Use onion peel in this way
- ડુંગળીનો ઉપયોગ તો ઘણા કામોમાં કરવામાં આવે છે. પરંતુ તેની છાલના ફાયદા વિશે તમે કદાચ જ જાણતા હશો. ડુંગળીની છાલ ઘણી સ્કિન પ્રોબ્લમ્સને દૂર કરી શકે છે.
ડુંગળી (Onion) છોલતી વખતે દરેક વ્યક્તિની આંખમાં આંસુ આવી જાય છે, પરંતુ આ છાલ તમારા ચહેરાને ચમકદાર બનાવે છે. ડુંગળીના ફોતરામાં રહેલા પોષક તત્વ સ્કિનને ગ્લોઈંગ બનાવવાનુ કામ કરે છે. જેમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઈ, ફાઈબર અને એન્ટી ઓક્સિડેન્ટસ (Antioxidants) જેવા ન્યુટ્રીએન્ટસ હોય છે.
જે સ્કિનને સુંદર બનાવવાનુ કામ કરે છે. ડુંગળીની છાલને ઘરમાં રહેલી અમુક ચીજ વસ્તુઓ સાથે મિલાવીને ચહેરા પર લગાવવી ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ગુલાબજળ સાથે :
ગુલાબજળની સાથે ડુંગળીની છાલનો ઉપયોગ કરવાથી ખીલ-ફોલ્લીની પરેશાની દૂર થાય છે. ડુંગળીની છાલને બારીક રીતે પીસીને તેમાં ગુલાબજળ મિક્સ કરો અને પેસ્ટ બનાવી નાખો. જેને 5-6 મિનિટ સુધી ચહેરા પર લગાવ્યાં બાદ ધોઈ નાખો. ડુંગળીમાં રહેલ એન્ટી બેક્ટેરિયલ ગુણ ખીલ-ધબ્બાને દૂર કરશે.
નાશપતી સાથે :
નાશપતીની સાથે ડુંગળીની છાલ મિલાવીને ફેસ માસ્ક બનાવી શકાય છે. આ નેચરલ ફેસ માસ્ક બનાવવા માટે ડુંગળીની છાલને ઉકાળો અને ફિલ્ટર કરો. આ પાણીમાં નાશપતીનો ગુદો અને થોડુ દૂધ મિક્સ કરો અને 3-4 મિનિટ માટે ઉકાળો. આ પેસ્ટને 5-7 મિનિટ સુધી ચહેરા પર લગાવ્યાં બાદ ધોઈ નાખો.
આ પણ વાંચો :-
- 06 જાન્યુઆરી 2023, રાશિફળ : આજે આ તમામ રાશિના જાતકો પર સાંઈબાબાની અસીમ કૃપા રહેશે, જાણો તમારી રાશિ અનુસાર…
- ફોનની ડિલીવરી ન કરવી Flip kartને ભારે પડી ! 12 હજારના મોબાઈલના બદલામાં કોર્ટે ફટકાર્યો આટલાં હજારનો દંડ