એકદમ ફૂલગુલાબી બની ગયું બેંગલુરુ.. સોશિયલ મીડિયા પર વાયરલ થયા Photos

Share this story

Bengaluru has become completely pink. 

  • દક્ષિણ ભારતીય શહેર બેંગલુરુમાં અનેક રસ્તાઓ પર આજકાલ તમને પીંક ફૂલોની બહાર જોવા મળશે. સોશિયલ મીડિયા પર આ ગુલાબી ફૂલોથી છવાયેલા રસ્તાઓની તસવીરો વાયરલ થઈ રહી છે. ચેરી બ્લોસમ જેવા ફૂલોથી લદાયેલા ઝાડનું નામ લઈએ તો તમને જાપાનની યાદ આવી જાય પરંતુ હાલમાં આ તસવીરો જાપાનની નહીં પરંતુ બેંગલુરુની વાયરલ થઈ રહી છે.

દક્ષિણ ભારતીય (South Indian) શહેર બેંગલુરુમાં (Bengaluru) અનેક રસ્તાઓ પર આજકાલ તમને પીંક ફૂલોની બહાર જોવા મળશે. સોશિયલ મીડિયા પર આ ગુલાબી ફૂલોથી છવાયેલા રસ્તાઓની તસવીરો વાયરલ થઈ રહી છે. ચેરી બ્લોસમ (Cherry blossom) જેવા ફૂલોથી લદાયેલા ઝાડનું નામ લઈએ તો તમને જાપાનની (Japan) યાદ આવી જાય પરંતુ હાલમાં આ તસવીરો જાપાનની નહીં પરંતુ બેંગલુરુની વાયરલ થઈ રહી છે. આ તસવીરો જોઈને તમે પણ ખુશખુશાલ થઈ જશો.

વાત જાણે એમ છે કે બેંગલુરુના રસ્તાઓ આજકાલ પીંક ટ્રમ્પેટ્સ કે જે Tabebuia rosea કે પછી pink poui નામથી પણ ઓળખાય છે તેવા જે મૂળ તો દક્ષિણ મેક્સીકોમાં જોવા મળતા હોય છે તેવા ઝાડના ફૂલોથી છવાયેલા છે. આ ઝાડ પર સામાન્ય રીતે જાન્યુઆરીથી ફેબ્રુઆરીના સૂકા હવામાનમાં ફૂલો આવતા હોય છે.

જો કે આ ઝાડ પર ઓગસ્ટ, સપ્ટેમ્બર, એપ્રિલ અને મેમાં પણ ફૂલો જોવા મળતા હોય છે. આ વૃક્ષોથી બેંગલુરુના રસ્તાઓ છવાયેલા છે અને તેના ગુલાબી ફૂલોથી રસ્તાઓ છવાઈ જતા એકદમ ખુશનુમા વાતાવરણ જોવા મળી રહ્યું છે.

જેમાં દરેકને પ્રકૃતિની સુંદરતા દેખાય છે. બેંગલુરુના આ ગુલાબી રંગથી સજાઈ જવાનો શ્રેય તબેબુઈયાના ફૂલોને આપવામાં આવી રહ્યો છે. જે દર વર્ષે વસંતની આજુબાજુ ખીલે છે. સોશિયલ મીડિયામાં હાલ બેંગલુરુના આ ગુલાબી વૃક્ષોની તસવીરો જોવા મળી રહી છે.

હાલના દિવસોમાં મોટી સંખ્યામાં લોકો સાંજના સમયે શહેરમાં બહાર ફરવા નીકળતા હોય છે અને આ સુંદરતાને નીહાળીને તેને કેમેરામાં કેદ કરે છે અને પ્રકૃતિની સુંદરતાના સાક્ષી બને છે. ખરેખર આ જાપાન નહીં….પરંતુ ભારતનું બેંગલુરુ છે !

આ પણ વાંચો :-