ગુજરાતમાં હવે કોઈપણ વિરોધ પ્રદર્શન ભારે પડશે, પોલીસ પાસે આવ્યો પાવર

Share this story

Any protest in Gujarat will be heavy now

  • The Code of Criminal Procedure (Gujarat Amendment) Bill : ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારની મોટી જીત, રાષ્ટ્રપતિએ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલને આપી લીલીઝંડી.

ગુજરાતમાં હવે ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) સરકાર સામે અવાજ ઉઠાવવો ભારે પડશે. કલમ 144નું ઉલ્લંઘન કરી દેખાવ કરનાર સામે ગુનો નોંધાશે. કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલને (Code of Criminal Procedure Bill) મંજૂરી મળી ગઈ છે. ચૂંટણી પહેલાં ગુજરાતના પાટનગરમાં અનેક સરકારી કર્મચારીઓ પોત પોતાની માંગો લઈને આંદોલન પર ઉતરી આવ્યા હતા. ગાંધીનગર (Gandhinagar) એ આંદોલન નગર હોય તેમ અલગ અલગ જગ્યાએ આંદોલનો ચાલી રહ્યાં હતા.

પોલીસ તંત્રએ ગાંધીનગરમાં 144ની કલમ લાગુ કરી હોવા છતાં પણ કોઈ અસર ન હોય તેમ લોકો એકઠા થતા હતા. હવે સરકાર સામે પ્રદર્શનમાં જોડાતા પહેલાં 100 વાર વિચાર કરજો કારણ કે હવે પોલીસ પાસે પાવર આવી ગયો છે. ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલ ને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. મહત્વનું છે કે, આ બિલ માર્ચ- 2021માં ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયુ હતુ.

જોકે હવે આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી જતાં પોલીસ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ IPC સેક્શન 188 હેઠળ કાર્યવાહી હાથ ધરી શકે છે. ગુજરાતમાં હવે વિરોધ પ્રદર્શન કરવું ભારે પડી શકે, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલને મળી મંજૂરી મળી ગઈ છે. હવે સરકાર વિરુદ્ધ પ્રદર્શનમાં પોલીસ પોતે જ ફરિયાદી બની શકશે.

ગુજરાતમાં હવે કલમ 144નું ઉલ્લંઘન કરનાર સામે ગુનો નોંધાશે. ગુજરાત વિધાનસભામાં આ બિલ રજુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ બિલ રાષ્ટ્રપતિન પાસે ગયુ હતું. જે બિલને લીલીઝંડી મળી ગઈ છે. ગુજરાત વિધાનસભામા આ બિલ વર્ષ 2021ના માર્ચમાં રજૂ કરવામાં આવ્યુ હતું. આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી જતા હવે પોલીસ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ આઈપીસી ધારા 188 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરશે. હવે ગુજરાત પોલીસ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકશે.

કલમ ૧૪૪ એ ભારતીય દંડ સંહિતાની ઈ.સ. ૧૯૭૩માં લાગુ પડાયેલી કલમ છે. જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને ઉપદ્રવ અથવા સંભવિત ખતરાના મામલાઓમાં તાત્કાલિક અસરથી તાકીદના પગલાં ભરવાની સત્તા આપે છે. કલમ ૧૪૪નો વ્યાપ વિશાળ છે છતાં તે મોટાભાગે ત્રણ કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ મૂકવા માટે વપરાય છે.

સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં CRPCની કલમ 144નો ભંગ કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાના બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. રાષ્ટ્રપતિ પાસેથી આ બિલ પાસ થતા પોલીસ પ્રદર્શનકારી સામે પગલા લેશે તો કોર્ટ અવમાનનાનો કેસ નહીં નોંધી શકે તેમજ આ સાથે હવે સરકાર વિરોધી પ્રદર્શનમાં પોલીસ પોતે જ ફરિયાદી બની શકશે.

નોંધનીય છે કે ગુજરાત સરકાર, પોલીસ કમીશ્નર, ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટને ૧૪૪મી કલમ લાગુ કરવાનો અધિકાર છે. હવે જયારે કોડ ઓફ ક્રીમીનલ પ્રોસિજર બિલ-૨૦૨૧ના બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે ત્યારે ૧૪૪મી કલમને લગતા કોઈપણ નિયમનો ભંગ કરવામાં આવે તો કાર્યવાહી કરવામાં આવશે. પોલીસને પણ આ બિલ કાયદો બની જતાં સૌથી મોટી રાહત થશે. અત્યારસુધીમાં પોલીસને કાર્યવાહી કરવામાં સમસ્યા ઉભી થતતી હતી.

આ પણ વાંચો :-