HomeGujaratગુજરાતમાં ઠંડી હજુ વધશે કે ઘટશે, રાજ્યના 10 શહેરમાં તાપમાનમાં ઘટાડા વચ્ચે...

ગુજરાતમાં ઠંડી હજુ વધશે કે ઘટશે, રાજ્યના 10 શહેરમાં તાપમાનમાં ઘટાડા વચ્ચે આવી છે નવી આગાહી

Date:

Related stories

રાહુલ ગાંધી જંતર-મંતર પહોંચતા જ પોલીસનું એક્શન, અનેક વિપક્ષી નેતાઓને કસ્ટડીમાં લેવાયા

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિપક્ષી દળો આજે...

ભારતીય ક્રૂવાળા ઓઇલ ટેન્કર પર આ દેશે કર્યો ડ્રોન હુમલો, 23 ભારતીય ક્રૂ સભ્યોને…

યુક્રેનના ડ્રોન હુમલામાં બ્લેક સીના કિનારા નજીક ભારતીય ક્રૂવાળા...

ચાર વર્ષ પહેલા જેની હત્યા થઈ હતી, તે જીવતો મળ્યો : અનેક લોકો જેલ જઈ ચૂક્યા છે

બિહારના સમસ્તીપુરમાં ચાર વર્ષ પહેલા મૃત જાહેર કરાયેલ રવિ...

RBI MPC: RBI ગવર્નરે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો, તમારી EMI કેટલી વધશે?

RBI MPC બેઠકના પરિણામોની જાહેરાત કરવામાં આવી છે. રેપો...
spot_img

Whether the cold will increase

  • ગુજરાતમાં સતત ત્રીજા દિવસે પણ કાતિલ ઠંડીએ લોકોને ધ્રુજાવ્યા. ગતરોજની સરખામણીએ ઠંડીમાં આંશિક રાહત. ગાંધીનગર 9.4 ડિગ્રી અને અમદાવાદમાં 10 ડિગ્રીએ પહોંચ્યો પારો.

ગુજરાતમાં (Gujarat) શિતલહર છવાઈ છે. સુસવાટા મારતા પવનને કારણે મહત્તમ તાપમાનમાં 4.4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. શહેરીજનો તો તીવ્ર ઠડીમાં ઠૂંઠવાઈ ગયા છે. કાતિલ ઠંડીને પગલે નલિયામાં (Nalia) 2 ડિગ્રી અને ડીસામાં પારો 6.9 ડિગ્રીએ પહોંચ્યો છે. કચ્છના નલિયામાં તો 24 કલાકમાં 6 ડિગ્રી પારો ગગડ્યો છે. આજનો પારો 2 ડિગ્રી જ રહેતાં આ આંક સિઝનનો સૌથી ઓછો આંક છે.

અમદાવાદ શહેર રાજ્યના 10 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો છે. 1 જ દિવસમાં રાજ્યના મોટાભાગના શહેરનો પારો 2થી 6 ડિગ્રી ઘટ્યો છે. આજથી ઠંડીનું જોર ઘટશે. તાપમાનનો પારો ઉંચકાય તેવી હવામાન વિભાગની આગાહી છે. તાલાળા પંથકમાં ઊંચા પવનથી આંબા પર આવેલા મોર ખરી પડ્યા છે. જૂનાગઢ-પાવાગઢમાં રોપ વે અને બેટ દ્રારકામાં ફેરી બોટ સતત બીજા દિવસે બંધ રખાયા છે.

 હવામાન વિભાગે રાજસ્થાનના અલવર, ભરતપુર, ધોલપુર, ઝુનઝુનુ અને કરોૈલી માટે ઓરેન્જ એલર્ટ જારી કરી છે. દિલ્હી માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવી છે.  અધિકારીઓના જણાવ્યા અનુસાર શ્રીનગરનું લઘુતમ તપામાન જાન્યુઆરી મહિનાનું છેલ્લા પાંચ વર્ષનું બીજું સૌથી ઓછું તાપમાન છે.

ભારે ઠંડીને કારણે જમ્મુ-કાશ્મીરના અનેક જળાશયો થીજી ગયા છે. રાજસ્થાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ફતેહપુર (સિકરપુર)માં માઇનસ ૧.૮ અને ચુરુમાં માઇનસ ૧.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.

જયપુરમાં ૩.૮, અજમેરમાં ૩.૯, અલવરમાં ૧.૩, ચિત્તોડગઢમાં માઇનસ ૦.૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. પંજાબ અને હરિયાણામાં પણ લોકોને ઠંડીથી કોઇ રાહત નથી. પંજાબમાં ગુરદાસપુર ૨.૨ ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઠંડુ શહેર છે.

હવામાન અંગે ચોક્કસ આગાહી કરવા માટે જાણીતા અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં માવઠું પણ પડી શકે છે. જો માવઠું પડશે તો ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે. અંબાલાલ પ્રમાણે જાન્યુઆરીની શરૂઆતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે. જો માવઠું પડે તો ખેતરમાં ઉભા પાકને નુકસાન થવાની શક્યતા છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories