યશ સોની, મલ્હાર ઠાકરની નવી ફિલ્મના પ્રમોશન બાદ વિવાદ: જૂતાં-ચંપલ સાથે શિવજીના મંદિરમાં ફરતા…

Share this story
  • વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં ‘૦૩ એક્કા’ ફિલ્મના પ્રમોટરો પગરખા પહેરી મંદિરમાં જતાં વિવાદ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળે સયાજીગંજ પોલીસ મથકે આપી અરજી.

ગુજરાતી ફિલ્મ ‘૩ એક્કા‘ના પ્રમોશનને લઈને મોટો વિવાદ સર્જાયો છે. વડોદરામાં ‘૩ એક્કા’ ફિલ્મના પ્રમોશન વખતે ફિલ્મ પ્રમોટરો બુટ ચંપલ પહેરી મંદિરમાં જતાં વિવાદ સર્જાયો છે. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. જે બાદ સયાજીગંજ પોલીસે વીડિયોના આધારે તપાસ તેજ કરી છે.

રાપ્ત વિગતો અનુસાર, વડોદરાની MS યુનિવર્સિટીમાં NSUI દ્વારા યશ સોની, મિત્ર ગઢવી અને મલ્હાર ઠાકરની ફિલ્મ ‘૩ એક્કા’ના પ્રમોશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિલ્મના પ્રમોશન માટે ફિલ્મના કલાકારો પણ એમ.એસ યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા.

ફિલ્મના પ્રમોશન દરમિયાન યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા શિવજીના મંદિરમાં ફિલ્મ પ્રમોટરો બુટ-ચંપલ પહેરીને પ્રવેશ્યા હતા. તો અન્ય કેટલાક લોકો પણ શિવજીના મંદિરમાં બુટ ચંપલ પહેરીને પ્રવેશ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવતા બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ લાલઘુમ થઈ ગયું હતું.

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સયાજીગંજ પોલીસ મથકે એનએસયુઆઈ પ્રમુખ સહિતના જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ સાથેની એક અરજી આપવામાં આવી છે. જેથી સયાજીગંજ પોલીસે વીડિયો ફૂટેજ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

૧૮ ઓગસ્ટે રિલીઝ થવાની છે ફિલ્મ :

આપને જણાવી દઈએ કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર યશ સોની, મિત્ર ગઢવી અને મલ્હાર ઠાકર હવે ફરી એકવખત સાથે જોવા મળશે. મલ્હાર, મિત્ર અને યશની નવી ફિલ્મ ‘૩ એક્કા’ ૧૮ ઓગસ્ટ ૨૦૨૩એ રિલીઝ થવા જઈ રહી છે.

આ પણ વાંચો :-