ગુજરાતમાં આગામી પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી, જાણો કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

Share this story
  • હવામાન ખાતાએ ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની કેવી સ્થિતિ રહેશે, ક્યાં કેવો વરસાદ પડી શકે છે તે અંગે માહિતી આપી છે. જે મુજબ આગામી પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જુલાઈમાં રેકોર્ડબ્રેક વરસાદ પડ્યા બાદ હવે ઓગસ્ટમાં કેવો રહેશે વરસાદ? હવામાન વિભાગ દ્વારા આ અંગે આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ આગામી પાંચ દિવસ ગુજરાતમાં કેવો વરસાદ રહેશે તે અંગે આગાહી કરી છે. હવામાન ખાતાના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ વરસાદની સ્થિતિને લઈને જાણકારી આપી છે.

હવામાન ખાતાએ ગુજરાતમાં આગામી દિવસમાં કેવો વરસાદ રહેશે તે અંગે શક્યતા વ્યક્ત કરી છે. જે મુજબ આગામી પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન ખાતાના જણાવ્યાં મુજબ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી, અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત દરિયાઈ કાંઠે ૪૦ થી ૪૫ કિલોમીટરની ગતિએ પવન ફુંકાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ હાલ વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. સીઝનનો ૯૨ ટકા વરસાદ પડી ચૂક્યો છે.

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં વરસાદને લઈ નવી આગાહી કરી છે. ઓગસ્ટ મહિનામાં પણ બંગાળના ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આશ્લેષા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક છે. તારીખ ૫ અને ૬ ઓગસ્ટે રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો :-