બેંક ગ્રાહકોને RBI દ્વારા મોટી રાહત : હવેથી નહીં ખાવા પડે બેંકના ધક્કા, જાણો વિગત

Share this story

Big relief to bank customers by RBI

  • બેન્કિંગ સેક્ટરના નિયમનકાર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ કેવાયસીના નિયમોને સરળ બનાવ્યા છે. હવે KYC કરાવવા માટે બેંકની શાખામાં જવાની જરૂર નહીં પડે.

બેન્કિંગ સેક્ટરના (Banking sector) નિયમનકાર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ (Reserve Bank of India) કેવાયસીના નિયમોને સરળ બનાવ્યા છે. હવે KYC કરાવવા માટે બેંકની શાખામાં જવાની જરૂર નહીં પડે. હવે ફ્રેશ KYC પ્રક્રિયા ઘર કે ગમે ત્યાંથી વીડિયો આધારિત ગ્રાહક ઓળખ પ્રક્રિયા દ્વારા પૂર્ણ કરી શકાય છે.

વિડીયો આધારિત KYC :

આરબીઆઈએ 5 જાન્યુઆરી, 2023ના રોજ એક પ્રેસ રીલીઝ જારી કરીને જણાવ્યું હતું કે નવી KYC પ્રક્રિયા વીડિયો-આધારિત ગ્રાહક ઓળખ પ્રક્રિયા દ્વારા અથવા બેંકની શાખામાં જઈને ગમે ત્યાં બેસીને કરી શકાય છે. આરબીઆઈએ કહ્યું છે કે જો KYCમાં કોઈ ફેરફાર ન થાય તો ગ્રાહક માત્ર સ્વ-ઘોષણા આપીને ફરીથી KYCની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે અને આને પૂરતું ગણવામાં આવશે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, બેંકોને એવી સુવિધા આપવા માટે કહેવામાં આવ્યું છે જેમાં ગ્રાહકોની સ્વ-ઘોષણાની પ્રક્રિયા નોન-ફેસ-ટુ-ફેસ ચેનલ દ્વારા પૂર્ણ કરી શકાય.

ઓનલાઈન થશે વેરિફિકેશન :

વાસ્તવમાં આરબીઆઈને બેંકો સામે ફરિયાદો મળી રહી હતી કે ઘણી વખત ઓનલાઈન દસ્તાવેજો સબમિટ કરવા છતાં બેંકોની વેબસાઈટ અને મોબાઈલ એપ દ્વારા ડિજિટલ રી-કેવાયસીની પ્રક્રિયા થઈ શકતી નથી. આરબીઆઈએ કહ્યું છે કે ગ્રાહક તેના રજિસ્ટર્ડ ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, એટીએમ, ઓનલાઈન બેંકિંગ અથવા ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ એપ અથવા પત્ર દ્વારા ફરીથી KYC કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

આમાં બેંકની શાખામાં જવાની જરૂર નથી. જો એડ્રેસમાં માત્ર ફેરફાર હોય તો આ માધ્યમથી એડ્રેસ પ્રૂફ સબમિટ કરી શકાય છે અને બેંકે બે મહિનામાં વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

આ પણ વાંચો :-