ટેક ઈન્ડસ્ટ્રીઝમાં ખળભળાટ, 18 હજાર કર્મચારીઓને નોકરીએથી કાઢી મૂકશે આ કંપની

Share this story

The commotion in tech industries

  • Twitter-Meta બાદ હવે આ કંપની 18 હજારથી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની તૈયારીમાં..

માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ (Microblogging platform) ટ્વિટર અને મેટા જેવી મોટી કંપનીઓ બાદ હવે ઈ-કોમર્સ કંપની એમેઝોન પણ હજારો કર્મચારીઓને કંપનીમાંથી બહારનો રસ્તો બતાવવાની તૈયારી કરી રહી છે. તાજેતરમાં જ જાહેર થયેલા વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે હવે સૌથી મોટી છટણી એમેઝોનમાં (Amazon) જોવા મળી શકે છે. જેમાં કંપની 18 હજારથી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની તૈયારી કરી રહી છે.

આ આંકડો છેલ્લી વખત જાહેર કરવામાં આવેલા આંકડા કરતા ઘણો વધારે છે. તમને યાદ અપાવીએ કે થોડા સમય પહેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે કંપની 10,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી શકે છે. પરંતુ આ વખતે જે આંકડો સામે આવ્યો છે તે ખૂબ જ ચોંકાવનારો છે. 18,000 કર્મચારીઓએ તેમની નોકરી ગુમાવવી પડી શકે છે એટલે કે કંપની 70 ટકા નોકરીઓ કાપવાની યોજના બનાવી રહી છે.

અત્યાર સુધીની સૌથી મોટી છટણી હશે ? 

વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ કેટલીક વધારાની છટણી પણ કરવામાં આવશે જેમાં એમેઝોન કોર્પોરેટ રેન્કના લોકો સામેલ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો રિપોર્ટમાંથી મળેલી માહિતી સાચી સાબિત થાય છે. તો તે કોઈપણ ઈ-કોમર્સ કંપનીમાં અત્યાર સુધીની સૌથી મોટી છટણી હશે.

એમેઝોન એ નવેમ્બરથી જ છટણીની પ્રક્રિયા શરૂ કરી છે જ્યારે 10,000 કર્મચારીઓની નોકરી ગુમાવવાનો મામલો સામે આવ્યો હતો. નવેમ્બરમાં કંપનીએ તેના ઉપકરણ વિભાગમાંથી કેટલાક કર્મચારીઓને છૂટા કર્યા. જે પછી એક સ્ત્રોતે રોઈટર્સને જણાવ્યું કે, કંપની 10,000 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહી છે.

આ પણ વાંચો :-