મોકલ્યા. અશ્વિને પાંચ વિકેટ લઈને ઘણા રેકોર્ડ તોડ્યા છે.

વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ રહેલી બે ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચના પહેલા જ દિવસે ટીમ ઈન્ડિયાની પકડ વધુ મજબૂત થઈ ગઈ છે. આર અશ્વિનની શાનદાર બોલિંગના કારણે ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં વેસ્ટ ઈન્ડિઝને ૧૫૦ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. અશ્વિને ૬૦ રન આપીને પાંચ વિકેટ જ નથી મેળવી પરંતુ ઘણા મોટા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે.

આ ૩૩મી વખત છે જ્યારે આર અશ્વિન ટેસ્ટ ક્રિકેટની એક ઇનિંગમાં પાંચથી વધુ વિકેટ લેવામાં સફળ રહ્યો. અશ્વિને ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. એન્ડરસને ટેસ્ટ ક્રિકેટની એક ઇનિંગમાં ૩૨ વખત પાંચ વિકેટ લીધી છે. અશ્વિન હવે એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેનારો સૌથી એક્ટિવ પ્લેયર છે.

અશ્વિન પાસે મુરલીધરન પછી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ ઝડપનાર બોલર બનવાની પણ તક છે. મુરલીધરન ટેસ્ટ ક્રિકેટની એક ઈનિંગમાં ૬૭ વખત પાંચ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. શેન વોર્ને આ કરિશ્મા ૩૭ વખત કર્યો હતો. હેડલી ૩૬ વખત આ સ્થાન હાંસલ કરવામાં સફળ રહ્યો. ટેસ્ટ ક્રિકેટની એક ઇનિંગમાં અનિલ કુંબલેએ ૩૫ અને હેરાથે ૩૪ વખત પાંચ વિકેટ લીધી હતી. તેના પછી અશ્વિનનો નંબર આવે છે.

અશ્વિને રચ્યો ઈતિહાસ  :

અશ્વિન વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર ત્રણવાર પાંચ વિકેટ લેનારો ચોથો ભારતીય બોલર બની ગયો છે. અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ બોલિંગ કરનાર ભારતીય બોલર પણ છે. અશ્વિને અનિલ કુંબલેનો રેકોર્ડ પણ તોડ્યો છે. અશ્વિને 95 બેટસમેનોને બોલ્ડ કરીને પેવેલિયન મોકલી દીધા છે.

એટલું જ નહીં અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૭૦૦ વિકેટ લીધી છે. ટેસ્ટમાં ૪૭૯ વિકેટ લેવા ઉપરાંત અશ્વિને વનડેમાં ૧૫૧ બેટસમેનોને પેવેલિયન મોકલ્યા છે. અશ્વિને T20માં ૭૨ વિકેટ ઝડપી છે.

બીજી તરફ મેચની વાત કરીએ તો ભારતે પોતાની પકડ મજબૂત કરી લીધી છે. વેસ્ટ ઈન્ડિઝ ૧૫૦ રનમાં ઓલઆઉટ થયા બાદ દિવસની રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાએ કોઈ પણ નુકશાન વિના ૮૦ રન બનાવી લીધા છે. ડેબ્યૂ કરી રહેલા જયસ્વાલે ૪૦ રન બનાવ્યા છે. જ્યારે કેપ્ટન રોહિત શર્મા ૩૦ રન બનાવીને નાબાદ છે.

આ પણ વાંચો :-

 

જાનવર સાથે મસ્તી કરવી ભારે પડી : વ્યક્તિએ વાઘના પાંજરામાં હાથ નાખી દીધો પછી….

0
  • લોકો સિંહ, વાઘ, ચિત્તા અથવા અન્ય જંગલી બિલાડીઓને વીડિયોમાં જોઈને જ તેના પ્રેમમાં પડી શકે છે, હકીકતમાં જ્યારે તેઓ સામે આવે છે તો ડરના કારણે વ્યક્તિનું ગળું સુકાઈ જાય છે.

પાંજરામાં બંધ હોવા છતાં સિંહ તો સિંહ જ છે તેથી તેનાથી દૂર રહેવામાં જ શાણપણ છે. પણ જ્યારે મૂર્ખતા લોકોના માથે સવાર હોય ત્યારે તેઓ જોતા નથી કે તેઓ કોની સાથે ગડબડ કરે છે. આ દિવસોમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ વાઘ સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. વાઘે તેની સાથે શું કર્યું તે જોઈને તમારો આત્મા કંપી જશે.

જેમાં એક વ્યક્તિ વાઘના પાંજરામાં હાથ નાખતો જોવા મળી રહ્યો છે. કોઈ વાઘની પાસે જવાની હિંમત પણ કરતું નથી. પરંતુ ખબર નહીં આ વ્યક્તિના મનમાં શું આવ્યું કે તેણે પોતાનો હાથ પાંજરાની અંદર નાખી દીધો.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ દ્રશ્ય પ્રાણી સંગ્રહાલયનું છે. આમાં એક વાઘ પાંજરાની અંદર બંધ છે. બહાર એક વ્યક્તિ તેની સાથે મસ્તી કરતો જોવા મળે છે. તે વારંવાર તેના પાંજરામાં હાથ નાખે છે. પહેલા તો વાઘ અહીં-ત્યાં ચાલવા લાગે છે.

પરંતુ પછી જ્યારે તે વ્યક્તિ થોડીવાર સુધી તેનો હાથ ખેંચતો નથી તો તે પહેલા તેનો હાથ ફેરવે છે અને તેને મોંથી પકડી લે છે. તે હાથ ચાવવાનું શરૂ કરે છે અને તે વ્યક્તિ વીડિયો બનાવનાર વ્યક્તિ સાથે ગભરાટમાં ચીસો પાડવા લાગે છે અને તેના મોંમાંથી હાથ ખેંચવા લાગે છે.

આ પણ વાંચો :-

અક્ષય કુમારની ફિલ્મ OMG-૨ મુશ્કેલીમાં, સેન્સર બોર્ડે રિલીઝ અટકાવી

  • બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર ટૂંક સમયમાં ‘OMG ૨’માં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે. અભિનેતા સાથે પંકજ ત્રિપાઠી મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

જ્યારથી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી તે વિવાદોમાં ઘેરાયેલી છે. અક્ષય ભગવાન શિવના રૂપમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં અનેક લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. કેટલાક લોકોએ એક સીન સામે વાંધો ઉઠાવ્યો છે. તેઓ કહે છે કે રેલવેના જળથી શિવને રૂદ્રાભિષેક કરવામાં આવ્યો છે.

સેન્સર બોર્ડે ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો હતો :

હવે આ અંગે લેટેસ્ટ અપડેટ આવી રહ્યું છે કે સેન્સર બોર્ડે અક્ષયની ફિલ્મ ‘OMG ૨’ રીવ્યુ કમિટીને પાછી મોકલી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મના કેટલાક સીન અને ડાયલોગ વાંધાજનક છે. જ્યારે આ ફિલ્મ ૧૧ ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે.

ફિલ્મ ‘આદિપુરુષ’ના વિવાદને ધ્યાનમાં રાખીને સેન્સર બોર્ડ અક્ષય કુમારની ફિલ્મને લઈને ખૂબ જ સતર્ક દેખાઈ રહ્યું છે. તે આ ફિલ્મ પર કોઈપણ પ્રકારનો વિવાદ નથી ઈચ્છતો તેથી તેને ફરીથી રિવ્યુ કમિટીને મોકલવામાં આવી છે.

એક સૂત્રએ ઈન્ડિયા ટુડેને જણાવ્યું કે ફિલ્મને રિવ્યુ કમિટીને મોકલવામાં આવી છે જેથી કરીને ડાયલોગ અને સીન પર કોઈ વિવાદ ન થાય. ‘આદિપુરુષ’ વિશે જે રીતે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે તે રીતે આ ફિલ્મ ન થવી જોઈએ. અને ફિલ્મનો વિષય ભગવાન સાથે સંબંધિત છે. તેથી તેની સમીક્ષા કરીને ધ્યાનપૂર્વક કરવું પડશે.

જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે કયા સીન કે ડાયલોગ પર વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. સમીક્ષા પછી જ્યારે ફિલ્મ સેન્સર બોર્ડમાં પાછી આવશે. ત્યારે તેના પર વધુ નિર્ણય લેવામાં આવશે.

અક્ષય બન્યો હતો ભગવાન કૃષ્ણ :

તમને જણાવી દઈએ કે આ ફિલ્મ ૨૦૧૨માં આવેલી ફિલ્મ ‘OMG- ઓહ માય ગોડ’ની સિક્વલ છે, જેમાં અક્ષય કુમારે ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. પરેશ રાવલે ભગવાન સામે કેસ કરનાર નાસ્તિક કાંજીલાલ મહેતાનું પાત્ર ભજવ્યું હતું. આ વખતે અક્ષય ભગવાન શિવના રૂપમાં જોવા મળશે. ફિલ્મમાં અરુણ ગોવિલ રામની ભૂમિકા ભજવશે. રામાનંદ સાગરના પ્રખ્યાત સ્ટાર અરુણને પડદા પર જોવા માટે ચાહકો ઉત્સાહિત છે.

આ પણ વાંચો :-

બસ હવે આ જ જોવાનું બાકી હતું ! ટામેટાના કારણે પત્ની ઘર છોડીને જતી રહી..

0
  • મધ્ય પ્રદેશના શહડોલથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં ટામેટાના કારણે પતિ અને પત્ની વચ્ચે વિવાદ એટલો વધી ગયો કે પત્ની ગુસ્સામાં ઘર છોડીને બહેનના ઘરે જતી રહી.

મધ્ય પ્રદેશના શહડોલથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં ટામેટાના કારણે પતિ અને પત્ની વચ્ચે વિવાદ એટલો વધી ગયો કે પત્ની ગુસ્સામાં ઘર  છોડીને બહેનના ઘરે જતી રહી. પીડિત પતિની ફરિયાદ પર પોલીસ બંને વચ્ચે સમાધાન કરાવવામાં લાગી છે.

વાત જાણે એમ છે કે ટિફિન સેન્ટર ચલાવતા સંજીવ બર્મને ખાવાનું બનાવતી વખતે જ્યારે શાકમાં ટામેટા નાખી દીધા તો તેમની પત્ની એટલી નારાજ થઈ ગઈ કે તે પુત્રીને લઈને ઘર છોડીને જતી રહી. પતિએ પત્નીને મનાવવાની ખુબ કોશિશ કરી અને ટામેટા ન ખાવાની કસમ પણ ખાધી. આમ છતાં પત્ની માની નહીં.

શાકમાં ટામેટા નાખવા અંગે થયો વિવાદ :

પરેશાન થઈને સંજીવ પત્નીની ભાળ મેળવવા માટે સ્થાનિક પોલીસ પાસે પહોંચ્યા અને પત્નીના ગૂમ થવા અંગે ફરિયાદ દાખલ કરી. જ્યારે પોલીસેસંજીવ પાસે પત્ની આરતીનો નંબર માંગ્યો તો તેમણે મોબાઈલ નંબર આપ્યો. ત્યારબાદ પોલીસે સંપર્ક કર્યો તો આરતી બર્મને ફોન ઉઠાવતા કહ્યું કે તે તેની બહેનના ઘરે ઉમરિયામાં છે.

ત્યારબાદ પોલીસે સંજીવની પત્ની સાથે વાત કરાવી દીધી. હવે પોલીસ આ બંને વચ્ચે સમાધાન કરાવવાની કોશિશ કરી રહી છે. અત્રે જણાવવાનું કે સંજીવ વર્મા એક ઢાબા ચલાવે છે અને આ સાથે જ લોકોને ટિફિન સેવા ઉપલબ્ધ કરાવે છે. ધનપુરી પોલીસ મથકના પ્રભારી સંજય જયસ્વાલે કહ્યું કે આરતી બર્મનનો સંપર્ક કર્યો તો તેણે જણાવ્યું કે સંજીવ બર્મન તેની સાથે દારૂના નશામાં મારપીટ કરે છે.

એ વાતને લઈને તે નારાજ છે. જેના કારણે તે 4 વર્ષની પુત્રી સાથે બહેનના ઘરે જતી રહી. બીજી બાજુ સંજીવનું કહેવું છે કે વિવાદનું અસલ કારણ ટામેટા છે. એવું કહેવાય છે કે સંજીવ અને આરતીના લગ્ન 8 વર્ષ પહેલા થયા હતા.

આ પણ વાંચો :-

દિલ્હીમાં ઝડપથી વધી રહ્યું છે યમુનાનું જળસ્તર, અનેક વિસ્તારોમાં ઘૂસ્યું નદીનું પાણી

0
  • દેશની રાજધાની દિલ્હી પર પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે. દિલ્હીમાં યમુનાનું જળસ્તર સવારે 5 વાગ્યા સુધીમાં પલ્લા ગામની આજુબાજુના વિસ્તારોમાં 212.70 મીટર સુધી પહોંચી ગયું છે. જ્યારે દિલ્હી રેલવે બ્રિજ પર સવારે 6 વાગે યમુનાનું જળસ્તર 208.41 મીટર સુધી પહોંચ્યુ. જો કે બુધવારે રાતે 11 વાગે યમુનાનું જળસ્તર વધીને 208.08 મીટર થઈ ગયું હતું. આ અગાઉ વરષ 1978માં યમુનાનું જળસ્તર 207.49 મીટર સુધી પહોંચી ગયું હતું.

દેશની રાજધાની દિલ્હી પર પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે. દિલ્હીમાં યમુનાનું જળસ્તર સવારે 5 વાગ્યા સુધીમાં પલ્લા ગામની આજુબાજુના વિસ્તારોમાં 212.70 મીટર સુધી પહોંચી ગયું છે. જ્યારે દિલ્હી રેલવે બ્રિજ પર સવારે 6 વાગે યમુનાનું જળસ્તર 208.41 મીટર સુધી પહોંચ્યુ. જો કે બુધવારે રાતે 11 વાગે યમુનાનું જળસ્તર વધીને 208.08 મીટર થઈ ગયું હતું. આ અગાઉ વર્ષ 1978માં યમુનાનું જળસ્તર 207.49 મીટર સુધી પહોંચી ગયું હતું.

તેના કારણે 45 વર્ષ પહેલા દિલ્હીમાં ભીષણ પૂર આવ્યું હતું. આ વખતે યમુનાના જળસ્તરે રેકોર્ડ તોડયો છે. પૂરના જોખમને ધ્યાનમાં રાખતા દિલ્હી સરકારે નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવા માટે ચેતવણી જાહેર કરી છે. જે વિસ્તારોમાં વધુ જોખમ છે ત્યાં બોટ ક્લબ, મોનેસ્ટ્રી માર્કેટ, જૂના રેલવે બ્રિજ પાસે નીલી છત્રી મંદિર, યમુના બજાર, ગીતા ઘાટ, નીમ કરોલી ગૌશાળા, વિશ્વકર્મા અને ખડ્ડા કોલોની, ગઢી માંડૂ, મજનૂ કા ટીલાથી વજીરાબાદ સુધીના વિસ્તારો સામેલ છે.

કેન્દ્રીય જળ આયોગ પાસેથી મળેલી જાણકારી મુજબ રાતે 10થી 11 વચ્ચે યમુનાનું જળસ્તર 207.72 મીટર સુધી પહોંચી ગયું હતું પરંતુ તે પહેલેથી જ ડેન્જર લેવલને પાર કરી ચૂક્યું છે. અધિકારીઓના જણાવ્યાં મુજબ છેલ્લા 2 દિવસમાં દિલ્હીમાં વધુ વરસાદ પડયો નથી પરંતુ મોટાભાગનું પાણી હિમાચલ પ્રદેશ અને હરિયાણાથી આવી રહ્યું છે.

કેન્દ્રીય જળ આયોગ (CWC) ના ફ્લડ મોનીટરિંગ (પૂર નિગરાણી) પોર્ટલ મુજબ બુધવારે સવારે 4 વાગે જૂના રેલવે બ્રિજ પર જળસ્તર 207 મીટરના નિશાનને પાર કરી ગયું જે વર્ષ 2013 બાદ પહેલીવાર એવું થયું છે. જ્યારે તે રાત 11 વાગે વધીને 208.05 મીટર પર પહોંચી ગયું હતું. સવારે 5 વાગ્યા સુધીમાં પલ્લા ગામમાં 212.70 મીટર સુધી પહોંચી ગયું છે.

આ પણ વાંચો :-

ઘટી ગઈ iPhone 14 ની કિંમત ! અહીં મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, જાણો વિગત

0
  • iPhone 14 Deal : એપ્પલ આઈફોન 14 ખરીદવા માટે ઘણા સમયથી બજેટ બનાવી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. કારણ કે તમે એન્ડ્રોયડ ફોનની કિંમતમાં આઈફોન 14 ખરીદી શકો છો.

APPLE iPhone 14 ને ખરીદવાની ઈચ્છા દરેકની હોય છે અને તેની પાછળ કારણ છે કે આ સૌથી લેટેસ્ટ સિરીઝનું બેસ વેરિએન્ટ છે. તેનું સૌથી વધુ પોપ્યુલર વેરિએન્ટ છે 128 GB સ્ટોરેજવાળુ કારણ કે તેમાં યૂઝર્સ પોતાની ઘણી સારી ફાઈલ્સ સ્ટોર કરી શકે છે. જો વર્તમાન સમયની વાત કરીએ તો આ ફોનને જો ફ્લિપકાર્ટથી ખરીદવામાં આવે તો ગ્રાહકોએ 70999 રૂપિયા ચુકવવા પડી શકે છે. જે તેની લેટેસ્ટ પ્રાઈઝ છે.

આ પ્રાઈઝ પર કેટલાક લોકો માટે તો ફોન ખરીદવામાં સમસ્યા થશે નહીં પરંતુ દરેક માટે આ કિંમત પર આઈફોન ખરીદવો મુશ્કેલ સાબિત થઈ શકે છે. પરંતુ આજે અમે તમને એક એવી ઓફર વિશે જણાવી રહ્યાં છીએ, જેમાં તમે અડધી કિંમતમાં આઈફોન લઈ શકો છો. જો તમે પણ આ મોડલ ખરીદવા ઈચ્છો છો તો અમે તેના પર મળનાર ડિસ્કાઉન્ટ વિશે જણાવી રહ્યાં છીએ.

APPLE iPhone 14 ના કયા મોડલ પર છે ડિસ્કાઉન્ટ :

APPLE iPhone 14 પર મળી રહેલી ઓફરની વાત કરીએ તો તેના (Midnight, 128 GB)વેરિએન્ટ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જે અત્યાર સુધીનું શાનદાર ડિસ્કાઉન્ટ છે. હકીકતમાં ફ્લિપકાર્ટ પર APPLE iPhone 14 (Midnight, 128 GB)વેરિએન્ટની ખરીદી કરવા પર ગ્રાહકોને 38,600 રૂપિયાની એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. આ એક્સચેન્જ ઓફર લાગૂ થયા બાદ ગ્રાહકોએ 70999 રૂપિયા ચુકવવાની જરૂર પડશે નહીં પરંતુ તેણે માત્ 32,399 રૂપિયા ચુકવવા પડશે.

ઓફરનો લાભ લેવા ઈચ્છતા લોકો માટે આ સરી તક છે જો તમે ઓફરનો લાભ અત્યારે નહીં લો તો આ ડિસ્કાઉન્ટ સ્કીમ ગમે ત્યારે પૂરી થઈ શકે છે. પછી ફ્લિપકાર્ટ તરફથી ક્યારે ડિસ્કાઉન્ટ ઓફર લાવવામાં આવશે તેની કોઈ જાણકારી નથી.

આ પણ વાંચો :-

ચોમાસામાં ફરવા જવાનો બનાવી રહ્યા છો પ્લાન ? આ ૫ જગ્યાએ આવશે ભરપૂર મજા, ટ્રીપ જિંદગીભર નહીં ભૂલો

0
  • જુલાઈ મહિના પહેલા જ લોકો ચોમાસા દરમિયાન ભારતમાં ફરવા માટેના સ્થળો શોધવાનું શરૂ કરી દે છે. તમારા ચોમાસાનાં પ્રવાસને સરળ અને યાદગાર બનાવવા માટે અમે જગ્યાઓનું લીસ્ટ લઈને આવ્યા છીએ.

ભારતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાએ દસ્તક આપી છે. દેશનાં મોટા ભાગનાં વિસ્તારમાં ઝરમર વરસાદ ગરમીથી રાહ આપવાનું કામ કરે છે. આ સમય ફરવા માટે આયોજન કરવાનો પણ છે.  જો તમે વરસાદ પ્રેમી છો તો તમને જણાવી દઈએ એવી ૮ જગ્યાઓ વિશે કે જ્યાં ચોમાસાની ઋતુમાં ફરવા જવાનું આયોજન કરવું જોઈએ.

કોડઈકેનાલ :

કોડાઈકેનાલ એ દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં આવેલું એક પહાડી શહેર છે. કોડાઈકેનાલ જુલાઈની રજાઓમાં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળો માટે જાણીતું છે. કોડાઇકેનાલમાં આ સમયે વરસાદની સીઝન પુર બહારમાં ખીલી છે. અને આ સમયગાળા દરમ્યાન આ સ્થળ ખૂબ જ સુંદર બની જાય છે.

અલેપ્પી 

કેરળના અલેપ્પીમાં પણ જુલાઈ મહિનામાં ભારે વરસાદ પડે છે. જે વરસાદ પ્રેમીઓ માટે હરવા ફરવા માટેનું એક શ્રેષ્ઠ સ્થળ છે.

કુર્ગ :

કર્ણાટકનું સુંદર હિલ સ્ટેશન ચોમાસાની સીઝન દરમિયાન એકદમ અલૌકિક લાગે છે.  એક શાંત હિલ સ્ટેશન, કૂર્ગની પ્રાકૃતિક સુંદરતાનો કોઈ પણ તુલના થઈ શકે નહી.

ગંગટોક :

સિક્કિમની રાજધાની ગંગટોકમાં જુલાઈમાં ઘણો વરસાદ પડે છે. જેના કારણે આખો વિસ્તાર હરિયાળો અને સુંદર દેખાય છે. તમે જુલાઈ મહિનામાં અહીં પ્રવાસનું આયોજન કરી શકો છો.

ગોવા :

ગોવામાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ પડે છે. પરંતું આ સમય દરમિયાન દરિયાકિનારો જોખમી બની જાય છે. જેથી ત્યાં સ્વિમિંગ શક્ય બનશે નહીં. પરંતુ તમે બીચની મુલાકાત લઈ શકો છો. વરસાદની ઋતુમાં આ જગ્યા સંપૂર્ણપણે હરિયાળી બની જાય છે.

લંઢૌર :

જો તમે પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણવા માંગો છો. તો જુલાઈ મહિનામાં લંઢૌરની મુલાકાત અવશ્ય લો.  આ સમયગાળા દરમ્યાન ઉત્તરાખંડનું નાનું કેન્ટોનમેન્ટ શહેર સંપૂર્ણપણે લીલું અને સુંદર બની જાય છે.

લોનાવાલા :

મહારાષ્ટ્રમાં લોનાવાલા જુલાઈમાં સંપૂર્ણપણે લીલું અને ખૂબસૂરત બની જાય છે. ચોમાસામાં ફરવા માટે આ શ્રેષ્ઠ સ્થળ છે.

મેઘાલય :

વાદળોનું નિવાસસ્થાન કહેવાતું મેઘાલય વિશ્વનું સૌથી ભીનું રહેતું સ્થળ એટલે માવસિનરામનું ઘર છે.  તે પ્રકૃતિ અને વરસાદ પ્રેમીઓ માટે એક ઉત્તમ સ્થળ છે.

આ પણ વાંચો :-