Home Blog Page 1034

ઈસ્કોન બ્રિજ પર ૧૦ લોકોનાં મોતનાં આરોપી તથ્ય પટેલ પોલીસ પકડમાં, ચહેરા પર ન દેખાઈ કોઈ ગંભીરતા

0
  • અમદાવાદમાં ઈસ્કોન અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો છે. આરોપી તથ્ય પટેલની પોલીસ હવે પૂછપરછ કરશે.

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ૧૬૦ની સ્પીડે આવેલી કાળમુખી જગુઆર કાર ૧૦ લોકોને ભરખી ગઈ. આ ભયાનક અકસ્માતને સમગ્ર અમદાવાદ શોકથી કંપારી ઉઠયું છે. અકસ્માત કેસમાં ૬ લોકોની અટકાયત કરી છે. જે અકસ્માતના પગલે કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે.

અકસ્માતના મુખ્ય આરોપીની સિમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી જેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો છે. આરોપી તથ્ય પટેલના ચહેરા પર જરા પણ ગંભીરતા દેખાઈ નથી.

તથ્ય પટેલને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો 

અમદાવાદમાં ઈસ્કોન અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો છે. અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલની પોલીસ હવે પૂછપરછ કરશે. જો કે આપને જણાવી દઈએ કે પોલીસ ૬ જેટલા આરોપીની અટકાયત કરી લીધી છે.

કોણ છે તથ્ય પટેલ?

અકસ્માત કરનાર યુવક ગોતાના કુખ્યાત શખ્સ પ્રજ્ઞેશ પટેલનો દીકરો હોવાની માહિતી મળી છે. પ્રજ્ઞેશ પટેલ ૨૦૨૦માં રાજકોટના ગેંગરેપ કેસમાં સામેલ હતો.આરોપીના પિતાએ રાજકોટની યુવતીને ડ્રગ્સ આપીને આચર્યુ દુષ્કર્મ હતું.

આ પણ વાંચો :-

આ અભિનેત્રીએ પતિના પગ પર ફૂલ મૂકીને કરી પૂજા, લીધા આશીર્વાદ, હેટર્સ-ટ્રોલર્સને પણ આપ્યો જવાબ

  • એક્ટ્રેસે પોતાના પતિના ચરણોમાં બેસીને પૂજા કરી ચરણ સ્પર્શ કર્યા. સાથે જ એક્ટ્રેસે હેટર્સને જડબા તોડ જવાબ આપ્યો છે.

એક્ટ્રેસ પ્રણિતા સુભાષ (Pranitha Subhash) ફેમિલી વેલ્યુઝ અને ટ્રેડિશન પર ખૂબ જ વિશ્વાસ રાખે છે. તેનો પુરાવો તેની નવી પોસ્ટથી મળી શકે છે. સોમવતી અમાસના દિવસે એક્ટ્રેસે પતિના ચરણોની પૂજા કરી. ફોટોમાં તે પતિના ચરણ સ્પર્શ કરતી જોવા મળી રહી છે.

ફોટોમાં પ્રણિતા યલો ડ્રેસમાં સુંદર લાગી રહી છે. તેમના પતિ ખુરશી પર બેઠા છે. એક્ટ્રેસ પતિના ચરણોમાં બેઠી છે. બાજુમાં પૂજાની થાળી છે. પતિના બન્ને પગ પર એક્ટ્રેસે ફૂલ મુક્યા છે. તિલક કર્યો છે. તે પતિના ચરણને સ્પર્શ કરતી જોવા મળી રહી છે.

પ્રણિતાએ શેર કર્યો ફોટો :

પ્રણિતાએ ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું- “સોમવતી અમાસના અવસર પર આજે સવારે મેં પૂજા કરી. ભલે તમારા માટે પિતૃસત્તાનો દેખાડો થઈ શકે છે. પરંતુ આ મારા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. સનાતન ધર્મમાં તેનું મહત્વ જણાવતી ઘણી સ્ટોરી મળી જશે. હિંદૂ રીતિ-રિવાજ અનુસાર પિતૃસત્તાત્મક છે. આ તર્ક આપવો સંપૂર્ણ રીતે ખોટો છો.”

પ્રણિતાએ આગળ લખ્યું, “આવું એટલા માટે કારણ કે આ એ આસ્થાઓમાંથી એક છે. જ્યાં ભગવાનની સમાન રૂપથી પૂજા કરવામાં આવે છે.” ગયા વર્ષે પણ પ્રણિતાએ પતિના ચરણ સ્પર્શ કરીને ફોટો શેર કર્યો હતો. ત્યારે તે ટ્રોલ થઈ હતી. એક્ટ્રેસે હેટર્સને જવાબમાં કહ્યું હતું કે તેના માટે પૂજાનું મહત્વ છે.

૨૦૨૧માં કર્યા હતા લગ્ન

એક્ટ્રેસ ૨૦૨૧માં બિઝનેસમેન નિતિન રાજૂ સાથે લગ્ન કર્યા હતા. કપલની એક દિકરી છે. દિકરી સાથે પ્રણિતા મોટાભાગે તસ્વીરો શેર કરતી રહે છે. પ્રણિતા સાઉથ ફિલ્મોનો ફેમસ ચહેરો છે. તે બોલિવુડ મૂવી હંગામા ૨, ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયામાં કામ કરી ચુકી છે.

આ પણ વાંચો :-

હોટલ રૂમ નંબર ૨૦૪… કાઠમાંડૂની હોટલમાંથી સામે આવ્યા સીમા-સચિનના રાઝ

0
  • પ્રેમ ખાતર પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરની લવ સ્ટોરી પર સવાલ ઉઠી રહ્યાં છે. યુપી એટીએસ તરફથી સીમા હૈદર અને સચિનને પૂછપરછ કરવામાં આવી રહી છે.

કાઠમાંડૂના નવા બસપાર્ક શહેરમાં સ્થિત ન્યૂ વિનાયક રોલ્પા જલજલા ગેસ્ટ હાઉસનો રૂમ નંબર ૨૦૪ સીમા હૈદર (Seema Haider) અને સચિન મીણા (Sachin Meena)ના પ્રેમની કંઈક અલગ હકીકત જણાવી રહ્યો છે. હકીકતમાં પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરે નોઈડાના સચિન મીણા સાથે આ હોટલમાં ૭ દિવસ પસાર કર્યાં હતા.

હોટલમાં એન્ટ્રીની તારીખ ૧૦ માર્ચ ૨૦૨૩ હતી. હોટલનું એક દિવસનું ભાડુ ૫૦૦ રૂપિયા હતું. ટીવી રિપોર્ટ પ્રમાણે હોટલના રજિસ્ટરમાં સચિન અને સીમાના નામે કોઈ એન્ટ્રી થઈ નથી. બંનેએ પોતાનું નામ બદલીને હોટલમાં એન્ટ્રી લીધી હતી.

હોટલના રિસ્પેશનિસ્ટ ગણેશે જણાવ્યું કે તેને હોટલમાં કોઈ આઈડી પ્રૂફ વગર એન્ટ્રી મળી ગઈ હતી. ગણેશનું કહેવું છે કે તેને લાગ્યું કે આ બંને ભારતથી નેપાળ ફરવા આવ્યા છે. તેથી કોઈ શંકા ન ગઈ. બંનેએ હોટલના સ્ટાફને જણાવ્યું કે તે પશુપતિનાથ મંદિરમાં લગ્ન કરવા આવ્યા છે.

હોટલના સ્ટાફે જણાવ્યું કે સચિન અને સીમાની સાથે કોઈ બાળકો નહોતા. તેવામાં સવાલ ઉભો થાય છે કે સાત દિવસ સુધી સીમા હૈદરના ચાર બાળકો ક્યાં હતા. કારણ કે હોટલમાં તો સીમા અને સચિન જ રોકાયા હતા. સચિન અને સીમા બંને નેપાળ ફરી રહ્યાં હતા.

હોટલના રૂમમાં કેમ લગ્ન કર્યા?

ટીવી અહેવાલ પ્રમાણે હોટલના સ્ટાફને સચિન અને સીમાએ ખોટું કહ્યું હતું કે તેણે પશુપતિ મંદિરમાં લગ્ન કર્યા છે, જ્યારે તેણે હોટલના રૂમ નંબર ૨૦૪માં જ લગ્ન કર્યાં હતા.

હોટલના સ્ટાફે જણાવ્યું કે હોટલમાં પહેલા સચિન મીણા આવ્યો હતો. તેણે ખુદને ભારતીય નાગરિક જણાવ્યો. સચિનના એક દિવસ બાદ સીમા હૈદર પહોંચી હતી. સચિને હોટલ સ્ટાફને જણાવ્યું હતું કે તેની પત્ની ભારતથી આવવાની છે.

હોટલના રૂમમાં બનાવી રીલ્સ :

હોટલના રિસ્પેશનિસ્ટ ગણેશે કહ્યુ કે પહેલા સચિન આવ્યો હતો. તેણે મારી પત્ની આવી રહી છે તેમ કહીને રૂમ બુક કરાવ્યો હતો. પછી બંને સાથે રહ્યાં અને ખુબ રીલ્સ બનાવી. ગણેશના બાળકો અને પરિવાર સાથે પણ બંનેએ રીલ્સ બનાવી હતી. ટીવી અહેવાલ પ્રમાણે સીમાએ એકવાર ક્લબ અને પબમાં જવાનું પણ કહ્યું હતું. પરંતુ હોટલ સ્ટાફે સમજાવ્યું કે ત્યાં ભારતીયોને લૂંટવામાં આવે છે. ત્યારબાદ તે ન ગયા.

ગણેશનું કહેવું છે કે એક દિવસ બંને ઉતાવળમાં ટેક્સી કરી કાઠમાંડૂથી પોખરા માટે નિકળી ગયા. હોટલના સ્ટાફે કહ્યું કે બંને બસથી નેપાળ ફરી રહ્યાં હતા. ગણેશે કહ્યું કે હોટલનો રૂમ નંબર ૨૦૪ ખુબ નાનો છે. આશરે ૫૦૦ રૂપિયા દરરોજનું ભાડું છે. રૂમમાં એક અરીસો છે. એક નાનો ડબલ બેડ છે.

આ પણ વાંચો :-

સુરતના આઉટર રિંગ રોડ ખુલ્લો મુકાયાના છ દિવસમાં ઉબડખાબડ બનતા ભ્રષ્ટાચારના આક્ષેપ

0
  • સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના છેવાડે રૂપિયા ૪૦૦ કરોડથી પણ વધુ ના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સુરતના આઉટર રિંગ રોડના હાલ બેહાલ બની ગયા છે.

મુખ્યમંત્રીના હસ્તે જાહેર જનતાની સુખાકારી માટે બનાવવામાં આવેલ આ આઉટર રિંગ રોડનું છ દિવસ અગાઉ જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે ખૂબ જ ટૂંકા ગાળામાં અને માત્ર સામાન્ય વરસાદમાં ઉબડખાબડ બની જતા ભ્રષ્ટાચારના આક્ષેઓ કરવામાં આવી રહ્યા છે.જ્યાં કોન્ટ્રાકટર અને પીએમસીને બ્લેકલીસ્ટ કરવાની માંગ આપ કોર્પોરેટર દ્વારા કરવામાં આવી છે.

સુરતના સરથાણાથી છેવાડા વિસ્તારમાં પાલિકા દ્વારા રૂપિયા ૪૦૦ કરોડના ખર્ચે આઉટર રિંગરોડ બનાવવામાં આવ્યો છે.આ આઉટર રિંગરોડને શરૂ થતાં માત્ર છ દિવસ જેટલો સમય થયો છે. મુખ્યમંત્રીના હસ્તે આઉટર રિગ રોડનું ઉદ્ઘાટન કરી જાહેર જનતાની સુખાકારી માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

જો કે માત્ર સામાન્ય વરસાદમાં આઉટર રિંગરોડનું ધોવાણ થઈ ગયું છે. જે આઉટર રિંગરોડમાં મસમોટા ખાડા પડી જતા આપ કોર્પોરેટર દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે. કોર્પોરેટરે આ કામમાં કટકી અને કમિશનબાજી થઈ હોવાનો આરોપ મૂક્યો છે. એટલુ જ નહીં વિજિલન્સ તપાસ કરાવી કોન્ટ્રાકટર તેમજ પીએમસીને બ્લેકલીસ્ટ કરવાની માંગ પાલિકા કમીશ્નર પાસે કરી છે.

આ પણ વાંચો :-

 

Team India ના આ સ્ટાર ખેલાડીએ દુનિયાથી છુપાવી મોટી વાત, પત્નીએ ભાંડો ફોડ્યો !

0
  • ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીની પત્નીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ચાહકોમાં ઘણી બધી માહિતી આપી છે. ૦૭ જુલાઈએ આ ખેલાડીના ઘરે એક નાનો મહેમાન આવ્યો હતો. પરંતુ કોઈએ તેના વિશે સાંભળ્યું ન હતું. આ ખેલાડીએ તાજેતરમાં કેપ્ટન તરીકે મોટી ટુર્નામેન્ટ જીતી છે.

લાંબા સમયથી ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર રહેલા હનુમા વિહારીની પત્નીએ એક છોકરાને જન્મ આપ્યો છે. હનુમા વિહારીની પત્ની પ્રીતિરાજે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને આ ખુશખબર આપી છે.

હનુમા વિહારી અને પ્રીતિરાજના લગ્ન ૧૯ મે ૨૦૧૯ના રોજ થયા હતા. લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ વિહારીએ કેન્ડલ લાઈટ ડિનર પર પ્રીતિરાજને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. પ્રીતિ આ પ્રસ્તાવને ટાળી ન શકી. પ્રીતિરાજ વ્યવસાયે ફેશન ડિઝાઈનર છે અને તે પોતે પણ કોઈ મોડલથી ઓછા નથી. પ્રીતિરાજ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે.

હનુમા વિહારીએ હાલમાં જ સાઉથ ઝોનને પોતાની કપ્તાનીમાં દુલીપ ટ્રોફીમાં ચેમ્પિયન બનાવીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. હનુમા વિહારીએ દુલીપ ટ્રોફીની ફાઈનલમાં પણ ૬૩ અને ૪૨ રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી.

હનુમા વિહારીએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી ૧૬ ટેસ્ટ મેચમાં ૩૩.૫૬ની એવરેજથી ૮૩૯ રન બનાવ્યા છે. હનુમા વિહારીએ ભારત માટે છેલ્લી ટેસ્ટ મેચ ગયા વર્ષે જુલાઈમાં બર્મિંગહામમાં ઈંગ્લેન્ડ સામે રમી હતી.

આ પણ વાંચો :-

 

 

હિમાચલ પ્રદેશના મંડીમાં જીસીબી પર પડ્યો મોટો પથ્થર, ડ્રાઈવર માંડ માંડ બચ્યો

0
  • હિમાચલ પ્રદેશમાં ભયંકર દ્રશ્યો જોવા મળી રહ્યા છે કારણ કે ભારે વરસાદે રાજ્યમાં વિનાશ સર્જ્યો છે. જેના કારણે ભૂસ્ખલન અને સંપત્તિને નુકસાન થયું છે.

રાજ્યમાં વરસાદે ઘણા લોકોના જીવ લીધા છે જ્યારે ઘણા લોકોને ઘર છોડવાની ફરજ પડી છે. આવા ઘણા વીડિયો સામે આવ્યા છે જે દર્શાવે છે કે કેવી રીતે પૂર અને ભૂસ્ખલનથી પ્રવાસન સ્થળને ભારે નુકસાન થયું છે. આવા જ એક વીડિયોમાં એક ભયાનક ક્ષણ કેદ કરવામાં આવી હતી.

જેણે સોશિયલ મીડિયા યુઝર્સને ડરાવી દીધા હતા. વાયરલ થયેલા વીડિયોમાં એક જીસીબી મશીન ડ્રાઈવર અને કેટલાક મજૂરો પહાડી પરથી પડી રહેલા ખડકોમાંથી માંડ માંડ બચ્યા હતા.

જેસીબી પર મોટો પથ્થર પડ્યો :

ચંદીગઢ-મનાલી હાઈવે છેલ્લા બે અઠવાડિયાના વરસાદ બાદ મંડી અને કુલ્લુ વચ્ચે વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. જો કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ હવે આ રોડને ટ્રાફિક માટે પુનઃસ્થાપિત કરી દીધો છે. ક્ષતિગ્રસ્ત રસ્તાને પહોળો કરવા માટે મનાલી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારમાં વર્ક ફોર્સ અને મશીનરી તૈનાત કરવામાં આવી છે.

પરંતુ ૧૭ જુલાઈએ હિમાચલ પ્રદેશમાં ફરીથી ભારે વરસાદ થયો. જેના કારણે રિપેરિંગ કામ માટે ઉભેલા જીસીબી મશીન પર પથ્થરો પડવા લાગ્યા. જો કે કર્મચારીઓ સમયસર નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. જ્યારે જીસીબી પર પહાડ પરથી પથ્થરો પડવા લાગ્યા. ત્યારે જ તેમાં બેઠેલો ડ્રાઈવર ભાગવાનો પ્રયાસ કરે છે. સદનસીબે આ અકસ્માતમાં તે બચી ગયો છે.

કોઈને ઈજા કે નુકસાનની કોઈ ઘટના નોંધાઈ નથી. આ ઉપરાંત હજુ પણ સમારકામ ચાલુ છે. જો કે વરસાદ રાજ્યમાં રહેતા લોકો માટે ખતરો ઉભો કરે છે કારણ કે વારંવાર પૂર-ભૂસ્ખલન થઈ રહ્યું છે. જે નેશનલ હાઈવે, પુલો અને રહેણાંક વિસ્તારોને પણ નુકસાન પહોંચાડે છે.

આ પણ વાંચો :-

કાળજું કંપી જાય તેવા દ્રશ્યો : ભાવનગરમાં વીજળી પડ્યાનો વીડિયો થયો વાયરલ

0
  • ભાવનગર શહેરમાં આજ બપોરથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરુ થયો છે. આ મેઘાવી માહોલ વચ્ચે અવકાશી વીજળી પડ્યાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે.

આજે બપોરથી જ ભાવનગરમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. બપોરના સમયગાળા બાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેને લઈને શહેરના સ્થળ ત્યાં જળ જેવા દ્રશ્ય સર્જાયા હતા. આવી સ્થિતિ વચ્ચે ભાવનગર શહેરમાં અવકાશી વીજળી જમીન પર ત્રાટક્યાનો ડરામણો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ભાવનગર શહેરના ગઢેચી વડલા RTO રોડ પાસે વીજળી પડ્યાનો બનાવ વીડિયો મોબાઈલમાં કેદ થયો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આંકડાની વાત કરવામાં આવે તો ભાવનગર શહેરમાં ૮૨ મીમી ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં ૧૦૪ તથા સિહોરમાં ૪૪ અને ઘોઘામાં ૫૪ મીમી તથા ઉમરાળામાં ૨૪ મીમી પાલીતાણામાં ત્રણ ગારીયાધારમાં બે અને તળાજામાં ૦૭ મીમી વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો :-

 

દયા માટે કરગરી રહી હતી મહિલાઓ, હેવાનોએ……..

0
  • મણિપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર પરેડ કરાવવાનો વીડિયો બુધવારે સામે આવ્યા બાદ રાજ્યના પહાડી વિસ્તારમાં તણાવ વ્યાપી ગયો છે. ચાર મેના આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અન્ય પક્ષના કેટલાક વ્યક્તિ એક સમુદાયની બે મહિલાઓને નિર્વસ્ત્ર પરેડ કરાવી રહ્યા છે.

મણિપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર પરેડ કરાવવાનો વીડિયો બુધવારે સામે આવ્યા બાદ રાજ્યના પહાડી વિસ્તારમાં તણાવ વ્યાપી ગયો છે. ચાર મેના આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અન્ય પક્ષના કેટલાક વ્યક્તિ એક સમુદાયની બે મહિલાઓને નિર્વસ્ત્ર પરેડ કરાવી રહ્યા છે. અધિકારીઓએ આ જાણકારી આપી.

ઈન્ડિજીનિયસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (આઈટીએલએફ)ના ગુરુવારના પ્રસ્તાવિત માર્ચના એક દિવસ પહેલા આ વીડિયો સામે આવ્યો. આઈટીએલએફના એક પ્રવક્તાના જણાવ્યાં મુજબ ધૃણિત ઘટના ચાર મેના રોજ કાંગપોકપી જિલ્લામાં ઘટી અને વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પુરુષો અસહાય મહિલાઓની સાથે સતત છેડછાડ કરી રહ્યા છે અને તે મહિલાઓ રડી રહી છે અને તેમની પાસે કરગરી રહી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

પ્રવક્તાએ ધૃણિત કૃત્યની ટીકા કરતા એક નિવેદનમાં માંગણી કરી છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર, રાષ્ટ્રીય મહિલા આયોગ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ અપરાધને ગંભીરતાથી લે અને અપરાધીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે. કુકી જે આદિવાસીઓ ગુરુવારે ચુરચાંદપુરમાં પ્રસ્તાવિત વિરોધ માર્ચ દરમિયાન આ મુદ્દાને ઉઠાવવાની યોજના ઘડી રહ્યા છે.

મણિપુરમાં અનુસૂચિત જનજાતિ (એસટી)નો દરજ્જો આપવાની મેઈતી સમુદાયની માંગણીના વિરોધમાં 3 મેના રોજ પહાડી જિલ્લામાં આદિવાસી એકજૂથતા માર્ચના આયોજન બાદ ઘર્ષણ શરૂ થયું હતું. ત્યારથી લઈને અત્યાર સુધીમાં 160થી વધુ લોકોના જીવ ગયા છે. અનેક લોકો ઘાયલ થયા છે.

મણિપુરની વસ્તીમાં મેઈતી સમુદાયની સંખ્યા લગભગ 53 ટકા છે. આ સમુદાય મોટાભાગે ઈમ્ફાલ ઘાટીમાં રહે છે. આદિવાસી નગા અને કુકી 40 ટકા છે. તેઓ મોટાભાગે પહાડી જિલ્લાઓમાં રહે છે.

આ પણ વાંચો :-

કાચાપોચા ન જોતાં આ તસ્વીરો ! અમદાવાદના ઈતિહાસનો સૌથી ભયાનક અકસ્માત ! તસ્વીરો જોઈ હચમચી જશો

0
  • અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઈવે મોડી રાતે એક વાગ્યાની આજુબાજુ ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં એક પોલીસકર્મી અને હોમગાર્ડ સહિત ૦૯ લોકોના મોત થયા છે. જ્યારે ૩ થી વધુ લોકો ઘાયલ થયા છે.

અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઈવે મોડી રાતે એક વાગ્યાની આજુબાજુ ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં એક પોલીસકર્મી અને હોમગાર્ડ સહિત ૯ લોકોના મોત થયા છે. જ્યારે ૩ થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોને હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

અમદાવાદના ઈતિહાસમાં આવો અકસ્માત કદાચ પહેલા જોયો નહીં હોય. એક અકસ્માતને જોવા લોકો ભેગા થયા અને બેકાબૂ સ્પીડે દોડી રહેલી કારે ૯ લોકોને કચડી નાખ્યા. જેમાંથી ૬ લોકોના તો ઘટનાસ્થળે જ મોત નિપજ્યા. મૃતકોમાંથી મોટા ભાગના ૨૧ થી ૨૩ વર્ષની વયના છે. અને બોટાદ- સુરેન્દ્રનગરના છે.

ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલા અકસ્માતમાં અમદાવાદના એક હોમગાર્ડ અને એક પોલીસ કોન્સ્ટેબલનું મોત થયું.આ સાથે જ બોટાદ અને સુરેન્દ્રનગરના યુવકોના મોત થયા. અકસ્માત સર્જનાર જગુઆર કાર ચાલકનું નામ તથ્ય પ્રજ્ઞેશ પટેલ હોવાનું સામે આવ્યું છે. આ કારમાં એક યુવતી હોવાનું પણ જાણવા મળ્યું છે.

કાર રાજપથ ક્લબ તરફથી આવી રહી હતી અને તેની સ્પીડ ૧૬૦ની હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે લોકો ૩૦ ફૂટ જેટલા દૂર ફંગોળાયા હતા. અકસ્માત બાદ રોડ પર લોહીના ખાબોચિયા જોવા મળ્યા. મોડી રાતે ડમ્પર અને થાર વચ્ચે થયેલા અકસ્માતને જોવા માટે લોકોના ટોળા વળ્યા હતા.

આ પણ વાંચો :-

 

 

સુરતમાં ડ્રાઈવરે એમ્બ્યુલન્સનું પાર્કિંગ કરતી વખતે પાછળ ઉભેલી મહિલાને કચડી

0
  • સુરતમાં અકસ્માતોના બનાવોમાં એક પછી એક વધારો થઈ રહ્યો છે. ત્યારે સરથાણા વિસ્તારમાં મહાનગર પાલિકાની એમ્બ્યુલન્સના ડ્રાઈવરે એમ્બ્યુલન્સને પાર્ક કરતા સમયે મહિલાને કચડી નાખી હતી.

આ ઘટનામાં મહિલાને ખભાના ભાગે ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

સરથાણા વિસ્તારમાં આવેલા જ્યોતિ બિઝનેશ સેન્ટર પાસે મહાનગર પાલિકાની એમ્બ્યુલન્સ આવી હતી. ડ્રાઈવર દ્વારા એમ્બ્યુલન્સને રિવર્સ લઈને પાર્ક કરવામાં આવી રહી હતી. દરમિયાન પાછળ એક મહિલા વાત કરી રહી હતી. જેના પર ડ્રાઈવરે ધ્યાન પણ આપ્યું ન હતું અને રિવર્સમાં આવવા દીધી હતી. રીવર્સમાં લેતાં સમયે એમ્બ્યુલન્સના ડ્રાઈવરે મહિલાને અડફેટે લીધી હતી.

જેથી મહિલા જમીન પર પડી ગઈ હતી. ત્યારબાદ મહિલા એમ્બ્યુલન્સના પાછળના ટાયર નીચે કચડાઈ ગઈ હતી. જાણ થતાં જ એમ્બ્યુલન્સના ડ્રાઈવર એમ્બ્યુલન્સ ઊભી રાખી દીધી હતી. મહિલાના ખભાના ભાગે ઇજા પહોંચી હતી.

પાલિકાની એમ્બ્યુલન્સની ગંભીર બેદરકારીથી એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે. આ આખી ઘટનામાં મહિલાનો ચમત્કારિક બચાવ થયો છે. મહિલાને હાલ તો ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી છે. જ્યારે હોસ્પિટલ દ્વારા સરથાણા પોલીસને જાણ કરવામાં આવી છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-