નિયમો નેવે મૂકીને BRTS રૂટમાં બસની સામે બાળકે માઈક્લ જેક્શનની અદામાં સ્ટન્ટ કર્યો

Share this story
  • સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસના અકસ્માતોની વણઝાર વચ્ચે એક આંખો ખોલતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

બેદરકાર લોકો અકસ્માતને જ સામેથી આમંત્રણ આપતાં હોય તે રીતે બીઆરટીએસ રૂટમાં જમાવડો કરીને બેસે છે. તો જાણે કોઈ બીઆરટીએસ રૂટમાં જતાં રોકવાવાળું ન હોય તેમ ખાનગી વાહનો પણ દોડે છે. જ્યારે બાળકો પણ અચાનક બસ સામે આવી ને સ્ટન્ટ કરતાં હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

કાપોદ્રા વિસ્તારમાં નબીરાએ બીઆરટીએસ રૂટમાં ૯૦ની સ્પીડે કાર દોડાવી અકસ્માત સર્જ્યો હતો. જેમાં 3 બાઈક પર નીકળેલા 6 લોકોને ગંભીર ઈજા પહોંચાડી હતી. દારૂના નશામાં આ અકસ્માત સર્જાયો હતો. ત્યારે બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનો રાત્રે જ નહીં પરંતુ ધોળા દિવસે પણ બેરોકટોક પસાર થતાં હોવાનું સામે આવી રહ્યું છે.

રાત્રિના સમયે લોકો બીઆરટીએસ રૂટમાં જાણે પીકનીક પોઈન્ટ હોય તે રીતે બેસેલા જોવા મળી રહ્યાં છે. બસ પસાર થાય ત્યારે જીવનું જોખમ આ લોકો સામે હોવા છતાં જાણે તેમના માટે બગીચો હોય તે રીતે બેસેલા જોવા વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે. બેસવું અને વાહનો ચલાવવાથી વાત અટકતી નથી. વાયરલ વીડિયોમાં એક બાળક અચાનક બસ સામે હાથ ફેલાવી ઉભું રહે છે.

બાદમાં મોટું પરાક્રમ કર્યું હોય તેમ નાસી જાય છે. આ તમામ બેદરકારીને દર્શાવતી બાબતો અકસ્માત સર્જવા માટે પૂરતી હોવાનું કહેતા લોકોએ કહ્યું કે અકસ્માત માત્ર ડ્રાઈવરની બેદરકારીથી નહીં પરંતુ લોકોની લાપરવાહી અને નિયમોને નેવે મૂકવાના કારણે પણ સર્જાઈ રહ્યાં છે. જેથી આ બાબતો પર ગંભીરતા દાખવવી ખૂબ જરૂરી છે.

આ પણ વાંચો :-