Home Blog Page 1002

અયોધ્યા રામ મંદિર માટે ભક્તે બનાવ્યું ૪૦૦ કિલોનું તાળું, ૪ ફૂટ તો લાંબી છે ચાવી, કિમંત સાંભળી રહી જશો દંગ

0
  • અલીગઢના એક વૃદ્ધ વ્યક્તિએ અયોધ્યામાં રામ મંદિર માટે ૪૦૦ કિલોગ્રામનું તાળુ તૈયાર કર્યું છે. જાન્યુઆરી ૨૦૨૪માં આ મંદિર ભક્તો માટે ખુલી શકે છે.

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. પહેલા તળનું મોટાભાગનું મંદિર પરિસર લગભગ તૈયાર છે. તમને જણાવી દઈએ કે, અલીગઢના એક વૃદ્ધ વ્યક્તિએ અયોધ્યામાં રામ મંદિર માટે ૪૦૦ કિલોગ્રામનું તાળુ તૈયાર કર્યું છે. જાન્યુઆરી ૨૦૨૪માં આ મંદિર ભક્તો માટે ખુલી શકે છે.

ભગવાન રામના ભક્ત સત્ય પ્રકાશ શર્મા હસ્તનિર્મિત તાળા માટે ફેમસ છે. તેમણે વિશ્વનું સૌથી મોટુ હસ્તનિર્મિત તાળુ બનાવવા માટે અનેક મહિનાઓ સુધી સખત મહેનત કરી છે. આ તાળું ૧૦ ફૂટ લાંબુ, ૪.૫ ફૂટ પહોળુ અને ૯.૫ ફૂટ મોટુ છે અને ૪ ફૂટ મોટી ચાવીથી ખુલે છે. સત્ય પ્રકાશ શર્માએ આ તાળુ બનાવવા માટે આખા જીવનભરની બચતનો ઉપયોગ કર્યો છે અને ૨ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે.

સત્ય પ્રકાશ શર્મા જણાવે છે કે, ‘હું દાયકાઓથી તાળા બનાવવાનો બિઝનેસ કરું છું. જેથી મેં મંદિર માટે તાળુ બનાવવાનું વિચાર્યું. અમારું શહેર તાળા માટે ફેમસ છે અને અત્યાર સુધી કોઈએ પણ આ પ્રકારનું તાળુ બનાવ્યું નથી. મેં ખૂબ જ પ્રેમથી આ તાળુ બનાવ્યું છે. મારી પત્ની રૂક્ષ્મણીએ પણ મને મદદ કરી છે.’ સત્ય પ્રકાશ શર્મા આ વર્ષના અંત સુધીમાં મંદિરના અધિકારીઓને આ તાળુ ઉપહાર તરીકે આપવાનું વિચારી રહ્યા છે.

આ વર્ષની શરૂઆતમાં અલીગઢની વાર્ષિક પ્રદર્શનીમાં આ તાળુ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. સત્ય પ્રકાશ શર્મા આ તાળાને આખરી ઓપ આપી રહ્યા છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું છે કે, આ તાળુ ક્યાં વાપરી શકાય તે અંગે વિચારવું પડશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યા રામ મંદિરમાં અભિષેક સમારોહમાં સામેલ થશે :

સત્ય પ્રકાશ શર્માએ જણાવ્યું છે કે તેમનો પરિવાર એક સદી કરતા વધુ સમયથી હસ્તનિર્મિત તાળા બનાવી રહ્યો છે અને તેઓ ખુદ ૪૫ વર્ષ કરતા વધુ સમયથી આ બિઝનેસમાં શામેલ છે. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું છે કે ૨૧ થી ૨૩ જાન્યુઆરી ૨૦૨૪ દરમિયાન અયોધ્યામાં રામ મંદિરમાં અભિષેક સમારોહ યોજાશે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ મોકલવામાં આવશે.

આ પણ વાંચો :-

 

Rashi fal ૨૦૨૩ : કામકાજમાં ફાયદો, કોર્ટ કચેરીથી સાચવવું., જાણો કઈ-કઈ રાશિના જાતકોને આજે ફાયદો કે નુકસાન 

મેષઃ
સ્વભાવમાં ગુસ્સાનો અનુભવ થાય. દિવસ દરમિયાન આળસ રહે. આર્થિક પાસુ મજબૂત થાય. પરિવારમાં વાદવિવાદથી દૂર રહેવું. શરદી-કફનો ઉપદ્રવ રહેતો જણાય. માતાની તબિયતની ચિંતા રહે.

વૃષભઃ
દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. સારા સમાચાર સાંભળવા મળે. નાણાકીય બાબતોમાં લાભ મળતો જણાય. બપોર બાદ આવક ઘટતી જણાય. પ્રિયપાત્રનું મિલન શક્ય બને. દામ્પત્ય સુખમાં આનંદ.

મિથુનઃ
સ્વભાવમાં જીદનું પ્રમાણ વધે. ખોટા વિચારો મગજ ઉપર હાવી થાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. નોકરીયાત વર્ગને આનંદ. ધંધાવાળાએ સાચવવું. બ્લડપ્રેશરના દર્દીએ વિશેષ કાળજી રાખવી જરૂરી.

કર્કઃ
દિવસની શરૂઆત આનંદથી થતી જણાય. બપોર બાદ મન અશાંત રહેતું જણાય. વિદ્યા-અભ્યાસમાં મન એકાગ્ર રહેતું જણાય. સંતાનની પ્રગતિથી આનંદ અનુભવાય. બપોર બાદ આરોગ્ય ક્ષેત્રે સાવધાની જરૂરી.

સિંહઃ
દિવસ દરમિયાન આનંદ, ઉત્સાહ, તાજગીનો અનુભવ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. નાણાકીય વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી. માતૃપક્ષ તરફથી સુખાકારી જળવાય, સારા સમાચાર મળે. સ્વાસ્થ્ય સારું રહે.

કન્યાઃ
પરોપકાર, દાન કરવાની ભાવના પ્રબળ બને. વાણીના પ્રભાવ થકી સફળતા મળતી જણાય. પરિવારમાં સ્નેહ વધે. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની તબિયતનું ધ્યાન રાખવું. આરોગ્ય જળવાશે.

તુલાઃ
દિલમાં અજંપો વર્તાય. આવક વધતી જણાય. પરિવારના સભ્યોની તબિયતની કાળજી રાખવી જરૂરી. સ્થાવર-જંગમ મિલકત અંગેના વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી. ભાગ્યનો સાથ મળતો જણાય.

વૃશ્ચિકઃ
મન ચંચળ રહે. ખોટા વિચારો મનનો કાબુ લેતા જણાય. નાણાકીય બાબતો અંગે અસંતોષ રહે. જીવનસાથી સાથે પ્રેમની અનુભૂતિ થાય. પ્રિયપાત્ર સાથે વાત કરવના સંયોગ ઉભા થતા જણાય.

ધનઃ
દિવસ દરમિયાન મુંઝવણનો અનુભવ થાય. વિચારવાયુ વધારે રહે. ખોટા વિચાર આવે. આર્થિક ફાયદો થતો જણાય. શરીરમાં ઢીલાશ અનુભવાય. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને બહાર નીકળવાનું ટાળવું.

મકરઃ
આનંદ ઉત્સાહનું વાતાવરણ પેદા થાય. નવું કામ કરવાની ઈચ્છા પ્રબળ બને. પરિવારમાં શાંતિ જળવાય. આવક પણ વધતી જણાય. મિત્રો તરફથી સારા સમાચાર અને સહકાર મળતો જણાય. સ્વાસ્થ્ય સારું રહે.

કુંભઃ
માનસિક ચિંતા રહે. ખર્ચનું પ્રમાણ વધતું જણાય. ધંધા સંબંધી ચિંતા રહે. નોકરીયાતને ઉપરી અધિકારીથી ઠપકો સાંભળવો પડે. માતા વૃદ્ધ હોય તો તબિયત સાચવવી. દિવસ શાંતિથી પસાર કરી દેવો.

મીનઃ
આવકનું પ્રમાણ વધવાથી દિવસ દરમિયાન આનંદ વધે. નાના ભાઈ બહેન સાથે વાદવિવાદ ટાળવો. ભાગ્યનો સાથ મળે. મિત્રો તરફથી સાથ સહકાર મળતો જણાય. આંખ અને કમરના દુઃખાવાથી સાચવવું.

Tataનો ધમાકો ! એક સાથે લોન્ચ કરી ૪ CNG કાર્સ, કિંમત ૬.૫૫ લાખથી શરૂ

0
  • ટાટા મોટર્સે છેલ્લા ૧ મહિનામાં એક પછી એક ચાર CNG વાહનો લોન્ચ કર્યા છે. કંપનીએ સૌથી પહેલા ટાટા અલ્ટ્રોઝનું સીએનજી વર્ઝન લોન્ચ કર્યું છે અને ત્યાર બાદ ટાટા પંચનું સીએનજી વર્ઝન લાવવામાં આવ્યું છે.

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે લોકો CNG કાર ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. માર્કેટમાં CNG કારના વિકલ્પો સતત વધી રહ્યા છે અને ટાટા મોટર્સ આ તકનો લાભ લેવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. ટાટા મોટર્સે છેલ્લા ૧ મહિનામાં એક પછી એક ચાર CNG વાહનો લોન્ચ કર્યા છે. કંપનીએ સૌથી પહેલા ટાટા અલ્ટ્રોઝનું સીએનજી વર્ઝન લોન્ચ કર્યું અને ત્યાર બાદ ટાટા પંચનું સીએનજી વર્ઝન લાવવામાં આવ્યું છે. આ સિવાય Tata Tiago અને Tata Tigor ના CNG વર્ઝન અપડેટ કરવામાં આવ્યા છે.

કંપનીએ આ વર્ષની શરૂઆતમાં આ નવી ટેક્નોલોજીને Altroz ​​સાથે રજૂ કરી હતી. આ અંતર્ગત એક મોટી CNG ટાંકીની જગ્યાએ બે નાના CNG સિલિન્ડર ફીટ કરવામાં આવ્યા છે. આમાં ૬૦ લિટરની ટાંકીને ૩૦-૩૦ લિટરમાં વહેંચવામાં આવે છે. આ કારણે તમને અન્ય CNG કારની સરખામણીમાં વધુ બૂટ સ્પેસ મળે છે.

ટાટા પંચ CNG :

ટાટા મોટર્સે તાજેતરમાં ટાટા પંચ CNG ડયુઅલ-સિલિન્ડર CNG ટેક્નોલોજી સાથેની માઇક્રો એસયુવી લોન્ચ કરી છે. CNG સંચાલિત પંચ ચાર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે – પ્યોર, એડવેન્ચર, એડવેન્ચર રિધમ અને કોમ્પ્લીશ્ડ. તેમની કિંમત ૭.૧૦ લાખ રૂપિયાથી ૮.૮૫ લાખ રૂપિયા સુધીની છે.

ટાટા અલ્ટ્રોઝ  CNG :

ટાટાએ થોડા સમય પહેલા અલ્ટ્રોઝ સીએનજી લોન્ચ કરી હતી જેની કિંમત રૂ.૭.૫૫ લાખથી શરૂ થાય છે. તે દેશની પ્રથમ CNG હેચબેક છે. જેમાં સનરૂફની સુવિધા પણ સામેલ છે. તેના ૬ વેરિઅન્ટ ઉપલબ્ધ છે. CNG મોડલમાં ૨૧૦ લિટર બૂટ સ્પેસ મળે છે. જે સ્ટાન્ડર્ડ અલ્ટ્રોઝની ૩૪૫ લિટરની બૂટ સ્પેસ કરતાં ૧૩૫ લિટર ઓછી છે.

Tata Tiago અને Tigor CNG :

ટાટા મોટર્સે ટાટા ટિયાગો અને ટિગોર સીએનજીને ડયુઅલ-સિલિન્ડર CNG ટેક્નોલોજીથી સજ્જ કર્યું છે. આ સુવિધા બુટ સ્પેસમાં મદદ કરે છે અપડેટેડ Tata Tiago iCNG ની કિંમત ૬.૫૫ લાખ રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે તેના ટોપ વેરિઅન્ટની કિંમત ૮.૧૦ લાખ રૂપિયા સુધી જાય છે. તેવી જ રીતે ટાટા ટિગોર સીએનજીની કિંમત હવે રૂ.૭.૧૦ લાખથી રૂ.૮.૯૦ લાખ સુધીની છે.

આ પણ વાંચો :-

૦૬ ઓગષ્ટ / નવા કામની ઓફર, પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય, આ રાશિના જાતકોનો શનિવાર રહેશે ફળદાયી, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
સ્વભાવમાં ગુસ્સાનો અનુભવ થાય. દિવસ દરમિયાન આળસ રહે. આર્થિક પાસુ મજબૂત થાય. પરિવારમાં વાદવિવાદથી દૂર રહેવું. શરદી-કફનો ઉપદ્રવ રહેતો જણાય. માતાની તબિયતની ચિંતા રહે.

વૃષભઃ
દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. સારા સમાચાર સાંભળવા મળે. નાણાકીય બાબતોમાં લાભ મળતો જણાય. બપોર બાદ આવક ઘટતી જણાય. પ્રિયપાત્રનું મિલન શક્ય બને. દામ્પત્ય સુખમાં આનંદ.

મિથુનઃ
સ્વભાવમાં જીદનું પ્રમાણ વધે. ખોટા વિચારો મગજ ઉપર હાવી થાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. નોકરીયાત વર્ગને આનંદ. ધંધાવાળાએ સાચવવું. બ્લડપ્રેશરના દર્દીએ વિશેષ કાળજી રાખવી જરૂરી.

કર્કઃ
દિવસની શરૂઆત આનંદથી થતી જણાય. બપોર બાદ મન અશાંત રહેતું જણાય. વિદ્યા-અભ્યાસમાં મન એકાગ્ર રહેતું જણાય. સંતાનની પ્રગતિથી આનંદ અનુભવાય. બપોર બાદ આરોગ્ય ક્ષેત્રે સાવધાની જરૂરી.

સિંહઃ
દિવસ દરમિયાન આનંદ, ઉત્સાહ, તાજગીનો અનુભવ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. નાણાકીય વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી. માતૃપક્ષ તરફથી સુખાકારી જળવાય, સારા સમાચાર મળે. સ્વાસ્થ્ય સારું રહે.

કન્યાઃ
પરોપકાર, દાન કરવાની ભાવના પ્રબળ બને. વાણીના પ્રભાવ થકી સફળતા મળતી જણાય. પરિવારમાં સ્નેહ વધે. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની તબિયતનું ધ્યાન રાખવું. આરોગ્ય જળવાશે.

તુલાઃ
દિલમાં અજંપો વર્તાય. આવક વધતી જણાય. પરિવારના સભ્યોની તબિયતની કાળજી રાખવી જરૂરી. સ્થાવર-જંગમ મિલકત અંગેના વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી. ભાગ્યનો સાથ મળતો જણાય.

વૃશ્ચિકઃ
મન ચંચળ રહે. ખોટા વિચારો મનનો કાબુ લેતા જણાય. નાણાકીય બાબતો અંગે અસંતોષ રહે. જીવનસાથી સાથે પ્રેમની અનુભૂતિ થાય. પ્રિયપાત્ર સાથે વાત કરવના સંયોગ ઉભા થતા જણાય.

ધનઃ
દિવસ દરમિયાન મુંઝવણનો અનુભવ થાય. વિચારવાયુ વધારે રહે. ખોટા વિચાર આવે. આર્થિક ફાયદો થતો જણાય. શરીરમાં ઢીલાશ અનુભવાય. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને બહાર નીકળવાનું ટાળવું.

મકરઃ
આનંદ ઉત્સાહનું વાતાવરણ પેદા થાય. નવું કામ કરવાની ઈચ્છા પ્રબળ બને. પરિવારમાં શાંતિ જળવાય. આવક પણ વધતી જણાય. મિત્રો તરફથી સારા સમાચાર અને સહકાર મળતો જણાય. સ્વાસ્થ્ય સારું રહે.

કુંભઃ
માનસિક ચિંતા રહે. ખર્ચનું પ્રમાણ વધતું જણાય. ધંધા સંબંધી ચિંતા રહે. નોકરીયાતને ઉપરી અધિકારીથી ઠપકો સાંભળવો પડે. માતા વૃદ્ધ હોય તો તબિયત સાચવવી. દિવસ શાંતિથી પસાર કરી દેવો.

મીનઃ
આવકનું પ્રમાણ વધવાથી દિવસ દરમિયાન આનંદ વધે. નાના ભાઈ બહેન સાથે વાદવિવાદ ટાળવો. ભાગ્યનો સાથ મળે. મિત્રો તરફથી સાથ સહકાર મળતો જણાય. આંખ અને કમરના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

Kangana Ranaut’s first look : કંગના રનૌતનો ફર્સ્ટ લૂક આવ્યો સામે, જોવા મળ્યો અનોખો શાહી અંદાજ

  • ફિલ્મ ‘ચંદ્રમુખી ૨’ માં રાઘવ લોરેન્સ અને કંગના રનૌત લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ તમિલ, હિન્દી, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થવા જઈ રહી છે.

બોલિવૂડની પંગા ગર્લ કંગના રનૌત હંમેશા કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહે છે. કંગના બેબાક નિવેદનથી દરેક વ્યક્તિ વાકેફ છે પણ કંગના રનૌત એક મજબૂત અભિનેત્રી છે તેમાં કોઈ શંકા નથી. અભિનેત્રી ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયથી ચાહકોને પ્રભાવિત કર્યા છે. એવામાં હવે કંગનાના ચાહકોને એક સરપ્રાઈઝ મળી છે. જણાવી દઈ કે કંગના રનૌત ટૂંક સમયમાં ‘ચંદ્રમુખી ૨‘માં જોવા મળશે.

ચંદ્રમુખી ૨‘ ફિલ્મના સાઉથ એક્ટર રાઘવ લોરેન્સનો ફર્સ્ટ લૂક ઘણા સમય પહેલા જોવા મળ્યો છે સાથે કંગના પહેલીવાર સ્ક્રીન શેર કરશે. હવે આ ફિલ્મમાંથી કંગના રનૌતનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે. ફિલ્મના આ પોસ્ટરમાં કંગના શાહી અંદાજમાં જોવા મળી રહી છે.

જણાવી દઈએ કે કંગના રનૌતે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મ સાથે સંબંધિત તેનો પહેલો લુક શેર કર્યો છે. આ પોસ્ટરમાં કંગનાનો રાણીનો અવતાર ઘણો આકર્ષક છે. અભિનેત્રીએ હેવી ગ્રીન કલરનો આઉટફિટ પહેર્યો છે. સાથે જ હેવી જ્વેલરી પહેરી છે. જેમાં કંગના રનૌત ખૂબ જ સુંદર લાગી રહી છે.

ગણેશ ચતુર્થીના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મ  :

કંગના રનૌતે આ પોસ્ટર સાથે લખ્યું, ‘સુંદરતા અને મુદ્રા જે આપણું ધ્યાન ખેંચે છે. ચંદ્રમુખી ૨ માંથી ચંદ્રમુખી તરીકે કંગના રનૌતનો ઈર્ષાળુ, પ્રભાવશાળી અને ખૂબસૂરત ફર્સ્ટ લુક રજૂ કરી રહ્યાં છીએ. આ સાથે કંગના રનૌતે જણાવ્યું કે આ ફિલ્મ ગણેશ ચતુર્થીના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.’

આ ભાષાઓ રિલીઝ થશે  ‘ચંદ્રમુખી ૨ ‘

પી.વાસુના નિર્દેશનમાં બનેલ આ ફિલ્મમાં રાઘવ લોરેન્સ અને કંગના રનૌત લીડ રોલમાં જોવા મળશે. ‘ચંદ્રમુખી ૨’ તમિલ, હિન્દી, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થઈ રહી છે.  જણાવી દઈએ કે ‘ચંદ્રમુખી ૨‘ 2005માં આવેલી સુપરસ્ટાર રજનીકાંત સ્ટારર ફિલ્મ ચંદ્રમુખીની સિક્વલ છે. કંગના આ ફિલ્મમાં કામ કરવાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

ચાહકોને કંગનાનો લુક પસંદ આવ્યો :

ચંદ્રમુખી ૨માં કંગના રનૌતનો આ લુક ચાહકોને પસંદ આવ્યો છે. ઘણા લોકોએ કમેન્ટ સેક્શનમાં લખ્યું છે કે કંગના આ રોલ સાથે ન્યાય કરવા જઈ રહી છે. આ યુઝરે કંગનાને દેવીનું ટેગ પણ આપ્યું છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં આગામી પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી, જાણો કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

0
  • હવામાન ખાતાએ ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની કેવી સ્થિતિ રહેશે, ક્યાં કેવો વરસાદ પડી શકે છે તે અંગે માહિતી આપી છે. જે મુજબ આગામી પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જુલાઈમાં રેકોર્ડબ્રેક વરસાદ પડ્યા બાદ હવે ઓગસ્ટમાં કેવો રહેશે વરસાદ? હવામાન વિભાગ દ્વારા આ અંગે આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ આગામી પાંચ દિવસ ગુજરાતમાં કેવો વરસાદ રહેશે તે અંગે આગાહી કરી છે. હવામાન ખાતાના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ વરસાદની સ્થિતિને લઈને જાણકારી આપી છે.

હવામાન ખાતાએ ગુજરાતમાં આગામી દિવસમાં કેવો વરસાદ રહેશે તે અંગે શક્યતા વ્યક્ત કરી છે. જે મુજબ આગામી પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન ખાતાના જણાવ્યાં મુજબ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી, અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત દરિયાઈ કાંઠે ૪૦ થી ૪૫ કિલોમીટરની ગતિએ પવન ફુંકાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ હાલ વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. સીઝનનો ૯૨ ટકા વરસાદ પડી ચૂક્યો છે.

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં વરસાદને લઈ નવી આગાહી કરી છે. ઓગસ્ટ મહિનામાં પણ બંગાળના ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આશ્લેષા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક છે. તારીખ ૫ અને ૬ ઓગસ્ટે રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો :-

યશ સોની, મલ્હાર ઠાકરની નવી ફિલ્મના પ્રમોશન બાદ વિવાદ: જૂતાં-ચંપલ સાથે શિવજીના મંદિરમાં ફરતા…

0
  • વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં ‘૦૩ એક્કા’ ફિલ્મના પ્રમોટરો પગરખા પહેરી મંદિરમાં જતાં વિવાદ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળે સયાજીગંજ પોલીસ મથકે આપી અરજી.

ગુજરાતી ફિલ્મ ‘૩ એક્કા‘ના પ્રમોશનને લઈને મોટો વિવાદ સર્જાયો છે. વડોદરામાં ‘૩ એક્કા’ ફિલ્મના પ્રમોશન વખતે ફિલ્મ પ્રમોટરો બુટ ચંપલ પહેરી મંદિરમાં જતાં વિવાદ સર્જાયો છે. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. જે બાદ સયાજીગંજ પોલીસે વીડિયોના આધારે તપાસ તેજ કરી છે.

રાપ્ત વિગતો અનુસાર, વડોદરાની MS યુનિવર્સિટીમાં NSUI દ્વારા યશ સોની, મિત્ર ગઢવી અને મલ્હાર ઠાકરની ફિલ્મ ‘૩ એક્કા’ના પ્રમોશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિલ્મના પ્રમોશન માટે ફિલ્મના કલાકારો પણ એમ.એસ યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા.

ફિલ્મના પ્રમોશન દરમિયાન યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા શિવજીના મંદિરમાં ફિલ્મ પ્રમોટરો બુટ-ચંપલ પહેરીને પ્રવેશ્યા હતા. તો અન્ય કેટલાક લોકો પણ શિવજીના મંદિરમાં બુટ ચંપલ પહેરીને પ્રવેશ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવતા બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ લાલઘુમ થઈ ગયું હતું.

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સયાજીગંજ પોલીસ મથકે એનએસયુઆઈ પ્રમુખ સહિતના જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ સાથેની એક અરજી આપવામાં આવી છે. જેથી સયાજીગંજ પોલીસે વીડિયો ફૂટેજ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

૧૮ ઓગસ્ટે રિલીઝ થવાની છે ફિલ્મ :

આપને જણાવી દઈએ કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર યશ સોની, મિત્ર ગઢવી અને મલ્હાર ઠાકર હવે ફરી એકવખત સાથે જોવા મળશે. મલ્હાર, મિત્ર અને યશની નવી ફિલ્મ ‘૩ એક્કા’ ૧૮ ઓગસ્ટ ૨૦૨૩એ રિલીઝ થવા જઈ રહી છે.

આ પણ વાંચો :-

 

પોલીસ પાછળ પડતાં મહેમદાવાદમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો, બુટલેગરે બાઈક અને કારને અડફેટે લીધા

0
  • મહેમદાવાદના હલધરવાસ પાસે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ દારૂ ભરેલી કારનો પીછો કરી રહી હતી અને કાર ચાલક પોલીસથી બચવા ફુલ સ્પીડમાં કાર ચલાવતો હતો.

બાઈક અને કારને ટક્કર વાગતા અકસ્માત સર્જાયો હતો. બાદમાં પોલીએ દારૂ ભરેલી SUV કારની તલાશી લેતા કારમાંથી એક લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર ચાલકને ઝડપી પાડ્યો પણ અન્ય એક ઈસમ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો.

ખેડા જીલ્લામાં દારૂની હેરાફેરી દિવસેને દિવસે વધી રહી છે. પોલીસ આવા તત્વોને ઝડપી પાડે છે. છતાંય બુટલેગરો બેખોફ દારૂની હેરાફેરી કરી રહ્યા છે. દરમ્યાન શુક્રવારે રાત્રે ખેડા એલસીબી પોલીસની ટીમ બાતમીના આધારે એક એસયુવીની તપાસમાં પેટ્રોલિંગમાં હતી. બાતમી વાળી એસયુવી કાર આવતા પોલીસે કારનો પીછો કર્યો હતો. દરમ્યાન એસયુવી ચાલકે પોતાની કાર ફુલ સ્પીડમાં હંકારી હતી. એ સમયે રોડ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.

નંબર વગરની મહેન્દ્રા XUV કાર પુરઝડપે જઈ રહી હતી. દરમ્યાન ગાડીનું આગળનું ટાયર ફાટી જતા ડ્રાઇવરે કાર પરનો કાબુ ગુમાવતા સામેથી આવતી એક કાર અને બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. સામેથી આવતી ગાડીમાં બે ડોક્ટર હતા કે જેઓ પોતાના ઘરે જઈ રહ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ ગાડીનું ટાયર ફાટી જતા અકસ્માત થયા બાદ ગાડીમાં બેઠેલા ચાલક સિવાયનો અન્ય વ્યક્તિ પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો.

પોલીસે કારની તપાસ કરતા કારમાં કુલ ૧૦૫૬ બોટલ મળી આવી હતી. જેની કિંમત રૂપિયા ૦૧ લાખથી પણ વધારે થાય છે. પોલીસે દારૂનો જથ્થો, મોબાઈલ ફોન તથા કાર મળી કુલ રૂપિયા ૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલકને ઝડપી પાડ્યો છે. કાર ચાલક અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતો કમલેશ ઉર્ફે બંટી ઠાકોર છે.

પુછપરછ કરતા તેણે જણાવ્યું કે કઠલાલના કાકરખાડનો દિલીપસિંહ ઉર્ફૈ મોટો ભયો ઘેલસિંહ ડાભી, અજયભાઈ ઉર્ફે અજીયાએ દારૂ ભરી આપી પોતાના ઘરે મોકલ્યો હતો. તો દારૂની કટીંગ કરવા જગ્યા આપનાર કઠલાલના વિજયભાઈ વખતસિંહ ડાભી અને કારમાંથી નાસી ગયેલ મહેમદાવાદનો પ્રવિણભાઇ ગોતાભાઈ ચૌહાણ હોવાની કબૂલાત કરી હતી. જેને લઈ પોલીસે ફરાર તમામ ઈસમો સામે ગૂનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

નિયમો નેવે મૂકીને BRTS રૂટમાં બસની સામે બાળકે માઈક્લ જેક્શનની અદામાં સ્ટન્ટ કર્યો

0
  • સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસના અકસ્માતોની વણઝાર વચ્ચે એક આંખો ખોલતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

બેદરકાર લોકો અકસ્માતને જ સામેથી આમંત્રણ આપતાં હોય તે રીતે બીઆરટીએસ રૂટમાં જમાવડો કરીને બેસે છે. તો જાણે કોઈ બીઆરટીએસ રૂટમાં જતાં રોકવાવાળું ન હોય તેમ ખાનગી વાહનો પણ દોડે છે. જ્યારે બાળકો પણ અચાનક બસ સામે આવી ને સ્ટન્ટ કરતાં હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

કાપોદ્રા વિસ્તારમાં નબીરાએ બીઆરટીએસ રૂટમાં ૯૦ની સ્પીડે કાર દોડાવી અકસ્માત સર્જ્યો હતો. જેમાં 3 બાઈક પર નીકળેલા 6 લોકોને ગંભીર ઈજા પહોંચાડી હતી. દારૂના નશામાં આ અકસ્માત સર્જાયો હતો. ત્યારે બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનો રાત્રે જ નહીં પરંતુ ધોળા દિવસે પણ બેરોકટોક પસાર થતાં હોવાનું સામે આવી રહ્યું છે.

રાત્રિના સમયે લોકો બીઆરટીએસ રૂટમાં જાણે પીકનીક પોઈન્ટ હોય તે રીતે બેસેલા જોવા મળી રહ્યાં છે. બસ પસાર થાય ત્યારે જીવનું જોખમ આ લોકો સામે હોવા છતાં જાણે તેમના માટે બગીચો હોય તે રીતે બેસેલા જોવા વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે. બેસવું અને વાહનો ચલાવવાથી વાત અટકતી નથી. વાયરલ વીડિયોમાં એક બાળક અચાનક બસ સામે હાથ ફેલાવી ઉભું રહે છે.

બાદમાં મોટું પરાક્રમ કર્યું હોય તેમ નાસી જાય છે. આ તમામ બેદરકારીને દર્શાવતી બાબતો અકસ્માત સર્જવા માટે પૂરતી હોવાનું કહેતા લોકોએ કહ્યું કે અકસ્માત માત્ર ડ્રાઈવરની બેદરકારીથી નહીં પરંતુ લોકોની લાપરવાહી અને નિયમોને નેવે મૂકવાના કારણે પણ સર્જાઈ રહ્યાં છે. જેથી આ બાબતો પર ગંભીરતા દાખવવી ખૂબ જરૂરી છે.

આ પણ વાંચો :-

રમતા-રમતા બાળક ફસાયું વોશિંગ મશીનમાં પછી શું થયું…….

0
  • તાજેતરમાં આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક બાળક વોશિંગ મશીનના ડ્રાયરમાં ફસાઈ ગયો. બાળકની માતા જ્યારે કોઈ કામમાં વ્યસ્ત હતી. ત્યારે બાળક બાજુમાં રમી રહ્યો હતો.

અનેક વાર નાના બાળકો તેમની નાદાનીના કારણે મુસીબતમાં પડી જાય છે અને જીવ જોખમમાં મુકી દે છે. તાજેતરમાં આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક બાળક વોશિંગ મશીનના ડ્રાયરમાં ફસાઈ ગયો. બાળકની માતા જ્યારે કોઈ કામમાં વ્યસ્ત હતી. ત્યારે બાળક બાજુમાં રમી રહ્યો હતો.

બાળકની ચીસ સાંભળીને માતાએ દોડીને જોયું તો બાળક વોશિંગ મશીનમાં ફસાઈ ગયો હતો અને તેને બહાર કાઢવા લાગી હતી. ઘણી મહેનત કરવા છતાં બાળક બહાર ના નીકળતા ઈમરજન્સી સર્વિસને ફોન કર્યો ફાયરફાઈટર્સે ત્યાં પહોંચીને ઘણી મહેનત કરી ત્યાર પછી બાળકને બહાર કાઢી શક્યા હતા.

ફાયર ફાઈટર્સે આખુ મશીન ખોલીને ડ્રાયર બહાર કાઢ્યું છે. જેમાં બાળક ફસાઈ ગયો છે અને તેના હાથ-પગ બહાર દેખાઈ રહ્યા છે. થોડું પણ મોડુ થયું હોત તો બાળકને ના બચાવી શકાયો હોત.

આ પણ વાંચો :-