Adani Group પર મોટા ખુલાસા બાદ હિંડનબર્ગે ફોડયો વધુ એક ‘બોમ્બ’ ! આ વખતે કોનો વારો ? 

Share this story

After the big disclosure on Adani Group

  • Hindenburg Report : જાન્યુઆરીમાં આવેલા હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરોમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર 2022માં 150 બિલિયન ડોલરથી વધુની સંપત્તિના માલિક ગૌતમ અદાણી જાન્યુઆરીમાં 53 બિલિયન ડોલર પર પહોંચી ગયા હતા.

Hindenburg Report : જાન્યુઆરીમાં આવેલા હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ (Hindenburg Research Report) બાદ અદાણી ગ્રુપના શેરોમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર 2022માં 150 બિલિયન ડોલરથી વધુની સંપત્તિના માલિક ગૌતમ અદાણી (Gautam Adani) જાન્યુઆરીમાં 53 બિલિયન ડોલર પર પહોંચી ગયા હતા. અદાણી દુનિયાભરના અબજોપતિઓની યાદીમાં ટોપ 35થી પણ આઉટ થઈ ગયા હતા અને તેમના અદાણી ગ્રુપે ભારે નુકસાન ઉઠાવવું પડ્યું હતું.

રોકાણકારોને ભારે નુકસાન :

અદાણી ગ્રુપના શેરો ખરીદનારા રોકાણકારોને ભારે ભરખમ નુકસાન થયું. હવે જ્યારે છેલ્લા કેટલાક સમયથી ગૌતમ અદાણીની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે અને તેઓ અબજોપતિઓની યાદીમાં 11માં નંબરે પહોંચી ગયા છે ત્યારે હિંડનબર્ગ રિસર્ચ તરફથી વધુ એક ટ્વીટ કરવામાં આવ્યું છે. હિંડનબર્ગ રિસર્ચે ‘વધુ એક મોટો ખુલાસો’ કરવાનો સંકેત આપ્યો છે.

ટ્વીટ વિશે ઉત્સુકતા :

હિંડનબર્ગ રિસર્ચે પોતાના ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરી, ‘નવો રિપોર્ટ જલદી એક વધુ મોટો રિપોર્ટ.’ દુનિયાભરના શેર બજારમાં આ ટ્વીટને ખુબ ઉત્સુકતાથી જોવામાં આવી રહી છે. લોકો વિચારી રહ્યા છે કે આ વખતે હિંડનબર્ગ તરફથી થનારો ખુલાસો શું અમેરિકી બેંક વિશે હશે?

એક ભારતીય યૂઝરે હિંડનબર્ગના ટ્વીટનો જવાબ આપતા કહ્યું કે ‘આશા છે’ કે આ કોઈ બીજી ભારતીય કંપની વિશે નહીં હોય. યૂઝરે હિંડનબર્ગને આ વખતે કોઈ ચાઈનીઝ કંપની પર રિપોર્ટ કરવાની ભલામણ કરી છે.

આ પણ વાંચો :-