અંબાલાલ પટેલ કહે છે કે હજુ વરસાદ ગયો નથી મેઘસવારી પાછી આવશે

Share this story
  • Amabalal Patel Rain Prediction : અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ ન હોવાનું જણાવ્યું છે પરંતુ વિન્ડ ગસ્ટના કારણે વરસાદ થતો રહેવાની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જોકે, અગાઉ તેમણે જે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી પરંતું સિસ્ટમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરતી જતા રાજ્ય પર તેની કોઈ અસર જોવા મળી નહોતી.

હાલ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના ન હોવાનું રાજ્યના હવામાન વિભાગ દ્વારા તથા અન્ય હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે. મહત્વનું છે કે રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. પરંતુ તેમાં સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર અત્યાર સુધીમાં વધુ જોવા મળ્યું છે.

અંબાલાલ પટેલે ચોથો રાઉન્ડ અગાઉના રાઉન્ડ કરતા હળવો રહેવાની સંભાવનાઓ સાથે જણાવ્યું છે કે, આ ચોથો રાઉન્ડ વરસાદી ઝાપટાંનો છે અને હળવો છે. રાજ્યમાં આગામી કલાકોમાં હળવા કે મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે. હાલનું વિન્ડ ગસ્ટ જબરું છે અને તે ગુજરાતના માર્ગોમાં થઈને પાકિસ્તાન તરફથી હિમાચલ પ્રદેશ તરફ જાય છે. આ વિન્ડ ગસ્ટના કારણે આગામી દિવસોમાં પવનનું જોર વધુ રહેશે. કચ્છમાં ૪૦-૪૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ગુજરાતના અન્ય ભાગોમાં ૨૦-૨૫ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ વિન્ડ ગસ્ટ ભેજ લઈને આવશે. ભેજના કારણે આગામી ૨૪ કલાકમાં રાજ્યના ભિન્ન-ભિન્ન ભાગમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે, આગામી ૪૮ કલાકમાં દેશનું હવામાન પણ બદલાવાની શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરાઈ છે.

બંગાળના ઉપસાગરમાં આવતો ભેજ પૂર્વ ભાગમાંથી વરસાદી સિસ્ટમ લઈને આવશે. આ સિસ્ટમ લગભગ મધ્યપ્રદેશ સુધી આવવાની શક્યતાઓ છે. આ માટે આગામી ૪૮ કલાકમાં દેશના હવામાનમાં પલટો આવી શકે છે. હાલ જે વરસાદ થઈ રહ્યો છે તેનું કારણ ભેજ છે. અગાઉ જે મજબૂત સિસ્ટમ બની હતી તે વિખેરાઈ ગઈ છે.

અંબાલાલ કહે છે કે ૯-૧૦ તારીખે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બની રહી છે પરંતુ તે એટલી પ્રભાવી નથી, પરંતુ તેના કારણે પૂર્વ ભારતના હવામાનમાં પલટો આવી શકે છે. જ્યારે ૨૧મી ઓગસ્ટે એક મજબૂત સિસ્ટમ બનશે, જેના કારણે ગુજરાતના ભિન્ન-ભિન્ન ભાગોમાં વરસાદ થઈ શકે છે. ઓગસ્ટના અંતમાં ગરમી વધવાની શક્યતાઓ છે.

આ પણ વાંચો :-