અયોધ્યામાં ૮૪ કોસી પરિક્રમા વિસ્તારમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ

Share this story

રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા રામનગરી અયોધ્યામાં દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારે અયોધ્યા પરિક્રમાના વિસ્તારમાં દારૂ પર પ્રતિબંધ મૂક્યો છે. મંત્રી નિતિન અગ્રવાલે જણાવ્યું કે, રામનગરીમાં ૮૪ કોસી પરિક્રમા વિસ્તારમાં દારૂ વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે તેમજ તમામ દુકાનો હટાવવામાં આવશે. નિતિન અગ્રવાલ રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને મળવા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે, શ્રી રામ મંદિર ક્ષેત્રને પહેલાથી જ મદીરા મુક્ત કરવામા આવ્યો છે. તેમણે કહ્યું કે, ૮૪ કોસ સુધી દારૂની દુકાનો હટાવવાની વાત કરવામાં આવી છે, જેના માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પહેલા સંકેત આપ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, ચૂકી એ એક ધાર્મિક નગરી છે. જેના માટે જનભાવનાઓનો સન્માન કરવો જોઈએ. અહી માસ અને દારૂના સેવન પર પ્રતિબંધ હોવો જોઈએ. તેમણે એમ કહ્યુ હતું કે, ધર્મ નગરી અયોધ્યા શહેરી વિકાસનો મોડલ હોવી જોઈએ. તેમણે વિવિધ વિકાસ કાર્યોની પણ વાત કરી હતી

૮૪ કોસી વિસ્તારમાં ૬૦૦ જેટલી દારૂની દુકાનો છે. અયોધ્યા જિલ્લામાં દારૂની ૩૯૭ દુકાનો છે. ફૈઝાબાદમાં દારૂની ૧૫૩ દુકાનો છે. દારૂબંધીના એલાન બાદ આ તમામ દુકાનો બંધ કરી દેવામાં આવી છે. તેનો આદેશ અધિકારીઓને જારી કરી દેવામાં આવ્યો છે. હવે 84 કોસી માર્ગ પર આવતી તમામ દારૂની દુકાનો હટાવી દેવામાં આવશે.

આ પણ વાંચો :-