Home Blog Page 1001

સીમા હૈદરની આવનારી ફિલ્મના ડિરેક્ટરને મળી ધમકી, જાણો શું છે મામલો

0
  • રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયા લાલની હત્યા પર ફિલ્મ બની રહી છે. ફિલ્મના મેનેજિંગ ડિરેક્ટર અમિત જાનીએ આ ફિલ્મ માટે પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરને પણ રોલ ઓફર કર્યો છે.

જેના માટે સીમાએ પણ સંમતિ આપી છે. પરંતુ આ દરમિયાન અમિત જાનીને પણ ધમકીઓ મળવા લાગી છે. અમિત જાનીનો આરોપ છે કે સમાજવાદી પાર્ટીના પૂર્વ પ્રવક્તા અભિષેક સોમ અને મોનુ માનેસરે તેમને ધમકી આપી છે.

અભિષેકે તેમને વીડિયો દ્વારા ધમકી આપી છે કે તે તેના ગુંડાઓ સાથે મળીને ફિલ્મના સેટ પર હુમલો કરશે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ફિલ્મ નિર્દેશક અમિત જાનીએ ટવિટ દ્વારા યુપી પોલીસના અધિકારીઓને આ અંગે ફરિયાદ કરી છે.

અમિતે ટવીટ કર્યું, “હું જાની ફાયરફોક્સ મીડિયા પ્રાઈવેટ હાઉસ લિમિટેડનો મેનેજિંગ ડિરેક્ટર છું. મારું પ્રોડક્શન હાઉસ ગયા વર્ષે ઉદયપુરમાં દરજી કન્હૈયા લાલ સાહુની હત્યા પર એક ફીચર ફિલ્મ બનાવી રહ્યું છે. જેની કાસ્ટિંગ ચાલી રહી છે. આગામી મહિને એટલે કે સપ્ટેમ્બરમાં શૂટિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આજે મેં મીડિયા ગ્રુપમાં એક વીડિયો વાયરલ જોયો જે મેરઠના રહેવાસી અભિષેક સોમનો છે. વીડિયોમાં અભિષેક સોમે મને ધમકી આપી છે.

ટવિટમાં અમિતે આગળ લખ્યું, “અભિષેકે મને ધમકી આપી છે કે તે હંગામો મચાવશે અને ફિલ્મના સેટમાં તોડફોડ કરશે, જેમ કે પદ્માવત ફિલ્મના શૂટિંગ દરમિયાન થયું હતું.” અમિતે પોલીસને આના પર કાર્યવાહી કરવા વિનંતી કરી છે. અમિત જાનીએ એમ પણ કહ્યું કે તેમને એક વીડિયો કોલ પણ આવ્યો છે. પરંતુ તેણે ઉઠાવ્યો નથી. ત્યારબાદ તેને એક વોઈસ મેસેજ મળ્યો જેમાં મોનુ માનેસરના નામે ધમકીઓ આપવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું હતું કે જો સીમા હૈદરને રોલ આપવામાં આવશે તો પરિણામ સારું નહીં આવે.

ગયા અઠવાડિયે જાની ફાયરફોક્સ પ્રોડક્શન હાઉસની ટીમ ગ્રેટર નોઈડા પહોંચી હતી અને સીમા હૈદરને મળી હતી. ટીમે સીમાનું ઓડિશન પણ આપ્યું હતું. ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જાની ફાયરફોક્સ પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ ‘એ ટેલર મર્ડર સ્ટોરી’માં સીમા RAW એજન્ટની ભૂમિકા ભજવતી જોવા મળશે. આ દરમિયાન સીમાએ ટીમના સભ્યોના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. સીમા ખૂબ ખુશ દેખાતી હતી. ફિલ્મમાં કામ કરવા ઉત્સુક સીમા હૈદર કહે છે કે તે ફિલ્મમાં કામ કરવા માંગે છે. તેઓ માત્ર UP ATS તરફથી ક્લીનચીટની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો :-

અંબાલાલ પટેલ કહે છે કે હજુ વરસાદ ગયો નથી મેઘસવારી પાછી આવશે

0
  • Amabalal Patel Rain Prediction : અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ ન હોવાનું જણાવ્યું છે પરંતુ વિન્ડ ગસ્ટના કારણે વરસાદ થતો રહેવાની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જોકે, અગાઉ તેમણે જે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી પરંતું સિસ્ટમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરતી જતા રાજ્ય પર તેની કોઈ અસર જોવા મળી નહોતી.

હાલ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના ન હોવાનું રાજ્યના હવામાન વિભાગ દ્વારા તથા અન્ય હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે. મહત્વનું છે કે રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. પરંતુ તેમાં સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર અત્યાર સુધીમાં વધુ જોવા મળ્યું છે.

અંબાલાલ પટેલે ચોથો રાઉન્ડ અગાઉના રાઉન્ડ કરતા હળવો રહેવાની સંભાવનાઓ સાથે જણાવ્યું છે કે, આ ચોથો રાઉન્ડ વરસાદી ઝાપટાંનો છે અને હળવો છે. રાજ્યમાં આગામી કલાકોમાં હળવા કે મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે. હાલનું વિન્ડ ગસ્ટ જબરું છે અને તે ગુજરાતના માર્ગોમાં થઈને પાકિસ્તાન તરફથી હિમાચલ પ્રદેશ તરફ જાય છે. આ વિન્ડ ગસ્ટના કારણે આગામી દિવસોમાં પવનનું જોર વધુ રહેશે. કચ્છમાં ૪૦-૪૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ગુજરાતના અન્ય ભાગોમાં ૨૦-૨૫ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ વિન્ડ ગસ્ટ ભેજ લઈને આવશે. ભેજના કારણે આગામી ૨૪ કલાકમાં રાજ્યના ભિન્ન-ભિન્ન ભાગમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે, આગામી ૪૮ કલાકમાં દેશનું હવામાન પણ બદલાવાની શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરાઈ છે.

બંગાળના ઉપસાગરમાં આવતો ભેજ પૂર્વ ભાગમાંથી વરસાદી સિસ્ટમ લઈને આવશે. આ સિસ્ટમ લગભગ મધ્યપ્રદેશ સુધી આવવાની શક્યતાઓ છે. આ માટે આગામી ૪૮ કલાકમાં દેશના હવામાનમાં પલટો આવી શકે છે. હાલ જે વરસાદ થઈ રહ્યો છે તેનું કારણ ભેજ છે. અગાઉ જે મજબૂત સિસ્ટમ બની હતી તે વિખેરાઈ ગઈ છે.

અંબાલાલ કહે છે કે ૯-૧૦ તારીખે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બની રહી છે પરંતુ તે એટલી પ્રભાવી નથી, પરંતુ તેના કારણે પૂર્વ ભારતના હવામાનમાં પલટો આવી શકે છે. જ્યારે ૨૧મી ઓગસ્ટે એક મજબૂત સિસ્ટમ બનશે, જેના કારણે ગુજરાતના ભિન્ન-ભિન્ન ભાગોમાં વરસાદ થઈ શકે છે. ઓગસ્ટના અંતમાં ગરમી વધવાની શક્યતાઓ છે.

આ પણ વાંચો :-

જો તમારે એસ.ટીમાં લેપટોપ વાપરવું હોય તો ટિકિટ લેવી પડશે, મહિલા કંડક્ટરે પરાણે લેવડાવી ટિકિટ

0
  • એસ.ટી બસમાં મુસાફરી કરતા એક મુસાફરને કડવો અનુભવ ત્યારે થયો જ્યારે બસના મહિલા કંડક્ટરે તેમને લેપટોપની ટિકિટ લેવા માટે કહ્યું.

આ વાત વાંચીને તમને નવાઈ લાગશે પરંતુ ગુજરાત એસ.ટીની બસમાં એક પેસેન્જર સાથે આવી ઘટના હકીકતમાં બની છે અને તેણે લેપટોપ માટે રીત સર પૈસા ચૂકવીને ટિકિટ લીધી છે.

હકીકતમાં મોડાસાથી બેંકની પરીક્ષા આપવા માટે ભાવિન પરમાર નામનો યુવક તેના મિત્ર સાથે એસ.ટી બસમાં બેસીને અમદાવાદ જતો હતો. દરમિયાન તેને કંઈક કામ હોવાથી બસમાં લેપટોપ ખોલ્યું હતું અને કામ કરી રહ્યો હતો. એટલેમાં મહિલા કન્ડક્ટર આવ્યા લેપટોપ બંધ કરવાનું કહ્યું પરંતુ કામ ચાલતું હોવાથી ભાવિને લેપટોપ બંધ ન કરતા કંડક્ટરે ટિકિટ લેવા દબાણ કર્યું હતું.

હું શનિવારે બેંકની પરિક્ષા આપવા માટે એસ.ટી બસમાં મોડાસાથી અમદાવાદ જતો હતો. રસ્તામાં મારા મિત્રનો ફોન આવતા હું લેપટોપ કાઢીને જરૂરી કામ કરી રહ્યો હતો. ત્યારે કંડક્ટર આવ્યા અને કહ્યું તમારે લેપટોપનો ઉપયોગ કરવો હોય તો ટિકિટ લેવી પડશે.

આથી મેં કહ્યું, આવો કોઈ નિયમ કે પરિપત્ર હોય તો બતાવો. તો મેડમ અસભ્ય વર્તન કરવા લાગ્યા. લગેજની ટિકિટમાં ૮૮ રૂપિયા લીધી. હું અને મારા મિત્ર હતા એની પાસે પણ લેપટોપ હતું અને બંને જોડેથી ટિકિટના પૈસા લીધા.

મહેસાણા જિલ્લાના કુકરવાડા ગામના વતની ભાવિન પરમારે આ બાબતે સોશિયલ મીડિયાના ફેસબુકમાં ટિકિટ મૂકી પોસ્ટ વાયરલ કરતા મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે આ બાબતે મોડાસા બસ ડેપોના મેનેજર એચ.આર પટેલે શરત ચૂકથી ટીકીટ અપાઈ ગઈ હોવાનું માલુમ પડતા ટિકિટ પેટે વસુલાત કરેલ રૂપિયા રિફંડ કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો :-

શહીદ થયેલા અમદાવાદના જવાનને પ્રેગ્નેટ પત્નીની અંતિમ સલામી, તમારી આંખો ભીની થઈ જશે

0
  • જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે શુક્રવારે સાંજે થયેલી અથડામણમાં ત્રણ જવાનો શહીદ થયા હતા.

જેમાં મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના રહેવાસી અને હાલમાં અમદાવાદના બાપુનગર ખાતે રહેતા મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા પણ વીરગતિ પામ્યા હતા. હવાઈ માર્ગથી શહીદનો પાર્થિવ દેહ અમદાવાદ ખાતે લવાયો હતો. ત્યારે રવિવારે તેમના પાર્થિવદેહને નિવાસસ્થાને લઈ જવાયો હતો અને બાદમાં લીલાનગર સ્મશાન ગૃહ લવાયો હતો.

શહીદ જવાન મહિપાલસિંહ વાળાના પાર્થિવ દેહને ઘરે લવાતા તેમના પ્રેગ્નેટ પત્નીને હોસ્પિટલથી ઘરે લવાયા હતા. જ્યાં તેમણે રડતી આંખે પણ પતિને અંતિમ સલામી આપી હતી. જોકે આ સમયે કરુણ દ્રશ્યો સર્જાયા હતા, જે કોઈની પણ આંખો ભીની કરી નાખે. મહિપાલસિંહના પત્ની ગર્ભવતી છે અને મહિના પહેલા જ તેમના પત્નીનું શ્રીમંત ભરાયું હતું અને આગામી થોડા દિવસોમાં જ તેમના ઘરે પારણું બંધાવાનું છે. જોકે સંતાનનું મોઢું જોતા પહેલા જ તેઓ દેશ માટે લડતા-લડતા શહીદ થઈ ગયા.

મહિપાલસિંહના પાર્થિવદેહને નિવાસસ્થાને લવાતા એરપોર્ટથી લઈને વિરાટનગર સુધીના રોડ પર મોટી સંખ્યામાં લોકો અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના મોજિદડ ગામના મુળ વતની તેવા મહિપાલસિંહ વાળા ઈન્ડિયન આર્મીમાં જમ્મુ કાશ્મીરના કુલગામમાં ફરજ પર હતા.

દરમિયાન આતંકવાદીઓ સાથે થયેલા સંઘર્ષમાં શહિદ થયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ શહિદ જવાનના વિરાટ નગર ખાતેના ઘરે શ્રદ્ધાંજલી પાઠવવા માટે પહોંચ્યા હતા. તેમના શોકસંતપ્ત પરિવારને સાંત્વના પાઠવી અને સરકાર તરફથી તમામ શક્ય મદદ પહોંચાડવાની બાંહેધરી આપી હતી. મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ પહોંચ્યા હતા.

આ પણ વાંચો :-

બે હાર બાદ ત્રીજી T20માં અલગ પ્લેઈંગ ૧૧ સાથે મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા ! આ ખેલાડીઓનું કપાઈ શકે છે પત્તું 

0
  • ટીમ ઈન્ડિયા હવે ૫ મેચની T20 સીરિઝમાં ૨-૦થી પાછળ છે. એવામાં ત્રીજી T20માં અલગ પ્લેઈંગ ૧૧ સાથે મેદાનમાં ઉતરી શકે છે તો શું ટીમમાંથી આ ખેલાડીઓનું પત્તું કપાઈ જશે?

ભારતીય ક્રિકેટ ટીમને વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20 મેચમાં ૨ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ટીમ ઈન્ડિયા હવે ૫ મેચની T20 સીરિઝમાં ૨-૦થી પાછળ છે. સતત બે મેચ હારી ચૂકેલી ટીમ ઈન્ડિયા હવે ત્રીજી T20માં અલગ પ્લેઈંગ ૧૧ સાથે મેદાનમાં ઉતરી શકે છે. ખાસ કરીને ટીમમાં બે મહત્વના ફેરફાર આવનારી મેચોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

શું ટીમમાંથી આ ખેલાડીઓનું પત્તું કપાઈ જશે?

સંજુ સેમસનને વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20માં ૧૧ રનની રમતમાંથી બહાર કરવામાં આવી શકે છે. જ્યારે સંજુ ODI ફોર્મેટમાં સતત સારી ઇનિંગ્સ રમી રહ્યો હતો. જ્યારે T20 ની વાત આવે ત્યારે તેનું ખરાબ પ્રદર્શન ફરી એકવાર ચાલુ રહે છે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની વર્તમાન સીરિઝની પ્રથમ મેચમાં સેમસન માત્ર ૧૨ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો તો બીજી મેચમાં તે માત્ર ૦૭ રન બનાવીને આઉટ થયો હતો. સેમસનની છેલ્લી ૫ ઈનિંગ્સની વાત કરીએ તો તેણે ૩૦, ૧૫, ૫, ૧૨ અને ૦૭ રન બનાવ્યા છે. ટૂંકમાં તે કોઈપણ મેચમાં ૩૦નો આંકડો પણ પાર કરી શક્યો નથી. આવી સ્થિતિમાં તેને ત્રીજી ટી20માં ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે.

સેમસન સિવાય ટીમ માટે ઓપનિંગ કરનાર શુભમન ગિલનું પ્રદર્શન પણ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં ઘણું ખરાબ રહ્યું છે. ઓડીઆઈ સીરીઝની ત્રીજી મેચને બાદ કરતાં ગીલે સમગ્ર પ્રવાસમાં સારી ઇનિંગ રમી નથી. એ મેચમાં ગિલે ૮૫ રન બનાવ્યા હતા. ટી-૨૦ સિરીઝની વાત કરીએ તો પહેલી મેચમાં ગિલ માત્ર ૩ રન બનાવીને આઉટ થયો હતો તો બીજી મેચમાં માત્ર ૭ રન બનાવ્યા હતા.

આવી સ્થિતિમાં ત્રીજી ટી-૨૦માં ગિલ અને સેમસનમાંથી કોઈ એક ખેલાડીને બહાર બેસાડવામાં આવી શકે છે. જો આ બેમાંથી કોઈ એક ખેલાડી ટીમ છોડી દે તો યશસ્વી જયસ્વાલને મોકો મળી શકે છે. જયસ્વાલે તાજેતરમાં IPL 2023માં ૬૨૫ રન બનાવ્યા હતા અને આ ખેલાડી હજુ પણ તેના T20 ડેબ્યૂની રાહ જોઈ રહ્યો છે.

બીજી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને ૨ વિકેટે હરાવ્યું. બીજી T20માં ટીમ ઈન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે વેસ્ટ ઈન્ડિઝને ૧૫૩ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને વિન્ડીઝની ટીમે સરળતાથી હાંસલ કરી લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝે ૧૮.૫ ઓવરમાં ૮ વિકેટે ૧૫૫ રન બનાવીને આ લક્ષ્યનો પીછો કર્યો હતો.

આ પણ વાંચો :-

૮૦ ફુટ ઉંચા ટાવર પર ચડી નારાજ પ્રેમિકા, તેને મનાવવા પ્રેમી પણ ટાવર પર પહોંચ્યો પછી…

0
  • પ્રેમિકાની પાછળ પાછળ તેનો પ્રેમી પણ ટાવર પર ચડવા લાગ્યો હતો. પ્રેમિકા ટાવરના ટોપ પર જઈ પહોંચી હતી. બંન્નેએ જોઈને ગામના લોકો અને પરિવારના લોકો ગભરાઈ ગયા હતા.

લોકોએ બુમો પાડવાનું શરૂ કરી દીધું અને તેમને નીચે ઉતરી જવા માટે કહ્યું હતું. જો કે યુવતી નીચે નહોતીઉતરી અને ન તો તેનો પ્રેમી પણ નીચે ઉતર્યો. છત્તીસગઢના ગૌરેલા પેંડ્રા મરવાહી જિલ્લામાં પ્રેમીથી નારાજ નાબાલિક પ્રેમિકા હાઈટેન્શન લાઈનના ટાવર પર ચડી ગઈ હતી. પ્રેમિકાને મનાવવા માટે પ્રેમી પણ તેની પાછળ પાછળ ટાવરના ટોપર પર જઈ પહોંચ્યા. જેવા લોકો અને પરિવારના બંન્નેએ જોયું તો તેમના હોશ ઉડી ગયા હતા.

તત્કાલ ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને બંન્નેને સમજાવ્યા. ઘણા લાંબા સમય સુધી આ હાઈવોલ્ટેજ ડ્રામા ચાલતો રહ્યો હતો. ઘણી મહેનત બાદ પોલીસ આખરે બંન્નેને સમજાવવામાં સફળ રહી હતી. બંન્નેને નીચે ઉતારવામાં આવ્યા હતા. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

સમગ્ર મામલો ગૌરેલા પેંડ્રા મરવાહી જિલ્લાનો છે. અહીં રહેનારી એક કિશોરીને ગામના જ એક યુવક સાથે પ્રેમપ્રસંગ હતો. ફોન પર વાત કરતા સમયે બંન્ને વચ્ચે કોઈ મુદ્દે ઝગડો થયો હતો. નારાજ પ્રેમી ગામથી નિકળતી હાઈટેન્શન વાયરના ૮૦ ફુટ ઉંચા ટાવર પર ચડી ગઈ હતી. ઘટનાનો વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

પ્રેમિકા પાછળ પાછળ તેનો પ્રેમી પણ ટાવર પર ચડવા લાગ્યા. પ્રેમિકા ટાવરના ટોપ પર જઈને પહોંચી હતી. બંન્નેને ટાવર પર જોઈને ગામના લોકો અને તેમનો પરિવાર ગભરાઈ ગયો હતો. આખરે પોલીસે સમગ્ર મામલો ઉકેલ્યો હતો. જેના પગલે બંન્નેને શાંતિથી નીચે ઉતારવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

રીલ્સ બનાવવામાં ભાન ભૂલ્યા ગુજરાતના યંગસ્ટર્સ : ભરૂચની એક યુવતી તો ચાલુ કારમાં બહાર નીકળી

0
  • ગુજરાત પોલીસની સખત કાર્યવાહી બાદ પણ લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. ગુજરાતના યુવકોને જીવ કરતા રીલ્સ વધુ વ્હાલી હોય તેમ રીલ્સ બનાવવા ગમે તે જોખમ ખેડવા તૈયાર થઈ રહ્યાં છે.

આજની સૌથી પહેલી ઘટના પર નજર કરીએ તો નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના રોડ પર એક યુવતીની જોખમી સફર જોવા મળી. વારંવાર પોલીસ દ્વારા કહેવામાં આવતા પણ પ્રવાસીઓ પોતાની મનમાની કરી રહ્યા છે. એક ભરૂચ પાસિંગની કારમાં એક યુવતી દરવાજા બહાર નીકળીને સનરૂફ જેવી કારની મજા લેતી જોવા મળી હતી. જો આવામાં બાજુમાંથી કોઈ વાહન આવી જાય તો મોટો અકસ્માત સર્જાઈ શકે છે. આ યુવતીનો જીવ પણ જઈ શકે છે.

સવાલ એ થાય છે ક્યાં સુધી આવા નબીરાઓ સ્ટંટ કરી લોકોના જીવ જોખમમાં મૂકાશે. પોલીસ પેટ્રોલિંગના દાવા કરે છે પરંતુ આવા નબીરાઓને રોકવામાં કેમ નિષ્ફળ છે. શું પોલીસની કાર્યવાહીની વાતો માત્ર કાગળ પર જ છે. આવા નબીરાઓને ક્યારે થશે કાયદાનું ભાન. ક્યાં સુધી આવી રીતે નિયમ તોડ સ્ટંટ થતા રહેશે. ક્યારે થશે આવા તત્વો સામે કડક કાર્યવાહી.

આ પણ વાંચો :-

આ ભારતીય યુવા ક્રિકેટરે કાશ્મીરી યુવતી સાથે કર્યા નિકાહ, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વીડિયો

0
  • જે યુવતી સાથે નિકાહ કર્યા છે તે જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાની રહેવાસી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વીડિયો.

ભારતીય ક્રિકેટર સરફરાઝ ખાનના નિકાહનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં સરફરાઝ ખાને એક કાશ્મીરી યુવતી સાથે નિકાહ કર્યા છે. મીડિયા અહેવાલ અનુસાર સરફરાઝ ખાને જે યુવતી સાથે નિકાહ કર્યા છે તે જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાની રહેવાસી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સરફરાઝ ખાન શેરવાની પહેરેલો જોવા મળી રહ્યો છે.

વાસ્તવમાં સરફરાઝ ખાન ભૂતકાળમાં ઘણી વખત ચર્ચામાં આવ્યો હતો. મુંબઈ માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરવા છતાં સરફરાઝ ખાનને ટીમ ઈન્ડિયા માટે પસંદ કરવામાં આવ્યો ન હતો. જે બાદ સરફરાઝ ખાન સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો હતો. જો કે, હવે સરફરાઝ ખાનના નિકાહની તસવીરો અને વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

સરફરાઝ ખાન ઘરેલુ ક્રિકેટમાં મુંબઈનું પ્રતિનિધિત્વ કરે છે :

ઉલ્લેખનીય છે કે સરફરાઝ ખાન ઘરેલુ ક્રિકેટમાં મુંબઈનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે સરફરાઝ ખાન આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમે છે. IPL ૨૦૨૩ની સીઝન સરફરાઝ ખાન માટે નિરાશાજનક રહી પરંતુ આ ખેલાડીએ રણજી ટ્રોફીમાં ઘણા રન બનાવ્યા. જો કે આમ છતાં સરફરાઝ ખાન ભારતીય ટીમમાં સ્થાન  મેળવવામાં નિષ્ફળ રહ્યો હતો. જે બાદ વસીમ જાફર અને સુનીલ ગવાસ્કર જેવા ઘણા પૂર્વ ખેલાડીઓએ BCCI અને પસંદગી સમિતિ પર સવાલો ઉઠાવ્યા હતા.

સરફરાઝે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું નથી. તે ભારતીય અંડર-19 ટીમ માટે ક્રિકેટ રમી ચૂક્યો છે. જ્યારે IPLમાં તે પંજાબ કિંગ્સ (PBKS) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી પણ રમી ચૂક્યો છે.

આ રીતે થઇ હતી સરફરાઝની લવસ્ટોરીની શરૂઆત 

સરફરાઝ ખાનના નિકાહ જે કાશ્મીરી યુવતી સાથે થયા હતા જેનું નામ રોમાના ઝહૂર છે. રોમાના ઝહૂરના માતા-પિતા અને બહેનના કેટલાક વીડિયો પણ જાહેર થયા છે. આ વીડિયોમાં તેના પિતા અને બહેને જણાવ્યું કે કેવી રીતે રોમાના સરફરાઝને દિલ્હીમાં મળી અને બંને વચ્ચે મિત્રતા અને પછી પ્રેમ થયો. આ પછી સરફરાઝના પરિવારજનોએ અહી આવ્યા અને બંન્નેના નિકાહ કરવાનું નક્કી કર્યું હતું.

રોમાનાની બહેને કહ્યું કે અમને બિલકુલ અપેક્ષા નહોતી કે આટલો સારો સંબંધ આવશે. તેણે જણાવ્યું કે રોમાના દિલ્હીમાં MSC નો અભ્યાસ કરતી હતી. સરફરાઝનો પિતરાઈ ભાઈ પણ રોમાના સાથે ભણતો હતો. રોમાના એક વાર મેચ જોવા ગઈ. પિતરાઈ ભાઈએ જ સરફરાજને રોમાના સાથે પરિચય કરાવ્યો હતો. આ પછી સરફરાઝે પિતરાઈ ભાઈને સીધું જ કહી દીધું હતું કે તેણે રોમાના સાથે લગ્ન કરવા છે. આ પછી મામલો પરિવાર સુધી પહોંચ્યો અને આ લગ્ન થયા હતા.

આ પણ વાંચો :-

 

બાઈક ચાલકે અચાનક ટર્ન લેતા પૂરપાટ આવતી કારે ફૂટબોલની જેમ હવામાં ફંગોળ્યો

0
  • આણંદ જિલ્લાના ખંભાતના બામણવા રોડ પર ગાડીની ટક્કરે બાઈક ચાલકનું મોત થયાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મુખ્ય માર્ગ પર અચાનક બાઈક સવારે ટર્ન લેતા અકસ્માત સર્જાયો હતો.

મૃતક બાઈક ચાલક બામણવા ગામનો હોવાનુ સામે આવ્યુ છે. તો કાર ચાલક ઉંદેલ ગામનો હોવાનું સામે આવ્યું છે. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતની આ ચોંકાવનારી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આણંદ જીલ્લાના ખંભાત પાસે બામણવા રોડ પર ઉંદેલગામના સુનિલભાઈ પ્રજાપતિ પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા. દરમ્યાન બામણગામનો રમણભાઈ સોલંકી રોડ પર પેટ્રોલપંપ બાજુ એકાએક ટર્ન લઈ રસ્તા વચ્ચે આવી જતા પુરઝડપે જઈ રહેલી કારની ટક્કર બાઈકને વાગતા બાઈક હવામાં ફંગોળાઈને નીચે પટકાય છે.

તો બાઈક પર સવાર સુનિલભાઈ પણ ફૂટબોલની જેમ હવામાં ફંગોળાય છે અને રોડ પર ઘણા ફૂટ સુધી ઢસડાય છે. અકસ્માત બાદ સ્થળ પર જ તેમનું મોત થઈ જાય છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં અકસ્માત કેવી રીતે બન્યો તે જોઈ શકાય છે. જોકે આ અંગે ખંભાત રૂરલ પોલીસ મથકે કાર ચાલક સામે ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

શું ગુજરાત સરકાર સરકારી શાળાઓને તાળાં મારી દેશે ? શું સરકારને શિક્ષકોની ભરતી કરવામાં રસ નથી ?

0
  • છેલ્લા ત્રણ વર્ષમાં હજારોની સંખ્યામાં શિક્ષકોની જગ્યા ખાલી પડી છે. સરકાર હજી સુધી શિક્ષકોની ભરતી કરતુ નથી. તો બીજી તરફ અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતના આંકડા બહુ ઉંચા છે.

ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ઘટ વચ્ચે બાળકોનું ભણતર જોખમમાં છે. કારણ કે આંકડો કહે છે કે, રાજ્યની ૧૬૫૭ સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક છે. આવામાં શિક્ષકો જ નથી તો બાળકોને અભ્યાસ કોણ કરાવશે તે સવાલ છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં વર્ષ ૨૦૨૨-૨૩ની સ્થિતિમાં ધોરણ ૦૧ થી ૦૮માં ૧૯ હજાર ૯૬૩ શિક્ષકોની જગ્યા ખાલી છે.

જેના કારણે સંખ્યાબંધ શાળાઓને તાળા લાગ્યા અથવા તો શાળાને મર્જ કરી દેવાની ફરજ પડી. આ સમાચાર તાજેતરમાં આવ્યા છે. ત્યારે આ વચ્ચે વધુ એક સમાચાર એવા છે કે, દિલ્હી-તમિલનાડુ કરતા ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોની જગ્યા વધુ ખાલી છે. ૨૦૨૨-૨૩ના આંકડા અનુસાર, ગુજરાતમાં ૧૯,૯૬૩ શિક્ષકની જગ્યા ખાલી છે.

ગુજરાતમાં સતત શિક્ષણ તંત્રની પોલ ખૂલતી રહે છે. સરકાર શિક્ષણ વિભાગમાં સૌથી વધુ બજેટ ફાળવતી હોવા છતા શિક્ષણમાં ધાર્યુ પરિણામ આવતુ નથી. ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળેલું છે. વર્ષ ૨૦૨૨-૨૩ના આંકડા કહે છે કે, ગુજરાતમાં ધોરણ ૦૧ થી ૦૮ સુધીના મંજૂર થયેલી શિક્ષકોની જગ્યા હજી સુધી ભરાઈ નથી. કુલ ૧૯,૯૬૩ જગ્યાઓ ખાલી છે.

છેલ્લા ત્રણ વર્ષમાં હજારોની સંખ્યામાં શિક્ષકોની જગ્યા ખાલી પડી છે. સરકાર હજી સુધી શિક્ષકોની ભરતી કરતુ નથી. તો બીજી તરફ અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતના આંકડા જોઈએ કે કયા રાજ્યમાં કેટલી જગ્યા ખાલી છે તો…

લોકસભા કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા જે આંકડા અપાયા છે. તેમાં શિક્ષકોની મોટી સંખ્યામાં જગ્યા ખાલી હોય કે મંજૂર કરાયેલી જગ્યા ભરાઈ ન હોય તેમાં ગુજરાત મોખરા પર છે. એટલુ જ નહિ શિક્ષકોની મંજૂર થયેલી જગ્યાઓ પણ છેલ્લા બે વર્ષમાં સીધી ૪૧ હજારની ઘટાડી દેવાઈ છે.

આ પણ વાંચો :-