Video Viral : પંડયા પર પિત્તો ગયેલો હતો અને આ પ્લેયરે પીચ પર જઈ વિરાટને ધક્કો માર્યો, પછી કોહલી..

Share this story

Video Viral

  • WATCH VIDEO : ચાલુ મેચમાં જાણી જોઈને ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ પીચ પર જઈને વિરાટ કોહલીને ધક્કો માર્યો. પછી તમને શું લાગે છે આપણો કોહલી કંટ્રોલમાં રહેતો હશે. જે પછી બબાલ થઈ એ આખા ગામે જોઈ. ખુબ જ વાયરલ થઈ રહ્યો છે વીડિયો. આ પહેલાં પંડયા જોડે ચાલુ મેચમાં મેદાન પર બાખડયો હતો કોહલી…

ભારત અને ઓસ્ટ્રેલિયા (India and Australia) વચ્ચેની વન-ડે સિરિઝમાં આ વખતે કોઈકને કોઈક કારણોસર વિરોટ કોહલીનું (Virat Kohli) નામ સૌથી વધારે ચર્ચામાં રહ્યું છે. પહેલાં મેદાન પર હાર્દિક પંડયાએ (Hardik Panday) કોહલી જોડે ખરાબ વર્તન કર્યું. કેપ્ટન બન્યા બાદ ચાલુ મેચમાં પંડયા કોહલી જોડે બાખડયો અને આ બબાલનો વીડિયો વાયરલ થયો હતો. જેને કારણે વિરાટનો પંડયા પર તો પિત્તો ગયેલો જ હતો ત્યાં તો નવી બબાલ ઉભી થઈ.

ચાલુ મેચમાં ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીએ પીચ પર જઈને જાણી જોઈને કોઈ કારણ વગર સામે ચાલીને વિરાટને ધક્કો માર્યો. હવે મગજ તપેલું હોય અને કોઈ સામે ચાલીને આવી સડી કરે તો આપણો કોહલી પછી કંટ્રોલમાં રહે…? પછી જે બબાલ થઈ એ આખા ગામે જોઈ. વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે વીડિયો….

આ મેચમાં વિરાટે 72 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા અને 54 રન બનાવ્યા હતા. તે જ સમયે, સ્ટોઇનિસે 9.1 ઓવરમાં 43 રન આપીને એક વિકેટ લીધી હતી. ભારતીય ક્રિકેટ ટીમને બુધવારે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને નિર્ણાયક વનડેમાં 21 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે ભારતે શ્રેણી પણ 1-2થી ગુમાવી દીધી છે.

https://twitter.com/Diptiman_yadav9/status/1638593928206389248?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1638593928206389248%7Ctwgr%5Eeac13480002eef0311c16199306ff9cde0d6edea%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fzeenews.india.com%2Fgujarati%2Fsports%2Fvirat-kohli-hardik-pandya-viral-video-ina-vs-aus-odi-match-marcus-stoinis-bumps-into-virat-kohli-256903

આ મેચમાં ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ સૌથી વધુ 54 રનની અડધી સદીની ઈનિંગ રમી હતી. જો કે કોહલી તેની ઇનિંગ દરમિયાન ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ સાથે અથડાયો હતો.

વિરાટે મેચની સૌથી વધુ ઈનિંગ્સ રમી હતી :

આ મેચમાં વિરાટે 72 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગા સાથે 54 રન બનાવ્યા હતા. તે જ સમયે, સ્ટોઇનિસે 9.1 ઓવરમાં 43 રન આપીને એક વિકેટ લીધી હતી.ચાર વર્ષ બાદ ઘરઆંગણે વનડેમાં ભારતની આ પ્રથમ શ્રેણીની હાર છે. ODI શ્રેણી જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ વનડે રેન્કિંગમાં ફરી નંબર-1 ટીમ બની ગઈ છે.

આ પણ વાંચો :-