રાજકોટમાં હાર્દિક પંડ્યાનો રૂમ આવો હશે, દોઢ મિનિટમાં ડાઉનલોડ થશે ફિલ્મ, જમશે આ વાનગી

Share this story

Hardik Pandya’s room in Rajkot will be like this

  • આજે રાજકોટની સયાજી હોટલ ખાતે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનું રેડ કાર્પેટમાં ગરબા સાથે કરાશે સ્વાગત, ખેલાડીઓ રાજકોટના પ્રખ્યાત લાઈવ મેસુબ અને અડદિયાના લચકાનો માણશે સ્વાદ..

ભારત અને શ્રીલંકા (India and Sri Lanka) વચ્ચેની ટી-20 ક્રિકેટ સિરીઝનો ત્રીજો મેચ રાજકોટમાં 7 જાન્યુઆરીના રોજ રમાનાર છે. ત્યારે શહેરમાં અત્યરથી જ ક્રિકેટ ફીવર છવાયો છે. ભારતીય ટીમ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં અને શ્રીલંકા ટીમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટેલમાં (Fortune Hotel) રોકાવાની છે.

આજે એટલે કે શુક્રવારે ભારત અને શ્રીલંકા બંને ટીમના ખેલાડીઓનું રાજકોટમાં ઉષ્માભર્યું સ્વાગત પણ કરવામાં આવશે. જેમાં ભારતીય ટીમનું સયાજી હોટલ ખાતે રેડ કાર્પેટમાં ગરબા સાથે સ્વાગત કરવામાં આવશે. આ માટે હોટલ ખાતે તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. ભારતીય ટીમના ખેલાડીઓ શિયાળાની ઋતુ હોવાથી રાજકોટના પ્રખ્યાત લાઈવ મેસુબ અને અડદિયાના લચકાનો સ્વાદ માણશે.

તૈયારીઓને આપવામાં આવી રહ્યો છે આખરી ઓપ  :

ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી-20 શ્રેણીની ત્રીજી મેચ રાજકોટમાં 7 જાન્યુઆરીના રોજ રાજકોટમાં રમાવાની છે જેને લઇ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મેચના આગલા દિવસે એટલે કે આજે શુક્રવારના રોજ બન્ને ટીમના ખેલાડીઓનું રાજકોટમાં આગમન થશે જેમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ કાલાવડ રોડ પર હોટેલ સયાજી ખાતે રોકાશે.

જ્યારે શ્રીલંકા ટિમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલ હોટલ ફોર્ચ્યુન ખાતે રોકાશે. જેમાં ભારતીય ખેલાડીઓનું રેડ કાર્પેટ પર રાજકોટ અને ગુજરાતની ઓળખ ગરબા સાથે સ્વાગત કરવામાં આવશે. ખેલાડીઓના રોકાણને લઈ હોટેલ સ્ટાફ દ્વારા પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

હોટલમાં ખેલાડીઓ માટે જીમની પણ સુવિધા :

તો સાથે જ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે જીમ, સ્વિમિંગ પૂલ સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે ડિનર અને 7 તારીખના રોજ લંચમાં અવનવી વાનગીઓ પણ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને પીરસવામાં આવશે. આજે ડિનરમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને ખાસ કરીને કાઠીયાવાડી વાનગીઓ પીરસવામાં આવશે.

જેમાં બાજરાનો રોટલો, રીંગણાનો ઓળો, દહીં તીખારી તેમજ સ્વીટમાં લાઈવ મેસુબ અને અડદિયાનો ગરમાગરમ લચકો પીરસવામાં આવશે. તે સિવાય ઈન્ડિયન મેક્સિકન તેમજ કોન્ટીનેન્ટલ ફૂડ પણ પીરસવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા અગાઉ પણ રાજકોટની સયાજી હોટેલ ખાતે રોકાણ કરી ચુક્યા છે તેમને ખાસ ગુજરાતી ખીચડી કઢી પસંદ છે માટે આ વખતે પણ તેમના માટે ખાસ ખીચડી કઢી તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો :-