Gujarat Titans upset
- ગઈ સિઝનમાં તોફાની બેટિંગ બતાવનાર મિલરે IPL 2022ની સિઝનમાં ગુજરાતને ટાઈટલ અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. હાલ ગુજરાત ટાઈટન્સ પોતાના એ ખેલાડીથી નારાજ છે.
IPL 2023 માટે તમામ ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 10 ટીમોની ટુર્નામેન્ટ લગભગ બે મહિના સુધી ચાલશે. ચાહકો આ ટૂર્નામેન્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવામાં IPL 2023ની વર્તમાન વિજેતા ગુજરાત ટાઈટન્સની (Gujarat Titans) ટીમ પોતાના જ એક સ્ટાર ખેલાડીથી નારાજ છે.
ગુજરાત ટાઈટન્સ આ ખેલાડીથી નારાજ :
જણાવી દઈએ કે આ વાતના એ ખેલાડીએ પોતે જ કહી છે અને એ ખેલાડી છે ડેવિડ મિલર. ગઈ સિઝનમાં તોફાની બેટિંગ બતાવનાર મિલરે IPL 2022ની સિઝનમાં ગુજરાતને ટાઈટલ અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. હાલ ગુજરાત ટાઈટન્સ પોતાના એ ખેલાડીથી નારજ છે કારણ કે મિલર IPLની શરૂઆતની મેચમાં રમી શકશે નહીં. જો કે આ પાછળનું કારણ એ છે આ સમયે તે પોતાના દેશ સાઉથ આફ્રિકાની ટીમ સાથે નેધરલેન્ડ સામે રમશે.
સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચે મેચ :
નોંધીનીય છે કે સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચેની મેચ 31 માર્ચે બેનોનીમાં અને 2 એપ્રિલે વાન્ડરર્સમાં રમાશે અને તે જ સમયે આઈપીએલ પણ 31 માર્ચથી શરૂ થઈ રહ્યું છે. સાથે જ આ આઈપીએલ સિઝનની પહેલી મેચ ગુજરાત ટાઈટન્સની છે. જેમાં તે ચાર વખત વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ સામે રમશે અને આ સાથે જ જણાવી દઈએ કે આ મેચ અમદાવાદમાં રમાશે.
T̶h̶u̶n̶d̶e̶r̶s̶t̶o̶r̶m̶ Miller-storm aane waala hai! ⚡#TitansFAM, dedicate a song for @DavidMillerSA12 in the comments! #AavaDe pic.twitter.com/xU7HIoQ8Ik
— Gujarat Titans (@gujarat_titans) March 19, 2023
સાઉથ આફ્રિકા માટે મહત્વપૂર્ણ મેચ :
આપણે બધા જાણીએ છીએ કે આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં યોજાનાર ODI વર્લ્ડ કપ યોજવવાનું અને એ માટે સીધા ક્વોલિફાય થવા માટે સાઉથ આફ્રિકા માટે આ બે મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવામાં મિલર માટે આ બંને મેચમાં હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ કારણે જ તે IPLની શરૂઆતની મેચમાં ભાગ લઈ શકશે નહીં.
આ વિશે મિલરે સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે એ કારણે ગુજરાતની ટીમ તેમનાથી નારાજ છે. અમદાવાદમાં મેચ રમવી તે પણ IPLની પ્રથમ મેચ એક મોટી વાત છે પણ હું તેમાં ભાગ નહીં લઈ શકું.
આ પણ વાંચો :-
- VIDEO : તાપસીનું ‘પન્નુ’ ફર્યું, લાલ ડ્રેસમાં વક્ષસ્થળ પર પહેર્યો મા લક્ષ્મીનો હાર, વીડિયો જોઈને..
- Social Media પર સિક્કો જમાવવો હોય તો આ રીતે તમારા વીડિયોને લગાવો ચાર ચાંદ !