હિમાચલ પ્રદેશના મંડીમાં જીસીબી પર પડ્યો મોટો પથ્થર, ડ્રાઈવર માંડ માંડ બચ્યો

Share this story
  • હિમાચલ પ્રદેશમાં ભયંકર દ્રશ્યો જોવા મળી રહ્યા છે કારણ કે ભારે વરસાદે રાજ્યમાં વિનાશ સર્જ્યો છે. જેના કારણે ભૂસ્ખલન અને સંપત્તિને નુકસાન થયું છે.

રાજ્યમાં વરસાદે ઘણા લોકોના જીવ લીધા છે જ્યારે ઘણા લોકોને ઘર છોડવાની ફરજ પડી છે. આવા ઘણા વીડિયો સામે આવ્યા છે જે દર્શાવે છે કે કેવી રીતે પૂર અને ભૂસ્ખલનથી પ્રવાસન સ્થળને ભારે નુકસાન થયું છે. આવા જ એક વીડિયોમાં એક ભયાનક ક્ષણ કેદ કરવામાં આવી હતી.

જેણે સોશિયલ મીડિયા યુઝર્સને ડરાવી દીધા હતા. વાયરલ થયેલા વીડિયોમાં એક જીસીબી મશીન ડ્રાઈવર અને કેટલાક મજૂરો પહાડી પરથી પડી રહેલા ખડકોમાંથી માંડ માંડ બચ્યા હતા.

જેસીબી પર મોટો પથ્થર પડ્યો :

ચંદીગઢ-મનાલી હાઈવે છેલ્લા બે અઠવાડિયાના વરસાદ બાદ મંડી અને કુલ્લુ વચ્ચે વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. જો કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ હવે આ રોડને ટ્રાફિક માટે પુનઃસ્થાપિત કરી દીધો છે. ક્ષતિગ્રસ્ત રસ્તાને પહોળો કરવા માટે મનાલી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારમાં વર્ક ફોર્સ અને મશીનરી તૈનાત કરવામાં આવી છે.

પરંતુ ૧૭ જુલાઈએ હિમાચલ પ્રદેશમાં ફરીથી ભારે વરસાદ થયો. જેના કારણે રિપેરિંગ કામ માટે ઉભેલા જીસીબી મશીન પર પથ્થરો પડવા લાગ્યા. જો કે કર્મચારીઓ સમયસર નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. જ્યારે જીસીબી પર પહાડ પરથી પથ્થરો પડવા લાગ્યા. ત્યારે જ તેમાં બેઠેલો ડ્રાઈવર ભાગવાનો પ્રયાસ કરે છે. સદનસીબે આ અકસ્માતમાં તે બચી ગયો છે.

કોઈને ઈજા કે નુકસાનની કોઈ ઘટના નોંધાઈ નથી. આ ઉપરાંત હજુ પણ સમારકામ ચાલુ છે. જો કે વરસાદ રાજ્યમાં રહેતા લોકો માટે ખતરો ઉભો કરે છે કારણ કે વારંવાર પૂર-ભૂસ્ખલન થઈ રહ્યું છે. જે નેશનલ હાઈવે, પુલો અને રહેણાંક વિસ્તારોને પણ નુકસાન પહોંચાડે છે.

આ પણ વાંચો :-