HomeNationalરિલાયન્સ યુપીમાં નવાજૂની કરવાની તૈયારીમાં ! CM યોગી મુંબઈની તાજ હોટલમાં મુકેશ...

રિલાયન્સ યુપીમાં નવાજૂની કરવાની તૈયારીમાં ! CM યોગી મુંબઈની તાજ હોટલમાં મુકેશ અંબાણીને મળ્યાં

Date:

Related stories

ટ્રમ્પની મિડટર્મ ચૂંટણીમાં હારથી ભારત પર શું અસર પડશે? ટેરિફથી H-1B વિઝા સુધી બદલાઈ શકે છે અમેરિકાની નીતિનું ગણિત

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને મળેલા ઝટકાની...

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ફટકો, ડેમોક્રેટ્સે સેનેટમાં મેળવી બહુમતી

યુએસ મધ્યાવર્તી ચૂંટણીના પ્રારંભિક પરિણામોમાં ભારતીય-અમેરિકન ઉમેદવારો માટે કહીં...

દાઉદના નજીકના સાગરિત સલીમ ડોલાની ગુજરાત ATSએ મેળવી કસ્ટડી, 438 કરોડના ડ્રગ્સ કેસમાં મોટું પગલું

ગુજરાત ATSને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સામેની કાર્યવાહીમાં મોટી સફળતા...
spot_img

Reliance is preparing to upgrade in UP

  • ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ‘ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ’ને લઈને તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. આ વેળાએ તેઓએ તાજ હોટેલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી સાથે મુલાકાત કરી હતી.

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) ગુરુવારે મુંબઈમાં યુપી ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટ 2023ને (UP Global Investor Summit 2023) લઈને ફિલ્મ ઈન્ડસ્ટ્રી તેમજ ઈન્ડસ્ટ્રીના લોકોને યુપી રાજ્યમાં રોકાણ કરવા માટે આમંત્રિત કરીને રોડ શો કરવા આવ્યા હતા. ત્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણી સાથેની તેમની મુલાકાતની હતી. જેમાં મુકેશ અંબાણી (Mukesh Ambani) સાથેની મુલાકાત અંગે ખુદ યોગી આદિત્યનાથએ ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર તસવીર શેર કરી છે.

યોગી અને મુકેશ અંબાણી વચ્ચે તાજ હોટલમાં મુલાકાત :

યોગી આદિત્યનાથ અને મુકેશ અંબાણી વચ્ચે તાજ હોટલમાં મુલાકાત થઈ હતી. જ્યાં મુખ્યમંત્રીએ મુકેશ અંબાણી તેમજ ઘણી મોટી કંપનીઓના સીઈઓ, મોટી બેંકોના અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ જોડાયા હતા. જેમાં રાજ્યના જૂથના રોકાણ અંગે ચર્ચા થઈ હતી. આ દરમિયાન યોગી આદિત્યનાથે ઉદ્યોગપતિઓને રોકાણ મટે આમંત્રણ આપતાં કહ્યું કે ઉત્તર પ્રદેશ હવે ‘નવું ઉત્તર પ્રદેશ’ છે.

જે નવા ભારતનું ગ્રોથ એન્જિન બનશે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશ પાસે વિપુલ પ્રમાણમાં જળ સંસાધનો છે. સૌથી વધુ ફળદ્રુપ જમીન છે. વસ્તીની દૃષ્ટિએ ઉત્તર પ્રદેશ દેશનું સૌથી મોટું રાજ્ય છે. રાજ્યમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું રોકાણ વધારવા માટે યોગી આદિત્યનાથે મુકેશ અંબાણીને ‘ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટ‘માં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories